Ignite the reading passion in kids this summer & "Make Reading Cool Again". Use CHILDREN40 to get exciting discounts on children's books.
Ignite the reading passion in kids this summer & "Make Reading Cool Again". Use CHILDREN40 to get exciting discounts on children's books.

Ashvin Kalsariya

Thriller Drama

3  

Ashvin Kalsariya

Thriller Drama

કિંગ પાવર ઓફ એમ્પાયર - 42

કિંગ પાવર ઓફ એમ્પાયર - 42

7 mins
606


(આગળના ભાગમાં જોયું કે શૌર્ય પ્રીતિની બર્થડે પાર્ટીમા જાય છે અને કાનજીભાઈ પટેલ સાથે તેની મુલાકાત થાય છે પણ અચાનક જ કોઈ વ્યક્તિ ને જોતા જ તે તરત જ પાર્ટીમાંથી બહાર નીકળી જાય છે, S.P. અને અર્જુન ને પણ તે બહાર બોલાવી લે છે પણ તે ત્રણેય ને એક સાથે ઘરના પાછળના ભાગમાં પ્રીતિ જોઈ જાય છે તે ત્રણેય તો ત્યાં થી નીકળી જાય છે પણ પ્રીતિ ના કોલ નો શૌર્ય જવાબ નથી આપતો અને કોલ કટ કરી નાખે છે અને આ વાત પ્રીતિના મનમાં શંકા નું બીજ રોપી દે છે.) 


“સર આમ અચાનક પાર્ટીમાંથી બહાર નીકળી જવાનો અર્થ? ” અર્જુન એ કહ્યું..

“પાર્ટી મા મિસ્ટર દેસાઈ હતા ” શૌર્ય એ શાંતિ પૂર્વક કહ્યું. 

આ નામ સાંભળતા જ S.P. ગાડી ના સ્ટેયરીંગ પર નું બેલેન્સ ગુમાવે છે પણ સમય રહેતાં જ તે બેલેન્સ જાળવી રાખે છે. 

“સર એ તમને જોઈ તો નથી ગયા ને? ” S.P. એ કહ્યું. 

“ના એ મને જોવે એ પહેલા જ હું ત્યાંથી નીકળી ગયો ” શૌર્ય એ કહ્યું. 

“સર પણ આમ અચાનક નીકળી ગયા કોઈ ને શંકા ગઈ તો....? ” અર્જુન એ કહ્યું. 

“હવે ખાલી ચાર દિવસ જ રહ્યાં છે મને કંઈ ફર્ક નથી પડતો હવે કોઈ આપણું કંઈ પણ નહીં ઉખાડી શકે ” શૌર્ય એ રિલેક્સ થતાં કહ્યું. 


શૌર્ય તો રિલેક્સ થઈ ગયો હતો પણ આ તરફ દિગ્વિજય સિંહ તો તલપાપડ થતો હતો રઘુ ને પકડવા માટે, તેને ખબરી પાસેથી જાણવા મળ્યું હતું કે રઘુ દસ વાગ્યા પછી સન્નો બાઈ ના કોઠા પર આવશે એટલે દિગ્વિજય સિંહે તો જાળ પાથરી દીધો હતો, સન્નો બાઈનો કોઠો તો બધા ની જાન હતો અને તેનું કારણ હતું લેલા, એક જૂની પદ્ધતિ થી તૈયાર કરેલ વિશાળ આલીશાન મહેલ જેવી જગ્યા જે ચોરબજાર ની વચોવચ આવેલી હતી, ભૂખ્યા ભેડીયાઓ વચ્ચે રહેવું સરળ તો ન હતું પણ આમ કરવું પણ જરૂરી હતું, કારણ કે સન્નો બાઈ આ કોઠો તો ચલાવતા પણ સાથે સાથે પોલીસ સુધી કેટલાક રીઢા ગુનેગારોની ખબર પણ પહોંચાડતા હતા આમ તે એક તીર થી બે નિશાન સાધી રહ્યા હતા આ જોખમી તો હતું પણ કરવું પડે એમ હતું, 

ત્યાં અંદર જતાં જ વચ્ચે વિશાળ ખાલી જગ્યા હતી અને એક ત્યાં એક સ્ટેજ જેવી જગ્યા હતી, અને બાકી બધે ટેબલ ગોઠવાયેલા હતા, જયાં શરાબ ની મહેફીલ જામતી અને સ્ટેજ પર શબાબ ની મહેફીલ જામતી હતી.


