સ્વાભિમાની મિત્ર
સ્વાભિમાની મિત્ર
સુરજ નામે એક ગામ હતું. તે ગામમાં ભીખાભાઈ નામના એક દરજી રહેતા હતા. પત્ની ગંગાબેન બે -વરસ પહેલા જ પ્રભુના દરબારમાં ચાલ્યા ગયા હતા . દેવના-દીધેલા તેમને બે પુત્રો હતા. એક પુત્રનું નામ વીર અને બીજા પુત્રનું નામ શહીદ. બંને પુત્રો ખુબજ હોશિયાર હતા . પોતે સામાન્ય દરજી હતા. પરંતુ પુત્રોને શાળામાં ભણવાનો ખૂબજ મનસૂબો હતો. પુત્રોની ભવિષ્યની ચિંતા સાથે ખાટલો પાથર્યા. સવારમાં મુખી પાસે જઈશ એવા વિચારોની સાથે પછેડી ઓઢી દીધી. ને શરીરને સંકેલી લીધું. પાછું મન વિચારે ચઢયું. લગભગ સવાના ચાર વાગ્યા હતા. સુમસામ પાદરમાં કુકડા સિવાય બીજું કોઈ જાગતું નહોતું. ભીખાભાઈ આખું પાદર ફરી આવ્યા. પશુ -પંખી સિવાય કોઈ જાગતું નહોતું. પાછા આવી હોકો ચઢાવ્યો. વીર અને શહીદ બંને ભર-ઊંધમાં હતા. ભીખાભાઈ બંને દીકરાઓના ચહેરા સામે જોઈ રહ્યા હતા, ત્યાં ગંગા”બા“ નો ચહેરો સામે આવી ગયો. ને આંખો ભરાઈ આવી. હોકો પાયાને ટેકાવી ઊભો રાખ્યો. આંખો લૂછી શિરામણિની તૈયારી કરી.
ત્યાં વીર અને શહીદ બંને ભાઈ ઉઠ્યા. પિતાનો ચહેરો જોઈ વીર મુઝાઈ ગયો. નક્કી, પિતા કંઈક ચિંતામાં છે. વીર પિતાના કડક સ્વભાવને લીધે પૂછી શક્યો નહિં. ને આંખો ચોળતો -ચોળતો ઓસરી તરફ ગયો. એટલામાં તો પુત્ર શહીદ એ બૂમા -બૂમ કરી દીધી. ઓ ...બાપુ... ઓ...બાપુ. ઉઠો ને.. .વીર ...વીર જોને બાપુ સૂઇ ગયા છે. ઉઠતાં નથી. એમ બોલતો જાય ને ડૂસકાં ભરતો જાય. શહીદનો અવાજ સાંભળી વીર ઓસરીમાંથી દોડતો આવ્યો. તે ભાઈને રડતો જોઈ, ડૂસકાં ભરતો પાડોશમાં ગયો. ને કાશીબાનો હાથ પકડી તેમને ઘરમાં લાવ્યો. અલ્યા, મારા રોયા ચય લઈ જાય છ.પછી તો કાશીબા એ આખી શેરી ભેગી કરી. ભીખાભાઈને એડક આવ્યો. ગામના લોકો એ સ્મશાનની વિધિ પૂરી કરી ને ભીખાભાઈના દેહ-નું અગ્નિ દાહ કર્યું. વીરએ સમય આઠ વરસનો હતો. જયારે શહીદ લગભગ અગિયાર વરસનો હતો. પિતાના અવસાન બાદ બંને,ભાઈ લોકોનું ટોપું-ટોયું કરી પેટ ભરતા હતા. બંને ભાઈઓનો માસુમ ચહેરો જોઈ ગામના મુખીને નવો વિચાર આવ્યો. ને લાગણીના ભાવ સાથે વીરને ગામની શાળામાં ભણવા બેસાડ્યો.
વીર ભણવામાં હોશિયાર નીકળ્યો. હોશિયાર હોવાના કારણે તે મિત્રો અને શિક્ષકનો વ્હાલો બન્યો. શાળા દરમિયાન વીરને “ભરત“ નામનો છોકરો મળ્યો. બંને શાળાએ સાથે જતા હતા. ભરતના પિતા સરકારી વકીલ હતા. એટ્લે પૈસે ટકે તેઓ ખુબજ સુખી હતા. ભરત અને વીર વચ્ચે ધીરેધીરે ગાઢ મિત્રતા બંધાઈ. ભરત સુખી પરિવારનો દીકરો હોવાથી પોતાની પાસે પેન-પેન્સિલ, કંપાસબૉક્સથી લઈ અનેક ચીજ-વસ્તુઓ હતી. .જ્યારે વીર પાસે સારી પેન્સિલ ના પણ સૉસા હોય ! ભરત પાસે અનેક ચીજ-વસ્તુઓ જોઈ ધણીવાર વીર મનોમન નિરાશ થઈ જતો .અને મનમાં બબડ્તો પણ ખરો ..! ભરત પાસે કેવા સરસ કપડાં-દફતર ,ચોપડીઓ, નોટો, પેન-પેન્સિલ જેવી ધણી ચીજ-વસ્તુઓ છે. મારી પાસે કેમ નથી ? આમ વીરને નિરાશ થતો જોઈને ભરતને ખૂબજ દુઃખ થતું. ત્યારે વીરને એ કેવી રીતે ખુશ કરી શકે તેનો વિચાર કરવા લાગતો. પરંતુ ભરત જો વીરને હાથો હાથ વસ્તુઓ આપ
ે તો કદાચ વીર તેનો સ્વીકાર ના પણ કરે ! અને કદાચ કરે તો પોતાની જાતને કોષે. તેને એવું લાગે કે પોતે ગરીબ છે ..! અનાથ છે. એટ્લે હું ચીજ-વસ્તુઓ આપી પોતાની જાતને સુખી બતાવવા માગું છું.વીર પાછો સ્વાભિમાની છોકરો હતો. એટલે તેના સ્વાભિમાનને ઠેસ પહોંચે પણ ખરા. વીરે ક્યારેય કોઈ ની પાસેથી વસ્તુ માંગી નથી .પછી ભલે પોતાની વસ્તુ જૂની-તૂટેલી, સાંધેલી હોય પરંતુ પોતાની જ વસ્તુઓનો ઊપયોગ કરતો હતો. એટલે ભરત પોતના મિત્રના સ્વાભિમાનને ઠેસ ના પહોંચે તેવી રીતે મદદ કરવા માંગતો હતો.
