Best summer trip for children is with a good book! Click & use coupon code SUMM100 for Rs.100 off on StoryMirror children books.
Best summer trip for children is with a good book! Click & use coupon code SUMM100 for Rs.100 off on StoryMirror children books.

Ashvin Kalsariya

Drama Thriller


5.0  

Ashvin Kalsariya

Drama Thriller


કિંગ- પાવર ઓફ એમ્પાયર

કિંગ- પાવર ઓફ એમ્પાયર

4 mins 743 4 mins 743

“અંત જ આરંભ છે” બસ આ એક વાકયે જ એક નાનકડા દસ વર્ષના બાળકની જીંદગી બદલી નાખી હતી. સુરત શહેરથી થોડેક દૂર એક વિશાળ ફેક્ટરી આગની જવાળાઆોમા લપેટાઈ ગઈ હતી એ એટલી ભીષણ આગ હતી કે દૂરથી પણ કોઈ પણ વ્યક્તિની નજરે આવે છતાં પણ ફાયરબ્રિગેડ એ ઘટનાસ્થળે ન હતી જો કોઈ હતું, તો એ માત્ર દસ વર્ષ નો એક બાળક, તે આ આગના દૈત્યને જોઈ રહયો હતો જે પોતાની અંદર આ વિશાળ ફેક્ટરીની લપેટી રહયો હતો એ બાળકની આંખોમા આંસુ હતા પણ તેનું રુદન સાંભળવા ત્યાં કોઈ પણ ન હતું. બસ એ બાળકના મનમા તે સમયે માત્ર એક જ વાકય ચાલી રહ્યું હતું અને એ હતું “અંત જ આરંભ છે.” જયાં સુધી તે આગ શાંત ના પડી ત્યાં સુધી તે બાળક ત્યાં બેસી રહયું અને આગ શમી ગયા ત્યારે તેણે ત્યાં જઇને એક મૂઢી મા ત્યાંની રાખ લીધી અને પોતાની પાસે રહેલા કપડાંમા નાખીને તેને પોતાની પાસે રાખી ત્યાં જ બે સૂટ પહેરાલા વ્યક્તિ ત્યાં આવ્યા અને તે બાળક તેની સાથે ત્યાંથી જતો રહ્યો.

(આઠ વર્ષ પછી )

એક યુવાન દેખાતો છોકરો રીક્ષામાંથી નીચે ઉતરે છે અને રીક્ષાવાળાને પૈસા આપીને તે એક દરવાજા તરફ જોઈ છે અને એ હતો મુંબઈની નામચીન પ્રાઈવેટ એગ્રીકલ્ચર યુનિવર્સિટી કે.કે.પી.યુનિવર્સિટી (કાનજીભાઈ કરસનભાઈ પટેલ યુનિવર્સિટી) નામ થોડું ઓફવડૅ હતું પણ તેની નામના ખૂબ હતી, આ યુવાન છોકરો તે બોર્ડ તરફ જોઈ રહયો હતો, વ્હાઈટ લાંબી સ્લીવનું ટી-શર્ટ અને બંને સ્લીવ ઉપર ચડાવેલી હાથમાં ચાંદીમા મઢેલ રુદ્રાક્ષનું બેસ્લેટ, બ્લૂ જીન્સ અને એક બ્લેક બેગ સાથે તે યુનિવર્સિટીના દરવાજે ઉભો હતો. તેના ચહેરા પર એક તેજ હતો, ગોરો વણૅ, કોઈનું પણ ધ્યાન ખેંચી લે તેવો ચહેરો, પાંચ ફૂટ ને આઠ ઈંચનું કદ અને તેના વાળ તો એકદમ પ્લાસ્ટિક જેવા લાગે એકદમ સાદી રીતે પણ આેળો ને તો પણ બહુ સ્ટાઈલીશ લાગે.

અને આ હતો અઠાર વષૅનો નવયુવાન “શૌર્ય ”

શૌર્ય એક અનાથ હતો તેની આગળ પાછળ કોઈ ન હતું, કે.કે.પી.યુનિવર્સિટીમા પ્રવેશ લેવો તેનું સ્વપન હતું પણ કેટલાય લોકો એ જે ફિલ્ડનું નામ પણ ના સાંભળ્યું હોય એવી ફિલ્ડમા તેણે એ પ્રવેશ લીધો અને એ હતું એગ્રીકલ્ચર. આમ તો આવી પ્રાઈવેટ કોલેજની ફી તેને પોસાય તેમ ન હતી પરંતુ કે.કે.પી.યુનિવર્સિટી દર વર્ષે એક સીટ આપે છે જેમા એડમિશન માટે અલગથી પરીક્ષા આપીને એડમિશન મળે છે અને તે વ્યક્તિ નો બધો ખર્ચ યુનિવર્સિટી આપે છે. અને શૌર્ય એ પણ આ સીટ પર જ પ્રવેશ મેળવ્યો હતો. તે યુનિવર્સિટી મા પ્રવેશ્યો પહેલાં તો તેને કંઈ સમજાયું નહીં કારણ કે કેમ્પસ ખૂબ વિશાળ હતું કંઈ બાજુ જવું તેને સમજાતું ન હતું ત્યાં એક કાકા છોડની માવજત કરી રહ્યાં હતા તેણે તેને પૂછ્યું અને તે પોતાની કૉલેજ તરફ ગયો કૉલેજ જઈ તેણે પોતાનું એડમિશન પાકું કરાવ્યું.