દિગ્વિજય સિંહ અને પાટીલ એક ટેબલ પર બેઠા હતા, દિગ્વિજયસિંહે નકલી દાઢી અને વાળની વિગ પહેરી હતી જેથી કોઈ તેને ઓળખી ન શકે, પાટીલ પણ નકલી દાઢી લગાવી ને આવ્યો હતો, કોઠી મા બધી બાજુ એક એક પોલીસ અધિકારી બેઠો હતો અને બધા રઘુ ની રાહ જોઈ રહ્યાં હતાં ત્યાં જ સ્ટેજ પર થી પડદો હટયો અને સ્વર્ગ ની અપ્સરા સમાન એક યુવતી દેખાઈ એકદમ ટૂંકો ઘાઘરો જેમાં તેનાં મુલાયમ પગ દેખાય રહ્યા હતાં, એકદમ ટાઈટ બેકલેસ બ્લાઉઝ જેમાં તેના સ્તન નો ઉભરો દેખાય રહ્યો હતો, એકદમ કોમળ કમર જેનાં વળાંકો પર કોઈ પણ ઘાયલ થઈ જાય, ગુલાબ ની પાંખડી જેવા મુલાયમ હોઠો અને હરણી જેવી ચાલ, આ હતી લેલા કે જેના કારણે સન્નો બાઈ ના કોઠા પર ચાર ચાંદ લાગ્યા હતા, સ્ટેજ ની ફરતે એકદમ કસાયેલ બાધો ધરાવતા ચાર પહેલવાન ઉભા હતાં કારણ કે શરાબના નશામા આ ભેડીયા શબાબ ને ચાખવા તલપાપડ થઈ જાય છે એટલે માટે તેને કાબૂ મા લાવવાનું કામ આ પહેલવાન નું હતું, લેલા નો ડાન્સ તો શરૂ થઈ ગયો અને આજુબાજુ તો લોકો પૈસા ઉડાવી રહ્યા હતા પણ દિગ્વિજય સિંહ ને આમા કંઈ પણ રૂચિ ન હતી એનું ધ્યાન તો દરવાજા તરફ હતું, તે રઘુ ની રાહ જોઈ ને બેઠો હતો. 


સાડા દસ વાગ્વા આવ્યા હતા પણ હજી સુધી રઘુ આવ્યો ન હતો, બધા શરાબ અને શબાબ ના નશામાં ચકનાચૂર થઈ ગયા હતા, દિગ્વિજયસિંહ ની નજર બધી જગ્યા પર હતી પણ એક જ વ્યક્તિ ની નજર દિગ્વિજય સિંહ પર હતી અને તે હતી સન્નો બાઈ જે પહેલાં માળે ઉભા રહીને દિગ્વિજય સિંહ ને જોઈ રહ્યાં હતાં, ખબરી ને રઘુ વિશે ની ખબર પણ તેમણે જ આપી હતી અને તેને ખબર હતી દિગ્વિજય સિંહ તેને પકડી લેશે. અચનાક દરવાજો ખૂલ્યો અને એક પહાડી શરીર ધરાવતો વ્યક્તિ અંદર પ્રવેશ્યો, એકદમ પહેલવાન જેવું શરીર અને ચહેરા પર એક નિશાન હતું જે કોઈ જૂના ઘાવ થી બનેલું હતું, દિગ્વિજયસિંહે તેની તરફ જોયું તે તેને આેળખી ગયો કે તે જ રઘુ હતો પણ તેના ડાબા હાથમાં ડ્રેસિંગ કરેલું હતું, તે ખૂણામાં રહેલા ટેબલ પર જઈને બેઠો, ત્યાં થી દરવાજો પણ નજીક હતો, દિગ્વિજયસિંહે પાટીલ ને બધા લોકો સાથે દરવાજાની બહાર ઉભા રહેવા કહ્યું.. 


