Swati Dalal

Inspirational

4  

Swati Dalal

Inspirational

લાયકાત

લાયકાત

1 min
461


"લીધેલા રૂપિયા પાછા વાળવાની તમારી લાયકાત જ નથી. સોરી અમારી બેંક તમને કોઈ જ મદદ નહી કરી શકે !" કહીને અવનીએ ફાઈલ સરકાવી દીધી અને તે સાથે જ નરેન્દ્ર શેઠ અને તેમના પુત્ર આરવના ચહેરા પર જાણે કાળી શાહી ઢોળાય ગઈ !

નરેન્દ્ર શેઠના કાનમાં છ વર્ષ પહેલા પોતાના દ્વારા બોલાયેલ સંવાદ ગુંજી ઉઠ્યો..."તમારી તો કોઇ લાયકાત જ નથી અમારા જેવા ધનપતિઓ સાથે ઉભા રહેવાની. આ તો તમારી દિકરી આરવને ગમી હતી એટલે. પરંતુ હવે આ સંબંધ સમાપ્ત.." કહીને અવનીના પિતાનો હાથ તરછોડીને નાના અમથા કારણસર માંડવે ઉભેલી અવની તરફ નજર નાંખ્યા વગર જ ચાલતા થયેલા.

આજે છ વષૅ બાદ પોતાની ડૂબતી શાખ અને બિઝનેસને બચાવવા, લોન માટે અલગ અલગ બેંકના ધક્કા ખાઈને અહીં ખૂબ મોટી આશા સાથે આવ્યા હતાં. પણ બેંક ના ચેરમેનની ખુરશી પર અવનીને જોઈને તેમના હોશ ઊડી ગયા...

અવની એ પિતા પુત્ર ને ખરી લાયકાત બતાવી દીધી!!!!



Rate this content
Log in

Similar gujarati story from Inspirational