STORYMIRROR

Vasarambhai Patel વંશ માલવી

Drama Romance

3  

Vasarambhai Patel વંશ માલવી

Drama Romance

કોલેજનો સ્મિત

કોલેજનો સ્મિત

3 mins
343

ધોરણ 12 પાસ કરી કૉલેજ કરવા માટે સુંદર, દેખાવડો સ્મિત ગામડે થી શહેર આવે છે. સ્મિત ભણવામાં હોશિયાર હોવાથી શહેરની ટોપ વન કૉલેજમાં એડમિશન પણ મળી જાય છે. કૉલેજના પ્રથમ દિવસે સ્મિત વર્ગમાં પ્રવેશ કરે છે અને ત્યાં બધા જ વિધાર્થીઓ એક બીજાની મજાક મસ્તી કરતા હોય છે, કેટલીક બેન્ચ પર તો છોકરા-છોકરી સાથે બેઠા હોય છે,આ બધુ જોયા બાદ પણ સ્મિત એક ખાલી બેન્ચ પર બેસે છે. થોડીક ક્ષણમાં પ્રોફેસર લેકચર લેવા માટે કલાસમાં આવે છે ત્યાં પ્રશ્નોતરી થાય છે અને સ્મિત દરેક પ્રશ્નોના જવાબ સડસડાટ આપી બધા ને પોતાની તરફ આકર્ષે છે. વળી સ્મિત પાછો દેખાવડો (હેન્ડસમ) ખરો ! બીજા દિવસે કોલેજમાં સ્મિતના પ્રવેશ સાથે જ તેની સાથે મિત્રતા કરવા માટે લાઇન. આખી કૉલેજમાં બસ સ્મિત જ બધા ના મનમાં. કેમ ન હોય હોશિયાર અને રૂપાળો,ભરાવદાર ચહેરા વાળો,અણિયાળી આંખોવાળો. હવે જેમજેમ દિવસો પસાર થતા હતા તેમ તેમ સ્મિત કૉલેજમાં કેટલાયની ચાહ બની ગયો હતો. એવામાં સ્મિતની મિત્રતા તેની જ કલાસમેટ અનુરાઘા જોડે થાય છે. અનુરાધા કરોડપતિ બિઝનેસમેન ની દીકરી સાથે દેખાવડી પણ ખરી! જેમ જેમ દિવસો પસાર થતા હતા ,તેમ એમની મિત્રતા ગહેરી બનતી ગઈ. પછી તો સ્મિત અને અનુરાધાં એકબીજા વિના કલ્પી પણ ન શકાય !બસ થોડોક સમય મળે કે બન્ને સાથે જ! પછી એમની મિત્રતા પ્રેમ તરફ પાંગરી રહી હતી. બસ પછી તો બન્નેનો પ્રેમ આકાશને આંબી રહ્યો હોય એમ પ્રસરી રહ્યો હતો. બસ એમ જ જાણે ત્રણ વર્ષ વીતી ગયા.  

અચાનક અનુરાધા ના પિતાનું અકસ્માતે મૃર્ત્યુ થયા ના સમાચાર આવે છે. અનુરાધા ધેરા આધાતમાં નિસરી જાય છે,હવે અનુરાધા દુ:ખ સાથે સ્મિતને છોડી મુંબઈ જવા નીકળેછે. એકબીજા વિના એમનું જીવન કલ્પી ન શકનારુ પણ પરિસ્થિતી થી મજબુર, હવે સ્મિતને લગ્નનું વચન આપી,અશ્રુભરી આંખો સાથે અનુરાધાની ફલાઈટ ઉડાન ભરે છે. અનુરાધા પિતાજીની અંતિમક્રિયા પુરી કરી પિતાના બિઝનેસને સંભાળવામાં જોડાઈ જાય છે. બિઝનેસને સફળ બનાવવામાં અનુરાધા સ્મિતને આપેલ વચન ભૂલી જાય છે. અનુરાધા 10 વર્ષના સમય બાદ મુંબઈની ટોપવન બિઝનેસ વુમેન બની જાય છે. બીજી તરફ સ્મિત સાથે પણ કંઈક અજુગતુ બન્યું. તેની એકનીએક માતાનું બિમારી થી અવસાન થયા બાદ સ્મિત માતાના તથા અનુરાધા આધાતમાં ડૂબી જાય છે અને એક નિરાધાર ,લાચાર પાગલ જેવી જિંદગી વિતાવી રહ્યો હોય છે. બસ પછી તો સ્મિત ફાટેલા, મેલાધેલા લૂગડાવાળો એક આશ સાથે જીવી રહ્યો હોય છે મારી અનુરાધા આવશે.  

