મારી બચપણની યાદ - ૧
મારી બચપણની યાદ - ૧
ગામડા ગામનો એક મધ્યમ કુટુંબનો રહેવસી. ગામ નાનું અને નદીથી થોડે દૂર આવેલું. લગભગ બે ધર્મના લોકો, હિંદુ અને મુસલમાન. મુસલમાનનો માત્ર ચા] જ ઘર હતો. અને ઈતર કોમ હિંદુઓની હતી. જેમો ચૌધરી હતા (ઓજણા). ઓજણા અટક જરા જૂની લાગે અને ચૌધરી સારી લાગે, આનો પણ એક ઇતિહાસ છે, જેનો ઉલ્લેખ અહી નથી કર્યો. ઓજણાનો વ્યવસાય મુખ્ય ખેતી નો, ઢોર ઢોખર રાખી ખેતી કરવાનો છે. કેટલાક બળદ, ભેસનો લે વેચનો ધંધો કરતા, કોઈ કરીયાણાની દુકાન ધરાવતા.
ગામમાં બળદ ગાડા ચાલતા હતા. રસ્તા કાચા રેતાળને ઉબડ ખાબડ હતા. ખેતરેથી ઘાસનો ભોર ગાડે ભરીને લાવતા એક બળદથી ચાલતા એકા પણ હતા. જે અત્યારે પણ જોવા મળેછે. આ ચૌધરી જાતી ગામ પર વહીવટનો હક રાખતી. ગામમાં ગામપટેલનો રીવાજ હતો. આ વાત હું પોચેક દાયકા પહેલોની કરું છું. ગામમાં વીજળી ન હતી. દીવા, ફાનસ, કે કોડીયા થી ચલાવવું પડતું. ગામ કોઈ ધોરી માર્ગથી જોડાયેલું નહોતું. કોઈ વાહનોની કસી અવર-જવર નહતી. અને બીજી કોમમો, સુથાર, લુહાર, કુંભાર, રબારી, દરજી, વાલ્મિકી, હરીજન, સેનમાં, સિંધી, મીર, મુહલા, ઠાકોર, વાણિયા, રાવળ, તુરી-તરગાળા, ભીલ આ જાતિના લોકો વસતા હતા. આ બધા થઇને આખા ગામના ઘર આશરે તણસોથી વધારે ન હતા. પરતું એ વખતે બધીજ કોમના લોકો સંયુક્ત કુટુંબની ભાવના વાળા હતા. અને એ રીતે ભેગો રહેવા ટેવાયેલા હતા. હવે વિભક્ત કુટુંબની ભાવના ધીરે ધીરે ગામમાં પગ-પેસારો કરી રહી હતી. છતાં ઘરમાં વડીલોનું માન હતું. સન્માન જળવાતું હતું. અને કોઈ એટલો બધો વિભક્ત કુટુંબનો પવન ફુકાયો ન હતો. હજી શરૂઆત હતી.
ગામડા ગામમો એક કુટુંબમાં જો ચાર કે પંચ ભાઈબહેન હોય તો વડવાઓની જમીનમાં ખેતી કરી ગુજરાન કરતા. જો કોઈ વિધવા બહેન હોય તો તે વડવાઓની જમીન પર ખેતી કરાવતી અને સાથી ભાગીયા રાખીને ખેતી કરતી. અને પોતે ઢોર ઢોખર, ગાય ભેસ રાખીને દૂધ, દહીં, ઘી વેચીને ગુજરાન ચલાવતી. એ જમાંનામાં ડેરીનો કોઈ વિકાસ થયેલો નહોતો. વલોણે ઘી બનાવી, બાજુના નાના શહેરમાં દુકાને વહેંચવા જતા નહી તો ગામમો વાણીયાને ત્યાં ઘી આપીને બદલામાં ઘરનું કરિયાણું સમાન, ગોળ, મરચું, મીઠું, લાવતા.
