Dr.Riddhi Mehta

Drama Inspirational

1.0  

Dr.Riddhi Mehta

Drama Inspirational

પ્રેમનું અર્પણ, નારીનું સમર્પણ

પ્રેમનું અર્પણ, નારીનું સમર્પણ

13 mins
511


મિશ્વા આજે એક નવા પરિવારમા આવી છે પરણીને. આખો પરિવાર અને સાથે મિશ્વા અને માલવ બંને પણ બહું ખુશ છે. આખરે લગ્ન પણ તેમની મરજીથી થયા છે.

બસ દુ:ખી છે મિશ્વાના મમ્મી પપ્પા આનંદ અને લેશા. મિશ્વા તેમનુ એકમાત્ર સંતાન છે. બહું લાડકોડથી ઉછરી છે. આનંદ તો તેનો પડ્યો બોલ ઝીલે. તેની દરેક ઈચ્છા ઓ પૂર્ણ કરી છે. સામે આ બધુ જ સરભર રહે અને મિશ્વા જિદ્દી અને અભિમાની ન બની જાય તેનુ ખાસ ધ્યાન રાખતી તેની મમ્મી લેશા.

એવું નથી કે તેની મમ્મી ફોરવર્ડ નથી પણ હકીકતમાં તેણે અને આનંદે કહી શકાય કે બધુ જ શૂન્યમાથી સર્જન કર્યું છે એમ કહી શકાય. આનંદ અને લેશાના લગ્ન થયા ત્યારે એમ કહી શકાય કે તેમની પાસે ડિગ્રી સીવાય કંઈ જ નહોતુંં. બંનેના ઘરની સ્થિતિ સાવ મધ્યમ હતી. પરંતું બંનેની હોશિયારી અને ધગશ જોઈને તેમના માતાપિતાએ તેમને પેટે પાટા બાધીને ભણાવ્યા હતા.

બસ પછી લગ્ન પછી તો બંને બસ લગ્ન જીવનની સાથે બંનેએ જોબ શરુ કરી દીધી. આ દરમિયાન તેમણે કેટલાક શોખ પુરા કર્યા તો ઘણા બધા શોખ અને ઈચ્છાઓ પરિવાર ની નબળી આર્થિક સ્થિતિ ને કારણે એમ જ મનમાં ધરબાવી દીધા.

આમ ને આમ જ ચાલતું હતું. થોડા સમયમાં તેમના જીવનમાં એક નાનકડી પરી જેવી ઢીગલીનો જન્મ થયો. બંનેના જીવનમાં એક પતિ પત્ની પછી એક માતા પિતાનો નવો સફર શરૂ થયો. ..

આમ ને આમ એ પરી એટલે કે મિશ્વા પણ મોટી થઈ પણ તેઓ હજુ એટલા સક્ષમ નહોતા બન્યા કે લેશા પોતાની જોબ છોડી દે. તેમને બસ મિશ્વા ના ભવિષ્ય ની ચિંતા હતી. તેને વધારે સમય ન આપી શકવાનુ જરૂર દુઃખ છે પણ બધાના સારા ભવિષ્ય માટે થઈને લેશાએ જોબ શરૂ રાખી. તેને તેના દાદી પાસે આખો દિવસ રાખીને.

લેશાને બીજા સંતાનની ઈચ્છા હતી પણ આ બધા સંજોગો અને કારણોસર તેને અને સાથે જ આનંદ બંનેએ મિશ્વાને દીકરી અને દીકરો બંને ઘણીને તેને આધુનિક યુગની સક્ષમ નારી બનાવવાનું નક્કી કર્યું.

લેશા પણ કંઈ કમ નહોતી પણ તે પણ જોબની સાથે પરિવાર બધુ સંભાળતી. પણ તેઓ તે મિશ્વા ને એ રીતે તૈયાર કરે છે કે તે ક્યારેય કોઈ પણ બાબતમાં પાછી ન પડે.

