Unmask a web of secrets & mystery with our new release, "The Heel" which stands at 7th place on Amazon's Hot new Releases! Grab your copy NOW!
Unmask a web of secrets & mystery with our new release, "The Heel" which stands at 7th place on Amazon's Hot new Releases! Grab your copy NOW!

Dr.Riddhi Mehta

Horror Crime

3  

Dr.Riddhi Mehta

Horror Crime

કળયુગના ઓછાયા - ૪૩(

કળયુગના ઓછાયા - ૪૩(

10 mins
593


શ્યામ આમતેમ જોઈ રહ્યો છે, કેયાને શોધવા માટે. એકદમ સરસ રીતે ચાલી રહેલી વિધિમાં કંઈ પણ ખલેલ વિના કેયાનું ગાયબ થવું. ને થોડો આમતેમ જોતો જોઈને અનેરી તેને ઈશારામાં શું થયું એવું પુછે છે. શ્યામ ફક્ત કેયાની ખાલી જગ્યા બતાવે છે. અનેરી એકદમ ગભરાઈને કંઈ બોલવા જાય છે ત્યાં જ તે તેને રોકે છે. અને વિધિમાં ખલેલ ન પહોંચાડવા માટે કહે છે. પણ શું કરવું એ માટે વિચારી રહ્યો છે.


ગુરૂજી અને બીજા એ વ્યક્તિ બંનેની આંખો તો બંધ છે અને સાથે જ બાકી બેઠેલા દરેક વ્યક્તિ પણ આંખો બંધ કરીને મંત્રો બોલી રહ્યા છે. શ્યામ વિચારે છે કંઈ પણ બોલ્યા વિના એ પણ વિધિમાં ધ્યાન આપે. પણ જો આ કંઈ ખોટું હશે તો એમ કરતાં તે આમ તેમ જોઈને વિચારી રહ્યો છે. એકદમજ અનેરી ઉપર જુએ છે અને ગભરાઈ જાય છે અને શ્યામનો હાથ પકડી લે છે. વિધિમાં થોડુંક કંઈક અનહોની બની રહી છે એવું લાગતા ગુરૂજીની આંખ ખુલે છે. એમની નજર બહુ તીક્ષ્ણ હોય છે તે અનેરી મુખની દિશામાંજ નજર કરે છે. જુએ છે કેયા ઉપર છે પંખા પાસે પણ અત્યારે તેના પર એક નહીં પણ બે બે આત્માએ કબજો કર્યો છે. એટલે જ અત્યારે કેયાનો ચહેરો અડધો પુરૂષનો અને અડધો સ્ત્રીનો દેખાય છે.


પરંતુ એ ચહેરો એકદમ બિહામણો તેના માંસ મજ્જા બહાર નીકળી ગયા હોય એવું લાગી રહ્યું છે. એકદમ કદરૂપો ચહેરો બાકીનું શરીર તો કેયાનું એ પેરાલિસિસ વાળુંજ છે. પણ એ કદાચ આત્માના સહારે જ ત્યાં લટકી રહી છે. તેના હાથમાં માનવનું માંસ લોહી છે. તે નીચે એ વિધિમાં નાખવાનો પ્રયત્ન કરતી હોય એવું લાગી રહ્યું છે. ગુરૂજી બહુ જ જ્ઞાની છે તે બહુ સારી રીતે સમજી જાય છે કે અત્યારે કેયામાં સમ્રાટની એકની જગ્યાએ બે આત્માની શક્તિ ભેગી થઈ છે. લાવણ્યાની આત્મા કોઈના શરીર પર કબજો કરી શકે એમ નથી આગળની વિધિ થયેલી હતી એ મુજબ. એટલે સમ્રાટની આત્મા અને લાવણ્યાની આત્મા એકબીજામાં ભળી ગઈ છે અને બંને જણાની બમણી તાકાત થઈ ગઈ છે.


