માતૃભાષા
માતૃભાષા
આપણા હદયમાંથી ત્વરિત ઉભરતા વિચારોને વાચા આપે એજ આપણી માત્રુ ભાષા. મનમાં ગોઠવીને કે મનમાં બીજી કોઈ ભાષામાં રૂપાંતર કરીને અવતરે તેને માતૃભાષા. ન કહી શકાય, જેવું હોય તેવું વિચારોનું સ્વરૂપ ત્વરિત અવતરે, જેના ભાવ ઘણા હોઈ શકે,
દા.ત. હસવું, રડવું, આશ્ચર્ય, ત્વરિત, બોલવું, નિહાળવું, સમજવું, ઘાત, પ્રત્યાઘાત, આઘાત...
ક્રિયા,પક્રિયાનું સમજવું, વિસ્તૃત છણાવટ પોતાની માત્રુ ભાષામાં જ કુદરતી ને સહજ રીતે પ્રકટ કરી શકાય છે. અને એથી જ આપણે સૌએ એને પોષવાની, ને જીવાડવાની ફરજ સમજી એનું લાલન પાલન કરવું રહ્યું. પછી એને આપણે આપણા રોજીંદા જીવનમાં ક્યારેક ક્યારેક અથવા તો જ્યારે પણ તેના વિષે વિચારવાનો, સમજવાનો કે એની સેવા કરવાનો મોકો મળે ત્યારે જ્યો બેઠા હોઈએ ત્યાંથી પણ કરી શકાય છે.
એવું તો નથી કે ફરજીયાત પણે પોતાનું રોજીંદુ જીવન વ્યવહાર કે વ્યવસાયને અન્યાય કરી અને એના વીષે તૂટી પડવું. હા,આપણી માતૃભાષા છે એટલે એનું હર જગ્યાએથી રક્ષણ કરવું એ આપણી નૈતિક ફરજ છે .
પોષવા, વિચારવા કે સમજવા, આપણા સમાજમાં એક બીજા સાથે વ્યવહાર કરવાની કડી એ આપણી માતૃભાષા છે. એક જ દેશમો અનેક માતૃભાષા ઓ હોઈ શકે છે. એક કહેવત છે કે બાર ગાઉએ બોલી
બદલાય, પરંતુ અમુક ચોક્કસ પરિઘ કે સરહદની અંદર વસવાટ કરતી જાતીની સહજ રીતે બોલવાની, અંતર ની લાગણી વ્યક્ત કરવાની સીધી, સરળ કોઈપણ ભાવને મનમાંથી, બીજી ભાષામાં રૂપાંતરિત કર્યા શિવાય ગદ્ય, પદ્ય, ગીત, સંગીતમાં વ્યક્ત થાય તેજ આપણી માતૃભાષા છે. અને એનું રક્ષણ કરવું, દરેક કળાઓમાંએનું રૂપાંતરણ કરવું એજ આપણી નૈતિક ફરજ છે.
હદયમાંથી નીકળેલ વાચાની જે ભાષા હોય છે, તેજ સાચી માતૃભાષા હોઈ શકે. ભાષાનું કચુંબર કરી નેગેટિવ પણું અપનાવીને તેનો ધંધા તરીકેનો ઉપયોગ કરી લોકો પોતાનું પેટિયું રળતા હોય છે. જે ભાષાનું દુષણ છે અને આ દુષણ લોકોનો ધંધો પણ છે. માનવીય સ્વાભાવનું આ એક બીજું પાસું છે જેનો ઉપયોગ ધંધા તરીકે લોકો કરે છે. આ સદીઓથી ચાલતું આવ્યું છે. જ્યા ઋષિમુનિઓના હવન હોય ત્યાં હાડકા નાખવા વાળા રાક્ષસો પણ છે.