તેને શું શું નથી શીખવ્યું ? સ્વીમીંગ, કરાટે, ડાન્સિંગ, રસોઈમાં પણ ચાઈનીઝ, ઈટાલિયન, સાઈથઈન્ડિયન, પંજાબી, ગુજરાતી બધુ જ આવડે. .સાથે ભણવામાં પણ તે ઈન્ટીરીયર ડિઝાઈનર બની ગઈ છે. .

આ બધાની સાથે સંસ્કાર તો ખરા જ. આટલું બધુ એક તુંલસી ક્યારાને માવજત અને પ્રેમથી ઉછેર્યા પછી તેને બીજાના હાથમાં સોપવો એ કંઈ નાનીસૂની વાત નથી. .અને એ પણ ત્યાં એ ક્યારો કેટલો સચવાસે એની ન કોઈ ગેરંટી. ન વોરંટી. .

દીકરીના માતાપિતા જ આ લાગણીના તાણાવાણા સમજી શકે. .પોતાના શરીરનુ કોઈ અંગ કોઈ છીનવી લે અને આપણ ને પાંગળાપણુ અનુભવાય એવી જ કંઈક હાલત એક દીકરીને સાસરે વિદાય કર્યા પછી માતાપિતાની થતી હોય છે. એવુ જ અત્યારે આનંદ અને લેશા અનુભવી રહ્યા છે.

સમય અને સંજોગોથી ઘડાયેલા બંને આજે દીકરીને વિદાય આપ્યા પછી ઘરે આવીને રાત્રે પોતાના રૂમમાં હવે એકબીજા નો સહારો બનવાનો નિષ્ફળ પ્રયત્ન કરી રહ્યા છે. .

  

મિશ્વા લગ્ન કરીને કંઈ સપનાઓ અને અરમાનો લઈને માલવ સાથે સપ્તપદીના વચનો લઈને આવી છે.

બંનેના લગ્ન એક અરેન્જ મેરેજ છે પણ બંનેના માતા પિતાએ તેમને એક બીજાને સમજવા માટે બે વર્ષ જેવો સગાઈ પછી નો સમય આપ્યો છે. તેથી કદાચ બંને હવે એકબીજાને બહું સારી રીતે સમજી ચુક્યા હતા. બંનેને એકબીજા ની પસંદ નાપસંદ. કઈ કોની મજબુતાઈ અને કઈ કોની નબળાઈ છે એ પણ ખબર હતી.

લગ્ન કરીને સાસરે પહોંચ્યા પછી બધી વિધિ પૂર્ણ કરતામા જ નવ વાગી ગયા હતા. બસ બંને જાણે એકાત મળવાની રાહ જોઈ રહ્યા હતા.અને બસ જોતજોતાંમાં એ ઘડી પણ આવી ગઈ..અને શરદપુનમની એ શીતળ રાત્રિ. મનમોહક વાતાવરણ. આહલાદક સાનિધ્યમાં. એકબીજા ના સંગમાં માલવ અને મિશ્વા હંમેશા માટે એકબીજા ના થઈ ગયા. !!

બસ સમય જતાં ક્યાં વાર લાગે તેમજ બંને હનીમુન માટે જઈ આવ્યા. .આ દિવસો મા તો ક્યારેય મિશ્વાને સાસરીમાં હોય એવું લાગ્યું નહી. હવે આ બધુ પુરૂ થતાં જ તેને હવે પોતાના ઘરની યાદ આવવા લાગી. એટલે થોડા દિવસ ત્યાં તેના મમ્મી પપ્પા પાસે જઈ આવી.

બસ હવે શરૂ થઈ ગઈ રૂટીન લાઈફ. અને શરૂ થઈ એક આધુનિક યુવતીની એક સંયુક્ત કુટુંબમાં સાથે તેમનો માન આદર સચવાય અને તેના પણ સપના તુંટે નહી તે જ રીતે જીદંગી મા આગળ વધીને મોકળો માર્ગ બનાવવા નો હતો.