આ બે આત્માઓ કેયાના શરીરનો ઉપયોગ કરીને આ વિધિને રોકવાનો પ્રયત્ન કરી રહ્યા છે. ગુરૂજી શ્યામને વિધિમાં આગળ વધવા કહે છે. આ વિધિમાં કોઈ પણ પ્રકારે અટકવાનું નહીં એ એનો નિયમ છે અને તે પોતાના નવા પેંતરા કરીને આ વિધિને પુરી થતાં અટકાવવાનો પ્રયાસ કરે છે. ફરી એકવાર વિધિ સારી રીતે શરૂ થઈ જાય છે. ઉપર બેઠેલી એ કેયાના શરીરમાં પ્રવેશેલી આત્મા આ બધું એકીટશે જોઈ રહે છે. ફરી અડધો કલાક થાય છે ત્યાં જ એકાએક હાડમાંસના ટુકડા એ વિધિની બધી વસ્તુઓ પર પડવા લાગે છે. હતાં એ નાનાં જ ટુકડા પણ જાણે મોટાં મોટાં કાંકરા પડતાં હોય એવો અવાજ આવે છે. એ સાથે જ બધાંની આંખો ખુલી જાય છે અને ઉપર રહેલી એ આત્મા એક ભયાનક અટહાસ્ય કરી રહી છે.


આમાંથી ઘણા તો આવું દ્રશ્ય પહેલીવાર જોઈ રહ્યા છે. એટલે બધાનાં મનમાં ગભરાહટ થવા લાગી છે. પણ એક શાંતભાવે સ્થિર અવસ્થામાં છે તે ગુરૂજી અને બીજા તેમની સાથે આવેલા ગુરૂજી. એ સાથે જ ગુરૂજી જોરજોરથી મંત્રોચ્ચાર કરે છે અને એ માંસ લોચા હજુ પણ ત્યાં પડી રહ્યા છે. ગુરૂજીએ તેમની વિધિ સિવાય કંઈ પણ બોલવું આ વિધિની સફળતા માટે બરાબર નહોતું. એટલે એ ઈશારાથી શ્યામને કહે છે અને એ બધુ સમજી જાય છે.


શ્યામના કહેવા મુજબ બધા સતત મંત્રોચ્ચાર ચાલુ રાખે છે. અને બધા જ એમની આસપાસ ઉભા રહી જાય છે કે જેથી ઉપરથી કોઈ વસ્તુ એ વિધિમાં પડીને એને અટકાવે નહીં. ઉપરથી કેયા ફક્ત અટહાસ્ય કરીને બધુ નાખવામાં જ વ્યસ્ત છે. આ બધી અડચણો વચ્ચે પણ વિધિ ચાલુ જ છે. અને હવે લગભગ અડધો કલાક જ બાકી રહ્યો છે. હવે કદાચ એ આત્માઓ પણ સમજી ગઈ હશે કે એને એનો છેલ્લો પેંતરો અજમાવી લીધો. કેયા એકદમ નોર્મલ થઈ ગઈ.એનો ચહેરો એકદમ પહેલાં જેવો થઈ ગયો.


એ આત્મા અલગ જાણે એનું સ્વરૂપ ધારણ કરીને તેણે કેયાનું ગળું દબાવવા લાગી. અને એક સાથે એવું લાગવા લાગ્યું કે હાલ જ તે કેયાને નીચે ફેંકશે. એટલે બધા હવે ત્યાં જ આજુબાજુ ઉભા રહી ગયા કે જેથી એ નીચે પડે તો બધા એને પકડી લે છે કારણ કે કેયાની તો પોતાની જાત માટે જરા પણ લડવાની હવે તાકાત નથી. આ જોઈ એ આત્મા અદ્રશ્ય થઈ ગઈ. અને જાણે એક માણસજાતને હરાવવાનું એક બીડું ઉઠાવ્યું હોય એમ એ ખતરનાક રીતે હસવા લાગી. આખા રૂમમાં એ હાસ્યના પડઘા એવા પડી રહ્યા છે બધા માટે એ અવાજ સહન કરવો બહુ મુશ્કેલ બની રહ્યો છે. છતાં બધા મંત્રોચ્ચાર જરા પણ બંધ કર્યા વિના આ માટે એક થઈને પ્રયત્ન કરી રહ્યા છે.


દસેક મિનિટ આવું ચાલ્યા બાદ ફરી આખાં રૂમમાં ઘણીબધી એક જ ચહેરા વાળી કેયા દેખાવા લાગી અને દરેકની પાછળ એ આત્મા એકમાં લાવણ્યાનો ચહેરો તો બીજામાં સમ્રાટનો ચહેરો. સમ્રાટને તો ત્યાં હાજર વ્યક્તિમાંથી ફક્ત મિહીરભાઈએ જ જોયેલો છે. હવે શું કરે બધા એકદમ મુંઝાઈ જાય છે. એ લોકો વ્યક્તિ થોડા છે ને એ ચહેરા અનેક. ક્યાં ક્યાં બધા ઉભા રહે ?

