Travel the path from illness to wellness with Awareness Journey. Grab your copy now!
Travel the path from illness to wellness with Awareness Journey. Grab your copy now!

Ashvin Kalsariya

Thriller Drama

3  

Ashvin Kalsariya

Thriller Drama

KING - POWER OF EMPIRE - 30

KING - POWER OF EMPIRE - 30

5 mins
549


( આગળનાં ભાગમાં જોયું કે દિગ્વિજયસિંહ અને શૌર્ય એક જ જગ્યા પર પહોંચે છે પણ અચાનક કોઈક એ ગોળી ચલાવી એને કારણે S.P. અને અર્જુન શૌર્યને ત્યાંથી લઇને નીકળી જાય છે પણ ઘરે પહોંચતાજ શૌર્ય ખુલાસો કરે છે કે ગોળી તેના પર નહીં પણ ત્યાં ઉપસ્થિત ઈન્સ્પેકટર એટલે કે દિગ્વિજયસિંહ પર ચલાવવામાં આવે છે, સવાર પડતાં શૌર્યને એક સ્વપ્ન આવે છે જે ઘણા સમયથી શૌર્યને પરેશાન કરતું હોય છે પણ S.P. દરેક વખતે તેને શૌર્ય વહેમ કહીને શૌર્યને સમજાવી લેતો હોય છે હકીકત શું છે એ તો ભવિષ્યમાં જ ખબર પડશે.) 


શૌર્ય તૈયાર થઈને હોલમાં પહોંચે છે પણ S.P. અને અર્જુન ત્યાં હોતાં નથી, કેડબરી કૉફી લઈ ને આવે છે અને શૌર્યને કૉફી આપે છે. 

“કેડબરી આ S.P. અને અર્જુન કયાં ગયા? ” શૌર્ય એ સોફા પર બેસતાં કહ્યું.

“માસ્ટર એ બંને તો બહાર જતાં રહ્યાં. ” કેડબરી એ કહ્યું.

“ઓકે મારો બ્રેકફાસ્ટ રેડી છે? ” શૌર્ય એ કહ્યું. 

“હા માસ્ટર બસ થોડી વારમા જ થઈ જશે. ” કેડબરી એ કહ્યું.

“ઓકે નો પ્રોબ્લેમ ” શૌર્ય એ કહ્યું.


કેડબરી ત્યાંથી જતો રહ્યો, શૌર્ય એ ન્યૂઝપેપર લીધું અને ફ્રન્ટ પેજ જોતાં તે થોડો હસ્યો, કારણ કે તેમાં તેનાં વિશે લખ્યું હતું, મોટા અક્ષરોમાં લખ્યું હતું, “KING - BUSINESS TYCOON ” શું કિંગ કોઈ વિદેશથી આવેલ બિઝનેસમેન છે કે કોઈ વર્ષો જૂનો અનુભવી જેણે ટૂંકા સમયગાળામાં પોતાની કંપની સામે બધી કંપનીઓને ઝૂકાવી દીધી, આખરે કોણ છે કિંગ અને એક મોટું પ્રશ્નાર્થ ચિહ્ન હતું, બધા એ જાણવા ઉત્સુક હતા કે કિંગ કોણ છે પણ કોને ખબર હતી કે કિંગ અત્યારે આ ન્યૂઝ વાંચીને હસતો હશે. 

S.P. અને અર્જુન બંને અંદર આવતાં દેખાયા, “અરે કયાં જતાં રહ્યાં હતાં તમે બંને? ” શૌર્ય એ તેને અંદર આવતાં જોઈને કહ્યું.

“સર તમારાં માટે એક સરપ્રાઈઝ છે. ” અર્જુન એ કહ્યું.

“સરપ્રાઈઝ? મારા માટે. ” શૌર્ય એ આશ્ચર્યથી કહ્યું.

“હા સર તમારા માટે .” S.P. એ કહ્યું.

“શું છે બોલો જલ્દી. ” શૌર્ય એ ઉત્સાહ દર્શાવતા કહ્યું.

“સર સરપ્રાઈઝ છે, પેલાં આંખો તો બંધ કરો.” અર્જુન એ કહ્યું.

“એમાં આંખો શું બંધ કરવાની ” શૌર્ય એ કહ્યું.

“સર પ્લીઝ , થોડો તો ભરોસો રાખો ” S.P. એ કહ્યું.

“ઠીક છે” આટલું કહીને શૌર્ય એ આંખો બંધ કરી.


બે મિનિટ પછી S.P. એ કહ્યું, “સર હવે આંખો ખોલો. ”

શૌર્યની સામે S.P. અને અર્જુન ઉભા હતા, “સવાર સવારમાં તમને મઝાક સૂઝે છે. ” શૌર્ય એ કહ્યું, S.P. અને અર્જુન તેની સામેથી હટયા અને પછી જે દૃશ્ય શૌર્ય એ જોયું તે જોઈ તેના ચહેરા પર એક સ્મિત આવી ગયું. 