રઘુ એ શરાબની બોટલ મંગાવી અને તે પેગ બનાવી ને પીવા લાગ્યો, દિગ્વિજયસિંહ ટેબલ પર થી ઉભો થયો અને રઘુ ની ટેબલ પર જઈને બેઠો.

“આ ટેબલ પર મારી સિવાય કોઈ નથી બેસતું ” એકદમ ભારીભરખમ અવાજ સાથે રઘુ એ કહ્યું. 

“જાણું છું હું રઘુ ” દિગ્વિજય સિંહે કહ્યું. 

“તને મારું નામ કેવી રીતે ખબર ?” રઘુ એ કહ્યું. 

“જંગલમાં આવી ને રાજા વિશે પૂછવાનું ન હોય બધા ને ખબર જ હોય કે રાજા કોણ છે ” દિગ્વિજય સિંહે કહ્યું. 

“કામ બોલ ” રઘુ તેની વાત સમજી ગયો અને કહ્યું. 

“એક વ્યક્તિને મારવાનો છે ” દિગ્વિજય સિંહે કહ્યું. 

“માફ કરજે પણ હું આ કામ નથી કરતો હું ખાલી હથિયારોની હેરાફેરી જ કરું છું ” રઘુ એ કહ્યું. 

“રઘુભાઈ બધા જાણે છે તમારું નિશાન અચૂક છે, વિચારો લો મોં માંગી કિંમત આપવા તૈયાર છું ” દિગ્વિજય સિંહે કહ્યું. 

રઘુ થોડીવાર વિચાર કર્યો અને કહ્યું., “ઠીક છે પણ આઠ ખોખા થશે, ચાર ખોખા એડવાન્સ મા અને ચાર કામ કર્યો પછી ”

“ઠીક છે મળી જશે ” દિગ્વિજય સિંહે કહ્યું. 


“મારવાનો કોને છે? ” રઘુ એ શરાબ નો ઘૂંટડો ભરતા કહ્યું. 

“કમિશનર આર.જે.મિશ્રા ને.... ” દિગ્વિજય સિંહે કડક અવાજ મા કહ્યું. 

નામ સાંભળતા જ રઘુ એ ગ્લાસ ટેબલ પર મૂકયો અને દિગ્ગજ સિંહ ની સામે જોયું અને કહ્યું., “કોણ... કોણ.... છે તું? ”

“ઈન્સ્પેકટર દિગ્વિજય સિંહ ” દિગ્વિજય સિંહે ઉભા થઈ ને ગન કાઠી ને રઘુ પર નિશાનો તાકતા કહ્યું. 

“ઓહહ તો આજ શિકાર ખુદ સામે ચાલીને આવ્યો છે ” રઘુ એ ઉભા થતાં કહ્યું. 

“એ તો સમય જ બતાવશે કોણ કોનો શિકાર કરે છે ” દિગ્વિજય સિંહે કહ્યું. 

“ઈન્સ્પેકટર આ મારો ઈલાકો છે ” રઘુ એ કહ્યું. 

“રઘુ તારા જેવાં નો શિકાર કરવા આ શિકારીની જાળ બિછાવતા પણ આવડે છે ” દિગ્વિજય સિંહે કહ્યું. 


