મારા ચાણક્ય
મારા ચાણક્ય


"મારો જન્મ મારા માતા પિતા ને આભારી છે પણ મારું જીવન મારા શિક્ષકને આભારી છે."
એક બાળક ધોરણ:-૧૨ સુધીના અભ્યાસ કાળ દરમિયાન કોઈ લક્ષ્ય વગર વ્યતિત કરી નાખે છે. પોતાનું સમગ્ર જીવન ઘડતરનો પાયો ગણી શકાય તેવા અમૂલ્ય ૧૨ વર્ષ માત્ર ક્રિકેટની રમત પાછળ પસાર કરે છે. ભાવિ જીવનમાં શું બનવું ?, કયા ક્ષેત્રમાં સફળ થઈશ ? મારા રસના વિષયો કયા? મારી રુચિ શેમાં ? આવા કોઈ પણ પ્રશ્ન મારા આંતર મનમાં ન ઉદ્દભવ્યા કે ન બહાર થી કોઈ પ્રયાસ થયો. માત્ર માતા પિતા તરફ થી સતત ઠપકો મળે. આમ આખો દિવસ રખડપટ્ટી કર્યા કરીશ તો મજૂરી કરવી પડશે. માતા પિતાના સતત ઠપકા અને ઘરમાં મોટી બહેન ઉચ્ચ અભ્યાસ કરવા માટે કૉલેજ માં જાય છે. તેનું અનુકરણ કરીને હું પણ કૉલેજમાં દાખલ થયો. મારા જીવનમાં હવે કોઈ લક્ષ્ય બનાવવાની પ્રેરણા આપનાર મારા માર્ગદર્શક એવા ગુરુના દર્શન થયાં. કહેવાય છે કે," નો નોલેજ વિધાઉટ કોલેજ." આ કથન મુજબ મારા જીવન ઘડતર માટે સુવર્ણ યુગ શરૂ થયો. અહીં મને મારા વ્યક્તિત્વનું ઘડતર થાય તે માટે સતત મારી ચિંતા કરનાર, કૉલેજ કાળમાં મારી શૈક્ષણિક સિદ્ધિ જાણી મને આગળ વધવા માટે, સાંપ્રત પ્રવાહો, સમાચાર વાંચવા માટે પ્રેરિત કર્યો અને વ્યવસાયિક ક્ષેત્રે સફળ બનાવવામાં માટે પ્રો.તેજસ આઝાદ સાહેબ મને માર્ગદર્શક તરીકે મળ્યા. હંમેશા શિસ્તના આગ્રહી, સ્વયં શિસ્તના આગ્રહી, બંધારણ જેવા કઠિન વિષયને સરળ બનાવી શિક્ષણ કાર્યમાં જોડી રાખનાર મારા પથદર્શક ગુરુજીને શિક્ષક દિવસ નિમિત્તે વંદન કરી ભાવિ જીવનમાં વધુ સારી તંદુરસ્તી સાથે અનેક શિખરો સર કરે તે માટે શુભકામનાઓ પાઠવું છું.