Exclusive FREE session on RIG VEDA for you, Register now!
Exclusive FREE session on RIG VEDA for you, Register now!

Dr.Riddhi Mehta

Horror Drama Thriller


3  

Dr.Riddhi Mehta

Horror Drama Thriller


કળયુગના ઓછાયા -૩૫

કળયુગના ઓછાયા -૩૫

6 mins 684 6 mins 684

આસ્થા વાત પૂરી કરીને પાછળ ફરે છે તો બધા તેની સામે જોઈ રહ્યા હોય છે.

તે પહેલાં પંકજરાય પાસે જાય છે....અને ફોન આપીને કહે છે, અંકલ હું કેયા નથી તેની નાની બહેન આસ્થા છું.

પંકજરાય : તું તો પણ એના જેવી જ દેખાવ અને હાઈટબોડીમા છે..બસ એક ફેર છે કે તે બહું ફેશનેબલ લાગતી હતી... જ્યારે તું બધી જ રીતે સિમ્પલ.....

આસ્થા: હા... અંકલ પણ હવે અમે લોકો સાથે નથી. ઈન્ફેક્ટ હું એને ક્યારેય મળી જ નથી....

પંકજરાય : એવું કેમ ?

આસ્થા તેની બધી વાત કરે છે અને કહે છે, આજે મે મારા પપ્પા સાથે પહેલીવાર વાત કરી....પણ મને હવે એવું લાગે છે કે તે બહું દુઃખી પણ છે અને કદાચ તેમને આ વાતનો બહું પસ્તાવો પણ થઈ રહ્યો છે.


આસ્થા : આજે મારે તમારી મદદ જોઈએ છે... અંકલ અને મેડમ તમારી પણ.

પંકજરાય : એકવાર મદદ કરી તો આ બધામાં ફસાઈ ગયો....હવે બીજીવાર આ બધામાં નથી પડવા ઈચ્છતો.

આસ્થા : મારા પપ્પા માટે હવે તમારે કંઈ નથી કરવાનુ...કરવાનુ છે ફક્ત એક ઇન્સાનિયત ખાતર.... પ્રેમને ખાતર...એક આત્માની મુક્તિ માટે.....

મીનાબેન : પણ તમને હું શું મદદ કરી શકું આમાં ?

રૂહી : વચ્ચે બોલવા માટે માફી માગું છું....જે થઈ ગયું એ બહું દુઃખદ હતું....એ થવુ પણ નહોતું જોઈતુંં.... કદાચ સમય, સંજોગો અને પરિસ્થિતિ એવી આવી જાય છે કે માણસ એકદમ સ્વાર્થી તો ક્યારેક સુઝબુઝ વિનાનો બની જાય છે....અને "વિનાશ કાલે વિપરીત બુદ્ધિ " એવા કામ કરી દે છે.

પણ હવે એના પાછળ જિંદગી ખરાબ કરવાનો કંઈ અર્થ નથી....પહેલી વસ્તું કે લાવણ્યાની આત્મા ખરેખર ભટકે છે..તે મુક્તિ નથી પામી...તે અમારા રૂમમાં જ અતૃપ્ત રૂપે...હવે તેને મુક્તિ અપાવવી જરૂરી છે...નહી તો ધીમે-ધીમે આ હોસ્ટેલ પણ બંધ કરવાનો વારો આવશે.ગમે તેનો જીવ એ લઈ શકે છે‌.


અંકલ વર્ષો પહેલાં આ ધમધમતી હોસ્ટેલ બંધ કરવી પડી હશે ત્યારે તમને પણ બહું નુકસાન થયું હશે...અને સાથે દુઃખ પણ થયું હશે. હવે જો આ હોસ્ટેલ બંધ થાય તો કેટલુ નુકસાન થશે ?

અહી બધાને ફ્રીમાં રહેવા મળે છે. એ હોસ્ટેલ તો હાઈફાઈ હોવાથી શ્રીમંત પરિવારની છોકરીઓ જ ત્યાં રહેવા આવતી. એટલે એ લોકો તો બીજે પણ પૈસાથી રહી શકે જ્યારે અહીં ઘણાબધા એવા છે કે જે બહાર હોસ્ટેલમાં રહેવાની ફીસ ભરી શકે એમ નથી. તેઓ કોલેજની ફીસ માંડ ભરી રહ્યા છે. તો મારૂ માનવું છે કે આ હોસ્ટેલ કોઈ પણ સંજોગોમાં બંધ ના થવી જોઈએ.

