Desai Gaurang

Inspirational

4.7  

Desai Gaurang

Inspirational

મદદ

મદદ

2 mins
742


એક કંપનીમાં બોસ પહેલી મે મહિનાની તારીખે એનાં ૩૦૦ માણસોના સ્ટાફ પાસેથી એક-એક હજાર ઉઘરાવીને ૩ લાખ જમા કરતો અને એમાં પોતાનાં તરફથી ૩ લાખ ઉમેરી ને ૬ લાખની લોટરી ડ્રો કાઢતાે. એમાં જેનું નામ નીકળતું, એને ૬ લાખ બક્ષિસ રૂપે મળતાં. એ કંપનીમાં ઝાડું-પોતા કરવાવાળી બાઇને રૂપિયાની બહું જરૂર હતી, એનાં દિકરાનું ઓપરેશન કરવાનું હતું. લોટરી એક જુગારની રમત હતી.  એને ન લાગે તો દેખીતી રીતે એને હજારનું નુકસાન થાય એમ હતું, છતાં એણે હજાર રૂપિયાનું જોખમ લીધું હતું. એ ભગવાનને પ્રાર્થના કરતી હતી કે લાેટરી એને જ લાગે.

 મેનેજરને એની દયા આવતી હતી. એ પણ ચાહતો હતો કે ઇનામ એને જ લાગે. એણે યુક્તિ કરીને નામની કાપલી પર પાેતાના નામને બદલે એનું નામ લખીને કાપલી બાેક્ષમાં નાખી દીધી અને મનાેમન પ્રાર્થના કરી કે ઈનામ એનેજ લાગે. આમ તો 300 માણસમાં પોતાનું એક નામ જતું કરવાથી ઇનામ એને જ લાગે એવી શક્યતા બહું ઓછી હતી. છતાં એમની ધાર્મિક લાગણીએ એમને એવું કરવા પ્રેર્યા. 

બધાની કાપલી એકઠી થયાં બાદ લાેટરી ડ્રોનો સમય આવી પહોચ્યો. બાેસે એક કાપલી કાઢી. કામવાળી અને મેનેજર, બન્નેની ધડકન વધી ગઇ. કોનું નામ નીકળશે, એની આતુરતાથી રાહ જોઈ રહ્યાં.  એકજ પળમાં બોસે વિજેતાનું નામ ઘાેષિત કર્યુ અને જાણે ચમત્કાર થયો. એ નામ કામવાળી બાઇનું હતું. એની આંખમાં હરખના આસું છલકાઇ ગયાં. મેનેજરની આંખાે પણ ભીની થઇ ગઇ. 

બોસે કામવાળી બાઇને ઇનામની રકમનું કવર આપ્યું. એણે આંખમાં આસું સાથે કહ્યું કે 'હવે મારાં દીકરાને કોઈ ભય નથી, હું મારાં દીકરાનું ઓપરેશન કરાવી શકીશ. સાચે હું બહું નસીબદાર છું. મારાં પર ભગવાનની અસીમ કૃપા છે.'

મેનેજર અમસ્તા જ લાેટરી બાેક્ષની બાજુમાં જઈને ઉભા રહ્યાં અને કૈાતુક ખાતર એમણે બીજી કાપલી કાઢીને જોઈ તો એની આંખો આશ્ચર્યથી પહોળી થઇ ગઇ. બીજી કાપલીમાં પણ કામવાળી બાઇનું જ નામ હતું.  એમણે ત્રીજી કાપલી કાઢી ને જોઈ તો એ ચકરાઇ ગયા. ત્રીજીમાં પણ એનું જ નામ હતું. પછી તાે એમણે એક પછી એક તમામ કાપલી જોઈ તો દરેકે દરેકમાં એનું જ નામ લખેલુ હતું. એમની છાતી ગર્વથી ફૂલાઇ ગઇ. 

ઓફિસના બધાં કર્મચારીએ મૂક્ રહીને એને મદદ કરી હતી. એ લોકો ચાહત તાે લોટરી ડ્રો કર્યા વગર એને હાથમાં રોકડ રકમ આપી મદદ કરી શક્યાં હોત, પણ એમ ન કરતાં એમણે એને પોતાની હકની રકમ મળી હાેય એવી રીતે મદદ કરી. 

"હમેશાં યાદ રાખજો જ્યારે પણ કોઈને મદદ કરો ત્યારે એને લાચારીનો એહસાસ ન થાય અને એનાં માનનું હનન થાય, એવી રીતે મદદ કરશાે તાે ખરાં અર્થમાં મદદ કરેલી ગણાશે..."


Rate this content
Log in

Similar gujarati story from Inspirational