કિંગ - પવાર ઓફ એમ્પાયર - 22
કિંગ - પવાર ઓફ એમ્પાયર - 22




( આગળના ભાગમાં જોયું કે શૌર્ય ઇન્સપેક્ટર પાવલેને બે વિકલ્પ આપે છે એક તેને જીંદગી આપતો હતો તો બીજો મોત, પાવલેની હાલત ખૂબ ખરાબ થઈ જાય છે અને બીજી તરફ દિગ્વિજય સિંહ લાલ ડાયરીના રહસ્યો જાણવાની કોશિશ કરે છે અને તેને જે માહિતી મળે છે તેના દ્વારા તે કોઈ ચોક્કસ નિષ્કર્ષ પર પહોંચી શકતો નથી અને તે પણ આ સમયે વધારે મૂંઝવણમા મૂકાય છે તો આ તરફ નવી મુસીબત આ સ્ટોરીમા આવી રહી હતી જે એક નવો વળાંક લાવવાની હતી તો આવો જાણીએ)
શૌર્ય રાત્રે મોડો ઘરે પહોંચે છે એટલે તે તરત જ રૂમમાં જઈને સુઈ જાય છે, બીજા દિવસે શનિવાર હોવાથી કૉલેજમાં રજા હોય છે એટલે એ આરામથી સૂતો હોય છે. સવારે સાડા આઠ વાગ્યે તેની આંખ ખૂલે છે. તે ઉઠીને તૈયાર થવા બાથરૂમમાં જતો રહે છે. અડધી કલાક પછી તૈયાર થઈ ને બહાર આવે છે ત્યાં જ તેની ટેબલ પર તેની ફેવરિટ કૉફી અને ન્યૂઝપેપર પડ્યું હોય છે એટલે તે સમજી ગયો કે કાલ રાતની ઘટના વિશેની માહિતી S.P. અને અર્જુન એ કેડબરીને આપી દીધી છે એેટલે આજ કૉફી તેના રૂમમાં આવી ગઈ, તે બારી પાસે જાય છે અને પડદા ખોલે છે ત્યાં જ સૂર્યનો પ્રકાશ આખા રૂમમાં ફેલાઈ જાય છે.
શૌર્ય પોતાના બેડ પર જાય છે અને કૉફીનો મગ હાથમાં લઈને એક ઘૂંટડો ભરે છે ન્યૂઝપેપર ખોલીને વાંચવા લાગે છે, ધીમે ધીમે તે વાંચતો હતો અને એક પેજ પર આવીને તે અટકી જાય છે અને તે પેજ જોઈને તેના ચહેરા પર એક સ્મિત આવે છે, કારણ કે તે પેજ પર ખબર હતી ઈન્સ્પેકટર પાવલેની, તેમાં લખ્યું હતું કે ઈન્સ્પેકટર પાવલે એ પોતાના જ પોલીસ સ્ટેશનમાં પોતાની સર્વિસ રિવોલ્વર વડે આત્મહત્યા કરી હતી અને તેની પાસેથી એક સુસાઈડ નોટ પણ મળી હતી અને તે સુસાઈડ નોટનો ફોટો પણ આપ્યો હતો અને તેમાં શૌર્ય એ જે લખાવ્યું એજ લખ્યું હતું.
શૌર્ય એ ન્યુઝ પેપર સાઈડમાં મૂકી પોતાની કૉફી પૂરી કરી, ત્યાં જ S.P. અને અર્જુન દોડતાં દોડતાં તેની રૂમમાં આવ્યા, “સર આજનું ન્યુઝ પેપર વાંચ્યું ” S.P. એ કહ્યું.
“હા હવે ખબર છે પાવલેએ આત્મહત્યા કરી” શૌર્ય એ કહ્યું..
“સર તમને આટલો વિશ્વાસ હતો તેનાં પર !” અર્જુને કહ્યું..
“એનાં પર નહીં અર્જુન પોતાની જાત પર હતો એટલે જ તો તેને કાલ જીવતો છોડયો હતો.” શૌર્ય એ કહ્યું..
“માની ગયા સર શું નિશાન લગાવ્યું છે તમે.” અર્જુન એ કહ્યું..
"સર આજે કોલેજ નથી જવાનું? ” S.P. એ કહ્યું..
કોલેજ નું નામ પડતાં જ શૌર્ય વિચારોમાં ખોવાઇ ગયો અને અચાનક જ તેને કંઈક યાદ આવ્યું હોય એમ, “ઓહહ નો ” શૌર્ય બોલી પડયો.
“શું થયું સર? ” S.P. એ કહ્યું..
“એક પ્રોબ્લેમ થઈ ગઈ.” શૌર્ય એ કહ્યું..
“શું પ્રોબ્લેમ સર? ” અર્જુન એ કહ્યું..
“પ્રીતિ ” શૌર્ય એ કહ્યું..
“પ્રીતિ? અને પ્રોબ્લેમ? ” S.P. એ કહ્યું..
“અરે આ બધા ચક્કરમા હું એક વાત તો ભૂલી જ ગયો. ” શૌર્ય એ વાળમાં હાથ ફેરવતાં કહ્યું..
“કઈ વાત સર? ” S.P. એ કહ્યું..
“કાલે જયારે હું ગિરફતાર થયો ત્યારે પ્રીતિ, શ્રેયા અને અક્ષય ત્યાં જ હતા અને મને વિશ્વાસ છે કે પ્રીતિ એ મને બહાર લાવવા કોશિશ કરી જ હશે.” શૌર્ય એ કહ્યું..
