લવ યુ જિંદગી
લવ યુ જિંદગી


પિતાએ એના મિત્ર નાનુકાકાને આપેલ એક વચનને કારણે નાનુકાકાના દીકરો રમેશ માત્ર નવ ચોપડી ભણેલ સાથે ગ્રેજ્યુએટ થયેલી શ્યામવર્ણીય સુડોળ કાયા ધરાવતી શ્યામા ચોરીના ચાર ફેરા ફરી સાત ભવનો સંગાથ રહેવાના વચન લઈ પિતાના ટોડલે પોતાના હાથની છાપ છોડી, આંખોમાં દામ્પત્ય જીવનના અઢળક સ્વપ્નો અને સાથે મનમાં ડર પણ ખરો રમેશને કોઈ દિવસ મળી નથી, એની સાથે કદી વાત થઈ નથી માત્ર એકવાર જોયો છે, રમેશ મને ખુશ તો રાખશેને ?
આવી મનમાં કેટલી ગડમથલ ચાલી રહી હતી, ત્યાં તો વેલડું વાડી વિસ્તારના રસ્તે ચાલતું રાત્રે સાત વાગ્યે આખરે વાડીએ પહોંચ્યું જ્યાં વાડીએ રહેવાનું રમેશનું ઘર હતું. ત્યાં શ્યામાનાં પોખણાં થયાં, કંકુપગલાં કરાવી શ્યામનો ગૃહપ્રવેશ કરાવ્યો, અને જમી કરી આવેલા મહેમાન આડે પડખે પડ્યાં. મહેમનોમાં આવેલી બે સ્ત્રીઓ એ શ્યામાને સોળે શણગાર સજાવી શ્યામાને રમેશના રૂમમાં ફૂલોથી શણગારેલી સેઝ પર બેસાડી બહારથી દરવાજો બંધ કરી જતી રહી.
શ્યામા પિયુના ઇંતઝારમાં લાંબો ઘૂંઘટ તાણી ક્યારની રમેશની રાહમાં દરવાજે આંખો બિછાવી હમણાં આવશે. એની રાહમાં કલાક વીતી ગઈ, છતાં રમેશ આવ્યો નહીં. છતાં શ્યામા એની એની જ પરિસ્થિતિમાં ત્યાંથી હલી પણ નહીં, દરવાજો ખુલવાનો અવાજ આવ્યો, ઘૂંઘટમાંથી શ્યામાને ઝાંખો રમેશનો ચેહરો દેખાયો. રમેશે દરવાજો બંધ કર્યો અને શ્યામા જ્યાં પલંગ પર બેઠી હતી એ દિશામાં જવા લાગ્યો પણ રમેશના પગ ક્યાં પડતા હતા એમને પોતાને પણ ખબર ન હતી, આખરે લથડયાં લેતો શ્યામા પાસે પહોંચ્યો.
સીધો શ્યામા પાસે આવી શ્યામનો ઘૂંઘટ ઉઠાવ્યો, "અને બોલ્યો તું બહુ સુંદર લાગે છે" શ્યામાને રમેશના મોમાંથી દારૂની બદબુ આવી એટલે "શ્યામાએ રમેશને સવાલ કર્યો તમે દારૂ પીને આવ્યા છો ? તો તમે મારાથી દૂર જ રહેજો."
રમેશે દારૂના નશામાં કશું ભાન ન'હોતું અને બોલ્યો દૂર શા માટે રહું મારો તો તારા પર અધિકાર છે. આટલું કહી શ્યામાને ગાલ પર જોરથી એક થપ્પડ મારી શ્યામના કપડાં ફાડી નાખ્યાં અને ભૂખ્યા વરુની માફક જબરજસ્તી કરતો શ્યામાને લૂંટતો રહ્યો અને બિચારી શ્યામા પારેવાની માફક પીખાઈ ગઈ.
