ક્રિકેટ
ક્રિકેટ


ક્રિકેટ એ બધાની મનગમતી રમત છે. અત્યારે તો ક્રિકેટનો માહોલ સર્જાયો છે. બધાને સચિન તેંડુલકર અને ધોની બનવું છે. ક્રિકેટ એ બધાને ગમતો શબ્દ લાગે છે? જ્યારે ક્રિકેટની સીઝન ચાલુ થાય ત્યારે બીજું બધું થંભી જાય છે. તમને ખબર છે આપણી જિંદગી એ પણ ક્રિકેટ જ છે. દુનિયાના મેદાન પર જિંદગીની ક્રિકેટ રમીએ છીએ. રમતમાં ખેલદિલી ખોઈ ના નાંખશો. પરમાત્મા આપણા અમ્પાયર છે. કર્મોની કાતિલ બોલિંગ સામે આપણે કર્તવ્યની જાનદાર ને શાનદાર બેટીંગ કરી લેવાની છે. ઉંમરની પીચ ક્યારે ટર્ન લે એ કંઇ કહેવાય નહીં. એકાદ ભૂલ કે અન્યાય ના નિસાસાથી બોલ એવો મૂવ થાય કે ફટકો ક્યાં મારવો એની મથામણમાંથી તો ક્લીન બોલ્ડ થઈ જવાય અને અવસર, મહેનત અને નસીબના ત્રણેય સ્ટમ્પ ઉખડી જાય. એકાગ્રતા ધૈર્ય અને સૂઝ ક્રિકેટ માટે બહુ જરૂરી છે. જીવનમાં પણ આ ત્રણ વાતો જ મહત્વની ભૂમિકા ભજવે છે.