એ વખતે દવાખના પણ નહતા, એટલે ગામમો વૈદો આવતા અને આયુર્વેદિક દેસી દવાઓ આપતા. જો શહેરમાં જાય તો ત્યાં બધું મળી રહેતું, હટાણું કરી સાંજે ઘરે આવતા. પગે ચાલીને પંચ-સાત કિલોમીટર જતા અને આવતા. વધારામો માથે વજન ઉચકીને લાવતાં. એ જમાનાની વાત છે જયારે પાંચ ધોરણ સુધીનો અભ્યાસ ચાલતો હતોઆમ તો ગાયકવાડીના વખતની શાળા ઓ ચાલતી હતી. એક મોંટો લોબો ઓરડો, ઉપર પતરા અને નીચે લગભગ લીંપણ વાળો ફ્લોર. ત્રણ બાજુએ બંધ અને આગળનો ભાગ લોખંડના સળીયાથી ઉભી જાળી. અને એક દરવાજો, તે પણ જાળી વાળો. છુટું ઢાળ વાળું લાકડાની પટ્ટી ઓ ઉપર ઉભું રહેતું બ્લેક બોર્ડ જે આજે ક્યોક ક્યોક સત્કાર સમારંભ ,કે રીસેપ્શન હોલમાં હોય છે.
એક બીજો ઓરડો જેને અમે ધર્મશાળા કહેતા. જો વરસાદની ઋતુ હોય તો ત્યાં બેસતા, બાકી તો બહાર લીમડા નીચે જૂદ જુદા જુદા ઝાડ નીચે બેસતા. બધાજ વર્ગો માટે બોર્ડ નહોતો. તેઓને મોઢે અને ચોપડીમાંજોઇને ભણાવતા. અહી એક શિવજીનું મંદિર હતું, એ પણ એકજ કમ્પાઉન્ડ હતું. આ કમ્પાઉન્ડને કોઈ દીવાલ ન નહોતી, પરંતુ કાંટાળી વાડથી ઘેરાયેલું હતું. અને એક મોટું છીંડું હતું, જેને બે બાજુએ લાકડાની થાંભલીથી રસ્તો કરેલો હતો. જેને અમે દરવાજો કહેતા. અમારે દરેક વર્ગ મુજબ બગીચા સોંપેલા હતા, જેમો દરેકના પોતાનો ફૂલછોડ ઉગાડતા અને તેની માવજત દેખ ભાલ, પાણી આપતા. જેનો બગીચો અને છોડ સારા હોય તેને શાબાશીનું ઇનામ આપવામાં આવતું. એ અમારી ખુલ્લી શાળાની જાહોજલાલી હતી.
જેમ જેમ દિવસો પસાર થતા ગયા. તેમ વસ્તીમાં વધારો થતો ગયો. ગામમાં આશરે નાના બાર મહોલ્લા હતા, જેમો ચૌધરીની મુખ્ય વસ્તી હતી. કુંભાર, સુથાર, લુહાર, ઠાકોર, રાવળ, નાઈ, હરીજન, તરગાળો, તુરીસેન, વાલ્મિકી, ભીલ અને મીર, દરજી, રબારી [દેસાઈ ]ને મુસ્લો રહેતા હતા. સાતેક મહોલ્લા એકબીજા નાના મ્હોલ્લાથી જોડાયેલા હતા. બે ગોસાઈ એટલેકે [બાવાજી]ના ઘર પણ હતા. રબારી વાસને નેસડો કહેતા જ્યો ઘેટો, બકરો, ગયો રાખવાના વાડા હતા. આ બધોને કાંટાળી વાડથી કવર કરેલી, અંદર એક છીડું રાખતા જ્યાંથી અંદર જઇ આવી શકાતું.
ગામમાં બધા લોકો પોતાની અટક પ્રમાણે કામ કરતા, જો દરજી હોય તો કપડો સીવે, લુહાર હોય તો ખેતીનો ઓજાર બનાવે, કે મકાના બાંધવામાં કામમાં વપરાતા સાઘનો બનાવે. સુથાર હોય તો ખેતીના ઓજાર બનાવે અને મકાન બાંધકામમાં બારી બારણા, હળ વગેરે બનાવે. લાકડાની કોતરણી વગરેનું કામ કરે. કુંભાર હોય તો ખેતી મકાન બાંધકામ કે કારીગરીનું કામ કરે અને માટીના વાસણો, ઇંટો, નળિયા, કુંડા, માટીના રમકડા, વગેરે બનાવે. હરિજનો ખેતીના કામમાં મદદ કરે. તથાપોતાનું કામ, ચામડાનું કોસ કુવામોથી પાણી કાઢવાનું તથા પગરખો બનાવે. આ બધી જાતીના લોકોનો હિસ્સો રહેતો. જે ખેતી કામ કરતા હોય અને તેમના જરૂરિયાતની સેવા જે તે વર્ગ પૂરી કરતુ. એટલે સૌને પોતપોતાના ગ્રાહકો હતા, જેને ગરાકવટી કહેવામાં આવતી. આ બધાને પોતપોતાના નામ હતા. જેવો કે, પચાડું, લુહારું, દલવાડું, ઘરાકવટુ કહેવામાં આવતું. જયારે ખેડૂત ને ત્યાં ખેતરમાં અનાજની મોસમ પાકવાની થાય ત્યારે તેઓને ખેતરમાં બોલકી વાઢેલ પાકના બાંધેલા પૂળા નક્કી કરેલ હિસાબ મુજબ આપવામાં આવતા. જે તેઓ ભારા બાંધી માથે ઉપાડી તેમના ઘેર લઇ જતા. અને ગામની બહાર ખાળામાં એકઠો કરતા. જુદીજુદી જગ્યાએથી લાવીને એકઠા કરીને ત્યાં અનાજ અને ઘાસ જુદું પડતાં. એટલેકે, લણતા, ગાણતા અને એ રીતે અનાજ લેતાને ઋતુ પ્રમાણે તેમનો હિસો લઇ ગુજરાન કરતા.