બિચારી શ્યામા કહે તો પણ કોને કહે પિયરમાં મા હતી નહીં અને સાસરિયે ભોળી સાસુ. શ્યામાને આ બધું મુંગા મોઢે સહન કરતી રહી, દિવસ આખો તો રમેશ ડાહ્યોડમરો રહેતો કારણકે પિતા નાનુભાઈથી બહુ ડરતો, અને શ્યામા પણ ટેવાઈ ગઈ હતી, ઘરનું કામ પતાવી સાસુ સાથે વાડીનું કામ પણ કરવા લાગી. અને મનમાં એક આશ હતી આજે નહીં તો કાલે હું રમેશને સુધારી લઈશ, એમને દારૂનાં ચૂંગલમાંથી બહાર કાઢીશ.
સમય પણ રેતીની માફક શ્યામના હાથમાંથી સરકવા લાગ્યો, શ્યામના લગ્નને સાત વર્ષ વીતી ગયાં. એ સાત વર્ષ દરમ્યાન શ્યામા ત્રણ સંતાનની માતા બની ગઈ, પહેલાં ખોળે બે જોડિયા દીકરી આશા અને આરાધના અને બન્ને બહેનોથી પાંચ વર્ષ નનો દીકરો વિજય, દીકરીઓને ભણાવવાની તમામ જવાબદારી દીકરાને મોટો કરવાની અને સાસુને પણ સાચવા કારણકે શ્યામાના સસરા એ સાત દરમ્યાન સ્વર્ગ સિધાવી ગયા. સસરાજીના અવસાન પછી તો રમેશ દિવસ અને રાત નશામાંજ રહેતો. હવે કોઈનો ડર હતો નહીં અને શ્યામા રમેશને કંઈ કહેતી નહીં.
બન્ને દીકરીઓ વીસ વર્ષની થઈ ગઈ હતી સારા ઘરનાં માગા પણ આવવા લાગ્યાં હતાં, પણ પિતા તરીકેની રમેશે કોઈ ફરજ બજાવી નહીં, શ્યામાએ જ્યાં ત્યાંથી પૈસાનો મેળ કરી બન્ને દીકરીઓને પરણાવી દીધી, બન્ને દીકરીના લગ્નના બે મહિના પછી, રમેશની તબિયત અચાનક લથડી ગઈ એક મહિનો હોસ્પિટલમાં દાખલ રાખ્યો છતાં રમેશને શ્યામા બચાવી શકી નહીં અને એ પ્રભુને પ્યારો થઈ ગયો.
શ્યામા પર હવે ઘરની તમામ જવાબદારી આવી પડતાં થોડી ભાંગી પડી કારણકે શ્યામા પાસે પૈસાના નામે મીંડું હતું, દીકરીઓને પરણાવી રમેશનો હોસ્પિટલનો અને ક્રિયાકર્મનો ખર્ચમાં વપરાઈ ગયાં. શ્યામાનાં પૈસા વાડીમાં ઉભેલા લીલાછમ મોલમાં હતાં, એને પાણી ખાતર આપી ઉછેરી મોટા કરે તો પૈસા આવે, પણ શ્યામા હવે એકલી હતી મજૂર નાખી કામ કરાવી શકે એટલા પૈસા પણ ન'હોતા.
શ્યામાની સાથમાં હતો બસ એનો નાનો દીકરો વિજય જે માત્ર પંદર વર્ષની ઉંમરનો ધોરણ દશનો અભ્યાસ કરતો, ઉપરથી વાડીનો મોલ પણ સુકાઈ રહ્યો હતો આ વર્ષે કપાસનું વાવેતર હતું, કરવું તો શું કરવું એવા વિચારમાં એક રાત્રે શ્યામએ ખીટીએ ટીંગાતા રમેશના કપડાં પર ધ્યાન પડ્યું અને મગજમાં વિચારતી તે કપડાં લઈ બાથરૂમમાં જઈ સાડી ઉતારી રમેશના પેન્ટ શર્ટ ધારણ કરી, રમેશના વાડીના ગોઠણ સુધીના બુટ પહેરી, ચેહરા પર લાલ કલરનું રમેશને હંમેશ ખભા પર રહેતો ખેશ મો પર બાંધી દીકરા વિજયને જગાડ્યો.
