STORYMIRROR

Rahul Makwana

Tragedy

2  

Rahul Makwana

Tragedy

લાગણી

લાગણી

1 min
615

"હેલો ! બેટા ! આ વખતે દિવાળી કરવા માટે આપણાં ઘરે આવવાનો છોને...!" - વર્ષાબેને આંખોમાં આતુરતા અને અવાજમાં લાચારી સાથે પોતાના પુત્ર સાગરને ફોન પર પૂછ્યું.


"ના ! મમ્મી ! આ વખતે મારી પાસે જરા પણ સમય અને રજા નથી...માટે હું આ વખતે દિવાળી કરવાં માટે ઘરે નહીં આવું...!" - સાગરે મમ્મીએ પુછેલાં પ્રશ્નનો જવાબ આપતા કહ્યું.


"સારું બેટા ! તેમ છતાંપણ જો તને સમય મળે તો એકવાર આપણાં ઘરે આંટો મારી જજે..." - વર્ષાબેન લાગણીવશ થતાં બોલ્યાં.


"જે સંતાન માટે પોતાની આખે આખી જિંદગી ખર્ચી નાખી એ સંતાન પાસે હાલ પોતાનાં માં બાપને મળવાનો પણ સમય નથી....હે પ્રભુ ! આ તે તારી કેવી લીલા છે...?” - વર્ષાબેને ફોન ડિસ્કનેક્ટ કરીને ભગવાનનાં ફોટા તરફ જોઈને બોલ્યાં.


Rate this content
Log in

Similar gujarati story from Tragedy