Manishaben Jadav

Inspirational

4.7  

Manishaben Jadav

Inspirational

કોરોના પહેલા

કોરોના પહેલા

2 mins
158


  અનિતા અને આકાશની સગાઈને બે મહિના થયા હતા. બંને ખૂબ હતા. ખુશ થવાનું એક કારણ એ પણ હતુ કે બંનેએ પોતાની પસંદગી અને મરજીથી પાત્ર પસંદગી કરી હતી. બંનેના પરિવારજનો પણ તેમના માટે ખુશ હતા.

આઠેક મહિના પછી લગ્ન લેવાના હતા. આમ જોવા જઈએ તો આઠ મહિના એટલે ખાસ્સો સમય કહેવાય. બંનેના મનમાં તરવરાટ અને થનગનાટ હતો. ઘણા ઘણા સ્વપ્ન બંનેએ આગળની જિંદગી જીવવા માટે જોયા હતા. બંનેનું સાથે હરવું ફરવું. જીવન માણવાની બધી ઈચ્છાઓ પૂર્ણ કરવી હતી. બંને પૈસે ટકે ખુશી હતી. બંનેના પરિવારજનો પણ આધુનિક વિચારસરણી ધરાવતા હતા. ન કોઈ રોકટોક. બસ મળેલ જીવન માણવું હતું.

પણ આ શું ? કહેવાય છે કે જિંદગી જેટલી ધારીએ એટલી સરળ પણ હોતી નથી. આકાશને એક બિમારી લાગુ પડી. શરીર નબળું પડતુ જાય. અને ખાવાનું કશું ભાવે નહિ. ઘણા દવાખાને ફરી લીધું. પણ ક્યાંયથી કોઈ ઉપાય ન મળે. અનિતા બધું કામ છોડીને આંખો દિવસ આકાશની સેવા ચાકરી કરે. આકાશને મન થોડું માઠું લાગે કે કેવી જિંદગીની કામના કરી હતી. કેવી જિંદગી મળી. તે અનિતાને વારંવાર કહ્યા કરે, 'તું કોઈ બીજા છોકરા સાથે પરણી જા. આમ તું મારા માટે તારી જિંદગી વ્યર્થ ન બગાડે.'

અનિતા કહે, ખુશીમાં જ સાથ આપી શકે, દુઃખમાં ન આપે એટલો મારો પ્રેમ સ્વાર્થી નથી. સુખમાં સાથે હતા એમ દુઃખનો પણ હિંમતથી સામનો કરીશું. બાકી છે નસીબમાં હશે એ થશે. બંને ઈશ્વરની માનતા કરવા લાગ્યા.  ધીમે-ધીમે તબિયતમાં સુધારો આવ્યો. આકાશ સાવ સાજો થઈ ગયો. બંનેએ ધામધૂમથી લગ્ન કર્યા. બંનેના ચહેરા પર ખુશીની ઝલક હતી. આકાશનાં મમ્મી બોલ્યા,"સુખ હોય કે દુઃખ સાથ દરેક મુસીબતમાં સમાધાન આપે છે."


Rate this content
Log in

Similar gujarati story from Inspirational