Best summer trip for children is with a good book! Click & use coupon code SUMM100 for Rs.100 off on StoryMirror children books.
Best summer trip for children is with a good book! Click & use coupon code SUMM100 for Rs.100 off on StoryMirror children books.

Bhavna Bhatt

Inspirational


3  

Bhavna Bhatt

Inspirational


લાગણીઓને પાનખર ક્યાં નડે?

લાગણીઓને પાનખર ક્યાં નડે?

3 mins 421 3 mins 421

માલા બેન અશોકભાઈ ને દિલાસો આપી સમજાવતા હતાં કે તમે જીવ ના બાળો. લીલી ડાળ હતાં આપણે પાનખર બની ગયા.સૂકી ડાળી બની ઝૂકી પડી આ જિંદગી પણ લાગણીઓ ને પાનખર ક્યાં નડે છે?

સંબંધોની આંટીઘૂંટી જાણવા જિંદગી આખી ટૂંકી પડી. આપણાં જ બાળકો પાંખો આવતાં ઉડી ગયા પણ આપણે તો એક છીએ ને? આપણી ફરજ હતી તે પુરી કરી બાકી નસીબમાં ના હોય એનો અફસોસ શું કરવો. આપણી આ વૃધ્ધાવસ્થાની પાનખર ને પણ હરાવી દઈશું. આમ એકબીજા ને સમજાવી ને જિંદગી જીવતા હતા. બન્ને ના વાળ માં સફેદી આવી ગઈ હતી અને બંને ના મોઢા માં ચોકઠું હતું પણ લાગણીઓ તાજી હતી.


અશોકભાઈ ને વહેલાં ઉઠવાની ટેવ અને માલા બેન ને પગની તકલીફ હતી એટલે અશોકભાઈ એ બંને ની ચા બનાવી દેતા અને પછી સાથે ચા પીતા.


અશોકભાઈ ને સરકારી નોકરી હતી તો પેન્શન આવતું હતું અને અને માલા બેન પણ શિક્ષક હતા તેથી બેંક બેલેન્સ પણ હતું અને એ બંને ને ઉંમર ના લીધે સીડી ચઢ ઉતર કરવી તકલીફ પડે એટલે ઉપર નો માળ ભાડે આપ્યો હતો એટલે વસ્તી પણ રહે અને ભાડું પણ આવે. 


રસોઈવાળા બહેન રાખ્યા હતા એ સવારે આવી એક ટાઈમ રસોઈ કરી જતાં.. અને એક કામવાળી હતી જે કચરાપોતા અને વાસણ અને કપડાં કરી જતાં. સાંજે દૂધ કે ફળ ફળાદી ખાઈ લેતાં આમ સાદગી અને કરકસરથી જીવન જીવતા હતા. બજારમાં કંઈ ખરીદી કરવાની હોય તો બંને સાથે જતાં અને એકમેક નો હાથ પકડી ને ચાલતાં એકબીજા ની સંભાળ રાખતાં.


છોકરાઓ ને યાદ કર્યા વગર દિલની ભાવનાઓ ને હરિયાળી રાખતાં એને પાનખર ના આવવાં દેતાં..

પોતાની માટે ઓછો ખર્ચ કરી ને અલગ-અલગ ત્રણ જગ્યાએ જઈ ને જિંદગી જીવતા અને પાનખર ને પાછી ઠેલતા. એક મહિને અનાથાશ્રમમાં જઈ નાનાં બાળકોને ચોકલેટ, કપડાં, કે રમકડાં આપતાં અને એમની સાથે નાના બાળક બની ને રમતાં અને આ વૃધ્ધાવસ્થા ની પાનખર ને ભુલી બાળક બની જતાં.. બીજા મહિને મ્યુનિસિપલ સ્કૂલ માં જઈ બાળકો ને જરૂરી ચીજવસ્તુઓ આપતાં અને ત્યાં નાં શિક્ષકો ને પણ નાની મોટી આર્થિક મદદ કરતા. ત્રીજા મહિને સરકારી હોસ્પિટલમાં જઈ ગરીબ દર્દીઓને ફળ ફળાદી અને આર્થિક મદદ કરતાં આમ બીજાને ખુશીઓ આપી ખુશ રહેતાં.


એક દિવસ માલા બેન ને ખુબ જ તાવ આવ્યો એ ઉભા પણ થઈ શકતાં ન હતાં અશોકભાઈ એ ફેમિલી ડોક્ટરને બોલાવ્યાં.. ડોક્ટરે આવી તપાસ્યા અને એક ઇન્જેક્શન અને દવા આપી જતા રહ્યા. અશોકભાઈ એ માલા બેન ના કપાળ પર પોતા મુક્યાં અને પથારી પાસે જ બેસી રહ્યા. જ્યારે માલા બેનને સારું થયું અને એમણે થોડા દાળ, ભાત ખાધા પછી જ અશોકભાઈ જમ્યાં. આમ શરીરને ભલે પાનખર આવી પણ એમની લાગણીઓ તરોતાજા જ હતી.


રોજ સાંજે એ સોસાયટીમાં આવેલ મહાદેવ મંદિર જતા અને આરતી કરી ઘરે આવતાં અને ઘરમાં દીવાબત્તી કરીને હિંચકા પર બેસી ને જૂના ગીતો સાંભળતાં અને જૂના સંભારણા યાદ કરી હસતાં હસતાં જીવતાં આમ વૃધ્ધાવસ્થાના પાનખરને ભુલી ને જિંદાદિલ થી જિંદગી જીવતાં. સોસાયટીમાં પણ આ બન્નેની જોડી ને આદર્શ કપલ કહેતાં.. કારણ કે ના શારીરિક ફરિયાદ કરતાં કે ના વૃધ્ધાવસ્થાની ફરિયાદ હોય કે ના છોકરાઓ વિશે કોઈ વાત કરી રડતાં આથી જ બધાને એમની માટે ખૂબ માન હતું.. બધાં એમનું ઉદાહરણ આપતા જુવાનીયાઓને કે આવી લાગણીઓ હોવી જોઈએ.


માલા બેન અને અશોકભાઈ માનતાં કે ભગવાને આ માનવ અવતાર આપ્યો છે તો જીવી જાણવું.. અહીં ક્યાં કોઈ અમરપટો લઈને આવ્યા છીએ. બાળપણ પછી જુવાની એ પણ ક્યાં કોઈ ની રહેવાની.. અને આ વૃધ્ધાવસ્થાનું પાનખર એ પણ ક્યાં રહેવાનું તો પછી રોદણાં રડતા શા માટે જીવવાનું? જીવો મોજથી.. રહો મોજથી. અને લાગણીઓ વહેંચો ભાવથી.


Rate this content
Log in

More gujarati story from Bhavna Bhatt

Similar gujarati story from Inspirational