કોરી કૂખ
કોરી કૂખ
પશાભાઈ અને ગૌરી બંને જાણે રામ સીતાની જોડી જોઈ લ્યો.... બેય જોડલા સવારે રોટલા લઈને વાડીએ જાય અને આખો દહાડો વાડીએ કામ કરે. ઓણ સાલ વરસાદ ટીંપુય ન પડયો. વાડી બંજર લાગતી હતી. હવે આ સાલ કેવા દહાડા દેખાહે ઈ ખબર નય.
વરસાદ વિના વાડી સૂકીભઠ્ઠ હતી તો ગૌરીની કૂખ પણ..... સંધાય દોરા ધાગા કર્યાં પથ્થર એટલા દેવતા પૂજ્યા પણ ખોળાનો ખુંદનાર ન આવ્યો.
મહિનાઓ વિત્યા..... અષાઢ આવ્યો..... મોરલાઓ ટહુકયાં.... વાદળો બંધાણા.... અને ધીમે ધારે મેઘરાજાની પધરામણી થઈ. પશાભાઈએ વાડીની માલીપા વાવણી શરૂ કરી. થોડા દહાડામાં જ કૂણી કૂંપળો ફૂટવા લાગી..... હરખાતો પશો ગૌરી પાહે જાય છે તો ગૌરી ઉલટીઓ કરતી હતી. પશાને જોઈ ગૌરી શરમાતી ઘરની માલીપા હાલી ગઈ..
'આવ્યો મેહુલોને કૂંપળો ફૂટી...
એક કૂંપળ ગૌરીનાં જીવનમાંય ફૂટી..'
