લોકડાઉન લેડીઝ સ્પેશ્યિલ
લોકડાઉન લેડીઝ સ્પેશ્યિલ


હેમા, જયા, રેખા ઓર સુષ્મા
સબકી પસંદ લેડીઝ સ્પેશ્યિલ
પાંચ મહિના થયા --૯.૪૦ ની લોકલ પકડીને ચારે ફ્રેંડ્સ એકબીજાને મળવા ઝંખતી હતી. ખાસ તો કોરોનાને લીધે આ બદલાયેલી પરિસ્તિથીની વાતો કરવા તરસતી હતી. ક્યારે ચાલુ થશે આ લોકલ ? ભલે ઘડિયાળને કાંટે દોડતા'તા પણ એમાં જીવન ધબકતું 'તુ. થાક લાગતો હતો પણ ઊંઘ પણ એયને મસ્ત આવતી હતી. રવિવારની રાત પુરી થાય ને સોમવાર સવારની રાહ જોવાતી. કેટલા લોકોને મળતાં. ઘરથી રીક્ષા, પછી સ્ટેશન, ટ્રેન, લિફ્ટ અને ઓફિસ. વળતા પણ આજ ક્રમ. પણ દરેક વખતની દોસ્તી જુદી હોય. હા--ટ્રેનમાં અમારી ટીમ. ઘણીવાર બે ને જગ્યા મળે ને બીજી બે હાલતી ડોલતી ઝોલા ખાય પણ દેન છે કે વાતો ખૂટે. હાસ્યની છોળો એવી ઉડેને કે ડબ્બામાં ઘણા એકલા બેઠા હોય એય અમારી વાતો સાંભળીને મલકાતાં. હોય, હશે, ભલેને કોઈ ખુશ થતું. અમારી વાતો ય ક્યાં ખાનગી હતી.
એક દિવસ બધાએ ફોન ઉપર નક્કી કર્યું, સવારે ૯.૪૦ નહીં પણ રાત્રે૯.૪૦ વાગ્યે ગુગલ ડ્યુઓ પર મળીએ અને ખુબ વાતો કરીએ. પણ હા, શરત એટલી કે લેડીસ સ્પેશ્યિલની ફિલિંગ આવવી જોઈએ. તૈયાર પણ સરસ થવાનું ને લંચબોક્સ લઈને બેસવાનું. બોલો મંજુર ? અને ચારે સખીઓનીઆંખો ખુશીથી છલકાઈ ગઈ.
મંજુર -- બધીઓ એકી સાથે બોલી ઉઠી.
તારીખ વાર નક્કી થઈ ગયો. અને હેમા , જયા, રેખા, સુષ્મા એક્દમ તૈયાર, ઘરમાં બધાને કૌતુક થયું. પણ એમને કહી દીધું એટલે કંઈ વાંધો ન આવ્યો.
ચાલો હવે એમની વાતો સાંભળીએ.
હેમા: હાઈ, જયુ, રેખા, સુષ્મા કેમ છો બધા? કેટલા દિવસે-- સોરી રાત્રે મળ્યા નહિ?
પછી લગભગ ૫-૭ મિનિટ હાઈ હેલો ચાલ્યા. ક્યાંક ખુશી અને ક્યાંક એકલતાના આંસુ ય છલકાંણા.
જયા: લો હું તમારે મટે ખાખરા ને કચોરી લાવી છું અને જયા રડી પડી.
રેખા: હાં હાં, જયા, આમ નિરાશ ના થઈ જા. તારી જોબ તો ચાલુ છે. કંઈ બીજી તકલીફ છે?
જયા: ના ના આ તો ઘણા દિવસે આવી રીતે તૈયાર થઈ એટલે બધું યાદ આવી ગયું.
સુષ્મા: અરે યાર, આપણે મળ્યા છે હસવા કે રડવા ? ચાલ છોડ, ને લે આ મારા આલુ પરાઠા. રેખા તારા કાંદા પોહા લાવી છે ને?
રેખા: હા હા , પણ એક વાત કહું, આ કાંદા પોહા હવે મને નથી ભાવતા. તમારા વગર બહુ સૂનું સૂનું લાગે છે.
હેમા: હું પણ ઈડલી ચટની લાવી છુ ને. જો તો ચટણી બરાબર છે ને?
સૌ હસી પડ્યા પણ એ હાસ્ય માં રણકો નહતો.
