Bhavna Bhatt

Inspirational

3  

Bhavna Bhatt

Inspirational

લાગણી ભીનો સંબંધ

લાગણી ભીનો સંબંધ

5 mins
997


લાગણીઓની આંટી ઘૂંટી ક્યાં કોઈ ને સમજાય છે. ક્યારે કોને મળે છે ને કેવી રીતે જન્મ જન્મના સંબંધ રચાય છે. અનિતા ની જિંદગીમાં પણ આવી જ એક ઘટના ઘટી. પૂર્વ જન્મની કોઈ લેણદેણથી એક ઔલોકિક સંબંધ બંધાયો. કોઈ ના હૃદય ની ભીતર પણ કોઈ અનમોલ સંબંધ એકલો એકલો ધબકતો હોય છે અને એ સમય આવે ત્યારે જ આવી મળતો હોય છે અને પછી રચાય છે એક લાગણીઓનો ભીનો સંબંધ જે જિંદગી ભર ચાલ્યા જ કરે છે. અનિતા અમદાવાદ ના અનાથાશ્રમમાં મોટી થયેલી પણ એને અંબાજી માતા માં બહું જ શ્રધ્ધા અને અંબા માં ને જ મા માનતી. કોલેજ જવા નિકળે એટલે એ માધુપુરા ના અંબાજી મંદિર દર્શન કરી ને જ કોલેજ જતી. જો કોઈ દિવસ સવારે ના આવી શકી હોય તો બપોરે દર્શન કરી પછી જ એ આશ્રમમાં જતી આ એનો નિત્યક્રમ હતો.  

આમ એક દિવસ એ સવારે મંદિર ના જઈ શકી હોવાથી એ બપોરે મંદિર ગઈ તો નોટિસ બોર્ડ પર માતજી ના સ્થાપન દિવસની ઉજવણી કાલે છે એમ લખ્યું હતું અને અન્નકૂટનું આયોજન કરવામાં આવ્યું છે તો ભાવિક ભક્તો એ દર્શન નો લાભ લેવા અચૂક પધારવું.

મોટા ભાગની બહેનો મંદિરમાં સેવા આપી રહી હતી. અનિતા દર્શન કરી બાંકડે બેસી વિચારવા લાગી કે મારી પાસે તો રૂપિયા નથી પણ હું શ્રમયજ્ઞ કરીને કંઈક તો સેવાનો લાભ લઈ શકું. એણે ઉભા થઈ એક બહેન ને કહ્યું કે મને પણ કંઈક કામ આપો જેથી હું શ્રમયજ્ઞ કરીને સેવાનો લાભ લઈ શકું. પેલા બહેને અન્નકૂટ ભરવા ના વાંસ ના ટોપલાઓ ને સિલ્વર કાગળ લપેટવા બેસાડી અને અનિતા ને બધું પુછવા લાગ્યા. કે તારુ નામ શું છે? ક્યાં રહે છે ? તારી નાત શું છે?


અનિતા એ કહ્યું કે મારું નામ અનિતા છે હું અનાથાશ્રમમાં રહું છું અને કોલેજના પહેલા વર્ષમાં છું. એટલે નાતની ખબર નથી પણ આશ્રમ ના સંચાલક અને ટ્રસ્ટી બહું સારા છે એટલે ભણાવે છે.  

પેલા બહેન કહે મારું નામ અમી બહેન છે. હું અહીં પાસે જ રહું છું અને અમે બ્રાહ્મણ છીએ. ચલ બેટા તું સવાર ની નિકળી હોઈશ મારા ઘરે થોડો નાસ્તો કરી લે પછી આપણે આવીને સેવા કરીએ. અનિતા એ બહું જ આનાકાની કરી પણ અમી બહેન પાસે કંઈ ચાલ્યું નહીં એમના મુખ પર એક અનેરી ચમક હતી અને મોહક સ્મિત રમતું હતું અને બોલીમાં મિઠાસ હતી. અનિતા એમને જોઇને જ મા કહેવા ઉત્સુક બની ગઈ હતી. એમની સાથે એમના ઘરે ગઈ. અમી બહેને એને કહ્યું બેટા જો આ બાજુ બાથરૂમ છે તું ફ્રેશ થઈ આવ હું તારી માટે નાસ્તો કાઢું. સાચે જ અમી બહેન નામ પ્રમાણે જ અમી વાળા હતા. ડાઈનીગ ટેબલ પર દૂધ અને નાસ્તો ડીશ ભરી ને મુક્યો અને અનિતા ને એક મા પ્રેમથી ખવડાવે એમ આગ્રહ કરીને નાસ્તો કરાવ્યો અને કહ્યું કે બેટા તારુ કોઈ નથી એમ ના માનીસ અમે છીએ. મારી માધવી જેવી જ તું છો. મારે બે દિકરાઓ છે એક લંડન છે અને અમેરિકા છે અને નાની દીકરી માધવી નોકરી ગઈ છે એ સાંજે આવશે. માધવીના પપ્પા નાતના પ્રોગ્રામમાં ગયા છે. તને જોઈ ને બેટા એવું લાગે છે કે કોઈ પૂર્વ જન્મનો સંબંધ છે.