શૌર્યની સામે એક 55-58 વર્ષની વ્યક્તિ ઉભી હતી, બ્રાઉન કલરનું સુટ પહેર્યાં હતાં, હાથમાં એક બ્રીફકેસ હતું, સહેજ લંબગોળ ચહેરો, ગોલ્ડન અને સિલ્વર કલરનાં ચશ્માં પહેર્યાં હતાં, કાન પાસેના વાળ એકદમ સફેદ હતાં અને માથામાં થોડાક વાળ સફેદ અને થોડાક વાળ કાળાં હતાં. આ વ્યક્તિ ને જોઈ ને શૌર્ય ખુશીથી બોલી પડયો, “બક્ષી અંકલ તમે.... ” આટલુ કહીને શૌર્ય તેમની તરફ દોડયો અને તેને ભેટી પડયો. 

“હા હું, કેવી લાગી સરપ્રાઈઝ. ” મિસ્ટર બક્ષી એ કહ્યું.

“મતલબ..... ” શૌર્ય એ કહ્યું.


“હા S.P. અને અર્જુન ને મેં જ કહ્યું હતું કે તને જાણ ન કરે કે હું આજ આવું છું અને એ બંને જ મને એરપોર્ટ પર લેવા આવ્યા હતા.” મિસ્ટર બક્ષી એ કહ્યું.

“અચ્છા, એટલે તમે બંને ગાયબ હતાં સવાર સવારમાં.” શૌર્ય તે બંને તરફ જોતાં કહ્યું 

“હા સર, બક્ષી સરનો ફોન આવ્યો અને અમે નીકળી ગયાં. ” અર્જુન એ કહ્યું.


ત્યારબાદ બધાં સોફા પર બેઠાં, મિસ્ટર બક્ષીએ બ્રીફકેસ ખોલી અને શૌર્યને એક ડોકયુમેન્ટ આપ્યું, શૌર્યએ ડોકયુમેન્ટ લઈ ને તેને વાંચ્યા અને ત્યારબાદ તેનાં પર સિગ્નેચર કરી, આ જોઈને અર્જુન તાળી પાડવા લાગ્યો અને S.P. એ તેનાં માથા પર ટપલી મારી આ જોઈ બધાં હસી પડ્યા. 

“નાઉ મિસ્ટર. શૌર્ય યુ આર ધ કિંગ ઓફ યોર ઓઉન એમ્પાયર" મિસ્ટર બક્ષીએ કહ્યું.


“હા સર હવે તો ધમાકા સાથે બિઝનેસ એમ્પાયરમા, કારણ કે સિંહ જંગલમાં પાછો આવી ગયો છે.” અર્જુને કહ્યું.

“અર્જુન ધમાકો તો થશે પણ સાથે સાથે બધાનો હિસાબ પણ થશે ”S.P. એ મક્કમ થતાં કહ્યું.


“બક્ષી અંકલ હવે ઓફિશ્યલી હું કિંગ ઇન્ડસ્ટ્રી નો માલિક છું, બસ હવે દુનિયા સામે આવવાનો સમય આવી ગયો છે. ” શૌર્ય એ કહ્યું.

“હા બેટા હવે ફરીથી એ બધી વસ્તુઓ મેળવવાની છે જે વર્ષો પહેલાં તે ગુમાવી હતી.” મિસ્ટર બક્ષી એ કહ્યું.

“મારે એ વસ્તુઓ નહીં પણ એ સન્માન જોઈએ છે જે વર્ષો પહેલાં હતું, આટલાં વર્ષોમાં એ વ્યક્તિનું આ લોકોએ નામ પણ નથી લીધું જેણે આ બિઝનેસ એમ્પાયરનો પાયો નાંખ્યો હતો, હું ફરીથી એ નામ ગુંજતું કરીશ. ” શૌર્ય એ કહ્યું.

“શ્યોર સર હવે એ બધાંના ખરાબ દિવસો શરૂ થશે જેણે વર્ષો પહેલાં બિઝનેસ એમ્પાયરમા બેઈમાનીની ઉધઈ લગાડી હતી. ” S.P. એ કહ્યું.

“જે કામ માટે મુંબઈ આવ્યા હતા એ પુરુ થઈ ગયું.” મિસ્ટર બક્ષી એ કહ્યું.

“હા અંકલ હવે સુરત નહીં પણ મુંબઈ બનશે મારા સામ્રાજયનું કેપિટલ ટાઉન. ” શૌર્ય એ કહ્યું.

