Vasarambhai Patel વંશ માલવી

Others

3.5  

Vasarambhai Patel વંશ માલવી

Others

સમાજ

સમાજ

2 mins
132


  આદિઅનાદિ કાળથી પ્રચલિત શબ્દ સમાજ. સમાજ શું છે ? સમાજ તરીકે કોને ઓળખી શકાય ? સમાજમાં શાનો સમાવેશ થાય ? આવા અનેક સવાલો આપણા મગજમાં થતા હશે અને થવા પણ જોવે જ. જન્મથી મૃત્યુ સુધી આપણી સાથે સમાજ શબ્દ કાયમી જોડાયેલો રહે છે. સમાજની ભાવનાઓને સમજવા માટે સમાજશાસ્ત્રનો અભ્યાસ કરવો રહ્યો પરંતુ એ પુરતો નથી. 

સમાજ એટલે એક ચોકકસ જુથ કે સમુહ. 

સમાજ એટલે એક ચોકકસ પ્રકારના રીતિરિવાજો, ચોકકસ પ્રકારની બોલીઓ, સભ્યતા, સંસ્કૃતિ, સર્વસમાનતા સાથે ગુંથાયેલા લોકોનું જુથ કે સમુહ

    એક ચોકકસ પ્રકારના રિવાજો નિયમો સાથે પોતાની પ્રગતિ કરનાર લોકોનો સમુદાય. આ સમુદાયમાં લોકો બોલી, પહેરવેશથી લઈને અંત સુધી સમાનતા ધરાવતા હોય છે. એવો સમુદાય જયા લોકો પરસ્પર એક પ્રકારની વિભાવનાઓ સાથે સંકળાયેલા હોય. એક જ જાજમ પર સાથે બેસતાં હોય. આ જાજમ પર કોઈ પણ પ્રકારના ગરીબ, મધ્યમ કે ધનવાનની ભેદરેખા ન હોય. (હાલ તો છે) 

જેમ સુતરનો એક એક તાતણો અન્ય તાતણા સાથે વણાઈને એક મજબૂત દોરો બને છે એમ એક ચોકકસ પ્રકારના બંધારણ સાથે એક એક વ્યક્તિ જોડાઈને મજબૂત સમાજનું નિર્માણ થાય છે. 

   દરેક સમાજનું એક અસ્તિત્વ હોય છે, ચોકકસ ધોરણો હોય છે, મૂલ્યો હોય છે, સંરચના હોય છે જેના થકી એની પ્રગતિ હોય છે. 

     આજે આપણે એક ચોકકસ જ્ઞાતિના લોકોના સમુદાયને સમાજ તરીકે ઓળખીયે છીએ. સમાજ એ વ્યકિતને જીવનજીવવાની રીત આપનારો સમુહ છે. જે સમય સાથે સતત પરિવર્તનશીલ છે.સદીઓથી સમાજમાં પરિવર્તન આવતા રહ્યા છે અને આવતા રહેશે. સમાજના રુઢિચુસ્ત નિયમો, કુરિવાજો આજનું યુવાધન એમને સ્વીકાર કરી શકે એમ નથી એમાં પરિવર્તન ઝંખે છે જો એ પરિવર્તન સમાજ સ્વીકાર કરશે નહિ તો સમાજની વ્યવસ્થા સમયાંતરે ભાગી પડતી હોય છે અને અંતે એક નવિન સમાજનું નિર્માણ થતું હોય છે. 

સમાજના ચોકકસ ક્ષેત્ર હોય છે. 

1.કૌટુંબિક

2.આર્થિક

3.સામાજિક

4.સાંસ્કૃતિક

5. ધાર્મિક

6. શૈક્ષણિક

7. રાજકીય. 

  આ દરેક ક્ષેત્રમાં આવનાર વિભાગોમાં વિગતે અભ્યાસ કરશું. 

    અંતે સમાજ એટલે

સ- સમજણપૂર્વક ના સંબંધોની

મા- માવજત અને

જ- જતન કરનારું જૂથ. 


Rate this content
Log in