પડ્યું પાન નિભાવ્યું
પડ્યું પાન નિભાવ્યું
લગભગ સાંજનો સમય હતો. સરિતાને યાદ હતું. પહેલીવાર સુરત શહેર તેને જોયું. આ શહેર સરિતા માટે નવી દુનિયા જેવું હતું. આ શહેરના લોકો પણ સરિતા માટે અજનબી જેવા હતા. સરિતાનો પરીવાર પણ આજે તો તેના માટે નવો જ હતો. પતિથી માંડી ઘરના દરેક સભ્ય સાથે સરિતાએ સુમેળ સાધવાની શરૂઆત કરી હતી. વિવેકના પરીવારને પોતાનો માનતી હતી. પરંતુ કુદરતને કદાચ આ સબંધ તેમાંનો પ્રેમ મંજૂર નહોતો. એટલે જ જ્વાળામુખી ફાટ્યો.
"છપ્પર પગી, તારા ટાટિયાં પડ્યા ને હું બરબાદ થઈ ગયો." સવારના પહોરમાં જ ચાલુ થયું, છતાં સરિતા ચૂપ રહી. એટલામાં તો પાણીનો લોટો છૂટો આવ્યો. ક્યાં મરી...! ટુવાલ લાવ. સરિતા ગભરાટ સાથે બાથરૂમ નજીક આવી હાથ લંબા. ત્યાં પાછો અવાજ આવ્યો. "લાવને કાળમુઢી." ખરેખર, સરિતા તો ગભરાઈ ગઈ હતી. ગભરાટ સાથે મનમાં બબડી ઊઠી, "શું ? મારા આવ્યા પહેલાં નગરશેઠ હતા. રાજ-પાટ તે ખોવાઈ ગયાં...!" આમના ઓરડામાંથી પાછો અવાજ આવ્યો. "શું ? સમજે છે તું?" સરિતા કંઈ બોલે, એ પહેલાં તો ગભરાટ વીંટળાઈ ગયો.
આમ, અચાનક વિવેકે તોછડાઈ ભર્યુ વર્તન કેમ કર્યું. તે સરિતા સમજી શકી નહીં. એ ભયંકર દિવસ હતો. એજ દિવસની રાત હતી. દોષોની પોટલી ઓઢી લીધી. સૂકાયેલા આંસુઓની સાથે ચીસો પાડી પાડીને કહેવા લાગી ! "કેવા સ્વપ્ન સેવ્યા હતા. કંઈ બગાડ્યું હતું મારા બાપુજીએ ! દીકરી દીધી એજ ગુનો કર્યો નહીં ? તે આંખમાં કણ પડ્યાની માફક કુચવા લાગી હું. આજે એ વાતને બે વરસ વીતી ગયા હતા."
સવારના પાંચ વાગ્યા હતા. ધડિયાલનું લોલક રણકયું. સરિતા આંખોને ચોળતાં-ચોળતાં ઊભી થઈ ત્યાં, આશ્ચર્યનો પાર ના રહયો. હસતો ચહેરો. સરિતાએ પાછી આંખો ચોળી, ફરી તપાસ કરી. હું ઊંધું છું. કે જાગ્યું છું ? કંઈ જ ખબર પડતી નથી. ગાલ ઊપર ટાપલી મારી ચેક કર્યું. ખરેખર, હું જાગું છું ! હાથ આગળ તરફ વધાર્યો. પહેલા તો વિશ્વાસ ના બેઠો. સ્પર્શ કરવાની કોશિશ કરી. ત્યાં તો વિવેક જ ઊભો હતો. ઓહ ! ખરેખર પાણી નેવે બેસે એવી વાત છે. ધણા વરસો વીતી ગયા. પર્વતમાંથી નીકળે નદીને ! ક્યારેય પાછું વળીને જોયું નથી. ને આમ, અચાનક સાગર પાસેથી રજા કેવી રીતે લીધી. કંઈ સમજાયું નહીં. જરાક શંકાશીલ જેવું મને લાગ્યું. જે પતિ વરસો પહેલાં પૈસાના મોહમાં ખોવાઈ ગયો હતો તેજ આજે પાછો ફર્યો છે. અહંમ ખરેખર પિંગળી ગયો હશે આ માણસનો ? એવા ભાવો સાથે સરિતાના ભીતરમાં વીતેલી ક્ષણ દોડવા લાગી. ત્યાં અવાજ આવ્યો. "અરે ! સરૂ હું વિવેક છું. તારો વિવેક છું." બસ, આટલા જ શબ્દો સાંભળીને સરિતા ધેલી થઈ ગઈ. પણ ! ક્યાં ખબર હતી. તેને ચંદ્રએ પહેલેથી જીવનની ખુશીઓ ઊપર ગ્રહણ લગાડેલું છે. જ્યાં સરિતા વિવેકને ભેટવા જાય છે. ત્યાં વિવેક શરાબની બોટલ શોધવા લાગે છે. મોહ-જાળમાં ફસાયેલા વિવેકને સરિતાના રૂમમાં બોટલ મળતી નથી. એટલે વિવેક પાછો સરિતાને ધક્કો મારી બહાર ચાલ્યો જાય છે. ત્યાં સરિતા એકાએક બોલી ઊઠી, "અરેરે જિંદગી આટલી બધી કુરતા એક નારી ઊપર ! એ પણ ધંધો ના ચાલે તેમા મારો વાંક ? એ તો સૌના ભાગ્યની અને પરિશ્રમની વાત છે. સરિતાની આંખોમાં આંસુ છે. હિમ્મત કરી ઊભી થાય છે. સામે ટેબલ ઊપરથી પેન અને પત્ર લઈ આવે છે. ધ્રુજતા હાથે પત્ર લખે છે.