પંકજરાય : પણ હું શું કરી શકું ?

આસ્થા : તમારે અને મીનાબેન ને સાથે મળીને આજે વિધિ માટે એક વ્યક્તિ આવવાના છે એમને અંદર આવવા દેવાના છે....જો એ તમારા વચ્ચે મતભેદ ન હોય તો શક્ય છે....જો તમે એમને હા પાડશો તો જ એ આ માટે પરમિશન આપશે.

અમે ઈચ્છત તો ખોટી રીતે પણ તેમને અંદર લાવી શકત જેવી રીતે મેડમે પેલા દિવસે મારૂ પાર્સલ એમના રૂમમાં લઈ જઈને મુકી દીધુ હતું અને ચોકીદાર ને ના પાડી હતી કે પાર્સલ નથી આવ્યું...પણ અમે જે પણ કરવા માગીએ છીએ તે બધાની પરમિશનથી અને બધાના સારા માટે કરવા ઈચ્છીએ છીએ...જેથી બધા આ બધામાંથી મુક્ત થાય તો સારી રીતે ભણવાનું કરી શકે...!!

પંકજરાય અને મીનાબેન એકબીજા સામે જોઈ રહ્યા છે....એ જોઈને રૂહી કહે છે... અંકલ મારે તમારી સાથે થોડી વાત કરવી છે જો તમને વાંધો ન હોય તો...

પંકજરાય : હા બોલને ?

અત્યારે તેઓ એકદમ રિલેક્સ થયા હોય એવું લાગી રહ્યું છે. એ તકને ઝડપતા જ તે રૂહી કહે છે અંકલ આપ થોડીવાર બહાર આવશો મારી સાથે?

પંકજરાય હા પાડતા જ રૂહી અને આસ્થા તેમની સાથે બહાર જાય છે.....

                  

રૂહી : અંકલ તમે અમારા પિતા જેવા છો. તમારે મારી સાથે કોઈ સંબંધ નથી....અને તમારાથી બહું નાની છું. છતાં એકવાત કહુંં છું તમને યોગ્ય લાગે તો વિચારજો..

પંકજરાય : હા બોલ...

રૂહી : તમારી પત્નીના અવસાન પછી તમે એકલા પડી ગયા છો ને ? એ માટે જ તમે મીનાબેનનો સહારો લીધો છે..અને હવે તો તમે પણ એકલા છો કારણ કે તમારો દીકરો તો ફોરેન છે. હવે આટલો બધી સંપતિ અને ધંધો છોડીને તમે ત્યાં કાયમી રહેવા જવા ઈચ્છતા નથી...તો તમને પણ આગળ સહારાની તો જરૂર પડશે જ. મીનાબેન પણ એકલા જ છે..એમનો પણ સહારો કોઈ નથી.

ભલે અત્યારે આ રીતે અત્યારે તેમની સાથે છો...પણ આ રીતના સંબંધોને સમાજ અપનાવતું નથી અને આંગળી તો એક સ્ત્રી પર જ ચીંધવામાં આવે છે. આવા સંબંધો સાથે એક સ્ત્રી ખુશ પણ રહી શકતી નથી અને તેનુ સ્વમાન પણ ઘવાય છે...‌ભલે એ શ્રીમંત પરિવારના નથી, તેમની પાછળ એવું કોઈ બેકગ્રાઉન્ડ નથી....પણ તે એક વ્યક્તિ તરીકે સારા છે....બંનેને એકબીજાનો સહારો મળશે...અને તમને ક્યાં પૈસાની કોઈ કમી છે‌ ?

નાની છું પણ જેના સાથે કોઈ સંબંધ નથી એમની જિંદગી માટે બહું મોટી વાત કરી રહી છું, કે તમે બંને લગ્ન કરી લો......!!

પંકજરાય તો આમ રૂહી સામે જોઈ જ રહ્યા !!

આસ્થા : અંકલ સાચી વાત છે રૂહીની‌. તમારી સગી દીકરી હોત તો પણ તમને આવું જ કહેત...

પંકજરાય : પણ એક દીકરો આવું કહી શકે ?