માલવ બાબતે તો કોઈ સવાલ જ નહોતો હજુ સુધી. તે તેના પ્રેમભર્યા વ્યવ્હાર અને વ્યક્તિત્વથી મિશ્વાને તરબતર કરી દે છે. .તેનો પડ્યો બોલ ઝીલે છે. લાગણીઓ ના ભીના એ સાગરમાં મિશ્વા છલકાઈ રહી છે. તે માલવમય બની ને મનોમન ભગવાનનો આભાર માની રહી છે કે માલવ જીવનસાથી તરીકે એના જીવનમાં આવ્યો.તે મિશ્વાને એટલુ માન પણ આપતો સાથે જ એની લાગણીઓ ને સમજતો.

માલવનો એક સંયુક્ત પરિવાર છે. તેને તેમાં તેના મમ્મી પપ્પા, બા દાદા, અને એક કાકા કાકી છે અને કાકાનો એક દીકરો અને દીકરી. માલવની એક સગી બહેન.

આટલા મોટા પરિવારમા કામ કરવા મિશ્વા હજુ ટેવાઈ નથી પણ એ બને એટલું ઝડપે શીખી રહી છે. ઘરમાં બધાની ઘણી આદતો. બધી સિસ્ટમ તે બધુ નોધી રહી છે..

બે મહિનામાં તો તે બધુ કરતી થઈ ગઈ..હવે એક દિવસ મિશ્વા કહે છે હું હવે મારા ઈન્ટીરીયર નુ કામ શરૂ કરવા ઈચ્છુ છું. .

માલવ તો રાજીખુશીથી સહજતાથી હા પાડી દે છે. .અને બીજા દિવસે બધા સાથે નાસ્તો કરવા બેઠા હોય છે ત્યારે જ માલવ મિશ્વાના ઈન્ટીરીયર કામ શરૂ કરવા વિશે વાત કરે છે.

ત્યાં જ વચ્ચે તેના દાદી ત્રાડુક્યા, બેટા. ઘરમાં બેટા ક્યાં કમી છે કંઈ ? આટલા રૂપિયા છે આટલા કમાવનાર છે. એને ક્યાં બહાર જવાની જરૂર છે ?

માલવ : અત્યારે બધા પૈસા માટે જ થોડી જોબ કરે છે. એ ભણી છે તેને તેના ભણતરનો પ્રેક્ટિકલી અનુભવ પણ છે તો એ કામ કરે એમાં શું વાધો છે ?

અને આખો દિવસ ઘરે રહીને પણ શું કરશે ?

દાદી : ઘરમાં કેટલા કામ હોય તને શું ખબર પડે ? તારી મમ્મી અને મે આખી જિંદગી બહું કામ કર્યું હવે તો એને પણ આરામ જોઈએ ને ? ક્યાં સુધી આ બધુ કર્યા કરશે.

માલવ : એટલે તું કામ માટે એને ઘરે રાખવા ઈચ્છે છે ? કામ માટે બધુ કામ બંધાવી શકાય ને ? અને રસોઈ માટે તો બધા છો એ પણ કરશે સાથે.

દાદી : આટલા સમય બધા જાતે જ કામ કરતા હતા ને હવે પોતાના બૈરાને કરવાનું થયું એટલે કામવાળી બંધાવવાની .પતિ ગયું હજુ તો એક મહિનો થયો છે લગ્નનો ને બૈરી નુ માનતો અને એનુ ઉપરાણું લઈને ઘરના વડીલો સામે બોલતો થઈ ગયો. આ બહું ભણેલા લાવોને એટલે આ જ પંચાત.

માલવ :દાદી પપ્પા કે કોઈએ કામવાળી કે એવી વસ્તુંઓ માટે ના નથી પાડી પણ તમે લોકો જ અમને કામવાળી નુ કામ ના ગમે કહીને કોઈ આવે તો ભગાડી દેતા.

