Nita Patel

Crime Tragedy Classics

3  

Nita Patel

Crime Tragedy Classics

કર્મની ગતિ ન્યારી

કર્મની ગતિ ન્યારી

4 mins
13.8K


મણિપુર નામે એક ગામ હતું. આ ગામમાં દરેક જાતિના લોકો રહેતા હતા. તેમાં ઉજડીયાત લોકોની સંખ્યા વધારે હતી. આખું ગામ સ્વર્ગ કરતાં પણ વધારે સુંદર લાગતું હતું. ત્યાંના લોકોને એક-બીજા પ્રત્યે અપાર સ્નેહ હતો. લોકો ભક્તિ-ભાવમાં વધારે માનતા હતા. એટ્લે આખા ગામનું વાતાવરણ આહલાદક લાગતું હતું. બે દિવસ પછી પરબલા ચાલુ થતા હતા. દિવાળીના દિવસોમાં પણ લોકો ખેતી - કામમાં મશગૂલ હતાં. છતાં ઘરની સજાવટમાં પણ મન પરોવતાં હતાં. સંધ્યા ટાણે લોકો વગડામાંથી ગામ તરફ વળતા દેખાતાં હતાં. લગભગ એવાજ સમયે એક-દિવસ દૂરથી અવાજ આવ્યો. શાનો? તે કંઈ ખબર ના પડી ! પણ ત્યાં, જશી દોડતી આવી ને ઊભી રહે છે. બંને હાથ ઢીંચણ ઊપર મૂકી હાંફતા શ્વાસે બોલી, આ શાનો બળાપો છે? ચંપા. “ભુખ્યો સિંહ પ્રાણીઓને જોતાં જ તેમના ઊપર તરાપ મારે” એમ જશીએ મારા ઊપર મારી ! આખું પાદર ખીચોખીચ ભરેલું છે. ચંપા. ત્યાં મૂછમાં હસતાં-હસતાં ચંપા બોલી, “કૂતરાઓને હડકવા ઉપડ્યો હશે બીજું શું હોય તહેવારોમાં ? શું થવા બેઠું છ. મૂવા આ જાનવર પણ સંધ્યાકાળે નવરાશ મળી ઝઘડો કરવાની! એટલામાં તો જોર -જોરથી અવાજ આવવા લાગ્યો. ને મારા પગ નીચેથી જમીન ખસવા લાગી. પણ,ચંપાના પેટનું પાણી હલતું નથી. એટલામાં ગામ તરફથી બૂમો સંભળાવવા લાગી. હું અને ચંપા પાદરમાં પહોંચી એ તે પહેલા તો પવન જોરજોરથી ફૂંકાવવા લાગ્યો. ધડીકભરમાં વંટોળ આખા ગામમાં ફેલાઈ ગયો. તેની સાથે ખૂન... ખૂન જેવા શબ્દો ગુંજવા લાગ્યા. વુક્ષ મૌન થઈ ગયાં. મંદિરમાં અંધકાર છવાઈ ગયો. મૂંગાં જીવોએ ચાવવાનું છોડી દીધું! હવાએ માર્ગ બદલી દીધો છે. ને હવે આકાશ-પાતળમાં એકજ શબ્દ ગુંજી રહ્યો છે. “વજનું ગજ થઈ ગયું.” 

ગામના ચોરા ઊપર બેઠેલાં વડીલો વાતો કરતાં હતાં. મોનાભીખાનો દીકરો યુવાનીના જોરમાં આવી ગયો. બિચારો ભલો માણસ હતો. કાળુમગન. પણ કાંરેન્ગ્ડું કાપે ઇમ કાપી નાખ્યો. પૈસો જ વેર કરાવે હોં ભાઈ ! વાત તો એવી સાંભળવા મળી હતી કે મોનાભીખાના ધમાને પૈસાની જરૂર હશે ત્યારે કાળુમગનએ ઉછીના કંઈક આપ્યા હશે. કેટલા આપ્યા એ તો હજું એ કોઈને ખબર નથી પડી. પણ, કાળુમગનને જરૂર હતી તો રૂપિયા પાછા માંગ્યા હતા.પણ,ધમા જોડે પૈસા તો હોવા જોઈને ભાઈ..! આટલી જ વાત હતી. એમાં હાહાકાર મચી ગયો. એટલામાં પરબતકાકા આવ્યા. વડીલોની વાતને આગળ વધારતા કહ્યું, “આતો ક્યારનું એ કુટાટું હતું, સમજ્યા? આમાં બેની વચ્ચે ત્રીજો ફાવી ગયો. હમજ્યા વડીલ ! થોડા દિવસ પહેલા પસોધનજી આવેલો, ધમા પાસે! પંચાયતની જમીન માટે સહી કરવા એટ્લે ધમાએ ધસી ન ના પાડી! હવ, ભાઈ ધમો નવો - નવો સરપંચ બનેલો, કોઈના મનને કળવાની તેનામાં ક્યાં આવડત છે. તેનો ફાયદો ઉઠાવ્યો. પસાધનજીને ખબર હતી. કાળુમગન અને ધમા વચ્ચેની લેવડ-દેવડની એટ્લે કાળુમગનને પાણી ચઢાવ્યું. હું ઊંચું વ્યાજ આપીશ મને પૈસા આપો કહી વચ્ચેથી ખસી ગયા. ને વ્યાજની ધેલછામાં કાળુભા એ ધમાને પાદરમાં બોલાવ્યો આટલી જ વાત ! પછી આ તો ચઢતા લોહી કેવાય! આગળ પાછળનું કોય વિચાર્યુ નહીં ને હાથમાં આવ્યું, તે ઠોકી બેસાડયું. પેલી કહેવત છે; “ને કજીયાના મૂળ કાળા.”

