Tapan Oza

Romance Inspirational

4.3  

Tapan Oza

Romance Inspirational

કુકરની પહેલી સીટી...!

કુકરની પહેલી સીટી...!

5 mins
289


કુકરની પહેલી સીટી...!

દેવલ અને દિશાના લગ્ન આશરે ચારેક વર્ષ પહેલા થયા હતા. બંને ઉંમરમાં સરખા, માત્ર બે-ત્રણ મહિનાનો તફાવત. તેમની ઉંમર ૨૫ વર્ષની હતી ત્યારે તેમના લગ્ન થયેલા. દેવલ અને દિશાના પિતા ખુબ જુના અને ગાઢ મિત્રો હતો. અને એકબીજાના પરિવારને વર્ષોથી ઓળખતા હતા. અને એક જ શહેરની બાજુ-બાજુની સોસાયટીઓમાં જ રહેતા હતા. એટલે નાનપણથી જ એકબીજાના ઘરે આવ-જા થતી રહેતી.

   દેવલે શહેરની સારી અને પ્રખ્યાત કોલેજમાંથી એમ.બી.એ. ની ડિગ્રી મેળવી. દિશા પણ ગ્રેઝ્યુએટ થયેલી હતી અને ત્યારબાદ દિશા ફેશન ડિઝાઈનીંગનું શિખતી હતી. બંનેની નાનપણથી મૈત્રી જોઈને બંનેના માતા-પિતાએ બંનેના લગ્નનો વિચાર પહેલેથી જ કરી રાખેલો અને તેમાં બંને સહમત પણ હતા. દેવલ એમ.બી.એ. થયા બાદ એક સારી અને મોટી કંપનીમાં મેનેજરની પોસ્ટ પર જોબ કરવા લાગેલો. દેવલને નોકરી મળ્યાના થાડાક જ સમયમાં પરિવારે બંનેના લગ્ન ખુબ જ ધામધૂમથી કરાવી દીધા. બંને પરિવાર પૈસેટકે સંપન્ન પરિવાર. અને બંને પરિવારમાં એક-એક જ સંતાન. એટલે દિશા અને દેવલના લગ્નમાં પરિવારે કોઈ જ કસર બાકી રાખી ન હતી. લગ્નના તુરંત બાદ બંને એકાદ વખત બહાર ફરવા ગયા હશે. પરંતું એ સિવાય તેમનું જીવન સામાન્ય જ રહેતું. દેવલની ટ્રાન્સફર બીજા શહેરમાં થઈ. એટલે બંનેએ પોતાની ગૃહસ્થિ બીજા શહેરમાં જઈને વસાવી. ત્યાં તેમણે એક ફ્લેટ વેચાતો લઈ લીધો અને પોતાને ગમે તે રીતે એ ઘરને સજાવ્યું. દિશાએ ઘરનું કામકાજ સંભાળી લીધુ એટલે તેનું ફેશન ડિઝાઈનીંગ સાઈડમાં જ રહી ગયું. દેવલ તેની નોકરીમાં વ્યસ્ત રહેવા લાગ્યો. આમ, દિશા અને દેવલનું જીવન જાણે રૂટિન જેવું જ બની રહ્યું હતું.

   દિશાને હરવા-ફરવાનો ખુબ જ શોખ હતો. પરંતું દેવલની નોકરીના કારણે કંઈ ખાસ જઈ ન શકાય. અને તેમાં પણ મેનેજરની પોસ્ટ હોઈ, જવાબદારીઓ પણ વધુ આવતી. એટલે દેવલ ઓફિસમાંથી ગમે ત્યારે છુટ્ટી લઈ ફરવા જઈ ન શકતા. આમને આમ બંનેનું લગ્નજીવન નિરસ થવા લાગ્યું આખા દિવસનું રૂટિન.... સવારે ૦૬-૦૦ વાગ્યે ઉઠવાનું, દિશા દેવલનું ટિફીન અને ચા-નાસ્તો બનાવે, દેવલ ઓફિસ જાય અને ત્યાં કામ કરે અને દિશા ઘરનું કામ અને સાંજની રસોઈ બનાવે. રાત્રે ૦૯-૦૦ વાગ્યે દેવલ આવે એટલે બંને સાથે જમવા બેસે અને જમી-ખાઈને રૂમમાં જઈને સૂઈ જાય.

