End of Summer Sale for children. Apply code SUMM100 at checkout!
End of Summer Sale for children. Apply code SUMM100 at checkout!

Dr.Riddhi Mehta

Horror Crime Action


3  

Dr.Riddhi Mehta

Horror Crime Action


કળયુગના ઓછાયા - ૨૧

કળયુગના ઓછાયા - ૨૧

6 mins 583 6 mins 583

મીનાબેનના બુમ પાડતા જ હુ ઉભો રહી ગયો. તેમની તરફ ફર્યો, અને બોલ્યો, 'શું કામ છે ?'


મીનાબેન : તમને નથી લાગતું આ બધુ સરાસર ખોટું થઈ રહ્યું છે. મને બહુ એ છોકરી વિશે ખબર નથી પણ ત્યાનું બધુ જોઈને એને આત્મહત્યા તો નથી કરી એ ચોક્કસ છે. પણ મને તો એ બે છોકરીઓ પર પાકી શંકા થઈ ગઈ છે તથા મે એ પેલી રૂપાળી ને છુટા વાળવાળી છોકરી હતી એને કહેતા સાભળી કે સારૂ થયું મે વેળાસર પપ્પાને ફોન કરીને બોલાવી દીધા.


બીજી છોકરી (ચાર્મી ): 'નહી તો એ કાન્તિભાઈએ તો પેલા હોસ્ટેલના માલિકને બોલાવી લીધા હતા. અને પોલીસ આવી ગઈ હોત તો શું થાત આપણું ત્યાં ?'

'

કાન્તિભાઈ : 'એ છોકરી કેયા હતી, લાવણ્યાની કાકાની દીકરી.'


મીનાબેન : હમમમ... એટલે પછી પેલી કેયા બોલી, 'પપ્પા આવી ગયા છે એટલે હવે બધુ બરાબર થઈ જશે. આખરે પૈસા ક્યારે કામમાં લાગશે અને હવે તો લાવણ્યા પણ આ દુનિયામાં નથી. એટલે મોટા પપ્પાની કરોડોની સંપતિ પણ અમારી જ છે અને હવે સમ્રાટ પણ મારો !


આ સાંભળીને ખરેખર મારા મોઢામાંથી એક દર્દજનક નિસાસો નીકળી ગયો હતો. આવો કળયુગ ભયાનક છે તારા છાયા અને ઓછાયા ! પોતીકાંની સાથે આવું કર્યા પછી પણ એ છોકરીને જરા પણ રંજ નથી. અને પૈસાના મોહમા એક પિતાએ પણ પોતાની દીકરીના એ કુકર્મમાં સાથ આપ્યો. શું થશે હવે આ દુનિયામાં ? કોનો વિશ્વાસ કરવો ? આવા પોતીકાનુ શું કરવાનું ? કોને પોતીકા માનવા ને કોને પરાયા ?


મીનાબેન તો મને બોલતા જોઈ જ રહ્યા, અને પછી બોલ્યા, 'કાન્તિભાઈ મને કંઈ સમજાતું નથી તમે શું કહો છો ? જે હોય મને સ્પષ્ટ કહો.'

મે કહ્યું, 'મને બધુ જ સમજાઈ ગયું છે હવે. અને મે મીનાબેનને બધી જ લાવણ્યાની વાત કરી. તે પણ અવાક થઈ ગયા. જાણે હેબતાઈ જ ગયા. આ કદાચ બહુ પહેલાથી અંદર અંદર ચાલતુ હશે. પણ આજે કદાચ કંઈ વધારે થઈ ગયુ કે પછી કોઈ પ્લાન હતો એ તો નથી ખબર. એની બે રૂમમેટ્સ તો બે દિવસથી ઘરે ગયેલી છે. કદાચ એ તકનો એ લોકોએ લાભ લીધો. અથવા પછી કંઈ થોડું કરવાનુ વિચાર્યુ હશે ને વધારે બની ગયુ હોય આવેશમાં. પણ જે પણ હોય, જે થયુ છે એ બહુ ખોટું છે.'


મીનાબેન : 'આપણે જઈને પોલીસ મા ફરિયાદ નોંધાવી જોઈએ.'


કાન્તિભાઈ : 'તમારી વાત સાચી છે પણ ત્યાં સુધીમાં ન કોઈ પુરાવો હશે કે ન લાવણ્યાની લાશ. આપણી પાસે એવો કોઈ પુરાવો પણ નથી. અને આપણને સપોર્ટ કરશે કોણ ? આપણી પાસે નહોતો એવો સારો ફોન કે કોઈ ફોટા કે વિડીયો પાડીએ.'


