Vasarambhai (વંશ) patel(માલવી)

Children Stories

4  

Vasarambhai (વંશ) patel(માલવી)

Children Stories

શ્રેષ્ઠ ખેડૂત

શ્રેષ્ઠ ખેડૂત

2 mins
24K


રામગઢ નામે એક નગર હતું. એકવાર નગરના રાજાને સાચા મહેનતુ ખેડુતને શોધવા માટેનો વિચાર આવ્યો. રાજાએ બીજા દિવસે નગરમાં જાહેરાત કરાવી, કે જે ખેડુત રાજદરબારમાંથી રાજાએ આપેલ અનાજના બીજ લઈ જઈને ખેતી કરી સૌથી વધુ અનાજની બોરીઓ ભરી રાજદરબારમાં લઈ આવશે, તે ખેડુતને રાજા શ્રેષ્ઠ ખેડુત પુરસ્કાર તથા સોનામહોરનું ઈનામ આપી સન્માનિત કરશે.      

રાજાની જાહેરાત સાંભળીને બીજા દિવસે રાજ દરબારમાં ત્રણ ખેડુતો આ સ્પર્ધામાં ભાગ લેવા માટે આવ્યા. રાજાએ ત્રણેય ખેડુતોને અનાજના બી આપી દીધા. ત્રણેય ખેડુતો બી લઈને ધરે ગયા અને સૌથી વધુ અનાજનું ઉત્પાદન કેવી રીતે મેળવવું એના વિશે મનોમંથન કરવા લાગ્યા. ત્રણેય ખેડુતોએ રાજાએ આપેલા બી ખોલીને જોયા તો એમાં કેટલાય બી હલકા તો કેટલાય બળેલા હતા, લગભગ પચાસ ટકાજ બી સારા હતા.    

પ્રથમે ખેડુતે બી જોયા બાદ કંઈપણ વિચાર્યા વિના રાજાએ આપેલ બી વાવીને પાણી આપી ખેતી શરુ કરી. જયારે બીજા બે ખેડુતો હવે શું કરવું, કેવી રીતે સ્પર્ધામાં જીતવું એ વિચાર વિચારમાં દશેક દિવસો પસાર કર્યા. ત્યાં તો પહેલા ખેડુતને બી ઊગીને તૈયાર થઈ ગયા હતા. પહેલો ખેડુત એ પાકની સારસંભાળ લઈને માવજત કરતો હતો, ત્યાં બીજા બે યોજના જીતવાની તરકીબ શોધતા હતા.      

એટલામાં અચાનક વરસાદ પડે છે. વરસાદના લીધે પહેલા ખેડુતને પાક ખેતરમાં લહેરાવા લાગ્યો. જયારે બીજા બે ખેડુતો જેમણે હજુ બી વાવ્યા ન હતા એમને બાના પણ મળી ગયા.     

ચારેક મહીનાના સમયબાદ ત્રણેય ખેડુતો સ્પર્ધામાં નિયમ મુજબ રાજદરબારમાં આવે છે, રાજા ત્રણેય ખેડુતોને પાકઉત્પાદન વિશે પુછી અનાજ જમા કરાવવાનું કહે છે ત્યારે, 

ત્રીજો ખેડુત કહે છે, 'રાજન આપે આપેલા બી સડેલા અને હલકા હોવાથી ખેતરમાં ઊગ્યાજ નહિ અને મારી તમામ મહેનત એળે ગઈ. એકપણ દાણો અનાજ ન મળ્યું.'  

બીજો ખેડુત કહે છે, 'રાજન આપે આપેલ બી જેવા હતા તેવા સડેલા, બળેલામેં ખેતરમાં વાવ્યા પરંતુ અચાનક વરસાદ પડયો એટલે જે ઊગ્યા હતા એ પણ ધોવાઈ ગયા એટલે અનાજનો એકપણ દાણો ન મળ્યો.'

પહેલો ખેડુત કહે છે, 'રાજન! આપે જેવા બી આપ્યા હતા એવા જ ખેતરમાં વાવ્યા એમાંથી જે પણ ઊગ્યા તેની માવજત કરી આ બાર બોરી અનાજ પકવી લાવ્યો છું.'

રાજા ત્રણેય ખેડુતોના જવાબ સાંભળી લીધા બાદ રાજદરબારમાં પહેલા ખેડુતની મહેનત, ધીરજથી ખુશ થઈને પહેલા ખેડુતને શ્રેષ્ઠ ખેડુત પુરસ્કાર તથા સોનામહોર આપી સન્માનિત કર્યો અને રાજદરબારમાં ખેડુત સલાહકાર તરીકેનો દરજ્જો આપ્યો.


Rate this content
Log in