બીજું કોઈ કશું બોલતું નથી. માલવનો ગુસ્સો હવે વધી રહ્યો છે એ જોઈને ડાયનીગ ટેબલ નીચેથી તેની બાજુમાં બેઠેલી મિશ્વા માલવનો હાથ પકડીને ધીમેથી હવે આગળ કંઈ પણ ન બોલવા કહે છે અને માલવ ચુપચાપ થઈ જાય છે. .અને બધા શાતિથી કંઈ બોલ્યા ચાલ્યા વિના નાસ્તો કરીને પોતપોતાના કામ માટે જતાં રહે છે.

રૂમમાં આવીને મિશ્વા થોડી ઉદાસ બેઠી હોય છે માલવ તેની પાસે આવે છે. માલવને એમ કે મિશ્વા ગુસ્સે થશે. પણ એ કંઈ બોલી જ નહી. .ફક્ત એટલું જ કહ્યું બકા તને મમ્મી પપ્પા એ સગાઈ વખતે વાત કરી હતીને કે લગ્ન પછી હું હું મારૂ ઈન્ટીરીયર નુ કામ કરીશ મારી ઈચ્છા હશે એ મુજબ..ત્યારે તો તે હા પાડી હતી. તો અત્યારે કેમ આવુ થયું ?

માલવ પ્રેમથી માલવનો હાથ પકડીને કહે છે, બકા અત્યારે પણ મારી હા જ છે. તું અત્યાર ના જમાનાની ભણેલી ગણેલી છોકરી છે. ઘરની ચાર દિવાલો વચ્ચે તારી જિંદગી પસાર થાય એવું હું નથી ઈચ્છતો.. પણ મને નહોતી ખબર કે મારા ઘરનાઓ આવુ વિચારતા હશે. પ્લીઝ તું નિરાશ ના થઈશ આમ. તને ખુશ રાખવી મારી ફરજ છે. હું કંઈ કરીશ.

મિશ્વા : માલવ તું ચિંતા ના કર હવે જે કરીશ તે હું કરીશ. અને પ્રેમથી આ ઘરમાં રહીને જ અને બા જ મને સામેથી હા પાડશે. .

માલવ : એવું તું શું કરીશ ?

મિશ્વા : આ વાત ખરેખર મારે જ મારી રીતે દાદીને કહેવાની જરૂર હતી જેથી બા ને તું મારૂ જ માનનારો પણ ના લાગે. તું જો હું બધુ ધીરે ધીરે કરીશ..

માલવ : સારૂ.. જેમ તને ઠીક લાગે તેમ. હું હંમેશા તારી સાથે છું. બાય. લવ યુ કહીને તે ઓફિસ જવા નીકળે છે..

મિશ્વા વિચારે છે મમ્મી જ્યારે લગ્ન કરીને આવી હતી તેને ઘરની પરિસ્થિતિ ને કારણે જોબ કરવી પડી હતી. અને ખાસ તો મારા જન્મ પછી કદાચ મને છોડીને જોબ માટેની ઈચ્છા ન હોવા છતાં. .

આજે મને એટલી ભણાવી ગણાવીને દરેક પ્રકારે તૈયાર કરીને મમ્મી એ મોકલી છે. પણ મમ્મી ક્યારેય તેની ઈચ્છા નાઈચ્છા કોઈ સમક્ષ રજુ નહોતી કરતી..બધાની ઈચ્છા હોય એ મુજબ કરી લેતી..તેને તેના ઘણાય શોખ ઈચ્છાઓ તો જન્મતા પહેલાં મારી નાખ્યા હતા.

અને આજે હું પણ તેના જેવી જ શોખીન છું. એટલે જ કદાચ તેને મને એવું શીખવ્યું છે કે હું કોઈ વસ્તુંમા હારી ન જાઉ. મારા શોખ અધુરા ન રહે માટે મને સારા પૈસાવાળા ઘરમાં પરણાવી. જેથી ઘરની જવાબદારી ઓ પુરી કરવામાં મારા શોખ કરવાની ઉમય જતી ન રહે..