આમાંથી સાચી કેયા કોણ છે એ પણ ખબર નથી. ગુરૂજી સ્થિર મનથી કંઈ પણ કર્યા વિના શાંતિથી ઉભા રહેવાનું કહે છે એમ સામેથી એ આત્મા કેયાને હાલ જ નીચે ફેંકશે એવું લાગી રહ્યું છે.


આ બધું જોઈને સૌથી વધું મિહીરભાઈ ગભરાઈ જાય છે. અને સામે કેયા પણ તેને બચાવી લેવા એક દયામણા ચહેરે આજીજી કરે છે‌‌. આસ્થા પણ દુઃખી થાય છે કે શું કરવું, તેને પણ કંઈ સમજાતું નથી. તેઓ ગુરૂજી અને શ્યામને કંઈ કરવા એક બાપ તરીકે ખુબ આજીજી કરે છે. ગુરૂજી અને શ્યામ તો જાણે જ છે કે આ બધું આત્માનું જ બધું નાટક છે. પણ એક સામાન્ય માણસ કે જે એક દીકરીનો બાપ છે તે આ બધુ કેવી રીતે સ્વીકારે ? તેમનો જીવ તાળવે ચોંટી જાય છે.


અને એ આત્મા જોતજોતામાં કેયાને નીચે ફેંકે છે અને કેયા બહુ જ દર્દ સાથે કલ્પાંત કરે છે. આ જોઈને બધા બહુ દુઃખી થાય છે. અને એની પાસે જવા જાય છે ત્યાં ખબર પડે છે હજુ ઉપર તો બીજી આત્મા અને તો હજુ એમ જ દેખાય છે. તો એ બધાં ચહેરામાંથી કોઈ સાચી કેયા છે કે પછી આ નીચે કલ્પાંત કરે છે સાચી કેયા છે ? મિહીરભાઈ તો ત્યાં જવાની તૈયારીમાં જ હોય છે ત્યાંજ ગુરૂજી ની આજ્ઞા મુજબ પંકજરાય અને અક્ષત ને મિહીરભાઈને પકડીને તેમને ત્યાં જતાં રોકે છે. રૂહી અને સ્વરા ગુરૂજી જે પવિત્ર પ્રવાહી છે એનો આખા રૂમમાં મંત્ર બોલવા સાથે છંટકાવ કરવા લાગે છે. જ્યાં જ્યાં એ પ્રવાહીનો છંટકાવ થવા લાગ્યો એ આત્માના પડછાયા જાણે તરફડિયાં મારવા લાગ્યાં. પણ હજુ તે એ જ સ્વરૂપે હોય છે.


હવે બસ કટોકટીનો સમય છે. છેલ્લી પાંચ મિનિટ છે. એ આત્મા બધી જ જગ્યાએ કેયાનું ગળું દબાવવા લાગી અને રીતસર એકદમ જ ત્યાં બેહોશ થઈ ગઈ પણ તે નીચે ન પડી. હવે એને અડ્યા વિના તો અત્યારે કોઈને એ પણ ખબર નથી કે બેભાન થઈ છે કે મૃત્યુ પામી છે. મિહીરભાઈ તો બુમો પાડવા લાગ્યા છે એક પાગલની જેમ. "મારી દીકરીને બચાવો કોઈ...આના કરતાં તો એ ત્યાં જ હોત તો સારું. એમ તો એમ જીવતી તો હતી મારી સામે મારી દીકરી...અને આ શું થઈ ગયું...."


હવે તો બધા અસ્વસ્થ બની ગયા છે. આ બધાં વચ્ચે પણ ગુરૂજી આ વિધિ પુર્ણ કરી દે છે. અને છેલ્લે એક સ્વાહાનું ઉચ્ચારણ કરીને જય ભોલે બોલે છે. આ સાથે જ બધી જ આત્માના સ્વરૂપ ગાયબ થઈ જાય છે અને કેયા તેની જ વ્હીલચેરમાં ઢળી પડે છે. અને આખા રૂમમાં એક નીરવ શાંતિ છવાઈ જાય છે. ત્યાં જ બધાની નજર સમક્ષ એક બે એકદમ પ્રકાશિત કિરણો ત્યાંથી લિસોટા રૂપે નીકળીને એ બંધ બારીમાંથી આરપાર નીકળી જાય છે. અને આખો રૂમ પ્રકાશિત થઈ જાય છે. અને એક પ્રકાશના સ્વરૂપે બે આત્માઓ દેખાય છે. અને કહે છે, "અમારા અતૃપ્ત આત્માને કારણે બધા બહુ હેરાન થયા છે. પણ હવે અમને મુક્તિ મળી ગઈ છે. કોઈ હવે હેરાન નહીં થાય."


