કિંગ - પવાર ઓફ એમ્પાયર - 23
કિંગ - પવાર ઓફ એમ્પાયર - 23


(આગળના ભાગમાં જોયું કે શૌર્ય જેલમાંથી મુક્ત થઈ જાય છે, પણ સવારે તેને યાદ આવે છે કે પ્રીતિ પણ તેને છોડાવવા મહેનત કરતી હશે અને તેને ખબર પડી કે તે છૂટી ગયો છે તો એ સવાલોનો પહાડ ઉભો કરી દેશે. બીજી તરફ પ્રીતિના દાદાજીને તે નામથી બોલાવે છે અને તેનાં પ્રત્યેની નફરત શૌર્યના શબ્દોમા દેખાઇ રહી હતી, તે S.P. અને અર્જુનને પોતાના પ્લાન પર કામ કરવાનું કહે છે અને કોઈ મિસ્ટર બક્ષી ને પણ ઈન્ડિયા બોલાવવાનું કહે છે, શું હશે હવે નવું રહસ્ય આવો જાણીએ.)
પ્રીતિ સવારે નવ વાગ્યે ઉઠી અને તૈયાર થઈને નીચે પહોંચી ત્યાં સુધીમા તો સાડા નવ વાગી ગયા હતા, નીચે તેના દાદાજી ન્યૂઝ પેપર વાંચી રહ્યા હતા, તે તેની પાસે જાય છે અને કહ્યું., “ગુડ મોર્નિંગ દાદુ”
“ગુડ મોર્નિંગ મારી ઢીંગલી ” કાનજી ભાઈએ કહ્યું.
“મારે તમને એક વાત કહેવી હતી દાદુ.” આટલું કહીને પ્રીતિ સોફા પર બેસી ગઈ.
“તું કંઈ પણ બોલે એ પહેલાં મારા સવાલનો જવાબ આપ.” કાનજી ભાઈ એ કહ્યું.
“સવાલ? અચ્છા ઠીક છે. ” પ્રીતિ એ કહ્યું.
“કાલ કોલેજમાં આટલી મોટી ઘટના થઈ અને તે મને એ વાત બતાવવાની યોગ્ય ન સમજી. ” કાનજીભાઈએ કહ્યું.
“દાદુ અત્યારે હું એ વાત કરવા જ આવી છું.” પ્રીતિએ નિર્દોષ્તાથી કહ્યું.
“તારે કંઈ કહેવાની જરૂર નથી મને બધી ખબર પડી ગઈ છે આજ સવારે જ પ્રિન્સીપાલનો ફોન આવ્યો હતો અને આ બધામા બિચારો એક માસુમ છોકરો ગિરફતાર થઈ ગયો ત્યારે એ વાત તો મને કહી હોત.” કાનજીભાઈએ કહ્યું.
“દાદુ કાલ મે બધાને ફોન કર્યો પણ કોઈને પણ ન લાગયો એટલે મે દેસાઈ અંકલને ફોન કર્યો હતો.” પ્રીતિ એ કહ્યું.
“હા દેસાઈ સાથે મારી વાત થઈ છે એણે પૂછપરછ કરી તો જાણવા મળ્યું કે એ છોકરો કાલ રાત્રે જ છૂટી ગયો અને જે ઈન્સ્પેકટર આ કેસમાં હતો એણે આત્મહત્યા કરી લીધી.” કાનજીભાઈ એ કહ્યું.
“શું?... શૌર્ય ને તો કંઈ નથી થયું ને? ” પ્રીતિ એ ચિંતિત થતાં કહ્યું.
“અચ્છા તો એનું નામ શૌર્ય છે, એને કંઈ નથી થયું. મને વાત મળી છે કે તેને ખાલી પૂછપરછ કરી ને જવા દીધો હતો.” કાનજીભાઈ એ કહ્યું.
“નવરીનો મને કીધું પણ નહીં અને હું અહીં એના માટે ટેન્શન લઈ રહી છું.” પ્રીતિ ધીમેથી બબડી.
“શું કહ્યું. બેટા ?” કાનજી ભાઈ એ કહ્યું.
