કસ્તુરબા ગાંધી
કસ્તુરબા ગાંધી
મહાત્મા ગાંધીના જીવનસંગિની, ભારત રાષ્ટ્રનું પ્રેમાળપાત્ર, પૂજ્ય બા કસ્તુરબાનો જન્મ 1869માં પોરબંદરમાં થયો હતો.
7વર્ષની ઉંમરે મોહનદાસ સાથે તેમની સગાઇ અને 13 વર્ષની ઉંમરે લગ્ન થયાં. ગાંધીજીની અંગત દેખભાળની સાથે તેમણે ઉપાડેલી પ્રત્યેક પ્રવૃતિઓમાં સક્રિય ફાળો આપી એમણે જાત ઘસી નાખેલી. જેલવાસ દરમિયાન પણ એટલા જ પ્રસન્ન અને કાર્યશીલ રહેતાં.
ગાંધીજી સાથે રહેવું કેવું કપરું હતું તે કસ્તુરબા સિવાય બીજું કોણ જાણી શકે ? સાવ નીરક્ષરતામાંથી સાક્ષર બનવા માટે 60 વરસે પણ અંગ્રેજી વાંચતા અને લખતા શીખવાનો આરંભ કરતા તેને નાનપ કે શરમ ના લાગી.
રાષ્ટ્રપિતા ગાંધીજીના આ ધર્મપત્ની સાચે જ હિન્દના મહારાણી હતાં. 22/2/1944ના રોજ તેમણે ગાંધીજીના ખોળામાં દેહત્યાગ કર્યો.
બાપુએ કહેલું :' મારે જન્મોજન્મ સાથીની પસંદગી કરવાની હોય, તો હું બાને જ પસંદ કરું.'