એ વખતે આસ્થા કંઈક પુછવા જાય છે ત્યાંજ એ આત્માઓ ગાયબ થઈ જાય છે. ગુરૂજી એ કહ્યું , એ આત્માઓ હંમેશા માટે મુક્ત થઈ ગઈ છે.

મિહીરભાઈ : 'ગુરૂજી, પણ મારી કેયા માં કોઈ સુધારો નહીં આવે ? એ આખી જિંદગી આમ જ રહેશે ?'

ગુરૂજી : 'કર્મરાજા કોઈને છોડતા નથી. આ આત્માની મુક્તિ સાથે જો એની સજા પુર્ણ થઈ જશે તો એનામાં સુધારો આવશે. નહી તો આજીવન આમ જ રહેશે.'

મિહીરભાઈ : "ગુરૂજી તમે તો આટલા જ્ઞાની છો... હું જાણું છું કે એને બહુ મોટો ગુનો કર્યો છે. અને સાથે મે પણ તેને સાથ આપ્યો એટલે એ બહુ મોટા ગુનાને બચાવવા એટલે હું પણ એટલો જ ગુનેગાર છું. પણ છતાં આજે એક દીકરીના બાપ તરીકે જો તમે કંઈ કરી શકતા હોય એ માટે તમારી પાસે ઝોળી ફેલાવું છું."

ગુરૂજી : 'એક પ્રવાહી તેના પર છાંટે છે. અને એક નાનકડો ચકચકિત પથ્થર હંમેશા તેની સાથે રાખવા આપે છે અને બધું સારું થઈ જશે એમ કહે છે.'

કેયા એમ જ ઢળેલી છે. અક્ષત તેનુ ચેક અપ કરે છે. તેના શ્વાસોશ્વાસ, ધબકારા બધું જ નોર્મલ રીતે ચાલી રહ્યું છે એ જોઈને બધાને થોડી શાંતિ થાય છે. ગુરૂજી આમ તો નીકળવાના જ હોય છે પણ મિહીરભાઈ અને બધાની આગ્રહભરી વિનંતી ને માન આપીને જ્યાં સુધી કેયા ભાનમાં ન આવે ત્યાં સુધી રોકાય છે.

***.

હવે કેયા ભાનમાં આવે ત્યાં સુધી રાહ જોવા સિવાય કોઈ રસ્તો નથી. અક્ષત રૂહીને સાઈડમાં લઇ જઈને બહાર આવવા કહે છે. એટલે રૂહી અને અક્ષત બંને બહાર આવે છે. રૂહી તેને બાજુના રૂમમાં લઇ જાય છે ત્યાં અત્યારે કોઈ હોતું નથી.


રૂહી : 'બોલ શું થયું ? કેમ અચાનક અહીં લઈ આવ્યો ?'

અક્ષત : 'રૂહી, મારે તને એકવાત કરવી છે.'

રૂહી : 'બોલ...'

અક્ષત : 'આઈ લવ યુ, કહીને તે રૂહીનો હાથ પકડી લે છે. રૂહી જો તારી હા હોય તો આ હાથ પકડી રાખ અને જો તને આ સંબંધ ના મંજુર હોય તો આ હાથ છોડી દે.. હું તને એક પણ સવાલ નહીં કરૂં.

રૂહી બે મિનિટ કંઈ પણ બોલતી નથી. પછી એકદમ જ અક્ષતને હગ કરી દે છે. અને કહે છે, આઈ લવ યુ ટુ.


આખરે બંને એકબીજાના પ્રેમનો સ્વીકાર કરે છે. અને પછી એ લોકો ફરી રૂહીના રૂમમાં જાય છે. એ બંનેને અંદર આવતાં આસ્થા અને સ્વરા બંને જુએ છે પણ આસ્થાને લાગે છે રૂહી અને અક્ષત બંનેના ચહેરા પર એક ખુશી દેખાઈ રહી છે. આસ્થા કંઈ પુછવાનું વિચારે છે ધીમેથી પણ ત્યાં જ કેયા થોડી હલે છે અને આંખો ખોલે છે. એ સાથે બધા જ એની આસપાસ ઉભા રહી જાય છે.


