STORYMIRROR

PRAVIN MAKWANA

Drama

3  

PRAVIN MAKWANA

Drama

માલિક અને મજૂર

માલિક અને મજૂર

1 min
234

એક બહુમાળી ઇમારતનું બાંધકામ ચાલી રહ્યું હતું. લગભગ દસ માળ જેટલું કામ પૂરું થયું હતું. એક વાર સવારના સમયે કંસ્ટ્રકશન કંપનીનો માલિક ઇમારતની મુલાકાતે આવ્યો.એ 10માં માળની છત પર આંટા મારી રહ્યો હતો. ત્યાંથી નીચે જોયું તો એક મજૂર કામ કરી રહ્યો હતો. માલિકને મજૂર સાથે વાત કરવાની ઇચ્છા થઈ. માલિકે ઉપરથી મજૂરને બૂમ પાડી પણ મજૂર કામમાં વ્યસ્ત હોવાથી અને આસપાસ અવાજ થતો હોવાથી એને માલિકનો અવાજ ન સંભળાયો. 

થોડીવાર પછી મજૂરનું ધ્યાન પોતાના તરફ ખેંચવા માટે માલિકે ઉપરથી 10 રૂપિયાનો, સિક્કો ફેંક્યો....આ સિક્કો મજૂર કામ કરતો હતો ત્યાં જ પડ્યો. મજૂરે તો સિક્કો ઉઠાવીને ખિસ્સામાં મૂકયો અને કામે વળગી ગયો ...! માલિકે હવે 100 રૂપિયાની નોટ નીચે ફેંકી... નોટ  ઊડતી ઊડતી પેલા મજૂરથી થોડે દૂર પડી.

મજૂરની નજરમાં આ નોટ આવી એટલે લઈને ફરીથી ખિસ્સામાં મૂકી દીધી અને કામ કરવા લાગ્યો....! માલિકે હવે 500 રૂપિયાની નોટ નીચે ફેંકી તો પણ પેલા મજૂરે એમ જ કર્યુ જે અગાઉ બે વખત કર્યુ હતું.....!! માલિકે હવે હાથમાં નાનો પથ્થર લીધો અને પેલા મજૂર પર માર્યો. પથ્થર વાગ્યો એટલે મજૂરે ઉપર જોયું અને પોતાના માલિકને ઉપર જોતા તેની સાથે વાત ચાલુ કરી. મજૂર પોતાનું કામ કરવા લાગ્યો.


સામગ્રીને રેટ આપો
લોગિન

Similar gujarati story from Drama