Desai Gaurang

Abstract Inspirational

3  

Desai Gaurang

Abstract Inspirational

કોરોના કાળનું ઓનલાઈન શિક્ષણ

કોરોના કાળનું ઓનલાઈન શિક્ષણ

6 mins
341


 હાલમાં ભયાનક કોરોનાકાળ ચાલી રહ્યો છે ત્યારે સમગ્ર વિશ્વમાં શાળા-મહાશાળાઓ બંધ છે. હાલમાં શાળાઓ ભલે બંધ છે પણ શિક્ષણ તો ચાલુ જ છે. કોરોના વાઇરસના સંક્રમણના કારણે સરકાર પાસે બાળકોને વર્ગખંડમાં શિક્ષણ આપવું શક્ય નથી. બાળકોને શિક્ષણથી વિમુખ થવું પણ બાળકોના બૌદ્ધિક વિકાસ માટે અવરોધરૂપ છે. આથી આ સમસ્યાનો એક માત્ર ઉપાય ઓનલાઇન શિક્ષણનો રહ્યો છે. એક સમય એવો હતો કે મોબાઈલને બાળકથી દૂર રાખવાનું કહેવામાં આવતું હતું અને આજે બાળક એજ મોબાઈલની મદદથી ઓનલાઇન ભણી રહ્યો છે. આ ઓનલાઇન શિક્ષણ કેટલું ઉપકારક છે કે આવેલ સંકટમય પરિસ્થિતિને સાંભળનારું છે એતો સમય જ બતાવશે. વિશ્વના બધા દેશોની શિક્ષણ વ્યવસ્થા હાલ મરી-મરીને ચાલી રહી છે જેને બચાવવા માટેનું એકમાત્ર વેન્ટિલેટર મોબાઈલ જ છે.

   ઓનલાઇન શિક્ષણ એ વિષય જ શિક્ષક અને વિદ્યાર્થીઓ સાથે જોડાયેલો છે. આથી ઓનલાઇન શિક્ષણ સાથે બીજા ધંધાવાળા લોકોને કોઈ ફરક નહીં પડે કે તેઓ ઓનલાઇન શિક્ષણ આપવામાં આવતી સમસ્યાઓથી અવગત નથી. પણ આજે નહીં તો કાલે કોરોના વાઇરસ પરિસ્થિતિ કાબુમાં નહીં આવે તો અન્ય લોકોએ પણ ઓનલાઇન શિક્ષણ વ્યવસ્થામાં ભાગ લેવો પડશે અને સાથ - સહકાર આપવો પડશે. કારણ કે શિક્ષણ તો માનવનો મૂળભૂત અધિકાર છે. શિક્ષણ પર જ સમાજના ઘડતરનો આધાર રહેલો છે. માટે 'જાગ્યા ત્યારથી સવાર' સમજી શિક્ષણની જવાબદારી ફક્ત સરકાર પર છોડયા વગર જનતા એ જ સમસ્યાઓનો નિકાલ કરવો પડશે. જો આપણે હાલની પરિસ્થિતિને ધ્યાનમાં લઈને શિક્ષણ વ્યવસ્થા વિશે ચિંતન કરીએ તો આપણને ખ્યાલ આવે કે ઓનલાઇન શિક્ષણમાં કેટલી ખામીઓ છે. આ સાથે એ ખામીઓને સુધારવાના ઉપાયો પણ છે.

   એક સમયે એમ કહેવામાં આવતું હતું કે મોબાઈલથી બાળકોની આંખો ખરાબ થાય, બાળકોના મગજના જ્ઞાનતંતુઓ પર મોબાઈલના રેડિયેશનની ખરાબ અસર થાય, ઈયર પ્લગ કાનમાં સતત નાંખી રાખવાથી કાનના પડદા પર ખરાબ અસર થાય છે. બાળકોના બૌદ્ધિક વિકાસ માટે મોબાઈલ ખતરારૂપ જ છે. આટલા બધા અવગુણોને કારણે મોબાઈલ ને બાળકથી લાંબા સમય સુધી દૂર રાખવાનું કહેવામાં આવતું હતું. અને આ બધી વાતો કોઈ સામાન્ય વ્યક્તિ નહીં પણ શિક્ષણવિદો, મનોચિકિત્સકો, મનોવિજ્ઞાનિકો અને ડોક્ટરો કહેતા હતા. એટલે આપણે એક વાત તો માનવી પડે કે મોબાઈલનો વધુ ઉપયોગ બાળકના સ્વાસ્થ્ય માટે હાનિકારક તો છે જ. કારણ કે આ બધા નિવેદનો ફાલતુ હોતા નથી. કેટલાય વૈજ્ઞાનિકો દિવસ -રાત સંશોધનો અને પ્રયોગો કરી તેના તારણોના આધારે આ બધા નિવેદનો આપતા હોય છે. એટલે મોબાઈલના રેડિયેશનની ઘાતક અસરો એ મોબાઈલ દ્વારા ઓનલાઇન શિક્ષણનો સૌથી મોટો ગેરફાયદો બની જાય છે.