જયા: એક વાત સારી છે કે આપણા બધાની જોબ સચવાઈ ગઈ છે. ભલે ને પે ઓછો થયો પણ આપણે રોજ મળશું તો ખરા.આમેય લોકડાઉનમાં આપણી જરૂરિયાત કેટલી છે એટલી તો ખબર પડી ગઈ. ઓનલાઈન શોપિંગમા કેટલી ખોટી વસ્તુ આવી જતી. જરૂરના હોય તો પણ.
સુષ્મા: હા યાર હું પણ રોજસવારે આલુ પરાઠા બનાવું છું પણ એના પહેલા ગરમ ગરમ ઉકાળો પીવો પડે છે. ઇમ્યુનીટી માટે.. ઇમ્યુનીટી માય ફુટ, વાહટસ ધેટ? મને તો કોઈ દિવસ એવું ફિલ જ ના થયું કે મને ઈમ્યૂનિટીની જરૂર છે. ડેમ કોરોના, હેરાન કરી નાખ્યા. -- સવારે ઉકાળો, સાંજે ઉકાળો, મનમાં ઉકાળો, દિલમાં ઉકાળો .. નખરા કરતી કરતી સુષ્મા બોલી. અને ચારેય જણા ખડખડાટ હસી પડ્યા. દે તાલી... પણ તાલી કેમની પડે એટલે પાછા બધાનું મોં વિલાઈ ગયું. સૌની આંખમાં આંસુ આવીગયા.
ત્યાંજ બટકબોલી જયા બોલી-- વાહ ક્યા બાત હૈ ,
આંખો મેં આંસુ ઓર હોઠોંપે મુસ્કાન,
યહી તો હૈ હિન્દુસ્તાન કી પહેચાન.
વાહ વાહ વાહ વાહ માત્ર આ સખિઓ નહીં પણ બધાના ઘરમાં બધા વાહ વાહ પોકારી ઉઠયા.
રેખા: આ દૂરીનો પણ ફાયદો તો છેજ ને. આપણા દાદા-પરદાદા જાણતા - અજાણતા જ સોશ્યિલ ડિસ્ટન્સીન્ગ પાળતા. સેનીટાઈઝ પણ રહેતા. આપણને સમજ ના પડી એમાં આપણો વાંક. બધાના બુટ- ચપ્પલ ઘરની બહાર રહેતા. બહારથી આવો એટલે હાથ પગ ધોવાના. કોઈ આવે તો ઓસરીમા જ બેસવાનું. ઘરની અંદર તો કારણ વગર જવાય જ નહિ. ઘરની સ્ત્રીઓ પણ નાહ્યા વગર રસોઈ ના કરી શકે. બધાએ
ભગવાનનો પાઠ તો કરવો જ પડે. વેકેશનમા મારા નાનાને ઘરે અમે આ બધું જોયું છે ને કર્યું પણ છે. ત્યારે બહુ નવાઈ લાગતી. એ લોકો ભણ્યા ના હતા પણ ગણ્યા તો હતા જ. હવે બધું સમજાય છે.
હેમા: હા કચરાનો ઉકરડો તો ગામબહાર જ હોય. શાકભાજીના છોતરા તો ઘરનીપાછળ વાડીમા જ્યાં શાકભાજી ઉગતા હોય ત્યાં નાખી દેવાના. વાડામાં ગાય ભેંશ હોય એટલે દૂધ, દહી, છાશ, માખણ બધું ઘરનું. રોજ રોજ દૂધની થેલી સેનીટાઈઝ કરવાની જંજટ નહિ. અને પાણી-- દરેકના ઘરની પાછળ પોતાનો કૂવો. કેટલું સ્વચ્છ પાણી. ગાળીને પીવાનું. ક્યારેય પાણી ઉકાળીને પીધાનું યાદ નથી. આંગણામાં તુલસીનો ક્યારો. રમતા રમતા ચાર પાંચ પાન ખાવાનું દાદી યાદ કરાવે. પણ ધોઈને ખાજો, સૂર્યાસ્ત પછી પણ તોડાય નહિ. કેવું જ્ઞાન અને કેવું વિજ્ઞાન બોલો. કંઈ સ્કૂલ મા ભણ્યા હશે મારા દાદી ?
હવે સુષ્મા બોલી હાં રે , કભી ઇસ તરાહ સોચા હી નહિ ,
યે લોક ડાઉન ને તો ઘરકે દ્વાર બંધ કરકે દિમાગકે દ્વાર ખોલ દીયે.
ફરી પાછી-- વાહ વાહ વાહ વાહ , અને બધા હસી પડ્યા.