મીનાબેન : 'એક કામ તો કરીએ આપણે પોલીસ સ્ટેશન ફોન તો કરી જોઈએ. કદાચ અત્યારે જ એ આ લોકોને જતા પહેલા પકડી લે તો ?'


અને મે ત્યાં પોલીસ ને ફોન કર્યો, પણ આપણા સરકારી જમાઈઓ એમ થોડા ઉપાડે. કેટલીય રીંગ વાગી પણ હરામ જો કોઈ ફોન ઉપાડે અને પોલીસ સ્ટેશન થોડુ દુર હતુ. અને મારી પાસે કોઈ સાધન પણ નહોતુ. રાત્રે રીક્ષા પણ જલ્દીથી મળે નહી. છતાં હુ હિંમત હાર્યા વિના થોડુ ચાલીને ગયો ત્યાં એક રીક્ષા મળી. રાતના તેણે ડબલ રૂપિયા કહ્યા હોવા છતાં હુ તેમાં બેસીને જલ્દીથી પોલીસ સ્ટેશન પહોંચ્યો.


એ કડકડતી ઠંડીમાં હુ પહોંચ્યો તો અંદરથી દરવાજો બંધ હતો. મે બહુ વાર ખખડાવ્યુ ત્યારે તો એક હવાલદાર બગાસા ખાતો બહાર આવ્યો અને કહે, 'શું કામ છે અત્યારે અડધી રાત્રે ? સવારે આવજો જે કંમ્પ્લેઈન હોય એના માટે.'


મે કહ્યું, 'સાહેબ એવું કંઈ અરજન્ટ હોય તો જ આવ્યો હોઈશ ને ?' મે થોડુ કડકાઈથી કહ્યું, 'તમારા મોટા સાહેબને બોલાવો.' પછી તેને થોડું બીક લાગતા કહે, 'શું થયું છે ?' મે હોસ્ટેલની મર્ડરની વાત કરી. પછી તે અને એક નાઈટનો પોલીસ ઓફીસર તૈયાર થયા અને જીપ લઈને એમની સાથે જ હુ હોસ્ટેલ આવ્યો. પણ આ બધામાં લગભગ દોઢેક કલાક નીકળી ગયો હતો. પણ આ શું ગેટ પર પહોંચતા જ ત્યાં બધુ યથાવત હતુ. પણ મીનાબેન નહોતા ત્યાં. હુ પોલીસને ઉપર લઈ ગયો એ રૂમમાં તો બધુ એકદમ નોર્મલ હતુ. એકપણ સબુત નહી. બાજુના રૂમમાં કેયા અને ચાર્મી શાંતિથી સુતા હતા.


હુ ડઘાઈ ગયો. મારે શું કહેવું હવે. એક તો અડધી રાત્રે લઈ આવ્યો જગાડીને અને અહી પાછુ કંઈ મળ્યું નહી. પણ સબુત વિના કોણ માને ? ઉલટાનુ મને ખોટી ખબર આપવાના ગુના હેઠળ મારી ફરિયાદ કરવાનુ કહ્યું. એ તો પછી મે બહુ આજીજી કરતાં એવું કંઈ ન કર્યું. પણ પછી શું કંઈ જ ન થયું. વધારે કહુ તો બધા હવે મને પાગલ કહે. કારણ કે મીનાબેન સિવાય મારા પક્ષમાં બોલનાર હવે કોઈ નહોતું.


રૂહી : 'તો પછી કોઈને આ વાતની ખબર પણ ના પડી ? બધુ એમ જ પતી ગયું ?'

દાદાજી : 'પડીને એક બીજા સ્વરૂપે જ સમાચાર સ્વરૂપે કે, એને સવારે વહેલા ઈમરજન્સીમાં ઘરે જવાનું થયું. અને રસ્તામાં જતાં એને લેવા આવેલી ગાડીનો એક્સિડન્ટ થતાં એ મૃત્યુ પામી. બધાએ તો આ વાતને થોડુ દુઃખ જતાવીને સહજતાથી ભુલાવી દીધી. પણ મને જાણે દુઃખ બહુ થયું હતુ આનાથી. મને ડંખ્યા કરતુ દરરોજ.

