Ashvin Kalsariya

Thriller Drama

3  

Ashvin Kalsariya

Thriller Drama

કિંગ પાવર ઓફ એમ્પાયર - 48

કિંગ પાવર ઓફ એમ્પાયર - 48

7 mins
618


( આગળના ભાગમાં જોયું કે ફંકશન મા બધા ને ખબર પડી ગઈ કે શૌર્ય સૂર્યવંશી જ કિંગ છે, બિઝનેસ ના બેતાજ બાદશાહ કહેવાતા સમ્રાટ સૂર્યવંશી નો પૌત્ર છે, શૌર્ય એ સંબોધન તો કર્યું પણ તે કહેવા કરતાં કરી બતાવવા માંગતો હતો, કાનજીભાઈ ની આંખોમાં શૌર્ય માટે પ્રેમ હતો પણ શૌર્યની આંખોમાં એમના માટે ગુસ્સો હતો, શૌર્યની હકીકત જાણ્યા પછી ઘણાં બધા ની ઊંઘ ઉડી ગઈ હતી, શૌર્ય તેની કંપની નું આેપંનિગ કરવા જઈ રહ્યો હતો, વિદેશમાં તો તેણે સારો એવો બિઝનેસ ઉભો કર્યો હતો પણ હવે સમય હતો ઈન્ડિયા મા બિઝનેસ એમ્પાયર ઉભું કરવાનું હતું તો હવે જોઈએ એ એમ્પાયર ઉભું કરે છે કે પછી એના દુશ્મન તેને એ પહેલાં જ ખતમ કરે છે) 


ઘણાં ની ઊંઘ ઉંડી ગઈ હતી કારણ કે શૌર્ય સૂર્યવંશી એટલે કે સમ્રાટ સૂર્યવંશી નો વારસદાર જીવતો હતો. તો કેટલાકની ઊંઘ શૌર્યની યાદોમાં ઉડી ગઈ હતી અને એમાંથી એક હતી પ્રીતિ. 

સવારનાં દસ વાગ્યા હતાં, પ્રીતિ તો એની યાદોમા ખોવાઈ ગયેલી હતી, શ્રેયા અને અક્ષય તેના રૂમમાં આવ્યા, “પ્રીતિ હજી સુધી તું તૈયાર પણ નથી થઈ ? ” શ્રેયા એ કહ્યું.  

“મને કંઈ કહ્યું. ? ” પ્રીતિ એ વિચારોમાંથી બહાર આવતાં કહ્યું. 

“કયાં ખોવાઈ ગઈ? હજી સુધી તૈયાર પણ નથી થઈ અને અમારો કૉલ પણ રિસીવ નથી કરતી ” શ્રેયા એ કહ્યું. 


પ્રીતિ એ તરત પોતાનો ફોન ચેક કર્યા, શ્રેયા ના મિસકૉલ હતા, “સોરી મને ખબર જ ન હતી ” પ્રીતિ એ કહ્યું. 

“પ્રીતિ શૌર્ય સાથે કોઈ વાત થઈ? ” અક્ષય એ કહ્યું. 

“ના એની સાથે કોઈ વાત નથી થઈ ” પ્રીતિ એ કહ્યું. 

“અરે મને કંઈ સમજાતું નથી આખરે શૌર્ય અને કિંગ…? ” શ્રેયા એ કહ્યું. 

“હા યાર પ્રીતિ શું છે આ બધું તું શૌર્યને આેળખે છે? ” અક્ષય એ કહ્યું. 

“હા હું એનું આેળખું છું ” પ્રીતિ એ કહ્યું. 

“કંઈ રીતે ? ” શ્રેયા એ કહ્યું. 

“તમે બંને તો મને દસ વર્ષથી ઓળખો છો પણ હું શૌર્યને નાનપણથી આેળખું છું ” પ્રીતિ એ કહ્યું. 


“મતલબ તને ખબર હતી શૌર્ય જ કિંગ છે ” અક્ષય એ કહ્યું. 

“ના મને પણ કાલ ફંકશન મા જ ખબર પડી કે શૌર્ય જ કિંગ છે ” પ્રીતિ એ કહ્યું. 

“પ્રીતિ બહુ બધું કન્ફયુઝન છે ” શ્રેયા એ કહ્યું. 

“ઓકે હું તને પહેલે થી બધુ કહી ” પ્રીતિ એ કહ્યું. 

“ઓકે શાંતિથી બેસી ને પછી બોલ ” અક્ષય એ કહ્યું. 

“હું છ વર્ષ ની હતી ત્યારે અમારી સ્કૂલ મા એક દિવસ ટીચર એક છોકરાને લઈ ને કલાસમાં આવ્યા, એકદમ ગોરો, ગોળ ચહેરો, મોટી ગોળ આંખો અને એટલો માસુમ દેખાતો હતો કે.... એ બીજું કોઈ નહીં પણ શૌર્ય હતો ” પ્રીતિ એ કહ્યું. 

“મતલબ શૌર્ય ને તું સ્કૂલ ટાઈમથી આેળખે છે? ” શ્રેયા એ કહ્યું. 


“હા, મેડમ એ તેને કલાસ સાથે પરિચય કરાવ્યો અને અમને બધા ને તેની સાથે ફ્રેન્ડશીપ કરવા કહ્યું., તેને કહ્યું. કે તે કલાસમાં કોઈ પણ સાથે બેસી શકે છે પણ એ ખૂણામાં આવેલી ખાલી બેન્ચ પર બેસી ગયો ન તો કોઈ સાથે વાત કરે કે ન તો સ્માઈલ કરી ” પ્રીતિ એ કહ્યું. 

“ઓહ મતલબ નાનપણથી માસુમ હતો ” અક્ષય એ કહ્યું. 

“શાંત પાણી બહુ ઉંડા હોય છે ” પ્રીતિ એ કહ્યું. 

“મતલબ? ” શ્રેયા એ કહ્યું. 

“એ કોઈ માસૂમ ન હતો, દેખાવમાં માસૂમ હતો બાકી જયારે એના વિશે જાણવા મળ્યું ત્યારે ખબર પડી કે એ મહાશય કેટલો તોફાની છે ” પ્રીતિ એ કહ્યું. 

“શૌર્ય.... અને તોફાની? ” શ્રેયા એ કહ્યું. 

“હા તે દિવસે જયારે દાદુ સાથે વાતચીત કરી ત્યારે ખબર પડી કે સમ્રાટ અંકલ શૌર્ય ના દાદાજી છે ” પ્રીતિ એ કહ્યું. 

“એવું તો શું છે એમનામાં કે બધા એનું નામ સાંભળી ને સત્બધ થઈ ગયા ” અક્ષય એ કહ્યું. 


“સમ્રાટ સૂર્યવંશી, પ્રેમની પરિભાષા જેમણે બધા ને શીખવી, જે દિમાગ થી નહીં પણ દિલથી વિચારતા, દુશ્મનો ને પણ દોસ્ત બનાવી લેતા, બિઝનેસ ની દુનિયામાં એક નવું પ્લેટફોર્મ તૈયાર કર્યું, એ સૂર્ય ના તાપ ને પણ શાંત પડી દેતા, આ દેશમાં બિઝનેસ એમ્પાયરની સ્થાપના કરનાર મહાનાયક હતા. ” પ્રીતિ એ કહ્યું. 


“ઓહહ મતલબ એ હતા આ કંપની ના માલિક ” અક્ષય એ કહ્યું. 

“હા અને કાનૂની રીતે હવે આ કંપની નો માલિક શૌર્ય છે ” પ્રીતિ એ કહ્યું. 

“શૌર્ય એ તને ફ્રેન્ડશીપ માટે પૂછયું હતું? ” શ્રેયા એ કહ્યું. 

“એ નવાબ ને કોઈ ની સાથે ફ્રેન્ડશીપ કરવામાં રસ ન હતો એ તો મને ખબર પડી કે સમ્રાટ અંકલ તેના દાદાજી છે એટલે બીજા દિવસે મે સામેથી એની સાથે વાત કરી હતી ” પ્રીતિ એ કહ્યું. 


15 વર્ષ પહેલાં :- 


“હાઈ, મારું નામ પ્રીતિ છે તારું ” પ્રીતિ એ શૌર્ય સામે હાથ લંબાવી ને પોતાની કાલીઘેલી ભાષામાં કહ્યું. 

“તો હું શું કરું? ” શૌર્ય એ થોડીવાર એની સામે જોઈ ને કહ્યું. 

“સમ્રાટ અંકલ તારા દાદાજી છે ને? ” પ્રીતિ એ કહ્યું. 

“તને કેમ ખબર? ” શૌર્ય એ કહ્યું. 

“મારા દાદુ એ ” પ્રીતિ એ કહ્યું. 

“એ દાદુ કોણ છે ? ” શૌર્ય એ કહ્યું. 

“તારા દાદાજી ના બેસ્ટફ્રેન્ડ ” પ્રીતિ એ કહ્યું. 

“દાદાજી ના તો એક જ બેસ્ટ ફ્રેન્ડ છે કાનજી અંકલ ” શૌર્ય એ કહ્યું. 

“હા તો એ મારા દાદાજી છે ” પ્રીતિ એ કહ્યું. 

“ઓહહ ” શૌર્ય એ કહ્યું. 

“હવે તો મારી સાથે દોસ્તી કરીશ ? ” પ્રીતિ એ કહ્યું. 

“હા પણ.... ” શૌર્ય એ કહ્યું. 


“પણ શું? ” પ્રીતિ એ કહ્યું. 

“મારા ઘરે રમવા આવવું પડશે ” શૌર્ય એ કહ્યું. 

“ઘરે શું મજા આવે, બહાર રમવાનું હોય ” પ્રીતિ એ કહ્યું. 

“મને બહાર રમવું નથી ગમતું ” શૌર્ય એ કહ્યું. 

“ઠીક છે આવી ” પ્રીતિ એ કહ્યું. 

“તો હવે ફ્રેન્ડ ” શૌર્ય એ હાથ મીલાવતા કહ્યું.

“પહેલી વાર તેની સાથે મેં ફ્રેન્ડશીપ સ્કૂલમા કરી હતી ” પ્રીતિ એ કહ્યું. 


“ઓહહ તો તું એને પહેલીથી આેળખતી હતી તો જયારે એ ફરી સામે આવ્યો તો ઓળખી ના શકી ” શ્રેયા એ કહ્યું. 

“સાચું કહું જે શૌર્ય ને હું આેળખતી એ પહેલાં બિલકુલ આવો ન હતો ” પ્રીતિ એ કહ્યું. 

“તો પછી શું થયું તું એના ઘરે ગઈ હતી? ” અક્ષય એ કહ્યું. 

“હા દાદુ સાથે ગઈ હતી ” પ્રીતિ એ કહ્યું. 

“તો કેવું હતું એનું ઘર? ” શ્રેયા એ કહ્યું. 


“શ્રેયા બહાર લોકો આપણને કહે છે કે આપણે મોંમાં ચાંદીની ચમચી લઈ ને જન્મયા છીએ કારણ કે આપણાં પરિવાર આટલાં અમીર છે પણ શૌર્યની લાઈફસ્ટાઈલ જોઈ ને લાગ્યું એ મોંમાં સોનાની ચમચી લઈ ને જન્મયો હતો, એ ઘર નહીં એક વિશાળ મહેલ હતો અંદર જવા વિશાળ દરવાજો અને અંદર જતાં જ બંને તરફ પામ ના ઉંચા વૃક્ષોની હારમાળા અને એ પૂરું થતાં જ વિશાળ ફાઉન્ટેન અને એટલું વિશાળ ગાર્ડન હતું કે જયાં શહેરનાં બધા છોકરા રમી શકે. ઘરમાં પ્રવેશતાં જ વિશાળ હોલ જેમાં છત પર ડાયમંડ મા જડિત ઝૂમર હતું, જમણી તરફ મંદિર હતું ” પ્રીતિ એ કહ્યું. 


“મંદિર શેનું હતું? ” અક્ષય એ કહ્યું. 

“રાધા-કૃષ્ણ નું કારણ કે સમ્રાટ અંકલ માટે શૌર્ય કૃષ્ણ હતો પણ સાથે બાજુમાં શિવલિંગ પણ હતું કારણ કે શૌર્ય મહાદેવને બહુ માને છે ” પ્રીતિ એ કહ્યું. 

“અચ્છા એેટલે હમેશાં એના હાથમાં રુદ્રાક્ષની માળા હોય છે ” શ્રેયા એ કહ્યું. 

“હા, ડાબી તરફ વિશાળ ડાઇનિંગ ટેબલ હતું અને તેની બાજુમાં જ કિંચન હતું, તમને ખબર છે એ ઘરમાં 30 રૂમ હતા” પ્રીતિ એ કહ્યું. 

“30 રૂમ? ” શ્રેયા એ કહ્યું. 

“હા ” પ્રીતિ એ કહ્યું. 

“તો એ ઘરમાં કેટલાં લોકો રહેતાં હતા? ” અક્ષય એ કહ્યું. 


“શૌર્યની ફેમિલીમા એના દાદાજી જ હતા. ” પ્રીતિ એ કહ્યું. 

“તો એના મમ્મી પપ્પા? ” અક્ષય એ કહ્યું. 

“એનાં મમ્મીની ડેથ થઈ ચૂકી હતી અને એના પપ્પા વિશે મે બસ એટલું સાંભળ્યું હતું કે તે એક કાર એક્સિડન્ટ મા..... ” પ્રીતિ એ કહ્યું. 

“ઓહ તો આટલા વિશાળ ઘરમાં ખાલી બે જ વ્યક્તિ રહેતાં હતાં ” શ્રેયા એ કહ્યું. 

“ના, એ ઘરમાં વીસ નોકર હતા અને એ બધા પણ એજ ઘરમાં રહેતાં હતાં” પ્રીતિ એ કહ્યું. 

“આટલાં બધા નોકરની શું જરૂર ? ” અક્ષય એ વિચારતા કહ્યું.

“અરે આટલું મોટું ઘર હતું, સાફસફાઈ કરવા માટે તો જરૂર પડે જ ને ” શ્રેયા એ અક્ષય ને માથામાં ટપલી મારતાં કહ્યું. 

“ના, એ બધા શૌર્ય માટે હતા, શૌર્ય નું ધ્યાન રાખવા માટે એ બધા હતા ” પ્રીતિ એ કહ્યું. 

“તો પણ આટલા બધા? ” શ્રેયા એ કહ્યું. 

“શૌર્ય ને ખાવાનું ખવડાવવા એ બધા હાથમાં પ્લેટ લઈ ને એની પાછળ દોડતા, શૌર્ય આખા ઘરમાં દોડાદોડી કરતો અને બધા એને ખવડાવવા એની પાછળ દોડતા. ” પ્રીતિ એ કહ્યું. 

“ટુંકમાં એ કોઈ ની વાત માનતો નહીં ” શ્રેયા એ કહ્યું. 

“સમ્રાટ અંકલ પછી ત્રણ જ એવા વ્યક્તિ હતા જેની વાત શૌર્ય માનતો હતો ” પ્રીતિ એ કહ્યું. 

“કોણ ત્રણ? ” શ્રેયા એ કહ્યું. 

“એક હતા મંગળકાકા શૌર્યના જન્મ પછી એ જ શૌર્ય નું ધ્યાન રાખતા હતા, શૌર્ય એના દાદાજી પછી સૌથી વધુ લવ મંગળકાકાને કરતો, શૌર્ય ની નાનામાં નાની વાત ની એને ખબર હોય છે” પ્રીતિ એ કહ્યું. 


“બીજું કોણ હતું? ” 

“શૌર્યનો કૂક ” પ્રીતિ એ કહ્યું. 

“કૂક? ” અક્ષય એ કહ્યું. 

“હા, કૂક કેડબરી ” પ્રીતિ એ કહ્યું. 

“કેડબરી? એ કેવું નામ? ” શ્રેયા એ કહ્યું. 

“હા પણ સમ્રાટ અંકલ એ મંગળકાકા અને કેડબરી બંને ને છૂટ આપી હતી કે શૌર્ય ની ભૂલ પર એને સજા આપી શકે છે, મંગળકાકા તો શૌર્ય સાથે ઉંચા અવાજે વાત પણ ન કરતા એટલે શૌર્ય સાથે સ્ટર્કી થવાનું તો દૂરની વાત છે” પ્રીતિ એ કહ્યું. 


“તો પછી કેડબરી શું શૌર્ય ને સજા આપવાનો આમ પણ એક કૂક જ હતો ” અક્ષય એ કહ્યું. 

“શૌર્ય એકજ વ્યક્તિથી ડરતો હતો અને એ છે કેડબરી કારણ કે એકવાર શૌર્ય બહારનું ફાસ્ટફૂડ ખાઈ ને આવ્યો અને એને કારણે બિમાર પડી ગયો તે દિવસથી શૌર્ય ને બહારની વસ્તુઓ ખાવાની ના પાડી દીધી અને જો શૌર્ય ભૂલથી પણ બહારનું ફાસ્ટફૂડ ખાય એેટલે કેડબરી ને ખબર પડી જ જાય અને શૌર્ય ને દુનિયાનો કડવો ઉકાળો પીવો પડતો એટલે એ કેડબરીથી બહુ ડરતો હતો ” પ્રીતિ એ કહ્યું. 


“એવા કૂક નું શું કામ એવા તો બહુ બધા મળી જાય ” અક્ષય એ કહ્યું. 

“કેડબરી કોઈ સાધારણ કૂક ન હતો, દુનિયાની એક પણ એવી ડિશ નથી જે કેડબરી ન બનાવી શકે, શૌર્ય જે બોલે એ ડિશ બનાવી આપતો ” પ્રીતિ એ કહ્યું. 


( ક્રમશઃ )


Rate this content
Log in

Similar gujarati story from Thriller