કુંભાર કે જેઓને આવી કોઈ ઘરાકવતી ન હતી, તે ખેતરે ખતરે જઈને પ્ચાળો લેવાની, તેઓ ખેતી ખુદ કરતા હતા. અને માટી કામ કરતા હતા. માટી કામમાં ઇંટો પાડવી માટીના વાસણો બનાવવ, નળિયા બનાવવા, કુંડો ,કોડીયો, માટીના રમકડા પાણી ભરવાનાઘડા, દુણી, મોરિયા વગેરે ઘડવાનું કામ કરતા હતા. આ વસ્તુઓ તેઓ વેચતા હતા. ઇંટો મકાન બનાવવામાં, માટીના વાસનો ઘરમાં લોકો વાપરતા હતા. ઘરાકવટી હતી પરંતુ અવસર પ્રસંગે ગણેશ માટલુ લેવા આવતા જેને બીજી ભાષામાં મહામાટલું કહેતા. જેના બદલામાં ઇનામ રાજી ખુશીથી એક જોડી કપડો આપતા. આવો વહેવાર ચાલતો હતો. કુંભારો પણ ઢોર ઢોખર રાખતા હતા. જે આજે પણ ગામડામો રાખે છે, ઈતર કોમ કે જે, બીજા ને ત્યાં સાથી પાનું કરતી અથવા ખેતીમાં મજુરી કરવાનો ભાગ રાખતા હતા. જેને સાથી-ભાગ્યા કહેતા હતા. સાથી જે લોકો રહેતા હતા તેઓ બાર માસના વરાડે, ભાવથી કામ કરતા હતા. જેઓની સમય યાદ રાખવાની પદ્ધતિ, અષાડી,બીજથી બીજી અષાડી બીજ સુધી, અથવા દિવાળીથી આવતી દિવાળી. એમ સમયના કરારે કામ કરતા હતા. બદલામાં અનાજ, કપડાને પૈસા આપતા હતા.
ઠાકોર સમાજ ના લોકો ચોકીનું કામ કરતા તથા અવસર પ્રસંગે કોઈની જાન એક્ગામથી બીજે ગામ જતી તો સાથે ચોકી પહેરો કરવા જોડે જતા અને બદલામો જાનમાં મહેમાનગીરી કરતા અને ઇનામમાં ધોતિયું કે સાડી લેતા. ગામની ચોકી-પહેરાનું કામ પણ તેઓ જ કરતા. ચોકી પહેરણો હક તેમનો જ રહેતો. મને અત્યારે યાદ છે કે એ વખતે ચા અને કીટલીની શરૂઆત થઇ હતી. એમનો પગરણ થઇ ચુક્યો હતો. અને છતા ચા પીવી એ એક કુટેવ ગણાતી.
એક બીજાને ત્યો અવસર પ્રસંગે જવા આવવાનું થતું ત્યારે નાસ્તામો શિરામણીનો વહેવાર હતો. ચા પાણીનો નહી,અને અત્યારે કોઈને ઘેર મળવા જાય છે તો ચા પાણીનો વહેવાર છે. નાના બાળકોને સવારે દૂધ આપવાનો રીવાજ હતો. અત્યારે ચા, કોફી, બોર્નવીટા આપેછે. જેમો દૂધની માત્રા ઓછી હોય છે. માત્ર મોટેરાઓને જ ચા પીવાની આદત હતી. નાણાના ચલણમાં પાઈ અને ઢબુ પૈસાનું અને આનાનું ચલણ હતું. એમો વળી કાણીયા પૈસા પણ હતા. એક પૈસા બરાબર સોળ પાઈ આવતી હતી. મોટો ઢબુ પૈસો તો તાંબાનો હતો કોઈને પથ્થરની જેમ મારી શકાતો. એક રાની સિક્કાનો રૂપિયો ચાલતો હતો. જેની કિંમત અત્યારે એકસોથી વધારે ઉપજે છે. સોળ પાઈનો એક આનો, આઠ પાઈનો બે પૈસા, અને ચાર પાઈનો એક પૈસો મળતો હતો. સોળ આનાનો એક રૂપિયો મળતો હતો. નોટોનું ચલણ ગામમાં ઓછું હતું અને જે પણ હતું તે એક, બે, પાંચ, દસ કે સો રૂપિયાનું હતું. જે આજે દસ વીસ, પચાસ, સો, પાંચસો ને હજારનું છે.
