Best summer trip for children is with a good book! Click & use coupon code SUMM100 for Rs.100 off on StoryMirror children books.
Best summer trip for children is with a good book! Click & use coupon code SUMM100 for Rs.100 off on StoryMirror children books.

Ashvin Kalsariya

Thriller Drama


3  

Ashvin Kalsariya

Thriller Drama


કિંગ - પવાર ઓફ એમ્પાયર - ૨૪

કિંગ - પવાર ઓફ એમ્પાયર - ૨૪

5 mins 550 5 mins 550

(આગળનાં ભાગમાં જોયું કે શૌર્ય જે ઈચ્છતો હતો એ જ રીતે પ્રીતિ સુધી માહિતી પહોંચે છે અને કાનજીભાઈ શૌર્યને મળવા માટેની રુચિ દર્શાવે છે, શૌર્ય પોતાના પ્લાન પર કામ કરવા લાગે છે, મોહનભાઇ પોતાના પિતાજીને બતાવે છે કે તેની કંપની ખૂબ પ્રોફિટમા ચાલી રહી છે અને એ સાથે જ તે કિંગ ઇન્ડસ્ટ્રીઝના માલિકને મળવાની ઇચ્છા પણ વ્યક્ત કરે છે, કાનજીભાઈનું માનવું હતું કે જે વ્યક્તિ બહુ ઝડપથી આગળ વધી રહ્યો હોય એ બેઈમાનીના રસ્તાઓ જ અપનાવે છે, તેની આ ધારણા કેટલા અંશે યોગ્ય છે એ તો સમય જ બતાવશે.) 


દિગ્વિજય સિંહ પોતાની કેબિનમા સિગરેટના કસ મારી રહયો હોય છે, એક તો હુસેનના કેસમાં તેને કંઈ સબૂત મળતા નથી અને ઉપરથી રેડ ડાયરીએ તેને વધુ મુશ્કેલીમાં મૂકી દીધો હતો, અચાનક તેના ફોનની રિંગ રણકે છે અને તે ફોન રિસીવ કરે છે. સામે છેડેથી જે વાત કહેવામાં આવી તે સાંભળીને દિગ્વિજય સિંહ ઉભો થઈ જાય છે અને સિગરેટ તેના હાથમાંથી નીચે પડી જાય છે અને તે બોલી પડે છે, “શું બકવાસ કરે છે.”


તે ફોન કટ કરીને પાટિલને બોલાવે છે, પાટિલ કેબિનમાં પહોંચે છે અને કહે છે, “શું થયું સર?” 

“પાટિલ જલ્દીથી જીપ તૈયાર એક મર્ડર થયું છે.” દિગ્વિજય સિંહ તેની કેપ પહેરતાં કહે છે 

“કોનું મર્ડર થયું છે સાહેબ? ” પાટિલ પ્રશ્ન પૂછે છે 

“કમિશ્નર આર. જે. મિશ્રાનું. ” દિગ્વિજયસિંહ સિગરેટને પગ વડે કચડતા કહે છે.

“કમિશનર નું મર્ડર... ” પાટિલ ચોકી ઉઠે છે. 

“પાટિલ વાતો કરવાનો સમય નથી જલ્દીથી કમિશનર ના ઘરે પહોંચવાનું છે. ” દિગ્વિજય સિંહે પોતાની ગન ઉપાડતાં કહ્યું.

“ઓકે સર ” આટલું કહીને પાટિલ જતો રહ્યો 

થોડીવાર પછી તે બંને જીપ લઈને કમિશનરના ઘરે પહોંચી ગયા, દિગ્વિજયસિંહ અંદર પ્રવેશ્યો ત્યાં જ એક સબ ઇન્સ્પેક્ટરે તેને સલામ કર્યો, દિગ્વિજયસિંહે હકારમાં માથું હલાવીને પ્રતિભાવ આપ્યો. 


“સર કમિશનર સરની ડેડબૉડી અહીં છે. ” સબ ઇન્સ્પેક્ટરે ઈશારો કરતાં કહ્યું 

“આ બૉડી સૌથી પહેલાં કોણે જોઈ ? ” દિગ્વિજય સિંહે કહ્યુ.