વર્ષો બાદ અનુરાધા પણ સ્મિતના પ્રણય ને ભૂલી શકી હોતી નથી. અચાનક અનુરાધાને પણ સ્મિતને મળવાની ઈશ્છા થાય છે,તે સ્મિતને મળવા માટે પહોચે છે,પણ સ્મિત ત્યાં મળતો નથી. ઘણીબધી તપાસ કર્યા બાદ સ્મિત ની ખબર મળે છે,તે ત્યાં મળવા દોડી જાય છે. પણ ત્યાં પહોંચતા જ તે જાણે કોમામાં પહોંચી ગઈ હોય એવી હાલત થઈ જાય છે. સ્મિત ની હાલત જોઈ ફકત તેની આંખો માંથી પ્રેમરૂપી સરિતા જ વહેતી હોય છે. આ એ જ સ્મિત જે કૉલેજ નો કાનુડો રૂપાળો,દેખાવડો, હેન્ડસમ. . . જેને પામવા છોકરીઓ મરી પડતી, એજ સ્મિત. આજે ફાટેલા, મેલાધેલા લૂંગડા વાળો, નાહ્યાને તો વર્ષો વીતી ગયા હોય જાણે! આ બધુ દૂર થી જોયા બાદ અનુરાધા આધાત સાથે સ્મિતને મળ્યા વિના જ પાછી પોતાની ગાડીમાં બેસી પરત મુંબઈ જવા નીકળે છે.  

શહેર તરફ જતા અચાનક ગાડી એક રેલ્વે ફાટક જોડે ઉભી રહે છે. ગાડીની બાજુમાં એક અપંગ ભિખારી ભીખ માંગતો હોય છે, સાથે તેની પત્ની તેને ગાડીમાં બેસાડી ઘક્કો લગાવી રહી હોય છે. આ કરુણ દ્રશ્ય જોયા બાદ અનુરાધા ફરી સ્મિત ની યાદ આવી જાય છે, તેનું અંતિમ દ્રશ્ય તેની સામે આવે છે. ફરીવાર અનુરાધાના મનમાં કેટલાક પ્રશ્નોનો વંટોળ ઉદ્ભવે છે.

શું હું સ્મિતને સાચો પ્રેમ કરતી હતી? 

શું હું સ્મિતના રૂપને પ્રેમ કરતી હતી? 

શું આવો જ હોય પ્રેમ? 

આવા અનેક પ્રશ્નો નો વંટોળ પછી અનુરાધા પાસે અશ્રુ સિવાય કોઈ જવાબ જ ન હતો. અનુરાધા તરત જ ત્યાંથી પાછી વળી ને સ્મિતને ભેટી પડે છે. આ દ્રશ્ય હ્દયને કંપાવનારુ હતું સાથે જ મુમતાજ અને શાહજહાં ની યાદ અપાવનારુ તો ખરુ જ! પછી અનુરાધા સ્મિત સાથે મુંબઇ પરત ફરી લગ્ન કરી એક બેસ્ટ બિઝનેસ વુમેન એન્ડ વાઈફની જિંદગી માણી રહ્યા છે.  

આ પાત્ર આજે પણ પ્રેમી યુગ્લો માટે સાચા પ્રેમની પરિભાષા પૂરી પાડે છે.  


Rate this content
Log in

Similar gujarati story from Drama