 ***

એક દિવસ લાવણ્યાની રૂમમેટ પાસેથી મને જાણવા મળ્યું કે સમ્રાટ એ તેમની કોલેજનો એકદમ સ્માર્ટ અને વ્યવસ્થિત અને દેખાવડો છોકરો હતો. આખી કોલેજની છોકરીઓ તેના પર ફીદા હતી. આમાની જ એક હતી કેયા. બધા એક જ ક્લાસમાં હતા. પહેલાં જ દિવસથી તેને સમ્રાટ ગમી ગયો હતો પણ સમ્રાટ તો તેને ક્યારેય ભાવ નહોતો આપતો. એ તો બરાબર પણ જ્યારે એક શ્યામલી લાવણ્યા અને એ પણ એની કઝિનને જ્યારે સમ્રાટે તેની ગર્લફ્રેન્ડ અને જીવનસાથી તરીકે પસંદ કરી ત્યારે કેયાનો રોષ ભભુકી ઉઠ્યો હતો. અને ત્યારથી તેને લાવણ્યા સાથે વધારે હુંસાતુંસી થઈ જતી. અને કોલેજમાં પણ બધા કહેતા કે 'સમ્રાટ આટલો દેખાવડો હોવા છતાં એણે લાવણ્યામા શું જોયું !' છતાં આ બધાથી જ લાવણ્યા કે સમ્રાટને કોઈ ફેર ન પડતો.

બસ આમાને આમાં કદાચ બધુ થઈ ગયુ. અને એના પપ્પાને પણ લાવણ્યાના જવાથી કરોડોની પ્રોપર્ટી એમની થઈ ગઈ એટલે એજ સ્વાર્થમાં કશુ બહાર પાડ્યા વિના બધુ પતાવી દીધુ.


બસ પછી તો હુ નોકરી કરવા ખાતર નોકરી કરતો. હોસ્ટેલના માલિકે મને ઘણીવાર રૂપિયા આપવાની કોશિશ કરી જેથી હુ ક્યારેય એ બાબતે કોઈ સામે કંઈ કહુ નહી પણ મે ક્યારેય લીધા નહોતા. પણ ધીરે ધીરે ખબર નહી એકાદ બે વર્ષમાં એડમિશન બહુ ઓછા થઈ ગયા. અને જે લેતા એ એકાદ મહિનાથી વધુ ટકતા જ નહી. કદાચ લાવણ્યાની આત્મા કોઈને રહેવા ન દેતી હોય. આખરે પછી છેલ્લે હોસ્ટેલના માલિકે એ હોસ્ટેલ બંધ કરી દીધી. લગભગ ત્રણેક વર્ષ એમ જ રહ્યા બાદ તેમણે એ હોસ્ટેલ આ જ્ઞાતિ સમાજ વાળાને વેચી દીધી.


અક્ષત : 'એ લોકોએ કંઈ પુછપરછ કર્યા વિના ખરીદી લીધી ?' કે આટલી વિધાનગરની પહેલા નંબરની ગણાતી હોસ્ટેલ કેમ અચાનક બંધ થઈ ગઈ ?'

દાદાજી : 'એ તો ખબર નથી. પણ આ લોકોએ હોસ્ટેલ તો સારી બનાવેલી હતી. એટલે આ જ્ઞાતિ સમાજવાળાએ થોડુંક સરખુ કરીને હોસ્ટેલ શરૂ કરી દીધી. પણ બેટા મે તને આટલું કહ્યું પણ તારી સાથે શું થાય છે ? તારે કેમ આ બધુ જાણવાની જરૂર પડી ?'

રૂહી તેમને બધી જ વાત જણાવે છે....

દાદાજી : 'હવે એ લાવણ્યાની આત્માને મુક્તિ મળે તો જ કંઈ થાય. બાકી તો આ હોસ્ટેલ પણ બંધ થઈને રહેશે. એ કોઈને નહી છોડે.'

રૂહી : 'પણ મારે તમને એક મહત્વનો સવાલ પુછવાનો બાકી છે. તમે કહી શકશો ?'


શું હશે રૂહીનો સવાલ ? એ જવાબ આપી શકશે દાદાજી ? કેવી રીતે મળશે લાવણ્યાની આત્માને મુક્તિ ?

જાણવા માટે વાચતા રહો, કળયુગના ઓછાયા - ૨૨

ક્રમશ:


Rate this content
Log in

More gujarati story from Dr.Riddhi Mehta

Similar gujarati story from Horror