લોકડાઉન 'ઝાયકા'
લોકડાઉન 'ઝાયકા'


આજકાલ મારી દીકરી એના ફ્રેંડ્સના મેસેજ, ફેસબુક પોસ્ટ ને ઇન્સટા. સ્ટોરી મારી સાથે શેર કરતી થઈ ગઈ છે ! આ જુવાનિયા આવા વિષય ને હોટ ટોપીક બનાવે ? થોડા સમય પહેલાં સુધી આ વાત મારી કલ્પના માં તો શું..કદાચ એ લોકોની પણ કલ્પના માં નહોતી !
એ વિષય છે કુકીંગ....હા, ધરમાં લોકડાઉનમાં, કોઇપણ રસોયણ બાઇ કે મહારાજ ની હાજરી વિના, હોટલ રેસ્ટોરન્ટ પણ બંધ છે ત્યારે કુકીંગ કમ્પલસરી થઈ ગયું છે.
આનંદની વાત છે કે આ નવી પેઢી એમની કુશળતા અને નવું શીખવાની આવડત આજે આવા વિષય પર અજમાવી રહી છે. એ પણ આનંદથી કોઇ જ કચવાટ વગર..આ અજમાયશ માં સ્ત્રી ને પુરુષ નો ભેદ ઓછો થઇ ગયો છે...કદાચ પહેલી વાર..પુરુષો પણ નવી વાનગી જાતે બનાવી એના ફોટા ને રેસીપી શેયર કરતાં ગર્વ અનુભવે છે..યુવતીઓ પણ રસોયણ બાઇને આવડતી - રંધાતી ને તૈયાર મળતી વાનગીઑના કમ્ફર્ટ ઝોનની બહાર આવતાં જ 'ભોજનેષુ માતા' બની ગઇ છે. હેલ્ધી ને ટેસ્ટી વાનગીઓ તો બનાવે જ છે સાથે સાથે રોટલી પણ બનાવતા શીખી રહી છે, જે સામાન્ય રીતે કડાકૂટ વાળું ને ટાઇમ માંગતું કામ ગણાય છે.
જરુર નથી કે કાયમ જ એ લોકો આવા કામ કરે. આ શીખેલ વસ્તુઓ ભવિષ્યમાં મા - બાપથી જુદા કે રસોઈયાની સગવડ વગર રહેવાનો વારો આવે ત્યારે જરૂર કામ આવે. વર્ષો થી બધાએ સર્વ કામ શીખવા જોઇએ. છોકરાઓ એ જરુરી રાંધતા શીખવું જોઇએ એવી શિખામણો આપતા. શિખામણ જે ન શીખવ્યું એ લોકડાઉને શીખવ્યું!.