“ગુડ, પૈસા તારા બેંકના અલગ અલગ એકાઉન્ટમાં ટ્રાન્સફર થઈ ગયાં છે અને બાકીની બધી પ્રોપર્ટી પણ ખરીદી લીધી છે જે ગુમાવી હતી. ” મિસ્ટર બક્ષી એ કહ્યું.


“S.P. કેટલી કંપનીઓ હજી આપણી સાથે નથી.” શૌર્ય એ કહ્યું.

“સર એમ.કે. ઇન્ડસ્ટ્રીઝ અને બીજી 8 કંપનીઓ આપણી સાથે નથી. ” S.P. એ કહ્યું.

“સર એ આપણી સાથે કામ કરવા માંગે છે પણ આપણી નીચે નહીં. ” અર્જુન એ કહ્યું.


“ડોન્ટ વરી બહુ જલ્દી એ આપણી નીચે કામ કરશે, કારણ કે મારી સામે હું કોઈ ને ટકવા નહીં દઉં. ” શૌર્યએ કહ્યું.


“શૌર્ય બે અઠવાડિયા પછી બિઝનેસ એમ્પાયરનો સ્થાપના દિવસ છે અને તેની સાથે જ બિઝનેસ એમ્પાયરના નવા ચેરમેનનું નામ પણ ઘોષિત થશે અને મને જાણવા મળ્યું છે કે આ વખતે પણ એ ચેરમેન પદ મિસ્ટર કાનજી પટેલને મળશે. ” મિસ્ટર બક્ષીએ કહ્યું. 


“બક્ષી અંકલ કહેવાય છે કે રાજા પાસે સિંહાસન ભલે હોય પણ પ્રજા એની સાથે ન હોય તો એ રાજા કંઈ કામનો નથી, કાનજી પટેલ ભલે રાજા બને પણ પ્રજા તો કિંગના ફેવરમાં જ છે. ” શૌર્ય એ કહ્યું.

“વાત તો તારી સાચી છે, શૌર્ય હવે મારે નીકળવું પડશે.” મિસ્ટર બક્ષી એ કહ્યું.

“પણ અંકલ તમે હજી હમણાં જ આવ્યા છો” શૌર્ય એ કહ્યું.

“હા, પણ આજે દિલ્હી પહોંચવું જરૂરી છે, ફાઈનાન્સ કંપનીઓ સાથે મિટિંગ છે.” મિસ્ટર બક્ષી એ કહ્યું.


“ઓકે પણ હું એરપોર્ટ મૂકવા આવીશ.” શૌર્ય એ કહ્યું.

“એની કોઈ આવશ્યકતા નથી, આનાં સિવાય પણ તારે બીજા ઘણાં કામ છે અને ડ્રાઈવર છે એ મને મૂકી જશે.”

“ઓકે, નો પ્રોબ્લેમ ” શૌર્ય એ કહ્યું.


શૌર્ય, S.P. અને અર્જુન મિસ્ટર બક્ષીને કાર સુધી મૂકવા આવ્યા, મિસ્ટર બક્ષી એરપોર્ટ માટે નીકળી ગયા, “સર આજે કંપની પર જવાનું છે ” અર્જુને કહ્યું.

“આજે નહીં ” શૌર્ય એ કહ્યું.

“પણ કેમ સર? ” અર્જુને કહ્યું.

“અઠવાડિયા પછી પ્રીતિનો બર્થડે છે, કોઈ પણ રીતે ઇન્વિટેશન લેવું પડશે.” શૌર્ય એ કહ્યું.

“સર પણ એના ઘરે જવાની શું જરૂર છે. ” S.P. એ કહ્યું.

“મિસ્ટર કાનજી પટેલને મળવા.” શૌર્ય એ કહ્યું.

“પણ સર.... ” અર્જુને કહ્યું.

“બસ, હવે હું એને મળી અને હું પણ જોવ છું એટલા વર્ષમાં કેટલો બદલાવ આવ્યો છે એમ.કે.ઇન્ડસ્ટ્રીઝમાં અને તેનાં માલિકમાં.” શૌર્ય એ કહ્યું.


આખરે કોણ છે મિસ્ટર બક્ષી? શું છે આ બિઝનેસ એમ્પાયર? શૌર્યની કંપની કયાં છે અને શું છે તેમાં? આખરે કોણ છે શૌર્ય? શું સંબંધ છે કાનજી પટેલ સાથે અને તેની કંપની સાથે? શું થશે પ્રીતિના બર્થડેમાં અને શું શૌર્ય ત્યાં જશે કે કોઈ નવી મુસીબત આવશે?


Rate this content
Log in

More gujarati story from Ashvin Kalsariya

Similar gujarati story from Thriller