Bhavna Bhatt

Inspirational

5.0  

Bhavna Bhatt

Inspirational

લાડલી બની પ્રેરણા

લાડલી બની પ્રેરણા

2 mins
407


સરલ સોફામાં જોડે બેઠી. ઈલા બેનનો હાથ હાથમાં લઈ કહે મમ્મી તમે જાતે જ વિચારો પર કંટ્રોલ કરો. તમને શું ગમે? તમને શું શોખ હતો તમે કુંવારા હતાં ત્યારે?

ઈલા બેન એકદમ નાનપણની બધી વાતો કરવા લાગ્યા અને વાતમાંથી વાત નિકળી કે એ પહેલાં કવિતા અને ટૂંકી વાર્તા લખતા હતા અને છપાતી હતી. તો સરલ કહે મમ્મી તમે હાલ લખવાનું ચાલુ કરો અને તમારા વિચારો ને એક નવી દિશા આપો અને પાછો તમારો શોખ જાગૃત કરો. એમ કહી એ એનાં રૂમમાં જઈને એક ડાયરી અને બોલપેન લઈ આવી.

લો મમ્મી શરૂઆત આજથી અને હમણાંથી જ કરો..

ઈલા બેન કહે મને નહીં ફાવે. સરલ કહે ના શું ફાવે. તમે લખો. જરૂર લખાશે. પ્રયત્ન કરો. ચલો આજે મા પર જ કવિતા લખો. હું કામ પતાવી દવું.

ઈલાબેને ક્યાંય સુધી ડાયરી પેન લઈને બેસી રહ્યાં. થોડીવારમાં લીંબુ ના શરબત નો ગ્લાસ લઈને સરલ આવી કહે મમ્મી આ પીને લખો.

અને એ મારી પહેલી કવિતા મા લખી. સરલે વાંચી એ તો ખુબ ખુશ થઈ અને પછી મને મોબાઇલ માં ટાઈપ કરતાં શિખવાડ્યું અને એપમાં મૂકતાં શિખવાડ્યું આમ લાડલી બની મારી પ્રેરણા. અને આજે સારા લેખક તરીકે મારી નામનાં થઈ ગઈ છે તો એ પ્રેરણાસ્ત્રોત સરલ છે.. હાલ પણ મારી પહેલી વાર્તા, કવિતા કે લેખ સરલ જ વાંચે છે અને ભૂલો હોય તો સુધારો કરાવે છે ..તો તમને વાંધો ના હોય તો હું ટ્રોફી મારાં ઘરની લક્ષ્મી દિકરી સરલના હાથે લઈશ. અને ચેક મારા દિકરા જીગરના હાથે સ્વીકારીશ.. બધાં એ તાળીઓ પાડીને વાત વધાવી લીધી અને ઈલા બેન નું શાલ ઓઢાડી ને સન્માન કર્યું.

સ્ટેજ પર સરલ ના હાથે ટ્રોફી લીધી. નાતના સૌ એ તાળીઓથી વધાવ્યા. ઈનામ માટે એક હજાર એકનો ચેક હતો એ જીગરના હાથે સ્વીકાર કર્યો. ફરીથી તાળીઓથી વાડી ગાજી ઉઠી.

બધાં એ ઈલા બેન ની સચ્ચાઈથી ખૂબ પ્રભાવિત થયા અને સરલના વખાણ કરવાં લાગ્યાં.

આમ એક ડૂબતી વ્યક્તિનાં જીવનમાં નવાં રંગ ભર્યા અને આજે એ પ્રખ્યાત લેખિકા બની ગયા.

આ વાત લેખિકાના જીવનની જ છે.


Rate this content
Log in

Similar gujarati story from Inspirational