હે પ્રિય સખી,
તું મજામાં હશે. તારા માતા-પિતા પણ કુશળ હશે. હે, સખી પ્રશ્નો અનેક છે. તેના જવાબ મને મળતા નથી. કદાચ તારી પાસેથી મળી જાય. અંધકારની જેમ હું સ્થિર થઈ ગઈ છું. ખબર નથી પડતી, ઉજાસ ક્યારે નીકળ છે. ચંદ્ર અને તારા પણ મને સાથ નથી આપતા. કાશ તું આપી શકે એવી આશા સાથે પત્ર લખું છું. તને યાદ છે? ગામના પાદરે કેવી રમતો રમતા હતા. ગુંજન, રેશમા, જલ્પા અને હું દોડપક્કડની રમતમાં હરાવતી હતી. સુર-ચાકની રમતમાં તું પહેલેથી હોંશિયાર હતી. તેમાં અમે બધાં જ ઠોઠ હતાં. વડની વડવાઈ પકડીને હિંચકા ખાવાની મજા કેવી આવતી હતી. પછી તું અને ગુંજન પેલા રાયણના ઝાડ ઊપર ચઢી રાયણ વિણીને કેવા ઢગલા કરતા હતા. ચોમાસામાં ભીની માટીની સુગંધ અને એ સુગંધના નશામાં ઘર બનાવતા ત્યારે ગુંજન ઢોર - ઢાંખરના પગમાં દબાઈ ગયેલા ઘરને ફરી - ફરી એકનું એક ઘર બનાવતી ત્યારે આપણે તેને પાગલ સમજતા હતા. પરંતુ તેની ઘર પ્રત્યેની લાગણી હું કે તું ક્યારેય સમજી શક્યા નહોતા. કાશ, એ સમજી શક્યા હોત તો આજે ધણું શીખવા મળ્યું હોત. ચેતના થોડા દિવસ પહેલાં જ ગુંજનનો પત્ર આવેલો. તેને લખેલું પોતે સાસરિયામાં ખૂબજ ખુશ છે. અને તું ભાગ્યશાળી છે. શહેરમાં રહે છે. આગળ લખ્યું હતું. ગુંજન તને તો રાજકુંવર જેવા જીજુ મળ્યા છે. સાગર જેટલો પ્રેમ વરસાવતા હશે નહીં ? ત્યારે હું ખડખડાટ હસી પડેલી. ચેતના ખરેખર ગુંજનના એ શબ્દો સાર્થક હોત તો ! જીવનની મજા કંઈક જુદી જ હોત ને...!ચેતના હું ગગન માર્ગ ભૂલું પડેલું પંખી છું. પાછા ફરવાનો માર્ગ શોધું છું. પણ મળતો નથી. મારી ચીસોનો અવાજ દર્દમાં ફેરવાઈ જાય છે. તે કોઈના સુધી પહોંચે એ પહેલા તો અદ્રશ્ય થઈ જાય છે. હવે તો મને આદત પડી ગઈ છે. આ જખમ પીવાની...! પણ શરાબની બોટલ વિવેકને પીવે છે. બોટલને પણ ખાલીપો હશે. એટલે તો વિવેકના મન - તન અને વિચારમાં ઊતરી જાય છે. તે પણ જ્ખ્મી લાગી મને તો.
હે પ્રિય સખી,ચેતુ. સુર્ય અંધકાર તરફ ધસી રહ્યો છે. ચારેબાજુ શૂન્યવકાશ નજરે પડે છે. ધરતી ઊપર અમી ખૂટી રહયાં છે અને હું પણ હારતી જાઉં છું. આજે આ પત્ર મારો શ્વાસ બન્યો છે. અચાનક સુખનો સૂરજ નીકળે છે અને પાછો અદ્રશ્ય થઈ જાય છે. ચેતુ જ્યારે વિવેક પ્રેમથી સરુ કહીને બોલાવે છે ત્યારે આંખોમાં ઝાકળ છવાઈ જાય છે. જાણે આખી દુનિયાની ખુશી મારી ઝોળીમાં ના હોય ! પરંતુ જ્યારે તે શરાબને પ્રેમ કરે છે, ત્યારે મારી સાથે બેવફાઈ કરે છે. ચેતુ આ સમયે મારી ભીતર મને કોરી ખાય છે. અને કદાચ આ પત્ર તને મળે એ પહેલા તો મને કેટલી કોરી ખાધી હશે એનો અંદાજ તો તું જ લગાવજે. બસ, હવે કલમ ધ્રુજે છે. પત્ર મારો શ્વાસ છે. પત્ર વાંચીને વળતો જવાબ આપીશ એવી આશા રાખું છું. તારી પ્રિય સખી સરિતાના પ્રણામ.
જ્યાં શ્વાસ લઈ ઊભી થાવ છું ત્યાંજ પાછો અંદરથી અવાજ આવે છે. "ક્યાં મરી ગઈ છપ્પર પગી." અને સરિતા ધ્રુજતા આવજે બોલી આવી...! ત્યાં (સરિતા મનમાં બબડે છે. આજે તો મને પસંદ કરો કાંતો બોટલને બંનેમાંથી એકજ રહેશે.) ત્યાંજ બોટલનો અવાજ આવે છે. વિવેકના હાથમાંથી બોટલ નીચે પડે છે. સરિતા મનોમન ખુશ થાય છે.