પણ જમાનો ગમે તેટલો બદલાય. સ્ત્રીઓની સ્થિતિ એવી જ રહે છે ? કોઈના પર હંમેશાં આશ્રિત જ રહેવાનું ? સામાજિક રીતે બધાની માનસિકતા હજુ આવી જ છે ? ઘરની ચાર દિવાલો વચ્ચે રહીને ઘરનુ કામ, કોઈની ને કોઈની ચુગલી, બીજાના ઘરની પંચાતો કરવી. .આજ થોડું કામ છે ?

આ ટેક્નોલોજી અને વિજ્ઞાનના જમાનામાં દુનિયા કેટલી આગળ નીકળી ગઈ છે. .અને સ્ત્રીઓ શું ઘરમાં રહીને પુરુષોના હુંકમો ને સાભળવાને સહન કરવા માટે થોડી છે ? આખરે શું કામ કરવુ જોઈએ ?

બસ હવે હું મારી રીતે જ ઘરનાને મનાવીશ. બધાની સાથે રહીને તેમની માનસિકતા જાણીને તેમને બદલીશ. એ પણ આ ઘરમાં બધાની સાથે રહીને જ. .માલવને તેના પરિવારથી દુર કર્યા વિના જ. કાલથી જ શરુ થશે મારૂ મિશન.

"આજની નારી સૌને ભારી,

      હું રહી નથી હવે અબળા.

સૌને હંફાવી દઉ એવી છું સબળા. ..

   મારા કદમ બનશે એવા જ અનોખા.."

મિશ્વાએ બીજા જ દિવસે હવે તે વહેલા ઉઠી ગઈ સૌથી પહેલાં પાચ વાગ્યે . અને બધા છ વાગ્યા ત્યારે અડધુ કામ પતાવી દીધું હતું. .પછી તે માલવના બા સાથે પુજાપાઠ કરે છે. તે કહે એ પહેલાં બધુ જ તેમનુ કામ કરી દે છે. ઘરમાં પણ કોઈને પણ કંઈ પણ મદદની જરૂર હોય તે મદદ કરતી.

અને સાથે જ રસોઈ પણ એ બનાવી લેતી. તેને અવનવી વાનગીઓ ઓનલાઈન શીખીને બનાવે છે પાછી બધાને ભાવે તે રીતે.

કહેવાય છે ને કે પેટ એ કોઈના દિલની નજીક પહોચવાનો સહુંથી સરળ માર્ગ છે. બધાને આજ સુધી તો બધાની કોમન અમુક વસ્તુંઓ બને ને બધા જમી લે. પણ હવે તો બધાને ભાવતી અલગ અલગ વસ્તુંઓ બનવા લાગી છે. એ પણ મિશ્વા એનું ધ્યાન રાખીને બનાવતી કે કંઈ બગાડ ન થાય, નહી તો પાછુ બીજો સવાલ ઉઠે કે અલગ અલગ બનાવવાથી બગાડ થાય છે. પણ તે દરરોજ આવુ ના કરતી. દરરોજ એકાદ બે વ્યક્તિની ભાવતી વસ્તું બનાવે.

વળી દાદી અને તેના સસરાને ડાયાબિટીસ હોવાથી તેઓ ગળપણ વિનાની અને લિમિટેડ વસ્તુંઓ ખાતા. તેમને એકનુ એક શિડયુલ વાળુ ખાઈને કંટાળી જતા.

મિશ્વા હવે એ લોકોને સારી અલગ વેરાયટી વાળી વસ્તુંઓ બનાવી દેતી કે ડાયાબીટીસ મા ખવાય. .

આ બધાથી હવે બધાને મિશ્વા સાથે મજા પડવા લાગી છે. આમ પણ તે થોડી બોલકી અને મજાકી છે. તે કોઈને પણ સાચી વાત બહું સારા ટોનમા કહી શકે છે. પણ આજ સુધી બધું નવુ હોવાથી તે તેનો બહું ઉપયોગ નહોતી કરતી.

