માદરે વતન
માદરે વતન


સૂર્યાસ્ત થવાની થોડી જ વાર હતી. પહાડની પાછળથી પડતા સૂર્યના આચ્છાદિત કિરણોથી કેસુડાનાં વૃક્ષો ઉપરનાં ફૂલો ચમકી રહ્યાં હતાં. ખેડૂત દંપતિ બળદગાડા પર ભારો મૂકી તેના ઉપર બેસી ઘર ભણી આવી રહ્યાં હતાં. ચારે બાજુ પહાડોની તળેટીના હરિયાળા મેદાનોમાં રૂપા નામની છોકરી બકરીઓ ચરાવીને ઘર ભણી આવી રહી હતી. મહાદેવના મંદિરમાં ઝાલર વાગી રહ્યા હતા.
દૂર દૂરથી આશ્રમશાળાના બાળકોની સંધ્યા પ્રાર્થનાનો અવાજ સંભળાઈ રહ્યો હતો એવામાં જ એક ભાવસી નામનો યુવક મુંબઈ શહેરમાંથી દિવાળીનો તહેવાર હોઈ વતનની સુગંધને માણતો જાણે ઇન્દ્રપ્રસ્થમાં આવ્યો હોય એટલો ખુશ થતો આવી રહ્યો હતો. એવામાં જ એક દીપડો બકરીના બચ્ચાને મોંઢામાં લઈ ભાગ્યો! આ દ્રશ્ય જોઈને રૂપા બૂમો પાડીને પોતાની બકરીના બચ્ચાને બચાવવા ભાવસી ને કહી રહી હતી! ભાવસી દોડે છે અને ત્યાં સુધી તો દીપડાએ શિકાર કરી લીધો હતો! ભાવસી આ દ્રશ્ય જોતાં જ બેભાન થઇ ગયો. બે દિવસ પછી એ ભાનમાં આવતાં મનમાં સંકલ્પ કરે છે કે "હવે શહેરમાં કમાવવા નહિ જાઉં. માદરે વતનમાં જ હિંસક પ્રાણીઓથી બચાવવા નાના પ્રાણીઓની મદદ કરીશ અને આ ઇન્દ્રપ્રસ્થની મઝાને માણતો રહીશ"