    શિક્ષણ પ્રક્રિયામાં આંખો અને કાનનો ઉપયોગ થતો હોય છે માટે વિદ્યાર્થીની આંખો અને કાન બંનેને અસર થાય છે. શિક્ષણ પ્રક્રિયાને સફળ બનાવવા માટે ધ્યાન અને રસ બંને જરૂરી છે. એટલે વિદ્યાર્થીને ઓનલાઇન કલાસમાં ભણવા માટે કલાસને ખલેલ પહોંચાડતા બાહ્ય અવાજને રોકવો પડે, માટે વિદ્યાર્થીઓ ઈયર પલગનો ઉપયોગ કરશે. જેનાથી તેમના કાનના પડદા પર ગંભીર અસર થશે. લાંબા સમય સુધી ઈયર પ્લગને કાનમાં નાંખી રાખવાથી વિદ્યાર્થીની શ્રવણ ક્ષમતા નાશ પામે છે. જે ઓનલાઇન શિક્ષણનો બીજો સૌથી મોટો ગેરફાયદો થઈ જાય છે.

  ઓનલાઈન શિક્ષણમાં મોબાઈલ મહત્વનું અંગ હોવાથી આંખો અને કાન બંનેને આંશિક કે મોટું નુકશાન થવાનો ભય રહેલો છે.

    ઓનલાઇન કલાસ મોબાઈલ દ્વારા લેવાતો હોવાથી પાઠ્યપુસ્તકમાં આપેલ વિષ્યવસ્તુમાં જો કોઈ પ્રવૃત્તિ હોય જેમાં વર્ગના બધા વિદ્યાર્થીઓનો સમાવેશ કરવાનો હોય તો તે થઈ શકતી નથી. આથી પ્રવૃત્તિમય શિક્ષણ કે પ્રવૃત્તિ દ્વારા શિક્ષણની સંકલ્પના પૂર્ણ થઈ શકતી નથી. જે શિક્ષણ આપવાના માધ્યમનો બહુ મોટો ગેરફાયદો છે.

   ગાંધીજીએ 3H નો સિદ્ધાંત આપેલો છે. જેનો મતલબ Head, Heart and Hands થાય. ગાંધીજીએ કહ્યું હતું, "કેળવણી એટલે મન, હૃદય અને હાથના સમન્વય દ્વારા થતું શિક્ષણ." એટલે ગાંધીજી ના મતે શિક્ષણ પ્રક્રિયામાં 3H નો ઉપયોગ થાય તો જ એ સાચી કેળવણી છે. જે ઓનલાઇન શિક્ષણમાં શક્ય નથી. એટલે જ ગાંધીજી એ પાયાના શિક્ષણ તરીકે બુનિયાદી કેળવણીની વાત કરેલી છે અને બુનિયાદી શાળાઓ પણ સ્થાપેલ છે.

   ઓનલાઇન શિક્ષણ લેતા લેતા વિદ્યાર્થીઓ સોશિયલ નેટવર્કિંગ સાઈટ અને અન્ય વેબ સાઈટસને પણ જોવા લાગે છે. જેમકે વોટ્સ એપ, ફેસબૂક, ટ્વિટર વગેરે...વગેરે... અને આ બધી સોશિયલ એપ્લિકેશન વિદ્યાર્થીઓને અવડે માર્ગે પણ લઇ જાય છે. આ ઉપરાંત મોબાઈલ વિથ ઈન્ટરનેટ વિદ્યાર્થીઓને દુનિયાના ખૂણે-ખૂણાની માહિતી આપે છે. એટલે વિદ્યાર્થીઓ અન્ય જોખમકારક વેબસાઇટ્સને પણ જોવા લાગે છે. જેવીકે પોર્ન સાઈટ, એડલ્ટ સાઇટ્સ વગેરે...વગેરે....જે વિદ્યાર્થીઓમાં માનસિક વિકૃતિ ઉત્પન્ન કરી શકે છે.

