ચમત્કારિક રૂદ્રાક્ષ
ચમત્કારિક રૂદ્રાક્ષ
ચમત્કારિક રૂદ્રાક્ષ ભાગ-૧
રૂદ્રાક્ષ....! એક વૃક્ષનું ફળ. હિન્દુ ધર્મ સાથે જોડાયેલ એક પવિત્ર વસ્તુ. ધાર્મિક પુસ્તકોમાં તો રૂદ્રાક્ષ અંગે ઘણા વાતો જાણવા મળશે. પરંતું હું અહિં લઈને આવ્યો છું એક એવા રૂદ્રાક્ષની વાર્તા જે અલૌકિક હતું. ચમત્કારિક હતું. માયાવી હતું. લોભામણું હતું. ઈચ્છા પ્રાપ્તિનું વરદાન હતું. આ અલૌકિક, ચમત્કારિક, માયાવી રૂદ્રાક્ષ ક્યાંથી આવ્યું, કોની-કોની પાસે રહ્યું અને અંતે ક્યાં ગયું તે આ વાર્તામાં વાંચીએ.
મને ખબર છે ત્યાં સુધી આ ચમત્કારિક રૂદ્રાક્ષનું ઉદ્ભવ સ્થાન ગુજરાત રાજ્યના જુનાગઢ જીલ્લાના કોડીનાર તાલુકાનું એક નાનકડું ગામ. એ ગામનું નામ સરખાડી. એ સમયે સરખાડી ગામમાં ભાગ્યેજ પચાસ-સાહીઠ પરિવાર રહેતો હશે. આ સરખાડી ગામ ગુજરાતના દરિયા કિનારાનું એક નાનકડું ગામ છે. અહીં વસ્તી ઓછી પણ જે લોકો વસે છે તેઓ ખુબ જ દયાળુ, માયાળુ અને મદદરૂપ. આ ગામના લોકો ખુબ ધાર્મિક. કોઈપણ ધર્મના લોકો હોય પણ ગામવાસીઓ માટે તો સાચી રીતે "સર્વ ધર્મ સમભાવ". હું આશરે ત્રીસેક વર્ષ પહેલા એ ગામમાં ગયો હતો. મારૂ પોસ્ટીંગ જુનાગઢ જીલ્લાના હવામાન ખાતામાં થયેલું. ત્યારે હું મારા સહકર્મીઓ સાથે રજાના દિવસોમાં જુનાગઢના ગામડાઓમાં ફરતો. તે સમયે હવામાનમાં આટલું પ્રદૂષણ જોવા મળતું ન હતું. અને ગામડાઓમાં તો આમ પણ પ્રદૂષણ ખુબ જ ઓછું હોય એટલે ગામડાઓમાં કુદરતનો નજારો જોવાની મજા જ કંઈક અલગ હોય. અને મને આમ પણ કુદરતના ખોળે કુદરતનો નજારો જોવો અને અનુભવવો ખુબ જ ગમે.
ક્રમશઃ