“કંઈ નહીં દાદુ ” પ્રીતિએ કહ્યું.
“અચ્છા તો એ તારો ફ્રેન્ડ છે? ” કાનજીભાઈ એ કહ્યું.
“હા દાદુ, પણ એ થોડો અલગ છે તમે એને મળશો તો ખુશ થઈ જશો કારણ કે તેના વિચારો પણ તમારા જેવા જ છે.” પ્રીતિએ ખુશ થતાં કહ્યું.
તે શૌર્યના વખાણ કરવા લાગી, કાનજીભાઈ ને થોડી નવાઈ લાગી. કારણ કે પ્રીતિ પહેલી વાર કોઈ છોકરાના આ રીતે વખાણ કરી રહી હતી, કાનજીભાઈ એટલું તો સમજી ગયા હતા કે પ્રીતિ એ છોકરાને પસંદ કરવા લાગી છે.
“અચ્છા બેટા તું આના આટલા વખાણ કરે છે, તો કયારેક એને ઘરે પણ લઈ ને આવ, મારી સાથે મુલાકાત કરાવ.” કાનજીભાઈ એ કહ્યું.
“મે તેને કહ્યું હતું પણ એ વ્યસ્ત હતો, પણ તમે કહ્યું છે તો પ્રોમિસ હું તમારી મુલાકાત એની સાથે જરૂર કરાવીશ.” પ્રીતિએ ખુશ થતાં કહ્યું.
પછી તે એના દાદાજી સાથે વાતો કરવા લાગી અને બંને હસીમજાક કરવા લાગ્યા.
આ તરફ શૌર્ય પોતાના સ્ટડીરૂમમાં લેપટોપમા કામ કરી રહ્યો હતો, ત્યાં જ S.P. આવ્યો અને કહ્યું., “સર તમે જે પ્રમાણે કહ્યું. એ પ્રમાણે અમે વાત ફેલાવી દીધી છે કે તમે કાલ રાત્રે જ પોલીસ સ્ટેશનમાંથી છૂટી ગયા હતા અને ત્યાં માત્ર તમારી પૂછપરછ કરીને તમને જવા દેવામાં આવ્યા હતા અને મારા ખ્યાલ પ્રમાણે આ વાત પ્રીતિ સુધી પહોંચી ગઈ હશે.”
“ગુડ, બક્ષી અંકલ કયારે આવે છે ? ” શૌર્યએ કહ્યું.
“સર મે એમની સાથે વાત કરી છે એ બહુ જલ્દી આવી રહ્યાં છે અને તમે જે કામ કહ્યું. હતું એ ચાલુ થઈ ગયું છું, અર્જુન એ જ કરી રહ્યો છે.” S.P. એ કહ્યું.
“આપણે હવે બહુ ધ્યાનથી કામ કરવું પડશે. કારણ કે બધા કિંગને મળવવાની જિદ્દ કરશે એટલે જયાં સુધી હું ન કહું ત્યાં સુધી કિંગનો અસલી ચહેરો અને નામ કોઈની પણ સામે આવવું ના જોઈએ ” શૌર્યએ કહ્યું.
“શ્યોર સર ” S.P. એ કહ્યું.
“હમમ ” શૌર્ય એ આટલું જ કહ્યું.
“સર બીજી એક વાત હુસેનના મર્ડર કેસનું ઇન્વેસ્ટીગેશન હજી પણ ચાલુ છે અને કોઈ ઈન્સ્પેકટર દિગ્વિજય સિંહના હાથમાં આ કેસ છે, એ પ્રોબ્લેમ ઉભી કરી શકી છે તમે કહો તો એને રસ્તા માંથી હટાવી દઈએ ” S.P. એ કહ્યું.
“કોઈ પણ ઈન્વેસ્ટીગેશન કરી આપણા સુધી નહીં પહોંચી શકે અને બીજી વાત અત્યાર સુધી ઈન્વેસ્ટીગેશન ચાલુ છે, મતલબ કોઈ ઈમાનદાર ઓફીસર છે, આમ પણ આ સમયમાં ઈમાનદાર ઈન્સ્પેકટર બહુ ઓછા છે એટલે તેને કંઈ પણ કરવાની જરૂર નથી. ” શૌર્યએ કહ્યું.