    ઓનલાઇન શિક્ષણ આપવા માટેની જે એપ્લિકેશન છે, જેવી કે ગૂગલ મીટ, ઝૂમ એપ, માઈક્રોસોફ્ટ ટિમ વગેરે એપનું રિઝલ્ટ એટલું બધું અસરકારક હોતું નથી. વારંવાર અવાજ ચોંટાઈ જવો, વારંવાર નેટવર્ક અટકી પડવું, વારંવાર એપ્લિકેશન બંધ થઈ જવી વગેરે સમસ્યાઓ આવ્યા જ કરે છે. જે વિદ્યાર્થીઓને ભણવામાં અને શિક્ષકને ભણાવામાં તકલીફ ઉભી કરે છે.

   બીજુ કે ઓનલાઇન શિક્ષણમાં શિક્ષક વિદ્યાર્થીઓ પાસે હાજર ન હોવાથી વિદ્યાર્થીઓ ભણવામાં પૂરતું ધ્યાન આપતા નથી. શિક્ષક પાસે ન હોવાથી વિદ્યાર્થીઓને શિક્ષકની બીક નથી રહેતી અને જેના કારણે ઓનલાઇન કલાસમાં વિદ્યાર્થીઓને ભણવામાં રસ રહેતો નથી.

   ઓનલાઇન શિક્ષણમાં સૌથી મોટો પ્રશ્ન નેટવર્કનો અને ઈન્ટરનેટ સ્પીડ નો હોય છે. જો શિક્ષકના મોબાઈલમાં ઇન્ટરનેટની સ્પીડ નહિ હોય અથવા તો મોબાઈલ નેટવર્કમાં પ્રૉબ્લેમ હશે તો વારંવાર કલાસ અટક્યા કરશે જેનાથી વિદ્યાર્થીઓનું ધ્યાન ભંગ થશે અને તેઓ કંટાડશે. સાથે-સાથે શિક્ષકની પણ ભણવાની લિંક ટૂટી જશે. ઘણી વાર એમ પણ બને છે કે ઓનલાઇન કલાસના અમુક વિદ્યાર્થીઓના મોબાઈલ નેટવર્ક અથવા ઈન્ટરનેટ સ્પીડમાં પ્રૉબ્લેમ હોય તો તે વિદ્યાર્થીઓ કલાસમાં પૂરતું ધ્યાન નહીં આપી શકે ઉપરાંત તેઓ ના પ્રૉબ્લેમ વારંવાર કલાસમાં શિક્ષકને કહેશે જેથી આખો કલાસમાં ખલેલ પહોંચશે. એટલે ઓનલાઇન કલાસને સફળ બનાવવા માટે શિક્ષક સહિત બધા જ વિદ્યાર્થીઓના મોબાઈલ ફૂલ નેટવર્ક અને ફુલ સ્પીડ ઈન્ટરનેટમાં હોવા જોઈએ.

    ઓનલાઇન શિક્ષણ માટે વિદ્યાર્થીઓનો પોતાનો પર્સનલ મોબાઈલ હોવો જરુરી છે. કારણ કે જો વિદ્યાર્થીઓ ઘરના અન્ય સભ્યોનો મોબાઈલ વાપરશે તો એક દિવસ વાપરશે અને બીજા દિવસે એ વ્યક્તિ બહાર ગયું કે તેના અન્ય કામથી મોબાઈલ તેની પાસે રાખશે તો વિધાર્થી તે દિવસે કલાસમાં જોઈન નહીં થઈ શકે. એક દિવસ કલાસ છૂટી જવાથી બીજા દિવસના કલાસમાં તેને ખ્યાલ નહીં આવે જેની અસર તેના ભણવા પર થશે.

બીજું કે કોઈ વાલી પોતના બાળકને 10,000 ₹ નો મોબાઈલ રાખવા ન આપી શકે. કારણ કે બાળકથી કદાચ મોબાઈલ પડી જાય, ખોવાઈ જાય, ચોરાઈ જાય, ભાંગી જાય વગેરે થાય તો વાલીને મોબાઇલની કિંમત ભારે પડી જાય. બીજું કે બાળકની પાસે પોતાનો પર્સનલ ફોન હશે અને ઈન્ટરનેટ હશે તો તે આખો દિવસ ગમે તે સાઈટ ખોલશે, ગમે તે ગેમ ડાઉનલોડ કરશે.અને રમશે. જે વિદ્યાર્થીના જીવન માટે જોખમરૂપ બની શકે છે.