"વિજય ઉઠ બેટા ચાલ મારી સાથે કપાસમાં પાણી વાળવા જવું છે" વિજયે આંખો ખોલી પ્રથમ શ્યામાને પુરુષ વેશે જોઈ ઓળખી ન શક્યો એ હેબતાઈ ગયો ચોર ચોરની બુમો પાડવા.
લાગ્યો, "શ્યામા ધીમેથી બોલી તારી મમ્મી છું તું ડર નહીં ચાલ જલ્દી ઉઠ આપણા વાડીના મોલ પાણી વિના બળી ખાખ ન થઈ જાય એ પહેલાં આપણે એમને યોગ્ય સમયે પાણી આપીએ, તો આવતી કાલે આપણા હાથમાં પૈસા આવશે, અને હમણાં એક મહિનો તો વીજળીનો દિવસે કાપ હોય અને રાત્રે આપણે કામ કરવું પડશે, તારા પપ્પા હતા ત્યારે વાત અલગ હતી, ત્યારે અમે સાથે કામ કરતાં હવે હું એકલી ઉપરથી સ્ત્રીની જાત રાત્રે આમ કામ કરૂં આજુબાજુમાં પણ ઘણાં ખેતરો છે અને રાત્રે પુરુષો કામ કરતા હોય માટે મારી જાતને બચાવવાં તારા પપ્પાના કપડાં પહેર્યા છે."
"વિજય હસતો હસતો બોલ્યો મમ્મી તને કોઈ ન ઓળખી શકે હો, મને કોઈ પૂછે કોણ છે ? તો મારે શું કહેવું.."
"શ્યામા; વિજય તારે કહેવાનું મારા મામા છે અને એ બહેરા મૂંગા છે બસ.."
આમ શ્યામા રાત્રીના ખેતરમાં પાણી વાળવા લાગી, અને એક મહિનામાં મોલ ફરી લીલોછમ થઈ ગયો..
આજુબાજુના લોકો શ્યામાને પૂછતાં "રોજ રાત્રે આવે છે એ છોકરો કોણ છે ? છોકરો કામનો બહુ જબરો છે"
"શ્યામા પણ મનોમન હસતી કહેતી મારા મામનો દીકરો ભાઈ છે બહેરો મૂંગો છે એ કામ કરી સવારે સાઇકલ લઈ જતો રહે એના ઘરે.."
આ વર્ષે કપાસ બહુ સારો થયો, પૈસા પણ શ્યામા હાથમાં આવી ગયા અને શ્યામાની ગાડી ફરી પાટા પર આવી ગઈ,
શ્યામાના જીવનમાં સુખનો સૂર્ય પ્રકાશ ફેલાવવા લાગ્યો, પાંચ વર્ષમાં દીકરો યુવાન થઈ ગયો શ્યામાએ જુનું મકાન પાડી નવું મકાન બનાવી લીધું, દીકરા વિજયને પરણાવી બધી જવાબદારી પુરી કરી શ્યામા ગામમાં આવેલા શિવાલયમાં પોતાનો સમય વિતાવતી, શ્યામા હવે સાવ નિવૃત થઈ ગઈ હતી. જીવનમાં વીતી ગયેલી વાતો પણ ભૂલી ગઈ હતી અને જીવનમાંથી હતાશાને સંપૂર્ણ પણે દૂર કરવા માટે શ્યામએ દીકરા વિજય અને વહુને કહ્યું" બેટા જો તમારી ઈચ્છા હોય તમે હા કહો તો મારે ચારધામની જાત્રાએ જવાની બહુ ઈચ્છા છે, બધું છોડી થોડું મારી માટે પણ જીવી લઉં એવી એક તમન્ના છે, બહુ દુઃખ વેઠયું પરણીને આવી ત્યારથી દુઃખ મારી પહેલાં આવી ગયું હતું. હવે ઘરમાં પણ બધું સારું છે મારી વહુ પણ આવી ગઈ છે તો મને થયું હવે મારા માટે જીવવું જિંદગીને કદી મેં "લવ યુ જિંદગી" કહ્યું નથી અને હવે કહું તો પણ કંઈ ખોટું નથી.