એટ્લામાં ભરતને એક દિવસ અચાનક એક રમત સૂજી ને વીરને કહ્યું,"ચાલ આપણે બંને રમત રમીએ." ત્યારે વીરએ પૂછ્યું, "કંઈ રમત છે ?" ભરતએ કહ્યું, "રમત તો દરોજ અલગ-અલગ રહેશે. પણ ,શરત એક જ રહેશે. કંઈ શરત ! ભરત હા ,જો વીર. રમત રમતા-રમતા હું હારી જઉ તો હું મને ગમે તે વસ્તુ તને આપીશ અને ત્યારે તેનો સ્વીકાર તારે કરી લેવાનો રહેશે .એવી રીતે તું હારે તો મને આપજે.બરાબર." વીરને આ શરત ગમી. તે રમત રમવા તૈયાર થયો.
પહેલા તો બંને મિત્રોએ છાપા-કાંટા કરી સિક્કો ઉછાળૉ. પ્રથમ દાવ વીરનો આવ્યો. ભરતે મનમાં વિચાર કરી લીધો. રમત મારે હારવાની છે. ગમે તે થાય. આમ, ભરત રમત હારતો ગયો અને પોતના પ્રિય મિત્ર વીરને જીવનમાં જે -જે વસ્તુની જરૂરિયાત હતી તે વસ્તુઓ આપતો જ રહયો. જેથી વીર પણ ખુશ રહેતો ને પોતાના વિજયનું અભિમાન પણ કરતો હતો. વીરને ખુશ જોઈ ભરત પણ એટલો જ ખુશ રેહેતો જેટલો વીર રેહેતો હતો .
આમ કરતા કરતા બંને મિત્રો મોટા થયા. ભણીગણીને વીર પ્રોફેસર બન્યો. ભરત M .D ડૉક્ટર બન્યો. બંને મિત્રો ત્યારબાદ સમયાંતરે લગ્ન
ગૃહસ્થીમાં જોડ્યા. મોટા ભાઈ શહીદે વીર માટે જીવન આખું કુરબાન કરી દીધું. ધીરે ધીરે સમય વિતતો ગયો. બંને મિત્રોને દેવના દીધેલ બાળકોમાં દીકરી અને દીકરો બંને હતાં. સમયની સાથે બાળકો પણ મોટા થયા. બાલ્યાવસ્થામાં પ્રવેશેલા પોતાના બાળકોને રમતા જોઈ બંને મિત્રોને પોતાનું બાળપણ યાદ આવી ગયું. બાળપણની વાતો વાગોળતા -વાગોળતા શાળા દરમિયાન તેઓ કેવી મસ્તી અને સ્પર્ધા કરતાંતા તેમાં કોની હારજીત થતી અને જીતીને વીર કેવો ઉછળી પડતો અને હું હારમાં પણ ખુશી મનાવતો. "ખરેખર વીર એ દિવસોનો રંગ કંઈક અલગ હતો." ભરતે વીતેલી વાતો યાદ કરી. "હા ભરત, પણ હું દરેક સ્પર્ધામાં જીતી જતો." વીરે કહ્યું.
"હા ,કેમ ? એવો પ્રશ્ન પૂછ્યો ?" ભરતે સવાલ કર્યો."
"ના,આતો મને એવુ લાગ્યું એટલે પૂછ્યું ને પોતે જાણી જોઈને દરેક રમત હારી જતો એ વાત વાતો -વાતોમાં બતાવી દીધું. ને વીરની આંખો ભરાઈ આવી હતી. ત્યાં બંને મિત્રો ફરી બાળપણના સંસ્મરણોની સામે ભેટી પડ્યા હતા. ને સ્વર્ગસ્થ પિતાનો ચહેરો નજર સામે આવતા જ ઉદાસીની ઝલક સાથે બંને મિત્રો ખડખડાટ હસી પડ્યા. ને પાપા ચાલો ઘેર એવી બૂમની સાથે સૂર્ય આથમી ગયો. બંને હાથમાં બંને બાળકોની સાથે હું પણ ધૂળ ઉડાડતો ઉડાડતો પાછા પગલે ઘર તરફ વળ્યો.