લીલુંછમ ગામડું
લીલુંછમ ગામડું
વૃક્ષો વાવો જીવ બચાવો એવું ગામડું કહે છે, શહેરો ભલે ગામડાઓ કરતાં આગળ હોય પણ આ કોરાના જેવી મહામારીએ ગામડાઓની કદર કરાવી છે. લોકો બધું જ છોડી ગામડાઓ તરફ વળ્યા છે.
ગામનો એક ખેડૂત લાલભાઈ લીમડીવાળા એણે શું એની વ્યાખ્યા એકવાર સમજાવી ગામડું એટલે વહેલી સવારે પરોઢીયા ગવાતાં હોય, પક્ષીઓનાં કલરવ સંભાળતાં હોય, મંદિરના ઘંટ સંભળાતા હોય, માલઢોરના ઘોંઘાટ સંભાળતાં હોય, વાહીદા થાતાં હોય, દુઝાણા ડેલે આવતા હોય, વાડામાં પાહે (ગાય- ભેંસ ને પાણી પીવડાવતાં નિકળતો અવાજ) નિકળતો હોય, દાતણ થતાં હોય, બાયું લાજુ કાઢી ને કૂવેથી પાણીનાં બેડા માથે ભરી આવતી હોય, છકડો રીક્ષામાં ગામના લોકો હટાણું કરવા જતાં હોય, નિહાળે છોકરા જતાં હોય આવી હોય છે ગામડાની સવાર.
એક વાર ખુબ જ દુષ્કાળ પડયો અને લાલભાઈ મુજાઈ ગયા દૂષ્કાળ એટલે કેવો દુષ્કાળ પાણી નહીં પણ છાંયાનો દુષ્કાળ હો ગામમાં માણ બે -ત્રણ લીમડા હતા કયાં ટાઢો છાયો પણ નહીં અચાનક લાલભાઈ ને વિચાર આવ્યો કે આ ગઢીયા બુઢ્ઢીયા કયાં બેહશે અને આ ટાબરિયાં કયાં રમશે !?
આખો દી ' વિચારોમાં કાઢયો ગામના એક બે વ્યક્તિ ને ભેગા કર્યા અને કહ્યું આપણે આખય ગામમાં બને એટલા ઝાડવા વાવી દઈએ તો કેમ રે? એ બધા લાલભાઈ ના વિચારો સાથે સહમત થયા અને વૃક્ષો વાવવાનું શરૂ કરી દીધું !
એમ કરતાં કરતાં ગામના લોકોમાં જાગૃતિ આવી ને અને આખય ગામે એક વૃક્ષ ફરજીયાત વાવનો નિયમ લીધો અને લાલભાઈનો એક નાનકડો વિચાર આખય ગામને લીલુંછમ બનાવી દીધું !
એક વર્ષ થયું આજ આ ઝુંબેશ ને અને ગામને પાદર એક સભા ગોઠવી અને સરપંચે અને ગામના લોકોએ લાલભાઈનું સન્માન કર્યું ને કહ્યું તે ગામને ઉજળું ભવિષ્ય બક્ષ્યું છે. ગામનો દરેક નાગરિક હવે લીમડાનો ટાઢો સાયો લેશે જયાં જયાં થાકશે ત્યાં ત્યાં એને વિસામો મળશે.
સંધ્યા ટાણે માલઢોર ઘરે પાછા વળતા હોય સાથે માલધારી થાકયો પાકયો લીમડાનો સહારો લેશે, પાદેરચોક ભાભાની ચર્ચાઓ વડલે થશે, ચોકમાં શાક માર્કેટ વડલા કે લીમડાના સાયે ભરાશે.
ભાભાઓ અને ટાબરિયાંઓનો વિસામો થશે વગાડવા પહોંચી જાય, ચોતરી આગળના મોટા વડલાની વડવાઈએ ટાબરિયાં ઝૂલતા હશે અને આવી સરસ મજાની સાંજ સાથે બળદગાડામાં ઢબરઢબર પૈડાંના ઘોંઘાટ કાને અથડાતા હોય, ઘેટાં બકરાં ના ઘોંઘાટ આખય ગામને હચમચાવી દેતાં હોય, હટાણું કરી પાછાં ફરતાં લોકો આખેય ગામને વસ્તુ દેખાડતા વડલે વિસામો લે અને એક કળશો પાણી પાઉ એવાં બોકારા પાડે તો ઈ એ શબ્દો મીઠાં લાગે એ જ આપણું ગામડું.
એ લાલભાઈ એટલે મોટી પાઘડી પહેરી હોય, ધોળો ઝભ્ભો અને ચોયણી પહેરી હોય અમુકે સમયે લાલ ગમચો ખભે નાખ્યા હોય અને એ લાલભાઈ અને બીજા કેટલા ભાભા વર્ષો પહેલાં ની વાતો નો ઈતિહાસ ખોડીયાર ની ચોતરીએ બેહીને વાગોળતાં હોય એમાં જો કોઈક બાઈ બકાલુ લેવા નીહરે તો ખોખરા ખાઈને કહે બાપા બેઠાં સે લાજુ બાજુ કાઢો આમ હાલ્યા ન જાઉં આમ કહી ગામની આબરૂ રાખવા કહે છે પહેલા ના ગામડાના માણસો મર્યાદા પાળતા હતા એટલે જ કદાચ લાજ કાઢવાનો રિવાજ હશે..!?
આમ લાલભાઈ ના એક વિચારે આખું ગામ લીલુંછમ બની ગયું, ગામનુ વાતાવરણ ખૂબ જ રમણીય લાગે છે. આ ગામની જગ્યા એક કુદરતી બક્ષિસ છે એવું માનવામાં આવે છે અને ખરેખર છે પણ.