રૂહી : હા કેમ ના કહે ? એ એની રીતે એની જિંદગી જીવી રહ્યો છે... ત્યારે તમે તો એકલા જ છો ને ? તમે તમારા મનની વાત કોને કહો..

પંકજરાય : પણ આ વાત હુંં મારા દીકરાને કેમ કહી શકું ? અને સમાજ શું વિચારે કે આટલી ઉમરે શું લગ્ન કરવાના અભરખા થયા ?

આસ્થા : એ બધુ ન વિચારવાનુ હોય અંકલ...લોકો તો ચાર દિવસ વાતો કરીને બંધ થઈ જાય... મુખ્ય વાત તમારો દીકરો અને વહું તૈયાર થાય અને મીનાબેનને અપનાવવા માટે તૈયાર હોય એ જરૂરી છે.

માણસને એકબીજાની જરૂર ફક્ત શરીરસુખ માટે જ નથી હોતી....પણ પોતાના પ્રત્યે બીજાની લાગણી, માવજત અને હુંફ ઈચ્છતો હોય છે..‌‌...

રૂહી : મને તમારા દીકરાનો નંબર આપો....હું વાત કરીશ...પણ પહેલા તમારી ઈચ્છા કહો.

પંકજરાય : હું એકવાર એમની સાથે વાત કરીને તમને જવાબ આપુ.

રૂહી : અંકલ તમારા દીકરા વહું સાથે વાત કરીને મનાવવાની જવાબદારી મારી.....કહીને રૂહી અને આસ્થા અંદર જઈને સ્વરા અને અનેરીને બહાર બોલાવીને એ બંનેને વાત કરવા માટે મોકળો માર્ગ આપે છે અને એ લોકો રૂમમાં જતા રહે છે..

                  

રૂમમાં બધા જાય છે અને થોડુ રિલક્સ ફીલ કરે છે. સવારના સાત વાગી ગયા છે.

અનેરી : આજે તો આપણે આખી રાત જાગ્યા છીએ....પણ જાણે હજુ પણ ઉજાગરા જેવુ લાગતું નથી....જાણે બસ હવે એ આત્માને મુક્તિ અપાવવી એ જ આપણુ ધ્યેય બની ગયું છે.....બસ હવે એક દિવસ વધારે.....હું તો કોઈ દિવસ ભણવા માટે પણ આટલું જાગી નથી.

રૂહી હું આવુ એમ કહીને ફોન લઈને બહાર જાય છે....

આસ્થા : અક્ષત બિચારો સૂનો પડી ગયો હશે રૂહી વિના...નહી સ્વરા...

રૂહીને ચીડવવાની મજા આવે છે નહી ? લોકો એકબીજાને આટલુ પસંદ કરતા હોવા છતાં એકબીજાને પોતાની લાગણીઓ કહી શકતા નથી.

અનેરી : કેટલાક સંબંધો આગળ વધીને તૂટે એના કરતાં એમ જ સચવાઈ રહે એમાં ભલાઈ હોય છે.


એટલામાં રૂહી મનમાં ખુશ થઈને અંદર આવીને કહે છે, અનેરી આજે બપોરે તું મારી સાથે આવીશ ?

રૂહી : બસ કંઈ નહી એક સરપ્રાઈઝ છે....પણ પ્લીઝ તું મને આટલા દિવસમાં થોડી પણ ફ્રેન્ડ માનતી હોય તો આવજે....

અનેરી : સારૂ હવે આવીશ....

દસ વાગે રેડી થઈને રૂહી અને અનેરી બહાર જાય છે. અને સ્વરા અને આસ્થા મીનાબહેનનો ફોન આવતા નીચે તેમના રૂમમાં પહોચે છે.....આજે ગમે તેમ પણ તેના પપ્પાને મળવાની હોવાથી બહું ખુશ છે.


શું હશે રૂહીની સરપ્રાઈઝ ? અને એ પણ અનેરી માટે ?

મીનાબેને આસ્થા ને શું કામ રૂમમાં બોલાવી હશે ? શું હશે એમનો જવાબ ? આસ્થા ના પપ્પા આજે આસ્થાને શું વાત કરવાના હશે ?

ક્રમશઃ


Rate this content
Log in

More gujarati story from Dr.Riddhi Mehta

Similar gujarati story from Horror