મા નું હેત
મા નું હેત
મારી બે દિકરીઓ રિધ્ધિ અને સિદ્ધિ ..મારી બંને આંખોના અમી વરસાવતી.
જાણે ચાંદની જેવુ સ્મિત..દિવસે ના વધે એટલી રાતે અને રાતે ના વધે એટલી દિવસે વધે.
મારી મોટી બેન નેહા ના લગ્ન થઈ ગયા એને ઘણો સમય થયો પણ હજુ એનો ખોળો સૂનો હતો, એક દિવસ સવારમાં હરખભેર મારે ત્યા આવી અને સારા સમાચાર આપ્યા કે મીનુ હું પ્રેગનન્ટ છું. હરખનો પાર નહી. સમય પસાર થતા એને પેટે દિકરી જન્મ થયો... અને મારી બેન નેહા દિકરીને મૂકી ભગવાનને પ્યારી થઈ.
આ બાળકી ને મેં મારા જીજાજી ને વચન આપ્યુ કે હું ઉછેરીને મોટી કરીશ.. અને મારી રિધ્ધિ - સિધ્ધી સાથે જ તેનુ જાનથી જતન કરીશ.