સુષ્મા : વેકેશનમાં દાદા કે નાનાને ઘરે જઈએ એટલે ઘરતી છેક ખેતર સુધી દોડીએ. ફળોની વાડીમા જઈએ તો તાજા તાજા ફળ પાણીથી ધોઈને ખાવાના. અને પછી દોડાદોડીથી એક્સરસાઇઝ પણ થયી જાય . ફુલ ઈમ્યૂનિટી . અહીંયા તો પહેલા ફટકડીના પાણીમાં ધોવો પછી સાદા પાણીમાં ધોવો પછી તડકે સુકવો .ત્યારે સ્ટરીલાઈઝ થાય. માય ગોડ, સો મચ વર્ક.
જયા: મેન પોઇન્ટ તો ભૂલીજ ગયા.......હાહાહા બધાએ એકી સાથે પૂછ્યું કયો?
જયા:કોઈના ઘરે કામવાળી કે બીજી કોઈ હેલ્પર આવે છે?
ના આ આ આ આ આ આ ....... બધા પાછા એકી સાથે બોલી ઉઠ્યા.
જયા: તોયે કોઈના ઘરનું કામ અટક્યું? બધા હળીમળીને કરે છેને? તો આપણા નાના -- દાદા ને ઘરે પણ બધા સંપીને કામ કરતા'તા ને . હશે, બે વાસણ ખખડ્યાં હશે પણ વડીલોની આમન્યાથી બધું શાંત પડી જતું ને બોલો બોલો.
એ હા આ આ આ આ આ આ ...........................
એટલામાં જયા ના સાસુ આવ્યા.જયા આ શું ચાલી રહ્યું છે? અંતાક્ષરી રમો છો?
જ્યા: ના ના મમ્મી વાતો કરીએ છીએ. તમે પણ બેસો .
રેખા: સાચું કહું ને આ સાસ- બહુ ની સીરીયલ સંબંધોનો દાટ વળી નાખે છે. કોઈના પણ ઘરમાં કોઈ પણ ક્યારે પણ ઘુસી જાય. લેડીસ એટલા ભારે દાગીના પેહરેને પછી સોનાનો ભાવ વધેજ ને .રાતે પણ બારણાં ખુલ્લા હોય.ચોર પણ આવી જાય. પાછો પકડાય પણ નહીં. એટલા મોટા બીઝ્નેસ્સ હાઉસ ને પોલીસની ઓળખાણ પણ ચોર પકડાય જ નહિને. ક્યાંથી પકડાય, ચોર ઘરનો જ હોય તો.
હેમા: શાંત રેખા શાંત, ડોન્ટ ગેટ કેરિડ અવે, બહુ સીરીયલ જોવે છે?
રેખા: બીજું કરીએ શું? આ કોરોનાના નંબર કેટલા ડરાવે છે. ૨૪ કલાક નો દિવસ કેમ જાય? આટલા ઘરમાં બધાને સંકડાશ પડે છે. બેલ વાગે છે ને તોયે ડર લાગે છે
હેમા: કોણ હતું? ને બધા હસી પડ્યા.
સુષ્મા: અરે કેટલું બધું પાછું આવ્યું. યોગાસન , પ્રાણાયમ, મેડિટેશન અને બધું પાછું ફ્રી ફ્રી ફ્રી. ઘરમાં સાથે મળીને કરીએ. બધાને સાથે રાખવા માટેપ્રભુ તારો પાડ માનીએ.
જયા: હા, પણ ફ્રેંડ્સ એક વાત તો સહુએ કબુલ કરવી જ પડશે. આ લોકડાઉન આપણને ઘણું શીખવાડે છે. આપણી સંસ્કૃતિ, આપણું રસોડું , અને એમના મસાલા જ આપણી ઈમ્યૂનિટી વધારે છે. પ્રકૃતિની જે છેડ઼છાડ઼ આપણે કરી છે. એનું જ આ રિએકશન આવ્યું છે. દેખાડો, અભિમાન, દંભ, ઘમંડ દરેક નકારાત્મકતા દૂર કરીને હવે એક સાત્વિક અને પ્રેમાળ જીવન જીવવાની જે શીખ મળી છે એ સ્વીકારીએ. વસુદેવમ કુટુંમ્બક્મ નો આપણા દેશનો નારો આગળ વધારીએ. ચાલો હવેથી એક નવી શરૂઆત કરીએ.
એ હા આ આ આ આ
ચાલો ચાલો હવે બધા ફરી પાછા કાલે મળજો. જયા ના સાસુ બોલ્યા
અને ફરી કાલે બીજી લોકડાઉન સ્પેશ્યલ ૯.૪૦ ની પકડીશું કહીને સૌ છુટા પડ્યા.