Shaimee Oza lafz

Romance Others

1  

Shaimee Oza lafz

Romance Others

કિસ ડે

કિસ ડે

1 min
55


ચાંદ અને ચકોરી સમી પ્રિત હતી, ને આપણા યુવાનીનાં સપનાંઓ સંગેમરમરના સ્મારકોમાં આપણા પ્રેમની સુગંધ હતી આપણે એકબીજા ચુમવા તો બહુ અધીરાં હતાં.

ચુમ્મીનો સ્વાદ તો મીઠો હોવાનો સાકર સમો, સંગેમરમરમાં ખાલી આપણે જ હતા, મારા યાર...

આપણી ચુમીઓમાં પણ કેટલી ગરમી હતી મસ્ત યુવાનીની આપણે ગરમીમાં પણ ઠરી ગયા...

ખબર છે,કે આપણે વિખુટાં પડીશુ પણ નજાણે ફરી મળીશું કે નહીં પણ આ હોઠ તને ચુમવા માટે અધીરા બન્યા છે, મન પાગલ બન્યું છે, આ દિલ પોતાના પર કાબુ ખોઈ રહ્યું,તુ ભલે દૂર હોય તો પણ આ હોઠ તને ચુમવા માટે અધીરા બન્યાં છે ન જાણે કેમ લોકો,મને તારા નામ થી જલાવે છે,..... હુ તારી પાસે નથી,તો પણ આ દિલ તારી જ તરફ વધી રહ્યું છે, નથી પાંખ છતાં આ તારા પ્રેમ અવકાશ માં ઉડે છે પણ આ હોઠ તને ન જાણે કેમ ચુમવા અધીરા બન્યાં છે...

આપણા પ્રેમ એ સમાજ નો સેતુ તોડ્યો, દિલ નો તાર જોડયો,ને પ્રેમ ની ઉડાન ભરવાની મોકળાશ શોધી,તને યાદ કરતા આ હોઠે બેશર્મી કરી ન જાણે કેમ મારા હોઠ તને ચુમવા માટે અધીરા બન્યાં છે... હું તને દૂરથી પામુ છું તારા ખ્યાલોમાં જ આ દિલ દિવાનુ થઈ ગયું છે આ હોઠ તો ન જાણે કેમ તને ચુમવા માટે અધીરા બન્યા છે.


Rate this content
Log in

Similar gujarati story from Romance