કેયા અત્યારે બધા સામે જુએ છે પછી મિહીરભાઈને જોઈને કહે છે, પપ્પા, અહીં કેમ બધા ભેગા થયા છે. અને તે મીનાબેન, પંકજરાય બધાને ઓળખે છે. અને તેને આ રૂમ પણ યાદ આવે છે. તે અત્યારે મેન્ટલી એકદમ સ્ટેબલ બની ગઈ છે. પણ હજુ પેરાલિસિસને કારણે તે ઉભી નથી થઈ શકતી. પણ બાકી એ પહેલાં કરતાં બહુ સારી સ્થિતિમાં દેખાય છે. પણ થોડીવાર પછી તે એકદમ રડીને કહે છે બધાની હાજરીમાં કે, "મારાથી વર્ષો પહેલાં બહુ મોટી ભુલ થઈ ગઈ હતી. મેજ મારી બહેનને મારી નાખી હતી. પણ જેના માટે મે એને મારી એ પણ મને ન મળ્યો. મારી ભુલની સજા મને મળી રહી છે. આ સજા તો મારા માટે બહુ ઓછી છે પપ્પા. કહીને તે કહે છે મને મારા હાલ પર છોડી દો પપ્પા."


ગુરૂજી : બેટા તારાથી ભુલ તો થઈ છે એની સજા પણ તને મળી ગઈ છે. પણ પશ્ચાતાપ રૂપી ઝરણું અત્યારે તારામાંથી વહી રહ્યું છે એ જ બહુ મોટી વાત છે. હવે તમને કોઈ હેરાન કરનાર નથી. બધા શાંતિથી તમારૂ જીવન જીવો. હું હવે રજા લઉં છું.

શ્યામ : ગુરૂજી, હું અને અનેરી એક બંધનમાં તો બંધાયા છીએ પણ અમારા ઘરે પણ માની જાય એવા આશીર્વાદ આપો. ગુરૂજી તેમને આશીર્વાદ આપીને રાત્રેજ નીકળી જાય છે અને ક્યારેય પણ તેને જરૂર હોય તો તેને કહી શકે છે એવું કહીને ત્યાં નજીકમાં એમના એક સંબંધી હોય છે તે એમને લેવા આવેલા હોય છે તેમની સાથે નીકળી જાય છે.

***


થોડાં દિવસો બાદ,

આજે મીનાબેન અને પંકજરાય એક લગ્નના બંધનમાં બંધાઈ જાય છે. આ બાજુ શ્યામ અને અનેરીના ઘરે પણ વાત કરતા બધાં માની થોડી આનાકાની પછી માની જાય છે. અને એ પણ અનેરી પણ લગ્ન પછી તે આ બાબતમાં શ્યામને સાથ આપશે. એનો કોઈને વિરોધ નહીં હોય.


રૂહી અને અક્ષત બંને એકબીજાનો સ્વીકાર કરે છે. ભણવાની સાથે એકબીજાના પ્રેમનો અહેસાસ માણી રહ્યા છે. તેમના ઘરે પણ બંને ભણી રહે એટલે એમના લગ્ન કરવાની પરવાનગી મળી જાય છે. આસ્થા તેના મમ્મી ને બધી વાત કરે છે. અને તેના એ બીજા પપ્પા પણ મિહીરભાઈ અને કેયાને તેની ઈચ્છા હોય ત્યારે મળવાની ખુશીથી પરવાનગી આપે છે. કેયાની સ્થિતિમાં ધીમે ધીમે સુધારો આવી રહ્યો છે. તે પોતે એન્જિનિયર હોવાથી તે હવે ધીમે-ધીમે જોબ પણ શરૂ કરી દે છે. આસ્થા પણ હવે કેયામાં એકદમ સુધારો આવી જાય છે એટલે તે પણ તેની સાથે બહુ સારી રીતે રહે છે.


મિહીરભાઈ લાવણ્યાની બધી જ પ્રોપર્ટી સારા કામમાં વાપરી દે છે. અને એના નામે એક હોસ્પિટલ બંધાવે છે. એનું બધું જ સંચાલન મિહીરભાઈ અને કેયા સરસ રીતે સંભાળે છે. આજે હોસ્ટેલમાં બધુ જ એક નોર્મલ રીતે થઈ જતાં બધા સરસ રીતે હળીમળીને રહે છે, ભણે છે અને મજા કરે છે ! આ કળયુગમાં બધું જ હોય છે. છાયા અને ઓછાયા. ને સારાં અને નરસાં લોકો. એક વ્યક્તિની પહેલને બધાંનો સાથ, ને એક આત્માની મુક્તિ !

સમાપ્ત


Rate this content
Log in

More gujarati story from Dr.Riddhi Mehta

Similar gujarati story from Horror