“સર મેં જ જોઈ ” સબ ઇન્સ્પેક્ટર એ કહ્યું. 

“તમે અહીં શું કરી રહ્યા હતા.” પાટિલ એ કહ્યું.

“સર હું એક કેસના સિલસિલામાં સર ને ફાઈલ બતાવવા આવ્યો હતો ઘરનો દરવાજો પણ ખૂલ્લો હતો અને જયારે અંદર આવ્યો તો ટીવી ચાલુ હતું અને સામે કમિશનર સર બેઠા હતા અને.... ” સબ ઇન્સ્પેક્ટર એ કહ્યું. 

“હમમ” આટલું કહીને દિગ્વિજય સિંહ ડેડબૉડી પાસે જાય છે.

કમિશનર આર. જે. મિશ્રા સોફા પર બેઠાં હતાં, સામેની બાજુ કાચની બારીમાંથી ગોળી આવી હતી અને સીધી કમિશનરની આરપાર થઈ ગઈ હતી અને સામે દિવાલ પર જઈને ટકરાઈ હતી, દિગ્વિજયસિંહ બારી પાસે જાય છે, બારીમાં એક છિદ્ર ગોળીના કારણે પડી ગયું હતું અને તેની આજુબાજુ તિરાડો પડી ગઈ હતી, દિગ્વિજયસિંહે કાણામાંથી સામે જોયું તો એક ટાવર દેખાઇ રહ્યો હતો, તેણે તરત સબ ઇન્સ્પેક્ટર ને બોલાવ્યા અને કહ્યું, “સામે ટાવરમાં તપાસ કરી ? ”

“હા સર, પણ ત્યાં કોઈ સબૂત ન મળ્યું પણ ગોળી જે એંગલથી ચાલી એ જોતાં તો એવું જ લાગે છે કે તે ટાવર પરથી જ ” સબ ઇન્સ્પેક્ટર એ કહ્યું.

ત્યાં આસપાસ પૂછતાછ કરી? ” દિગ્વિજય સિંહે પૂછ્યું.

“સર ત્યાં આસપાસ ખાલી જમીન જ છે એેટલે કોઈ વ્યક્તિ આવી ને જતું રહે તોપણ કોઈ ને ખબર ન પડે. ” સબ ઇન્સપેક્ટરે કહ્યું.

“ઓકે તમે બાકીના લોકો સાથે ઘરની તપાસ કરો કોઈ વસ્તુ ગુમ તો નથી થઈ ને ?” દિગ્વિજય સિંહે કહ્યું.

“ઓકે સર ” સબ ઇન્સ્પેક્ટર એ કહ્યું.

“સાહેબ કમિશનર સર ને કોણ મારી શકે? ” પાટીલ એ કહ્યું.

“પાટીલ આ કોઈ કોન્ટ્રેક્ટ કિલરનું કામ છે. ” દિગ્વિજય સિંહે કહ્યું.

“કોન્ટ્રેક્ટ કિલર? ” પાટીલ એ કહ્યું.

“હા પાટીલ આવા લોકોને પૈસાથી મતલબ હોય છે, પૈસા લઈને ખૂન કરે છે.” દિગ્વિજય સિંહે કહ્યું. 

“મતલબ ગોળી તેણે ચલાવી પણ બૂંદક આપનાર બીજો કોઈ હતો.” પાટીલ એ કહ્યું.

 

“હમમ, પાટીલ એ તો પ્યાદું છે, માસ્ટર માઈન્ડ કોઈ બીજું જ છે. ” દિગ્વિજય સિંહે આજુબાજુ નજર નાંખતા કહ્યું

ત્યાં જ સબ ઇન્સ્પેક્ટર આવે છે અને કહે છે, “સર ઉપર તો કંઈ ન મળ્યું નીચેના રૂમ બાકી છે.” 

“ઠીક છે એ તપાસ કરો અને મને એક જવાબ આપો. ” દિગ્વિજય સિંહે કહ્યું. 

“હા સર બોલો ” સબ ઇન્સ્પેક્ટર એ કહ્યું.

