મારી દીકરી મારું સ્વાભિમાન
મારી દીકરી મારું સ્વાભિમાન
સ્નેહનું ઝરણું દીકરી, દીકરી શબ્દના મર્મત્વને સમજવો હોય તો કવિ અશોક ચાવડા રચિત 'દીકરી' ગઝલનું રસપાન કરવું જ પડે. કવિ અશોક ચાવડા પોતાના આ ગઝલમાં દીકરી વિશે જુદા જુદા રૂપકો આલેખ્યા છે. કવિ અશોક ચાવડા પોતાની ગઝલ ની પ્રથમ પંક્તિમાં જ લખ્યું છે કે
'સ્વર્ગની એકક દેવીઓની ઝલકમાં છે દીકરી;
સુખડ, ચંદન ને કુમકુમ તિલક માં છે દીકરી'
અર્થાત સ્વર્ગમાં જેટલી પણ દેવીઓ વસવાટ કરે છે તેમની પ્રતિકૃતિમાં દીકરીના દર્શન થાય છે. વળી આપણી ભારતીય સંસ્કૃતિ પણ સ્ત્રીપૂજનની વંદના કરે છે. સંસ્કૃત સાહિત્યમાં કહેવાયું છે કે 'જ્યાં જ્યાં નારીની પૂજા થાય છે ત્યાં ત્યાં દેવી-દેવતાઓ નો વાસ હોય છે.' બસ આમાંજ દીકરીની સંકલ્પના સમાયેલી છે. કેટલાક લોકોને મન દીકરી એટલે 'સાપનો ભારો', તો કેટલાકને મન દીકરી એટલે 'તુલસી નો ક્યારો' માનતા હોય છે. પરંતુ ભારતના વડાપ્રધાને આ દૃષ્ટિકોણને બદલ્યો છે. 'બેટી બચાવો બેટી પઢાવો'.. 'મેરી બેટી મેરા સ્વાભિમાન' અને દીકરીઓને પણ પ્રેરણા આપતા અને ઉદાહરણો સમાજમાં જોવા મળશે.
દિવ્યાંગ બનવા છતાં હિંમત ન હારતી અરુણિમા સિંહા હોય કે પછી વિકટ પરિસ્થિતિમાંથી બહાર નીકળતી આઈપીએસ ઓફિસર કિરણ બેદી હોય કે પછી અને રમતના જુદા જુદા ક્ષેત્રોમાં પી.ટી .ઉષા, મેરી કોમ, સંગીતના ક્ષેત્રમાં ગીતાબેન રબારી, કિંજલ દવે, લોકસાહિત્યમાં દિવાળીબેન ભીલ, સાહિત્યના ક્ષેત્રમાં જોઈએ તો વર્ષા અડાલજા વિજ્ઞાનના ક્ષેત્રમાં જોઈએ તો કલ્પના ચાવલા, સુનિતા વિલિયમ્સ, રાજકારણમાં પ્રતિભા દેવીસિંહ પાટિલ, મીરા કુમાર, આનંદીબેન પટેલ કોઈ પણ નારીએ કોઈપણ ક્ષેત્રમાં દીકરીએ પોતાનું મહત્વ ઓછું નથી આંક્યું. આવી જ દીકરીઓ અન્ય દીકરીઓને પ્રેરણા પૂરી પાડે છે.
વર્તમાન સમયમાં ભારત સરકાર દ્વારા પણ સ્ત્રી શિક્ષણ અને સ્વાવલંબન, સમાનતા અંગે દીકરીના ભણતર ઉપર સવિશેષ ભાર આપ્યો છે. કન્યા કેળવણી, શાળા પ્રવેશોત્સવ વગેરે જેવા કાર્યક્રમો થકી કન્યા શિક્ષણને ઉત્તેજન આપ્યું છે. તો કેટલીક સામાજિક, સાહિત્યિક, ધાર્મિક, રાજકીય સંસ્થાઓ દીકરીના જન્મને વધાવી તેમને સન્માનિત કરે છે. 'શ્રેષ્ઠ શિક્ષક એવોર્ડ વિજેતા'( રાજ્ય અને રાષ્ટ્ર પુરસ્કારથી સન્માનિત )શ્રી ચંદુભાઈ એ. ટી. ડી.(ચિત્ર શિક્ષક )અને તેમની બનાસકલાસંઘની સમગ્ર ટીમ 'દીકરી દેવો ભવ' તેવું પ્રમાણપત્ર અર્પણ કરી વિશિષ્ટ ક્ષેત્રમાં છે દીકરીઓએ પોતાનું શ્રેષ્ઠ પ્રદાન કર્યું છે તે દીકરીઓને સન્માનિત કરે છે. જે ખૂબ જ પ્રશંસનીય કાર્ય છે જે અન્ય વ્યક્તિ કે સમુદાયને પ્રેરણા આપે છે. વર્તમાન સમયમાં સ્કીલ ઇન્ડિયા કાર્યક્રમ અંતર્ગત અનેક મહિલાઓ પોતાનું શ્રેષ્ઠ પરફોર્મન્સ દેશ માટે આપી રહી છે. આવી દીકરીઓને સલામ.