     ક્યારેક એમ પણ બને કે વાલી પોતાના બાળક માટે પર્સનલ મોબાઈલ ખરીદવા માટે સક્ષમ નથી તો વિદ્યાર્થી એ પોતાના વાલીના મોબાઈલથી કામ ચલાવું પડે છે. અમુક વાલી તો એટલા ગરીબ હોય છે કે બિચારા મોબાઈલ ખરીદી પણ નથી શકતા ત્યારે વિદ્યાર્થી ઓનલાઇન કલાસ ભણી નથી શકતો.

   ઓનલાઇન કલાસમાં આપવામાં આવતું હોમવર્ક પણ અમુક વિદ્યાર્થીઓ કરતા નથી કેમ કે વિદ્યાર્થીઓને ખબર છે કે શિક્ષક હોમવર્ક ઘરે જોવા આવવાના નથી એટલે હોમવર્ક કરે ન કરે વિદ્યાર્થીઓને કઈ ફરક નહીં પડે જેની તેના ભણતર પર ખરાબ અસર થશે. વિદ્યાર્થીઓ પોતે જે ભણ્યા તેનો હોમવક દ્વારા મહાવરો નહીં કરે તો તે ભણેલુ જલ્દી ભૂલી જશે.

    ઓનલાઇન કલાસમાં અમુક વિદ્યાર્થીઓ પોતાનો વીડિયો અને ઓડિયો બંધ રાખતા હોય છે અને આજુબાજુના લોકો સાથે ગપ્પા મારતા હોય છે કે અન્ય બિનજરૂરી કાર્ય કરતા હોય છે. શિક્ષકને એ ખબર નથી પડતી કે વિદ્યાર્થી શુ કરે છે. તેને તો વિદ્યાર્થી કલાસમાં જોઈન થયેલો જ દેખાય છે. આવા વિદ્યાર્થી માટે ઓનલાઇન શિક્ષણ સફળ રહેતું નથી. બીજું કે અમુક વિદ્યાર્થીઓ ચાલુ કલાસમાં પોતાનો ઓડીયો ચાલુ રાખે છે આથી તેના ઘરમાં જે પણ વાતચીત થાય તે આખા કલાસને સંભળાય અને આખો કલાસ ડિસ્ટર્બ થાય.

    8 થી 12 ધોરણના વિદ્યાર્થીઓ મોબાઈલ સારી રીતે વાપરતા હોય અને ઓનલાઇન કલાસ માટેની મોબાઈલ એપ્લિકેશન વિશે પણ પજરી માહિતી ધરાવતા હોય છે. પણ જ્યારે નાના બાળકોની વાત આવે એટલે કે ધોરણ 1 થી 7 ના વિદ્યાર્થીઓની વાત કરીએ તો તેમને તો મોબાઈલ કે ઓનલાઇન કલાસ માટેની એપ્લિકેશન સરખી રીતે વાપરતા આવડતું હોતું નથી. આથી તેઓ વારંવાર કલાસમાં ગૂંચવાય છે. એપ્લિકેશન ડાઉનલોડ કરવાથી માંડીને તેને ચલાવવા સુધીનું સંપૂર્ણ જ્ઞાન તે વિદ્યાર્થી પાસે હોવું જોઈએ. જે નથી હોતું. અને બીજું કે બધી એપ્લિકેશનની ઓપરેટ કરવાની સિસ્ટમ અલગ-અલગ હોય છે. આથી વિદ્યાર્થીઓ અને વાલીઓ આ એપ્લિકેશન માં ગોથા ખાય છે. બીજું કે નાના બાળકોને આ એપ્લિકેશન ઉપયોગ કરવાનું આવડે નહીં તો તેની માટે સ્પેશ્યલ એક વડીલે તે બાળક પાસે બેસીને તેને ઓનલાઇન કલાસ લેવડાવા પડે છે.

   ઓનલાઇન શિક્ષણમાં શિક્ષક અને વિદ્યાર્થીઓ વચ્ચે ભાવાત્મક સંબંધો નથી બનતા. શિક્ષક રૂબરૂ હાજર ન હોવાથી વિદ્યાર્થી માનસિક રીતે સ્વસ્થતા નથી અનુભવતો અને શિક્ષણ મૃત લાગે છે. 

    ઉપરોક્ત સમસ્યાઓનું સમાધાન કરવું પડશે નહીં તો શિક્ષણનો કોઈ હેતુ નહીં રહે.


Rate this content
Log in

Similar gujarati story from Abstract