તે કૉલેજના મેઈન ગેટ તરફથી બહાર નીકળ્યો અને ત્યાંનું દૃશ્ય જોઈ ને તે ચકિત થઈ ગયો કારણ કે કેટલાક છોકરાઓ એકબીજા ના કાન પકડી ને ઉઠક-બેઠક કરી રહ્યાં હતા. હવે કહેવાની જરૂર તો નહીં જ પડે કે ત્યાં રેંગિગ થતું હતું. પણ શૌર્ય ને આ જોઈ ને આશ્ચર્ય થયું કારણ કે જાય સુધી તેણે સાંભળ્યું હતું ત્યાં સુધી કે.કે.પી.યુનિવર્સિટીમા રેંગિગ થતું ન હતું, તેણે ત્યાં ઉભેલા એક છોકરાને પૂછયું ત્યારે તેને વધારે આશ્ચર્ય થયું કારણ કે રેગિંગ ત્યાં પહેલી વાર થતું હતું અને એ પણ નવાં સ્ટુડન્ટ નું નહીં પણ તેના સિનિયર નું અને રેગિંગ નવાં સ્ટુડન્ટ કરી રહ્યાં હતા.

આ જ સમયે શૌર્યની નજર ત્યાં સામે ઓડી કારના બોનેટ પર બેઠેલી છોકરી પર પડી, તેની એકબાજુ થોડીક છોકરીઓ અને એક બાજુ થોડાંક છોકરા ઉભાં હતા. તે એવી રીતે બેઠી હતી જાણે કોઈ રાજકુમારી હોય, લાઈટ ગુલાબી કલરની ટી-શર્ટ , બ્લુ જીન્સ, જાણે કોઈ સ્વગૅની અપ્સરા હોય તેવું તેનું વણૅ ને હાથમાં આછાં ગુલાબી અને સિલ્વર કલરનું બેસ્લેટ ને એ બેસ્લેટમા હાટૅ સેપનો એક ક્રિસ્ટલ હતો જેના પર સૂરજના કિરણ પડતાં તે ઝળહળતો હતો, તેના ખુલ્લા વાળ હવામાં લહેરાય રહ્યાં હતાં ને કેટલાંક વાળ તેનાં રૂ જેવા ગાલને ચૂમવા આગળ આવી રહ્યાં હતાં અને તે તેને હાથથી પાછળ કરી રહી હતી બસ આ દૃશ્ય જોઈ ને કોઈ પણ ઘાયલ થઈ જાય પણ શૌર્ય પર આની કંઈ અસર ન હતી.

શૌર્ય માત્ર એ જ વિચારતો હતો કે આ છોકરી છે કોણ? જેણે કૉલેજમા રેગિંગ પર પ્રતિબંધ હોવા છતાં પણ રેગિંગ કરી અને એ પણ તેનાં સિનિયરનું કારણ કે એ છોકરી હજી પહેલા વર્ષમા એડમિશન લીધું હતું. એક છોકરાએ તેની વાત માનવાથી ઈનકાર કર્યો અને પેલી છોકરીએ બધાંની સામે તેને લાફો માયૉ અને તેની બાજુમાં ઉભેલા છોકરાઓએ પેલાંની ખૂબ માર માર્યો. શૌયૅથી આ બધું સહન ના થયું અને તે આગળ તેને રોકવા જતો હતો ત્યાં જ કોઈક એ તેનો હાથ પકડીને તેને પાછળ ખેંચ્યો, શૌર્ય એ તે તરફ જોયું તો એક સાવ પાતળો ફોમૅલ કપડાં પહેરેલા આંખો પર મોટા ગોળ ચશ્માં તેને જોઈ ને કોઈ પણ કહી દે કે એ બહુ પઢાકું હશે, તેણે શૌર્યને આમ કરતાં અટકાવ્યો. તેને જોઈને શૌર્ય કંઈ બોલ્યો નહીં, તેણે સામેથી ચાલીને પોતાનો પરિચય આપ્યો એ હતો ‘જયેશ’ ત્યારબાદ શૌર્ય એ પણ પોતાનો પરિચય આપ્યો. શૌર્ય એ તેને કહ્યું, “શા માટે તું મને અટકાવે છે? અહીં રેગિંગ કરવાની મનાઈ છે ને? ” જયેશ તેને જે કહ્યું તે પછી શૌર્ય ગુસ્સાભરી નજરે તે છોકરીને જોવા લાગ્યો.

એવું તો શું કહ્યું જયેશ એ કે શૌર્યને ગુસ્સો આવ્યો, શું શૌર્ય તેને રેગિંગ કરતાં અટકાવશે કે પછી તે પણ બધાંની જેમ જોતો જ રહેશે અને શૌર્ય ધારે તો તે કોઈ પણ ફીલ્ડમા એડમિશન લઇ શકત કારણ કે તે હોશિયાર હતો છતાં પણ તેણે એગ્રીકલ્ચર જ શા માટે પસંદ કરી ? આ બધાંના જવાબો મળશે તમને આવતાં ભાગમાં તો ત્યાં સુધી વાંચતા રહ્યો, “કિંગ- પાવર ઓફ એમ્પાયર”Rate this content
Log in

More gujarati story from Ashvin Kalsariya

Similar gujarati story from Drama