લેખક બનવું છે? (ઝેન કથા)
લેખક બનવું છે? (ઝેન કથા)
એકવાર એક ઝાડ નીચે ઝેન સાધુ ધ્યાનમાં બેઠા હતા. તેમને જોઈ એક વ્યક્તિ તેમની નજીક ગયો અને પૂછ્યું, "મને લેખક બનવાની અદમ્ય ઈચ્છા છે પરંતુ ખબર પડતી નથી કે આ માટે શું કરવું?"
ઝેન સાધુએ પોતાની આંખ ખોલી શાંતિથી પૂછ્યું, "તારે ખરેખર લેખક બનવું છે?"
એ વ્યક્તિ હાથ જોડીને બોલ્યો, "હા."
ઝેન સાધુએ શાંતિથી કહ્યું, "તો હમણાં જ ઘરે જઈ લખવાનું શરૂ કરી દે."
આમ બોલી ઝેન સાધુએ ફરીથી આંખ મીંચી ધ્યાનસ્થ થઈ ગયા.
(સમાપ્ત)