હવે મિશ્વા કંઈ કહે તો બધા તેની વાત માનવા લાગે છે. પણ તે અત્યારે તેના જોબ માટે પુછવા નહોતી ઈચ્છતી. તે ઈચ્છે કે એ લોકો સામેથી મને કહે..

તે આખો દિવસ બધા માટે આટલું કરતી એટલે બધા પણ બેસી રહ્યા વિના તેને મદદમાં લાગી જતા. પણ બાકીના તો હવે થોડી ઉમર થઈ હોવાથી કામમાં થાકી જતા. પણ માલવના બા નુ એટલું વર્ચસ્વ હતું કે કોઈ એમની સામે બોલી ન શકતુંં. કારણ કે માલવના દાદા બહું જાયદાદ તેમના ગયા બાદ મુકી ગયા હતા. આ લોકોએ તો ફક્ત સંચાલન કરવાનુ છે.

છેલ્લે બા જ થાકીને બોલ્યા આપણે વાસણ કચરા પોતા બંધાવી દઈએ જેથી બધાને રાહત રહે. અને મિશ્વા બેટા તારૂ એ પેલુ વોશિંગ મશીન લાવી છે ને તારા પપ્પાના ઘરેથી એ પણ જો તને વાધો ન હોય તો બહાર કાઢી દે. .

આ સાભળીને બધા ખુશ થઈ જાય છે. કે બા આખરે માન્યા ખરા. જે આટલા સમયમાં કોઈ ન કરી શક્યું એ મિશ્વા એ કર્યું. ..

પણ સાથે કહ્યું કે હવે તો મને એક નાનકડું આ ઘરમાં ખિલખિલાટ કરનાર બાળક જોઈએ છે. પણ આ બાબતે મિશ્વા કે માલવે કંઈ જ પ્રતિભાવ ન આપ્યો..

પણ હજુ આટલેથી મિશ્વાનુ કામ પુરૂ થયું નહોતુંં.. મિશ્વાને તો એક સ્ત્રી માટે ની ઓળખ બદલવી હતી.

હવે ઘરમાં કામ કરવા વાળા આવવા લાગ્યા એટલે એક સંયુક્ત કુટુંબમાં બહું મોટો કામ નો ભાર હળવો થઈ જતાં ઘરની સ્ત્રીઓ પણ હવે ઘરકામમાં જ જે આખો દિવસ રચીપચી રહેતી તેમાંથી મુક્ત થઈ.

એક દિવસ મિશ્વાએ કહ્યું દાદી તમને ડાયાબીટીસ છે રેગ્યુલર ચાલવા જવું જોઈએ. હું પણ તમારી સાથે આવીશ.

હવે તો મિશ્વા બાની લાડલી વહું બની ગઈ છે. મિશ્વા તેમની અપેક્ષા મુજબનુ કામ કરીને તેને જે બદલાવ લાવવા છે એ લાવી દે છે. અને હવે તો જોબ કરવાની વાત સુધ્ધાં નથી ઉચ્ચારતી. .

સવારે તો થોડું બા તૈયાર ન થાય એટલે એ સાજે તેમને બહાર લઈને જતી. .આટલા રૂપિયા હોવા છતાં ક્યારેય બહાર ની દુનિયા જોઈ જ નહોતી. થોડો જીવ ટુકો છે. .અને થોડીક રૂઢિચુસ્તતાને કારણે. .

રોજ બહાર જવાને કારણે તેમને થવા લાગ્યું કે કેટલી દુનિયા આગળ વધી ગઈ છે. સ્ત્રીઓ ફક્ત ઘરની જરૂરિયાત હોય તો જ નોકરી કરે એવું જરૂરી નથી પણ તે પણ પુરુષ સમાન કામ પણ કરી શકે છે. અને તેની આગવી ઓળખ બનાવી શકે છે. .

એકાદ મહિના સુધી આ બધુ જોવા નીહાળવાને કારણે તેમનામાં થોડો બદલાવ આવ્યો. તેમના ઘરમાં પુરૂષો કે ઓફિસમાં કામ કરતાં માણસો જ મોટા ભાગની વસ્તુંઓ લઈ આવે. સ્ત્રીઓ જલ્દી ઘરની બહાર નીકળે જ નહી.