   દિશા તેના આ રૂટિનથી કંટાળી ગઈ હતી. અને તે કંટાળો તેના સ્વભાવમાં જણાઈ આવતો હતો. તે દેવલ સાથે કોઈ ખાસ વાત-ચીત ન કરે, નાની-નાની વાતમાં ગુસ્સે થઈ જાય. કોઈ નવું કામ કે નવી રેસ્ટોરન્ટસ્ માં જમવા જવાનો ઉન્માદ ન રહે. એક રીતે કહીએ તો સાવ નીરસ થઈ ગયેલી. અને દિશાનું આવું વર્તન જોઈને દેવલને ખુબ જ દુઃખ થતું. દેવલ મનમાં ને મનમાં વિચાર્યા કરે કે એવું શું કરવું કે રૂટિન પણ રહે અને દિશાનો મૂડ પણ સારો રહે...! દિશા ખુશ પણ રહે...! દેવલે ત્રણ-ચાર દિવસ વિચાર્યું અને ત્યારબાદ તેને એક સરસ ઉપાય મળ્યો. એ ઉપાયને અનુસરવા માટે દેવલે બધી જ તૈયારીઓ કરી લીધી.

   દેવલ બીજે દિવસે સવારે ૦૪-૩૦ વાગ્યે ઊઠ્યો. ઊઠીને સૌ પ્રથમ તો તેણે તેનું રોજનું દૈનિક કામ પૂરૂ કર્યું અને પછી રસોડામાં ગયો. રસોડામાં જઈને કોઈ પણ જાતનો અવાજ ન આવે તે રીતે કંઈક કરતો હતો. લગભગ ત્રીસ મિનિટ સુધી એ રસોડામાં કંઈક કરતો રહ્યો. અને સવારે ૦૫-૫૦ વાગ્યે અચાનક જ રસોડામાંથી કુકરની સીટી વાગી. પહેલી સીટી વાગી એટલે દિશાની ઊંઘ જરાક ઊડી. પરંતું બાજુના ઘરમાંથી અવાજ આવતો હશે તેમ માનીને ઘડિયાળ તરફ જોઈ અને ફરી સૂઈ ગઈ. ત્યાં તો થોડી વારમાં કુકરની બીજી સીટી વાગી....! પછી ત્રીજી....! ચોથી....! આમ, આટલી બધી સીટી પોતાના જ ઘરનાં રસોડામાંથી વાગી રહી છે તેવું લાગ્યું એટલે દિશા આંખો ચોળતી-ચોળતી પથારીમાંથી ઊભી થઈ. રૂમમાં દેવલ ન મળ્યો એટલે એ રસોડા તરફ ગઈ. અને રસોડામાં નજર પડતા જ દિશા ચોંકી ગઈ....!