એટલામાં પોલીસનો ડબ્બો આવ્યો. પાદરમાં ઊભેલા લોકોને પૂછપરછ કરીને બે-ચાર ફોટા પડ્યા. કાળુભાની બોડીને બાજુમાં આવેલા સરકારી દવાખામાં પહોંચાડી, ધમા વિશે પૂછપરછ કરી. ધમો ગામના લોકોની બીકે ઘરમાં સંતાઈ ગયો હતો. કાળુભાના દીકરા તો મારી નાખે એટલા વના કરતા હતા. પણ, ગામના સમજુ વ્યકિતઓએ સમજાયા, કાયદાને હાથમાં ના લેવાય...! એટલે મનને શાંત કર્યું. ધમાના ઘર તરફ પોલીસ વળી ત્યાં તેની પત્ની બેભાન થઈ ઢળી પડી. તેના માતા - પિતા બે હાથ જોડી સાહેબ... સાહેબ હવે આવી ભૂલ નહીં કરે માફ કરી દો! નાદાન છે. કહી કગરતા રહ્યા ને પોલિસએ ધમાના હાથમાં હાથકડી ભરાવી બેસાડી દીધો ડબ્બામાં!

એટલામાં તો સુનકાર છવાઈ ગયો. પશુ-પંખી, વુક્ષઓ બધા જ જાણે પાતાળમાં ચાલ્યા ગયા ના હોય! ઈમ, પાદરથી ભાગોળ સુધી ભેંકાર સ્થિર થઈ ગયો. એક બાજુ મરશિયા ગવાય છે. તો બીજી બાજુ જુવાન દીકરાના હાથમાં હાથકડીનો વિલાપ કરતાં માતા-પિતાનો શોર કાને અથડાય છે. “કાલનો દી ને આજની રાત ગજબ થઈ ગયો. જશી ! કોઈનીયે ખબર હતી. કાલ શું થવાનું છે. આ દિવાળીના દિવસોમાં જ હોળી-ધૂળેટી રમાઈ! કોને ખબર હતી આ તહેવારના રંગો લોહીના હશે !”

આખું ગામ સજાવટમાં હતું. દિવાળીની અદ્ભૂત તૈયારીઓ અને સજાવટ તો મણિપુરમાં જોવા મળે! બાળકોથી લઈ વડીલ સુધી બધા જ નિરાશાની દુનિયામાં ધકેલાઈ ગયા. કોઈના ચહેરા ઊપર હવે તહેવારનો ઉમંગ નહોતો દેખાતો...! જશી બોલી, “હમમ... !” ત્યાં ચંપાને કહ્યું, “જવાન દીકરાએ બાપ ખોયો. ને ઊંમરલાયક માતા-પિતાએ જવાન દીકરાનો સાથ ખોયો.”

ધમાને ફૂલ જેવી દીકરી હતી. તે બાપના પ્રેમથી વંચિત રહી ગઈ ! અહંમ અને રૂપિયાએ ધોળાં દાહડે તારા દેખાડ્યાં. ધમાના જીવતરમાં તો ધૂળ પડી. પણ તેના પરિવારને પણ ભોગવવું પડશે! એકવાર મનખા ઊપર ડાધ પડી ગયો હવે ધોબી ગમે તેમ ધુવે પણ કાઢી ના શકે ! પાખોવાડમાં મણિપુરનું નામ હતું. મણિપુર એટલે આજના સમયનું નંદનવન હતું. પણ તેના પાદરમાં બહારવટિયા ખેલાયા એટ્લે અર્થનો અનર્થ થઈ ગયો...! હવે સાંજ ઢળતી જાય છે. પંખી પોતના માળામાં પાછા આવી ગયા છે. સૂર્યે પોતાનું અસ્તિત્વ સમેટી લીધું છે. રાત વિતતી જાય છે. દિવસ ઊગતો જાય છે. ને સમય દોડતો જાય છે. ત્યાં સળીયાની વચ્ચે રહેલા ધમાને એક્જ ઈચ્છા પૂછવામાં આવી છે. ને...! ત્યાંજ ધમાથી એકજ વાક્ય બોલાય છે. કર્મની ગતિ ન્યારી છે. ધીરજના ફળ મીઠા છે. આંખો બંધ કરે છે. દરેક સ્વજનને યાદ કરી છેલ્લે ભરત માતા કી જય બોલે છે. ત્યાં, જેલર સાહેબ ઓર્ડર આપે છે. ને દોરડું ખેંચાય છે. પછી...


Rate this content
Log in

Similar gujarati story from Crime