ઘરમાં કોઈના પણ લગ્ન કે પ્રસંગ હોય તો બહાર જવાનું નહી પણ મોટા એક બે સાડીઓની દુકાનવાળા સારામાથી સાડીઓ ઘરે આવીને બતાવી જાય એમાંથી જ બધાએ પસંદ કરવાની.

દાગીના પણ તેમના એક બે ઓળખીતા સોનીની દુકાનેથી જ લેવાના.

થોડા સમયમાં જ માલવના કાકાની દીકરીનો લગ્ન પ્રસંગ આવ્યો. પૈસા તો ઘરમાં અઢળક હતા. તેની બહેનને તેની પસંદગી ના બધા કપડાં બહાર મોટા શો રૂમ અને થોડી જગ્યાએ ફરીને ડિઝાઈનર કપડાં લાવવા હતા તેના લગ્ન માટે. પણ દાદીને આ માટે કોણ કહે.

માલવના કાકા કાકીને તો કંઈ વાધો નહોતો પણ બા સામે કહે કોણ ?

માલવના કાકાની દીકરી દીપાલીએ મિશ્વા કહ્યું ભાભી દાદી તમારી ઘણી વાત માનવા લાગ્યા છે તો આ વાત માટે તમે એને મનાવશો ?

મિશ્વા : હા ચોક્કસ. .

મિશ્વા બા ને એક દિવસ બેઠા બેઠા વાતવાતમાં ઓનલાઈન શોપિંગ માટે બધી વાત કરે છે. કેટલુ ડિસ્કાઉન્ટ અને વેરાયટી મળે છે. એમાં.

અમુક સાડીને બધુ બતાવ્યું તો દાદી ખુશ થઈને કહે છે આ તો બહું સસ્તા ભાવે પણ છે. પણ એનુ કાપડ ખરાબ નીકળે તો ?

મિશ્વા : ના ગમે તો બા પાછુ આપવાનુ. એમ બા આ બધી વાત પછી કહે છે બા આપણે દીપાલીદીદીની લગ્ન ની ખરીદી સારા મોટા હોલસેલ માર્કેટમાંથી કરીએ તો ?

બા : પણ આપણને તો મોટા દુકાનવાળા ઓછા ભાવમાં ઘરે આપી જાય છે તો ત્યાં શું કામ જવું જોઈએ.

મિશ્વા : બા દીદીની એકવાર ઈચ્છા છે તો જઈએ. અહી તો બિચારા એમની ઈચ્છા પ્રમાણે લઈ લે પછી તો સાસરે ગયા પછી થોડી એમની મરજી ચાલવાની છે. તેમને તો બીજાના કહ્યા મુજબ જ કરવુ પડશે ને ?

આ મિશ્વાના છેલ્લા શબ્દો બા ના દિલમાં કંઈક ઉડે ઉડે પહોંચી ગયા. .તેમને એ દિવસો યાદ આવ્યા જ્યારે એ આ પરિવારમાં વહું બનીને આવ્યા. .મને પણ કોઈના કહ્યા મુજબ કામ કરવાનુ નહોતુંં ગમતું. એ સમયે મને ભરતગુથણનો શોખ હતો પણ મારા સાસુ આવુ કામ આપણા પરિવારમાં ન શોભે કહીને ના પાડી દીધી હતી તો મને એ સમયે કેટલુ દુઃખ થયું હતું. એ તો ફક્ત મારો શોખ હતો. જ્યારે મિશ્વા તો આ માટે ભણીગણીને તૈયાર થઈ ને આવી છે તો તેના કેટલા અરમાનો હશે?