માથે ટોપી, ફાળિયું, પાઘડી, કે ફેટો બાંધવાનો રીવાજ હતો. ખુલ્લા માથે નીકળવું એ એક અપશુકન ગણાતા, જો કોઈ ખુલ્લા માથે સામે મળે તો લોકો તેને ટોકતા હતા. માથા પર ટોપી કે રૂમાલ બાંધીને નીકળવાનું કહેતા. જો કોઈ નવોઢા સ્ત્રી હોય તો મોટો ઘુઘટ ઓઢીને નીકળતી હતી. આ ઘુઘટ છાતી સુધીનો હતો અને જો કોઈ આધેડ વયની સ્ત્રી હોંય તો તે તેનાથી મોટેરાઓની લાજ કાઢીને નીકળતી. જે માથા પર પાલવ હોય પણ અડધું માથું ઢોકેલુંને પાછળ બરડાનો ભાગ ખુલ્લો દેખાતો. દોતિઉ જે આધેડ વાયની સ્ત્રીઓને તેઓ એક ઓખે જોઈ શકે એ રીતે માથાનો પાલવ મોઢા આગળ રાખતી બંને બાજુ ના કાન ઢોકેલા અને એક ઓખે જોઈ શકાય એ રીતે માથાનો પાલવ મોઢામો બે દોત વચે પકડતી. કુવારી બહેનોને ઓઢણી ઓઢવાનો રીવાજ ચાલતો હતો,સ્ત્રીઓને પાટલી વળવાનો રીવાજ ઓછો હતો, ચિપટીઓ લેવાનો રીવાજ હતો.
પુરુસો ધોતિયુંને ઓગળી પહેરતા જે આજે અત્યારે રબારી સમાજમો પહેરેછે. બાળકો ચડ્ડીને પહેરણ પહેરતા. પહેરણ અમલમાં આવી ચુક્યા હતા. ખેસ ને માથે પાઘડી રાખતા હતા, ખેસ પહેલા પછેડીનો રીવાજ હતો. જેની પાઘડી મોટી તે સમાજમાં વટદાર કહેવતો અને એક બીજી પણ આજે કહેવત છે કે પાઘડીનો વળ છેડે.
ગામમો દુણી લઇને માંગવાનો વહેવાર હતો. જેના ઘરમાં છાશ વારો હોય એટલેકે જે દિવસે વલોણું કર્યું તેના ઘેરથી લોકો છાશ મફતમાં જ માગી જતા અને કોઈ પૈસા લેતું પણ નહી. સવારે લોકો ડુણી લઇ નીકળતા છાશ ઉઘરાવવા. આમ અવસર પ્રસંગે પણ છાશ ભેગી કરવામાં આવતી. ગામમાં દુણી લઈને નીકળવું એ એક લાછનરૂપ ગણાતું. એટલેકે જેની પરિસ્થીતી સારી ના હોય તેવા લોકો જ આમ છાશમાંગવા નીકળતા. અરે એ તો ઠીક પણ સવારે પરોઢમાં વલોણાનો આવજ સાંભળી લોકો જાગતા. ઘેર ઘેર ઘંટીઓના અવાજ સંભળાતા. સ્ત્રીઓ વહેલી ઉઠી દળણા દળતી અને આજે પણ નરસિંહ મહેતાના પરોઢિયાના ભજન જે ગાય છે એ તે વખતના છે. ઘેસ અને છાશની યાદ આજે પણ આવે છે. ઉની ઉની ઘેસ ને છાશનો સ્વાદ આજે જોવા મળતો નથી. માત્ર તેની મહેકની યાદ આવે છે. બંટી કે કુરીના તાંદળની ગરમ ઘેસ ને ઠંડી છાસની સુગંધ નાકમાં મહેકે છે.
