STORYMIRROR

nayana Shah

Inspirational

3  

nayana Shah

Inspirational

મારા પપ્પા મારા હીરો

મારા પપ્પા મારા હીરો

1 min
228

મારા વહાલા પપ્પા,

આજે નાટક સ્પર્ધામાં મારો પ્રથમ નંબર આવ્યો. પણ તમને ખબર છે કે હું એક અગત્યનો સંવાદ ભૂલી ગઈ ત્યારે પ્રોમ્પ્ટરે મને બચાવી લીધી. મને તરત થયું કે તમે પણ મારા જીવનના પ્રોમ્પ્ટર જ છો.જયારે જયારે મારી ભૂલ થતી તમે મને માર્ગદર્શન આપતાં રહ્યા. આજે હું જુની યાદોમાં ખોવાઈ ગઈ છું. મને યાદ છે કે મેં જયારે પહેલીવાર ચ્હા બનાવી ત્યારે ખાંડ નાંખવાનું ભૂલી ગઈ હતી અરે, જયારે પહેલીવાર રોટલી બનાવી ત્યારે બળી ગઈ હતી છતાં પણ તમે પ્રેમથી આરોગી હતી. મને એ દિવસો યાદ છે.

જયારે મને સાસરે વળાવવાની હતી ત્યારે તમે તમારા ચશ્મા વારંવાર લૂછતાં હતાં એ બહાને તમે તમારા આંસુ છૂપાવતાં હતાં. એ વખતના તમારા આંસુ સામાન્ય પાણી કરતાં અનેક ઘણા વજનદાર હતાં.

મને ખબર છે કે તમે મને વાણી દ્વારા પ્રેમ નથી કર્યો પરંતુ તમારી સ્નેહ છલકાતી આંખો અને વહાલભર્યા હાથના સ્પર્શે તો મને સર્વ શ્રેષ્ઠ બનાવી છે.

તમારી સાથે વિતાવેલી પળો મારા માટે પ્રેરણાદાયક છે. તમારી સાથે કરેલી વાતો એ તો પુરાણના પુસ્તકો કરતાં પણ ઉત્તમ છે. હું તો દરેક પુરુષમાં તમારી છબી નિહાળવા પ્રયત્ન કરું છું.

છેલ્લે હું એટલું જ કહીશ કે મારા કટોકટીના સંઘર્ષમાં તમે મારા માટે "ટોર્ચ લાઈટ" બન્યા છો. તમે તો મારા માટે "ફસ્ટ ટ્રેઈનર ઓફ માય લાઈફ" છો. તમારો સતત સ્નેહ મારા પર વરસતો જ રહે એ જ ઈશ્વરને પ્રાર્થના.

આપની સ્નેહાભિલાષી

દીકરીના પ્રણામ.


Rate this content
Log in

Similar gujarati story from Inspirational