   રસોડામાં જઈને જુએ છે તો દેવલ કિચન એપ્રન પહેરીને ઊભો છે. તેના એક હાથમાં વેલણ અને બીજા હાથમાં ચિપીયો છે. રસોડાનાં પ્લેટફોર્મ પર એક બાજુ લાકડાની પાટલી પર ભાખરી વણેલી પડી છે, ગેસ પર લોઢી પર એક ભાખરી શેકાઈ રહી છે અને ગેસના બીજા બર્નર પર કુકર મૂકેલું છે અને ફરીથી તેમાં સીટી.....! દિશાને રસોડામાં જેતા જ દેવલ દિશાને “ગુડ મોર્નીંગ સ્વીટહાર્ટ” દિશા તો હજુ ઊંઘમાં જ હોય તેમ- “હમમમમ...” દેવલ- સ્વીટહાર્ટ, જા જલદીથી ફ્રેશ થઈ જો, આપણે ગરમા-ગરમ નાસ્તો કરીએ. દિશા- “ હમમમ.... શું....! હા...! પણ....!” દિશાને તો કંઈ સમજાયું જ નહી. છતાં ફ્રેશ થવા જતી રહી. વિસેક મિનીટ પછી બહાર આવી તો જુએ છે કે ડાઈનીંગ ટેબલ પર ગરમા-ગરમ બટાકા-પૌંઆ અને ચા મૂકેલી છે અને બાજુમાં દેવલનું ટિફીન પણ તૈયાર છે. દિશા રસોડામાં જઈને જુએ છે તો તેને બપોરે જમવા માટે દાળ, ભાત, શાક, ભાખરી અને સલાડ તૈયાર કરીને રાખેલું છે. દિશા તો આ જોઈને ખુશ થઈ ગઈ અને ખુશીથી આંખોમાંથી આંસુ પણ આવી ગયા. દિશાને તો દેવલની આ આવડતની ખબર જ ન હતી.

   બંનેએ ખુશી ખુશી સાથે નાસ્તો કર્યો અને પછી દેવલ ઓફિસે જવા રવાના થયો. દિશા તો ખુબ જ ખુશ હતી. ખુશામાંને ખુશીમાં તેનો દિવસ ક્યાં પસાર થઈ ગયો તે ખબર જ ન પડી. રાત્રે દેવલ ઓફિસેથી આવ્યો ત્યારે દિશાએ દેવલનું ભાવતું ભોજન બનાવ્યું હતું. જમતા-જમતા દિશા સવારના ભોજનના વખાણ કરતા થાકતી ન હતી. આમ, બંનેનો એ દિવસ કંઈક અલગ જ રહ્યો. ખુબ જ લાંબા સમય બાદ જાણે બંને સાથે ખુશ હતા એવું લાગતું હતું. રાત્રે સૂતાં પહેલા દેવલે દિશાને કહ્યું- દિશા, મને ખબર છે કે તું રોજીંદા જીવનની રૂટિન લાઈફથી કંટાળી ગઈ છે. એટલે મેં નક્કી કર્યું છે કે રોજ સવારે કુકર હું મૂકીશ. હું દાળ-શાક બનાવીશ અને તું રોટલી કે ભાખરી અને સવારનો નાસ્તો બનાવજે. અને દર છ મહિને હું ત્રણ-ચાર દિવસની રજા લઈ લઈશ. એટલે આપણે બંને આપણા શહેર (માતા-પિતાના ઘરે) તેમની સાથે રહેવા જઈ શકીએ. અને વર્ષમાં એકાદ વખત ક્યાંક ફરવા પણ જઈશું. દેવલની વાત સાંભળીને દિશા ખુબ જ ખુશ થઈ ગઈ. અને દેવલને ભેટી પડી.

   અને....!!

બીજા દિવસથી તો જાણે રૂટિન જ થઈ ગયું. અને આ રૂટિન બંનેએ એકબીજાના પ્રેમથી સેટ કરેલું હતું. દેવલ વહેલો ઊઠે. ફ્રેશ થઈ અને કુકર મૂકે ....! અને કુકરની પહેલી સીટી વાગે....! એટલે દેવલ દિશાને એનો ભરપૂર પ્રેમ આપીને જગાડે...! અને આ રીતે એ બંનેની એક સુંદર સવાર પડે...! પોતપોતાના કામમાં ફરી વ્યસ્ત થઈ જાય...! અને બીજે દિવસે ફરીથી....! કુકરની પહેલી સીટી....!!


Rate this content
Log in

Similar gujarati story from Romance