MITA PATHAK

Inspirational

4.0  

MITA PATHAK

Inspirational

કોને ચડશે ? ગુલાબ

કોને ચડશે ? ગુલાબ

1 min
224


મંદિરની બહાર એક બાજુ રોજ ફૂલહાર વેચવા રઘલોને રઘલી બેસે. લોકો ગુલાબનાં છૂટાં ફૂલ, ગુલાબનો હાર માતાજીને ચઢાવા લઈ જાય. તેમનું દૈનિક કાર્ય હતું. હવે લોકો પણ તેમને સારી રીતે ઓળખે એટલે તેમની પાસેથી જ ખરીદી કરે. દર્શન કરવા આવનારે આજે ઓટલો ખાલી જોયો ને, મનમાં બોલતા જાય 'લે ' આજે તો માતાજી ગુલાબના ફૂલ વગર ના જ રહેશે !?

   રોજની જેમ આજે મંદિર જવા ગુલાબનો ટોપલો તૈયાર કર્યો છે. અચાનક રઘલી ચક્કર ખાઈને પડી ! ને ફૂલની જેમ વિખરાય ગઈ. પતિએ ટોપલો ફેંકતા જ 'ઓ માતાજી ! તને શું થઈ ગયું. ભારે હૈયે રઘલીને સુહાગણની જેમ તૈયાર કરાઈ છે રઘલીના સગાવ્હાલા ટોપલામાંથી લઈને ગુલાબના ફૂલહાર પહેરાવી રહ્યા છે. રઘલાને પણ લોકો સાન્તવના આપીને ગુલાબનો હાર હાથમાં પકડાવીને રઘલી પાસે લઈ જઈ રહ્યા છે. રધલાને તેની પત્નીના શબ્દો કાનમાં ગૂંજી રહ્યા છે. તમે શું ! હું તમને રોજ કહું છું, ફૂલ માતાજી ઉપર સારા લાગે એટલે તમારે મને કોઈ દિ આગ્રહ ન કરવો કે, તું એક ગુલાબનું ફૂલ માથે નાંખ, તમને મારા સમ છે. આજે આ ગુલાબના ફૂલ !? કોને ચડશે?  


Rate this content
Log in

Similar gujarati story from Inspirational