“તો એમાં પ્રોબ્લેમ શું છે? એ તો તમારી આટલી કેર કરે છે. ” અર્જુન એ કહ્યું..
“અરે કેરવાળા એ આ વાત લઈને સીધી કાનજી પટેલ પાસે ગઈ હશે. ” શૌર્ય એ કહ્યું..
“સર તમે ચિંતા ના કરો મે કાલે જ માહિતી મેળવી લીધી હતી તેના પરિવારના લોકો કાલે કોઈ ફંકશનમા ગયા હતા.” S.P. એ કહ્યું..
“પણ એને ખબર પડી કે હું બહાર આવી ગયો છું અને ઈન્સ્પેકટર પાવલે એ આત્મહત્યા કરી તો એ સવાલોનો પહાડ ઉભો કરી દેશે.” શૌર્ય એ કહ્યું..
“સર તમારે એનો તો સામનો કરવો જ પડશે પણ એક વાત તો સારી થઈ કે તેના દાદાજીને આ ખબર ન પડી.” S.P. એ કહ્યું..
“પડી હોત તો પણ એ મને આેળખી ના શકત આટલા વર્ષો પછી તેને મારો ચહેરો યાદ પણ નહીં હોય જેમ પ્રીતિને નથી. ” શૌર્ય એ કહ્યું.
“એ તો ઠીક છે સર પણ એક પ્રોબ્લેમ બીજી પણ છે.” અર્જુન એ ધીમેથી કહ્યું.
“હવે શું પ્રોબ્લેમ છે? ” શૌર્ય એ કંટાળતા કહ્યું.
“સર પ્રીતિ એ કાલ મિસ્ટર દેસાઈને ફોન કર્યો હતો અને તમારા જમાનતની વાત કરી હતી.” અર્જુને અચકાતા કહ્યું.
“હે ભગવાન, S.P. મે કીધું હતું ને આ એક નંબરની મુસીબત છે, હમેશા મારા માટે મુસીબત ઉભી કરે છે. ” શૌર્ય એ કહ્યું.
“સર કાનજી સર તમને ઓળખી ના શકે તો એ દેસાઈ કંઈ રીતે તમને આેળખી શકે? ” S.P. એ કહ્યું.
“S.P. એ વ્યક્તિને આટલી ઈજજત આપવાની જરૂર નથી અને વાત રહી મિસ્ટર દેસાઈની તો એ કેસ અને ફેસ કયારેય નથી ભૂલતાં ” શૌર્ય એ કહ્યું.
“તો સર હવે ?” અર્જુન એ કહ્યું.
“બસ હવે બહુ થઈ ગયો આ લૂકાછુપીનો ખેલ” શૌર્યએ ઉભા થઈને બારી પાસે જતાં કહ્યું.
“મતલબ? ” S.P. એ કહ્યું.
“મતલબ એ કે હવે સમય આવી ગયો છે. આપણે જે કામ માટે અહીં આવ્યા છીએ એને શરૂ કરવાનો અને જે લક્ષ્યની હું આટલા વર્ષોથી રાહ જોઈ રહ્યો હતો બહુ જલ્દી એની જાહેરાત થવાની છે. ” શૌર્ય એ કહ્યું.
“મતલબ બિઝનેસ એમ્પાયરમા બહુ જલ્દી...” S.P. એ કહ્યું.
“હા, હવે તમે બંને આજથી જ કામે લાગી જાવ બહુ જલ્દી આ દુનિયાને કિંગનો અસલી ચહેરો જોવા મળશે ” શૌર્ય એ કહ્યું.
“સર કામ મુશ્કેલ છે પણ અમે તે કરી ને જ રહીશું ” અર્જુન એ કહ્યું.
“તમે બંને બસ આટલું યાદ રાખજો જે કિંગ આગળ ઝૂકયો એ બચ્યો અને જેનો પણ અવાજ ઉઠયો એ આ દુનિયાથી ઉઠયો.” શૌર્ય એ કહ્યું.
“નો પ્રોબ્લેમ સર હવે તો બધાની હાલત ખરાબ થશે જે પણ તમારા વિરુદ્ધ ગયો એને તો એવી જીંદગી મળશે કે તે મોત માટે તરસી જશે ”S.P. એ ગુસ્સે થતાં કહ્યું.
“નહીં S.P. શાંત, તમે લોકો ગુસ્સે થઈ ને કંઈ પણ નહીં કરો, આરામથી કામ કરો, કારણ કે આટલા વર્ષોમાં શૌર્યથી કિંગ બન્યો છું ત્યાં સુધીમા એ ઈમેજ તો બની ગઈ છે કે આવું કરવાની નોબત નહીં આવે, તમે તો મારા એ હાથ છો જેના સહારે હું ચાલતાં શીખ્યો છું. એટલે તમે કોઈ મારામારી નહીં કરો, બસ મારી મંઝિલ સુધી પહોંચવાનો રસ્તો બનાવો અને હવે બક્ષી અંકલને જલ્દીથી ઈન્ડિયા બોલાવો, નાઉ વોર ઇઝ બીગેન શૌર્ય એ કહ્યું.
આખરે શું છે શૌર્યનું લક્ષ્ય ? અને તે કાનજી પટેલ ને કઈ રીતે આેળખે છે? શું છે તેના અતિતનું રહસ્ય અને આખરે શૌર્ય કરવા શું માંગે છે? અને આ બક્ષી અંકલ કોણ છે?
ક્રમશઃ