આ તરફ પ્રીતિ શ્રેયાના ઘરે જતી રહી હતી. શૌર્ય વિશે માહિતી આપવા. કાનજીભાઈ પણ પોતાના રૂમમાં જવા ઉભા થઈ રહ્યાં હતાં,
ત્યાં જ મોહનભાઈ આવી ગયા અને કહ્યું., “પપ્પા આ જુઓ….” આટલું કહીને તેણે એક ફાઈલ કાનજીભાઈના હાથમાં આપી.
“વાહ આપણી કંપની તો ઘણી નફામાં જઈ રહી છે. ” કાનજીભાઈ એ ફાઈલ જોતાં કહ્યું.
“હા પપ્પા અને બહુ જલ્દી બિઝનેસ એમ્પાયરનો સૌથી મોટો તહેવાર આવી રહ્યો છે અને આપણી કંપની ઘણી આગળ છે એટલે આ વખતે પણ તમને જ એ પદ મળશે.” મોહનભાઈએ ખુશ થતાં કહ્યું.
“બેટા એ વર્ષો જૂની વાતો છે હવે તો બહુ લોકો કોમ્પિટિશનમાં આવી ગયા છે ” કાનજીભાઈ એ કહ્યું.
“પણ તમારા જેવો અનુભવ અને પ્રતિષ્ઠા કોઈ પાસે નથી.” મોહનભાઈએ કહ્યું.
“આ વાત પર કોઈ તત કરવાની જરૂર નથી જયારે આવશે ત્યારે જોઈ લેશું. ” કાનજીભાઈએ કહ્યું.
“એ વાત પણ ઠીક છે, પણ પપ્પા એક પ્રોબ્લેમ છે, જેને હું ઉકેલી શકયો નથી.” મોહનભાઈએ ચિંતા વ્યક્ત કરતાં કહ્યું.
“કંઈ પ્રોબ્લેમ? ” કાનજીભાઈ એ કહ્યું.
“કિંગ ઇન્ડસ્ટ્રીનું, ખબર નહીં કોણ છે એ મે બહુ મહેનત કરી પણ એ મળતો જ નથી, બધા લોકો એને મળવા માગે છે એની સાથે બિઝનેસ કરવા માંગે છે પણ એ છે કે કોઈ ને મળતો જ નથી. ” મોહનભાઈએ કહ્યું.
“બેટા તું ચિંતા ના કર પડદા પાછળ રહીને બિઝનેસ કરતાં આવા લોકો હમેશા બેઈમાની કરીને જ પોતાનું કામ કરતાં હોય છે અને આવા વ્યક્તિ સાથે આપણે કામ કરવું પણ નથી.” કાનજીભાઈ એ કહ્યું.
“પપ્પા પણ એ બહુ ઝડપથી આગળ વધી રહ્યો છે ” મોહનભાઈ એ કહ્યું.
“ખોટાં રસ્તા થકી જ આટલી ઝડપથી આગળ વધી શકાય છે, એટલે તું ચિંતા ના કર એ બહુ જલદી નીચે પટકાશે.” કાનજીભાઈ એ મક્કમતાથી કહ્યું.
આ તરફ કાનજીભાઈ આવી વાત કરી રહ્યા હતા, બીજી તરફ શૌર્ય પોતાના લક્ષ્ય તરફ આગળ વધી રહ્યો હતો, બહુ જલ્દી કાનજીભાઈની વિચારધારા પણ બદલાવાની હતી કે ઘણી વાર બેઈમાનીથી નહીં પણ ઈમાનદારીથી એ મુકામ સુધી પહોંચી શકાય જયાં પહોંચવાનું બધા સ્વપ્ન જોતા હોય છે. બહુ જલ્દી બિઝનેસ એમ્પાયરના ફંકશનમા શૌર્ય બધાની સામે આવવાનો હતો અને સાથે જ રહસ્યો પણ ઉજાગર કરવાનો હતો.
ક્રમશ: