Travel the path from illness to wellness with Awareness Journey. Grab your copy now!
Travel the path from illness to wellness with Awareness Journey. Grab your copy now!

Ashvin Kalsariya

Thriller Crime

3  

Ashvin Kalsariya

Thriller Crime

કિંગ - પાવર ઓફ એમ્પાયર - ૪૭

કિંગ - પાવર ઓફ એમ્પાયર - ૪૭

6 mins
597


(આગળના ભાગમાં જોયું કે શૌર્યનો સિક્રેટ બેઝ હતો એક હાઈટેક હથિયારો અને ટેકનોલોજીનો રૂમ. જે કોઈ સ્પાઈડર નામના વ્યક્તિને સોંપી દે છે સંભાળવા માટે અને આ તરફ શૌર્ય પ્રીતિના બર્થડેમાં જાય છે. જયાં એસ.પી. અને અર્જુન વેઈટર બનીને પાર્ટીમાં આવે છે. શૌર્ય માટે અને પ્રીતિના રૂપને જોઈ આજે શૌર્યનું દિલ પણ ઘાયલ થઈ જાય છે. અને તે શાયર બની જાય છે. તે બંને વચ્ચે થોડી મીઠી નોકજોક થાય છે અને તેની આ બધી હરકત પર કાનજીભાઈનું ધ્યાન હોય છે, શું કહેશે એ શૌર્યને આવો જાણીએ) 


પ્રીતિ શૌર્ય સાથે વાતો કરી રહી હતી. મોટાભાગના મહેમાનો આવી ચૂક્યા હતા. એટલે સુમિત્રાજીએ પ્રીતિને કેક કાપવા બોલાવી. બધા ત્યાં ગોઠવાય ગયા અને શૌર્ય પાછળ ઉભો હતો. પ્રીતિએ કેક કાપી અને બધા એ તેને વીશ કર્યું. તેણે વારાફરતી બધાને કેક ખવડાવી. શૌર્ય પાછળ ઉભો હતો તે દોડીને તેની પાસે ગઈ અને તેને કેક ખવડાવી. શૌર્ય એ તેના હાથમાંથી કેક લઈને તેને ખવડાવી અને ફરી બર્થડે વીશ કર્યું.બધા પ્રીતિને ગીફટ આપવા લાગ્યા. પ્રીતિ શૌર્ય પાસે ગઈ અને કહ્યું, “હવે તો કેક પણ કટ થઈ ગઈ હવે બોલ કયાં છે મારું ગીફટ ?”


“પહેલાં આંખો બંધ કર ” શૌર્યએ કહ્યું. 

“પણ કેમ ? ” પ્રીતિએ કહ્યું. 

“યાર કહ્યું એટલું કર ” શૌર્યએ કહ્યું. 

“ઓકે” આટલું કહીને પ્રીતિએ આંખો બંધ કરી.

થોડા સમય પછી શૌર્ય એ કહ્યું, “હવે આંખો ખોલ.”

પ્રીતિએ આંખો ખોલી પણ શૌર્યના હાથ તો ખાલી હતાં, એટલે તેણે ગુસ્સે થતાં કહ્યું, “કયાં છે ગીફટ ?”

“તારા ગળામાં જો ” શૌર્યએ કહ્યું 


પ્રીતિ એ જોયું તો એક સિલ્વર કલરની ચેઈન હતી અને તેમાં હાર્ટ શેપનો પિંક કલરનો સ્ટોન હતો, જેવો સ્ટોન તેના હાથના બેસ્લેટમા હતો એવો જ એ ચેઈનમાં હતો, પ્રીતિ ખુશ થઈ અને કહી, “વાઉ સો પ્રિટી ”

“થેન્કયું” શૌર્યએ કહ્યું. 

“આ તો મારા બેસ્લેટ સાથે એકદમ મેચ થાય છે ” પ્રીતિએ કહ્યું. 

“એટલે જ તો તને આપ્યું.” શૌર્યએ કહ્યું. 

“મતલબ ? ” પ્રીતિએ કહ્યું. 

“મતલબ એ કે મને ખબર છે કે આ બેસ્લેટ તને બહુ પસંદ છે અને તારા દિલની બહુ નજીક છે એટલે મે વિચાર્યું કે તને એક આવી જ ચેઈન આપું તો એ તારા ગળામાં રહેશે તારા દિલની વધુ નજીક રહેશે." શૌર્યએ કહ્યું. 

“ઓહહ આઈડીયા તો સારો છે પણ આ બેસ્લેટ મારા માટે બહુ ખાસ છે આની જગ્યા કોઈ નહીં લઈ શકે.” પ્રીતિએ કહ્યું 

“મતલબ મારી મહેનત પાણીમાં ગઈ ! ” શૌર્યએ કહ્યું. 

“ના હવે, આ પણ મારા માટે ખૂબ ખાસ છે કારણ કે બહુ ખાસ વ્યક્તિએ આપ્યું છે ” પ્રીતિએ કહ્યું. 

“મતલબ હું તારા માટે ખાસ છું.” શૌર્યએ કહ્યું 

“અ... તું એવું માની શકે છે.” પ્રીતિએ નખરા કરતા કહ્યું.


અચાનક શ્રેયાએ પ્રીતિને બોલાવી અને તે ત્યાં જતી રહી, હવે શૌર્ય આમતેમ નજર ફેરવી રહ્યો હતો અને તેની નજર માત્ર એક જ વ્યક્તિને શોધી રહી હતી અને એ છે કાનજી પટેલ, થોડીવાર પછી પ્રીતિ આવી અને તેણે કહ્યું, “ચાલ શૌર્ય.”

“કયાં જવું છે ? ” શૌર્યએ કહ્યું. 

“અરે મારી સાથે તો આવ.” આટલું કહીને પ્રીતિ શૌર્યનો હાથ પકડીને પોતાની સાથે ખેંચી ગઈ. 


પ્રીતિ શૌર્યને લઈને જયાં બે વ્યક્તિઓ વાત કરતાં ત્યાં લઇ ગઈ અને તેણે એક વ્યક્તિની પીઠ પર હાથ મૂકયો અને તેને બોલાવ્યા, તે વ્યક્તિ તેની તરફ ફર્યા અને બીજી વ્યક્તિ ત્યાંથી જતી રહી, પ્રીતિએ કહ્યું, “મીટ માય લાઈફ મારા દાદુ ”


શૌર્યની સામે કાનજી પટેલ ઉભા હતાં, એને જોઈને તો શૌર્યની આંખમાં લોહી ઉતરી આવ્યું હતું પણ તેણે પોતાના હાવભાવ ચહેરા પર ના આવવા દીધા.


“દાદુ આ છે શૌર્ય મારો ફ્રેન્ડ.” પ્રીતિએ કહ્યું અને પ્રીતિ પોતાના કામ છે એમ કહીને ત્યાંથી જતી રહી. 

“પ્રીતિ એ તારા વિશે મને કહ્યું હતું, તારા બહુ વખાણ કરતી હતી.” કાનજીભાઈ એ કહ્યું 

“થેન્કયું સર પણ એ તમારા પણ વખાણ કરતી હતી કહેતી હતી કે તમારા જેવી વ્યક્તિ આ દુનિયામાં બીજી કોઈ નથી ” શૌર્યએ કહ્યું 

“એ મને બહુ પ્રેમ કરે છે એટલે એવું કહ્યું.” કાનજીભાઈએ કહ્યું.

“ના સર મને પણ એવું જ લાગે છે કે તમારા જેવી વ્યક્તિ આ દુનિયામાં બીજી કોઈ નથી.” આટલું બોલતા શૌર્યની વાતમાંકટાક્ષનો સૂર આવ્યો 

“વ્યક્તિ એના ચારિત્ર્યથી ઓળખાઈ છે.” કાનજીભાઈએ કહ્યું 


પણ આ વાત સાંભળી રહ્યાં શૌર્યની નજર કાનજીભાઈની પાછળ ઉભેલા એક વ્યક્તિ પર પડી અને તેની આંખો પહોળી થઈ ગઈ. તેણે તરત જ કહ્યું, “સર હું મારા હમણાં થોડીવારમાં આવું છું ” આટલું કહીને શૌર્ય કાનજીભાઈ કંઈ બોલે એ પહેલાં તો ત્યાંથી નીકળી ગયો. પ્રીતિએ જોયું કે કાનજીભાઈ એકલા ઉભા એટલે તે ત્યાં પહોંચી અને કહ્યું, “દાદુ આટલી જલ્દી વાત કરી લીધી.”

“ના બેટા એને કંઈક યાદ આવ્યું એટલે હમણાં આવું એમ કહીને ગયો.” કાનજીભાઈએ કહ્યું 

“ઓહહ તો હજી તો તમે સરખી વાત પણ નથી કરી.” પ્રીતિએ નિસાસો નાંખતા કહ્યું.

“હા, પણ તેને જોઈ ને ખ્યાલ તો આવી ગયો મને કે એ છે તો બધાથી અલગ.” કાનજીભાઈએ કહ્યું 


કાનજીભાઈ બીજા મહેમાનો સાથે વ્યસ્ત થઈ ગયા અને પ્રીતિ પણ પોતાની ફ્રેન્ડ સાથે વાતો કરવા લાગી. તેણે બે-ત્રણ વાર આમતેમ નજર ફેરવી પણ શૌર્ય તેને ત્યાં દેખાયો નહીં. આ તરફ એસ.પી.ને પણ ખ્યાલ આવ્યો કે શૌર્ય તો પાર્ટીમાં છે જ નહીં એટલે તે તરત અર્જુન પાસે ગયો અને કહ્યું, “અર્જુન સર તો અહીં છે જ નહીં.”


“હેં.... શું વાત કરે છે !” અર્જુન એ આમતેમ નજર નાંખતા કહ્યું.

ત્યાં જ એસ.પી.નો ફોન રણકયો અને જોયું તો શૌર્યનું નામ ડિસ્પ્લે પર હતું, તેણે તરત જ ફોન ઉઠાવ્યો અને કહ્યું, “સર કયાં છો તમે ?”

“એ બધું હું પછી કહું છું તમે બંને જલ્દીથી પાર્ટીમાંથી બહાર નીકળો અને ઘરની પાછળના ભાગમાં આવો હું ત્યાં જ ઉભો છું.” શૌર્યએ કહ્યું.

“ઓકે સર.” આટલું કહીને એસ.પી.એ ફોન મૂકયો. 

“શું કહ્યું સરએ ? ” અર્જુનએ કહ્યું .

“સરએ કહ્યું છે કે જલ્દીથી પાર્ટીમાંથી બહાર નીકળી અને ઘરની પાછળના ભાગમાં પહોંચો” એસ.પી.એ કહ્યું 


તે બંને તરત જ ડ્રિંકની ટ્રે ટેબલ પર મૂકી અને કોઈના ધ્યાનમાં આવ્યા વગર ઘરની બહાર નીકળી ગયા. સુમિત્રાજી એ નોકરને તેનાં રૂમમાંથી એક બોકસ લાવવા કહ્યું પણ પ્રીતિએ તેને અટકાવ્યો અને તેને મહેમાનો માટે લાવેલા રીટર્ન ગીફટ લેવા મોકલ્યો અને પોતે તેના મમ્મીના રૂમમાં બોકસ લેવા જતી રહી. 


એસ.પી. અને અર્જુન ઘરની પાછળના ભાગમાં પહોંચ્યા ત્યાં શૌર્ય કાર પાસે ઉભો હતો.

“સર તમે આમ અચાનક કેમ...? ” એસ.પી.એ કહ્યું. 

“એ બધા સવાલ પછી કરજો પહેલાં અહીંથી નીકળી જઈએ.” શૌર્યએ કહ્યું 


તે ત્રણેય ગાડીમાં બેઠા, શૌર્ય એ બેસતાં પહેલાં બહાર આમતેમ નજર ફેરવી પછી ગાડીમાં બેસી ગયો પણ તે ત્રણેય ને આમ ઘરની પાછળના ભાગમાં એક વ્યક્તિ જોઈ ગઈ હતી અને તે હતી પ્રીતિ. તેનાં મમ્મીનો રૂમ પહેલાં ફલોર પર હતો અને ત્યાંની બારીમાંથી ઘરના પાછળનો ભાગ સ્પષ્ટ દેખાઈ આવતો. તે આવી તો બોકસ લેવા પણ બારીમાંથી શૌર્યને કોઈ બે વેઈટરના ડ્રેસમાં રહેલા વ્યક્તિ સાથે વાત કરતા જોયો અને ત્યારબાદ ત્રણેય સાથે કારમાં બેસીને નીકળી ગયા. પ્રીતિએ તરત જ શૌર્યને ફોન લગાવ્યો પણ તેણે ફોન કટ કરી નાખ્યો એટલે પ્રીતિને હવે શંકા થવા લાગી અને તમે જાણો છો શંકાનું કોઈ સમાધાન નથી હોતું. 


આખરે શૌર્ય એ પાર્ટીમાં એવું તો શું જોઈ લીધું કે પ્રીતિને પણ કંઈ કહ્યાં વગર ત્યાં થી નીકળી ગયો અને ગાડીમાં બેસતાં પહેલાં પણ તેણે આમતેમ જોયું કે કોઈ તેને જોઈ તો નથી રહ્યું ને ! પણ પ્રીતિ શૌર્યને જોઈ ગઈ હતી અને હવે તેના મનમાં શંકાનું બીજ રોપાઈ ગયું હતું.

શું પ્રીતિ શૌર્યના અસલી રહસ્યને જાણવા પ્રયત્ન કરશે ? શૌર્ય કોને જોઈને પાર્ટી માંથી નીકળી ગયો અને શું દિગ્વિજય સિંહ આજ રાત્રે રઘુ ને પકડી શકશે ?

સવાલ તો બહુ છે પણ ઉતર માત્ર એક જ વાંચતા રહ્યો, “કિંગ પાવર ઓફ એમ્પાયર ”

ક્રમશ:


Rate this content
Log in

More gujarati story from Ashvin Kalsariya

Similar gujarati story from Thriller