“જયારે તમે ઘરે આવ્યા ત્યારે દરવાજો આખો ખૂલ્લો હતો? ” દિગ્વિજય સિંહે કહ્યુ 

“ના સર, દરવાજો બંધ હતો એટલે મે ડૉરબેલ વગાડી, પણ કોઈએ ખોલ્યો નહીં અને અંદરથી ટીવી નો અવાજ પણ આવતો હતો એટલે મને થયું સરે સાંભળ્યું નહીં હોય મે દરવાજાને સહેજ ધકકો માર્યા અને તે ખૂલ્લો જ હતો અને જેવો અંદર આવ્યો કે….” સબ ઇન્સ્પેક્ટર એ કહ્યું.

“ઠીક છે તમે અંદર જઈને તપાસ કરો.” દિગ્વિજયસિંહે કહ્યું.


સબ ઇન્સ્પેક્ટર અને તેની સાથે રહેલાં હવાલદાર અંદર જાય છે, “સાહેબ દરવાજો ખુલ્લો હતો, કમિશનર સર પર ગોળી બહારથી ચાલી, કંઈ સમજાયું નહીં ” પાટીલ એ માથું ખંજવાળતા કહ્યું.

“પાટીલ આ કોઈ પ્રોફેશનલ કિલરનું કામ છે, આટલી દૂરથી એકદમ ટાર્ગેટ પર નિશાનો લગાવવો સહેલું તો નથી. ” દિગ્વિજય સિંહે કહ્યું.

“હા સાહેબ એ તો છે. ” પાટીલ એ હામી ભરતાં કહ્યું.

“એક કામ કર પાટીલ કમિશ્નર સરની કૉલ રેકોર્ડ ચેક કર, છેલ્લા કેટલાક દિવસોથી એ કોની સાથે વાત કરતાં હતાં અને કયાં નંબર પર સૌથી વધુ વાત થઈ છે.” દિગ્વિજય સિંહે કહ્યું.

“સર કૉલ રેકોર્ડ કેમ? ” પાટીલે કહ્યું.

“પાટીલ અગર કોઈ એ દુશ્મની નીભાવવા આ કર્યું હશે તો ફોન કરીને ધમકી પણ આપતો જ હશે પણ સરે તેને હળવાશમાં લીધી છે. ” દિગ્વિજય સિંહે કમિશનરનો ફોન ટેબલ પરથી ઉપાડીને પાટીલને આપતા કહ્યું.

“ઓકે સાહેબ ” પાટીલ એ ફોન લેતાં કહ્યું.

અચાનક અંદરથી સબ ઇન્સ્પેક્ટરનો અવાજ આવ્યો, દિગ્વિજયસિંહ અને પાટીલ અંદરની તરફ ગયાં, ત્યાં પહોંચીને તે બંનેની આંખો પહોળી થઈ ગઈ, કમિશનરના બેડરૂમમાં તેનાં બેડની નીચેના ખાના નોટોથી ભરેલાં હતાં, ત્યાં ઉભા બધાં આશ્ચર્યમા હતા કે આટલા બધાં પૈસા કમિશનરના ઘરમાં કયાંથી આવ્યા!

“સર મારા અંદાજ પ્રમાણે આેછામાં આેછા વીસ કરોડ હશે. ” સબ ઇન્સ્પેક્ટરે કહ્યું.

પાટીલ એ નજીક જઈને એક બંડલ ઉઠાવીને ચેક કર્યું અને કહ્યું, “સાહેબ નોટ તો અસલી છે.”


હવે દિગ્વિજય સિંહનું મગજ ચકરાવવા લાગ્યું, અચાનક કમિશનરનું મર્ડર થવું, તેનાં ઘરમાંથી આટલા બધા નગદ પૈસા, હુસૈન અને લાલ ડાયરીનો ભેદ, આ બધું એક સ્વપ્ન જેવું લાગી રહ્યું હતું પણ હકીકતમાં એક નવું રહસ્ય તેની સામે આવવાનું હતું જે આ સ્ટોરીમાં નવો વળાંક લાવવાનું હતું.


ક્રમશઃ


Rate this content
Log in

More gujarati story from Ashvin Kalsariya

Similar gujarati story from Thriller