એક સ્ત્રીની લાગણી હું સ્ત્રી થઈને નથી સમજી શકતી તો એક પુરુષ તો આ માટે આખી જિંદગી પ્રયત્ન કરે તો પણ કદાચ સફળ ન થાય. જ્યારે કોઈ સ્ત્રી સાથે અન્યાય થાય ત્યારે એક મા, સાસુ, નણંદ કે દેરાણી જેઠાણી એ એ બળતામાં ઘી હોમવાને બદલે તેને પુરેપુરો સાથ આપવો જોઈએ. .

મિશ્વાને કેટલા અરમાનો સાથે તેના માતાપિતા એ ભણાવી ગણાવીને મોકલી છે અને હું તેને આ ચાર દિવાલોની વચ્ચે આમ જ રહેવા કહું તો તેને કેટલુ દુઃખ થયું હશે ? આપણે આપણા પર વીતેલી તફલીક આપણી આવનારી પેઢીને ન પડે તે ધ્યાન રાખવું જોઈએ એજ એક વડીલ તરીકે નુ કામ છે નહી કે તેની આવડત, ઈચ્છા ,લાગણીઓ ને એક તિજોરીમાં બંધ કરીને રાખવાનુ. ..અને આપણા અહમને પોસવાનુ કામ.

બા બીજા દિવસે જ આખા પરિવાર ને ભેગા કરે છે. અને કહે છે દિપાલીના લગ્ન ની ખરીદી માર્કેટ જઈને એને જે રીતે ગમે તેમ કરશુ. તેની પસંદગી મુજબ જ. .

અને મિશ્વા બેટા મને માફ કરી દે. મે તારો વિકાસ રૂધવાની કોશિશ કરી હતી પણ હવે તું તારી ઈચ્છા મુજબ જોબ. કે તારુ સ્વતંત્ર કામ કરી શકે છે. એ માટે અમે તને સમય ,સહકાર અને પૈસાનો પણ પુર્ણ સપોર્ટ કરીશું.

મિશ્વા તો જોતી જ રહી ગઈ પણ એ પહેલાં માલવ આવીને ખુશ થઈને બાને ઉચકીને કહે છે. બા તને થેન્કયુ. તારો ખુબ ખુબ આભાર.

બા : આ બધુ મિશ્વાને કારણે થયું છે. તેને મને સાચા અર્થમાં વડીલ કેમ બનવું એ સમજાવ્યું છે. એના સંસ્કાર અને કેળવણી બહું ઊંચા છે. .અને હવે હું તમને બાળકો પણ જલ્દી લાવવા કોઈ દબાણ નહી કરૂ..

તમે લોકો બહું સમજદાર છો તમને યોગ્ય લાગે ત્યારે તમારી ઈચ્છા મુજબ લાવજો. (હસીને )એમ પણ હું તો હજુ બહું જીવવાની છું.

મિશ્વા : બા તમારો બહું આભાર. પણ હવે હું દીદીના લગ્ન પછી મારૂ કામ શરૂ કરીશ. હાલ તો તેમની ઈચ્છા મુજબ બધી શોપિંગ અને તૈયારી કરવાની જવાબદારી મારી. .આટલી મોટી જવાબદારી મિશ્વા એ જાતે પોતાના માથે લીધી એ સાભળીને બધા ખુશ થઈ ગયા..

આ ખરીદી દરમિયાન બધાને સમજાયુ કે થોડું ફરીને બહાર જઈને વસ્તુઓ લેવાથી કેટલી વેરાયટી અને ભાવમાં કેટલો ફેર પડે છે. આટલા વર્ષોથી આવી રીતે ખરીદીમાં કેટલા રૂપિયા વધારે આપી દીધા હતા એ પણ બા ને સમજાયું.

બા: આવી સંસ્કાર અને કેળવણી દરેક દીકરીને મળે અને મારી અત્યાર ના જેવા વિચારો ઘરના દરેક વડીલના હોય તો દીકરી ક્યારેય સાસરીમાં દુઃખી ન થાય.

મિશ્વા સાચા અર્થમાં આજે આ પરિવારની દીકરીવહુ બની ગઈ. ..!!!

"સંપૂર્ણ"

                 


Rate this content
Log in

Similar gujarati story from Drama