હું રોજ બપોરે મંદિર જવું છું તું પણ આવજે. આમ કહી સાથે મંદિર ગયા.


અનિતા રોજ બપોરે જ મંદિર જતી અને અમી બહેન ને મળતી ત્યારે જ એના દિલની ભાવનાઓને રાહત થતી.  

એક દિવસ અનિતા એ પુછ્યુ કે આપને જોયા છે તયાર થી આપને મા કહેવાનું મન થાય છે. હું આપને મા કહી શકું?

અમી બહેન કહે જરૂર બેટા . . આજથી હું તારી મા.

ચાલ આજે ઘરે જઈને મોં મીઠું કરીએ અને તારા પિતા ને પણ મળાવુ. ઘરે જઈને દરવાજો ખખડાવ્યો એમના પતિ પિનાકીન ભાઈ એ દરવાજો ખોલ્યો. અમી બહને કહ્યું કે જુવો હું કોને લાવી છું આપણા ઘરે?

પિનાકીન ભાઈ કહે કોણ છે? તું જ ઓળખાણ આપી દે.

અમી બહેન કહે આપણા જન્મો જનમના સંબંધની દિકરી અનિતા છે. આપણી બીજી દિકરી.  


પિનાકીન ભાઈ એ પણ અનિતા ના માથે હાથ મુક્યો. પછી અમી બહેન એ બધી વાત કરી. મોડું થઈ ગયું છે મા હું હવે જવુ કહી અનિતા પાછી આશ્રમમાં ગઈ.  

અનિતા આજ કાલ ખુબ ખુશ રહેતી હતી આ નવા સંબંધથી. એ માટે એ અંબા માં નો આભાર માનતી.

બીજે દિવસે એ મંદિર પહોંચી અમી બહેન પણ આતુરતાથી રાહ જોતા હતા અને અનિતા ને જોઈને ભેટી પડ્યા અને માથે વહાલ કર્યું. જા તું પગે લાગી આવ તને બે ખુશ ખબર આપું.

અનિતા માતાજી ને પગે લાગી આવી બાંકડે બેઠી. અમી બહેન એ અનિતા નો હાથ હાથમાં લઈ કહ્યું કે માધવીના ઓફિસમાં સાથે કામ કરતાં અલય સાથે લગ્ન નક્કી કર્યા છે અને એક મહિના પછી લગ્ન છે. એના બન્ને ભાઈઓ અને ભાભી એક અઠવાડિયા પહેલાં આવશે અને લગ્ન પતાવીને પાછા જશે. બીજું કે અમે તને અનાથાશ્રમમાં થી દત્તક લેવા માંગીએ છીએ તું આવીશ ને બેટા ઘરે.

અનિતા ખુશીની મારી રડી પડી. અમિ બહેન એના બરડે અને માથે હાથ ફેરવીને બોલ્યા. બેટા ભલે તારો મારો લોહીનો સંબંધ નથી પણ તારો મારો દિલનો સંબંધ છે અને રહેશે. . બોલ બેટા તું કહે તો તારા પિતા કાલે આશ્રમ આવી બધી કાનૂની કાર્યવાહી પુરી કરે. મારા બંને દિકરા,વહુ, માધવી,અલય બધાં એ હા કહી છે તારો પરિવાર તને એક નવા સંબંધમાં બાંધવા તૈયાર છે. અનિતા એ હા કહી.


બીજે દિવસે પિનાકીન ભાઈ એ આશ્રમમાં જઈ સંચાલક ને અને ટ્રસ્ટી ને મળ્યા અને બધી વાત કરી. આશ્રમ સંચાલક એમનો નાનપણ નો મિત્ર નિકળ્યો અને પછી બધી તપાસ અને કાનૂની કાર્યવાહી પછી અનિતા ને ઘરે લઈ આવ્યા.

અમી બહેન એ અનિતા ની નજર ઉતારી અને ઘરમાં લીધી.

માધવી એ અનિતા ને ભેટી ને કહ્યું કે હું તારી મોટી બહેન અને આ તારા જીજાજી.

અનિતા આ બધા નવા સંબંધમાં બંધાતી ગઈ. અમી બહેને આવી ને અનિતા ના કપાળ પર ચુંબન કર્યું અને કહ્યું કે બેટા આપણા આ રૂણાનું બંધન જે જુગ જુગના સંબંધમાં ફરી આપણને એક ડોર માં બાંધી ગયું.


Rate this content
Log in

Similar gujarati story from Inspirational