Kaushik Dave

Inspirational Children

4  

Kaushik Dave

Inspirational Children

લાઈબ્રેરી

લાઈબ્રેરી

2 mins
193


લાઈબ્રેરીયન કાકા ચશ્માને નાકની દાંડી પર લાવ્યા.

લાયબ્રેરીમાં નજર માંડી.

ઓહ્.આ નવયુવાન બીજીવાર આવ્યો લાગે છે.

આમેય ગ્રંથપાલની નજર લાઈબ્રેરીમાં આવતા વ્યક્તિઓ પર હંમેશા રહેતી.

એ નવયુવાન થોડો શરમાળ હોય એવું લાગ્યું કે પછી ગભરાતો હશે ! ગ્રંથપાલ વિચારવા લાગ્યા.

હશે.. વાંચનનો શોખ તો છે ને.. નહીંતર આજકાલના યુવાનો તો લાયબ્રેરીમાં ફરકતા પણ નથી.

એકાદ કલાક થયો હશે ને એ નવયુવાન થોડો ગભરાતો લાયબ્રેરીમાંથી બહાર જવા જતો હતો.

પટાવાળાની અને ગ્રંથપાલની નજર પડી.

કદાચ એ યુવાન એના બુશશર્ટમાં કશું ક સંતાડતો હોય એવું લાગ્યું.

પટાવાળો બોલ્યો," સાહેબ, લાગે છે કે આ યુવાન કોઈ પુસ્તક સંતાડીને લેતો જાય છે. હું એની તલાશી લઉં ?"

ગ્રંથપાલ," ના..ના..એમ કોઈની ઈજ્જત ના બગાડાય. કદાચ ના પણ હોય. આમ તો એ શરમાળ લાગે છે ને સારા ઘરનો. વાંચવાનો શોખ લાગે છે."

પટાવાળો," પણ સાહેબ..."

ગ્રંથપાલ," જો ભાઈ, મારી નજર હંમેશાં લાઈબ્રેરીમાં હોય છે જ. કોને કોને કેવા પુસ્તકોનો શોખ છે એ ખબર પડે છે. એ યુવાનને હાસ્ય રસ પુસ્તકોના રેક પાસે જોયો હતો. કદાચ ત્યાંથી પુસ્તક લીધું હશે !"

"પણ સાહેબ આમ તો પુસ્તકો ઓછા થશે તો તમારે રૂપિયા જોડવા પડશે."

ગ્રંથપાલ હસ્યો ને બોલ્યો," જો ભાઈ ,આ જિંદગી હવે ટેન્શનવાળી થતી જાય છે. ને તને ખબર છે ને કે એ હાસ્ય રસ પુસ્તકો ના રેક બાજુ એક મહિનાથી કોઈ ફરક્યું પણ નથી. મને તો આનંદ થયો કે એ યુવાન એ રેક ના પુસ્તકો જોતો હતો. ને જો એ હાસ્ય રસ નું કોઈ પુસ્તક લેતો જશે તો પણ મને આનંદ થશે. કારણકે કોઈના મુખ પર સ્મિત છવાઈ જાય એ મને ગમે. ટેન્શન મુકત તો રહેશે.

"પણ..પણ.. સાહેબ..આવતા મહિને ઈન્વેન્ટરી છે.જો પુસ્તક ઓછા જણાશે તો મેનેજમેન્ટ તમારી પાસે....."

"તું ચિંતા ના કર.જો બે દિવસમાં જ એ યુવાન પુસ્તક વાંચીને ત્યાં જ મુકશે એ મને ખાત્રી છે જ. ને જો પરત નહીં કરે તો હું પુસ્તકની કિંમત ભરી દઈશ. આમેય મારે આવતા મહિને ઈન્ક્રીમેન્ટ તો છે જ. એને જવા દે."

બે દિવસ પછી એ યુવાન લાઈબ્રેરીમાં દેખાયો. થોડીવારમાં એ જતો રહ્યો.

પટાવાળા એ એ હાસ્ય રસ વિભાગ ચેક કર્યો.

ખરેખર એ પુસ્તક મૂકી ગયો હતો.

સાથે એક ચિઠ્ઠી હતી.

પટાવાળો ગ્રંથપાલ પાસે આવ્યો.

બોલ્યો," સાહેબ તમે સાચા છો. પણ એ યુવાન ચિઠ્ઠી મૂકી ગયો છે.

ગ્રંથપાલે ચિઠ્ઠી વાંચી...

સોરી અંકલ.. આ જ્યોતિન્દ્ર દવેનું પુસ્તક વાંચવા લઈ ગયો હતો. પરત મૂકી દીધું. પણ પુસ્તક વાંચીને મને હાસ્ય વ્યંગ્ય રચના વાંચવાનો રસ જાગૃત થયો. મને વાંચવાનો સમય નહોતો એટલે ઘરે વાંચવા માટે..જ.. કારણકે હું લાઈબ્રેરીનો સભ્ય નથી એટલે તમે ઘરે વાંચવા આપો નહીં.. તમને શક પડ્યો એ મને લાગતું હતું પણ આપ જેવા ઉદાર દિલના વ્યક્તિ જ એક સારી લાયબ્રેરી સાચવી શકે. ફરીથી સોરી..ને આપનો આભાર..

ચિઠ્ઠીમાં એ યુવાનનું નામ લખ્યું નહોતું.

ગ્રંથપાલના મુખ પર સંતોષનું સ્મિત છવાઈ ગયું.

* સારા પુસ્તકો સારા સંસ્કારનું ઘડતર કરે છે.

* સારા પુસ્તકો મિત્ર સમાન છે.


Rate this content
Log in

Similar gujarati story from Inspirational