આ સાંભળતા જ રઘુ એ આજુ બાજુ નજર ફેરવી, તે સમજી ગયો કે દિગ્વિજયસિંહ એકલો નથી એટલે તરત જ તેણે દિગ્વિજય સિંહ ને ધકકો માર્યા અને ત્યાં થી બહાર નીકળી ગયો, દિગ્વિજયસિંહ તરત ઉભો થયો અને તેની પાછળ દોડયો, રઘુ દરવાજા બહાર નીકળ્યો ત્યાં જ બે પોલીસ ઓફિસર તેની સામે ગન તાકી, રઘુ એ તે બનેં ના હાથ પકડયા અને પોતાની તરફ ખેંચયા અને તે બંને ને દિવાલ સાથે ભટકાડયા, ત્યાં થી જવા ના હવે ત્રણ જ રસ્તા હતાં, એક દરવાજા ની સામે હતો અને બાકી ના બંને બાજુ હતા, તે જાણતો હતો કે એક વાર આ ગલીઓમાં ઘૂસી ગયો એટલે તેને પકડવો મુશ્કેલ છે એટલે તરત જ તે ડાબી બાજુ ભાગ્યો પણ ત્યાંથી પાવલે અને બીજા હવાલદાર બંદૂક લઈ ને આવ્યા, તે તરત જમણી તરફ ભાગ્યો ત્યાંથી પણ પોલીસ ઓફિસર ગન લઈ ને આવ્યા હવે સીધો ભાગ્યો પણ ત્યાં પણ પોલીસ હતી, તેણે પાછળની તરફ હાથ કર્યો અને ગન કાઠી પણ અચાનક જ તેનો હાથ કોઈ એ પકડયો અને જોરથી મરડયો અને તેના હાથમાંથી ગન નીચે પડી ગઈ અને તેના હાથમાં હાથકડી લગાવી દીધી તે પાછળ ફર્યાં ત્યાં દિગ્વિજય સિંહ ગન લઈ ને ઉભો હતો, તેણે બીજા હવાલદાર ના હાથમાં હાથકડી આપી ને તેને લઈ જવા કહ્યું.. 


“આ તને બહુ મોંઘુ પડશે ઈન્સ્પેકટર ” રઘુ એ જતાં જતાં કહ્યું. 

દિગ્વિજય સિંહ અને બાકી ના લોકો પણ તેની પાછળ પાછળ નીકળ્યા, દિગ્વિજયસિંહ ખુશ હતો કારણ કે તેના મતે તે આ કેસની અંતિમ કડી રઘુ ને પકડી પાડયો હતો અને બસ હવે જે વ્યક્તિ એ રઘુ ને પૈસા આપ્યા એજ અસલી ગુનેગાર છે. 


 રઘુ ને જેણે પૈસા આપ્યા એજ અસલી ગુનેગાર હશે એવું તમે માનતા પણ અફસોસ કે રઘુ બધા રહસ્યોની અંતિમ કડી નથી, રઘુ તો આ સ્ટોરીના સૌથી મોટા રહસ્યની પહેલી કડી છે જયાં થી શરૂ થશે એક એવા રહસ્ય સુધી પહોંચવાની સફર કે જયાં આજ સુધી કોઈ પહોંચી શક્યું નથી, રઘુ ને કારણે દિગ્વિજય સિંહ એક નવા રહસ્ય ને ઉજાગર કરવાની સફર પર નીકળી પડશે અને તમને જણાવી દઉં કે શૌર્ય પણ આજ સફર પર અને આજ રસ્તા પર રહસ્યોને ઉજાગર કરવા નીકળી પડશે. 


તમે પણ વિચારતા હશો કે જે વ્યક્તિ અત્યાર સુધી બધા માટે રહસ્ય બની ને રહી ગયો એ રહસ્યો ઉજાગર કરવા જશે, તો આજ તો આ સ્ટોરી નો ટીવ્સટ છે, પણ અત્યારે તો પ્રીતિ ને શૌર્ય પર શંકા થઈ છે અને તે હવે શૌર્ય નો અસલી ચહેરો જોવા કંઈ પણ કરશે, શું પ્રીતિ શૌર્ય ના રહસ્ય પરથી પડદો હટાવશે કે પછી જયારે શૌર્ય પોતાની વાસ્તવિકતા બતાવશે, આ બંને કિસ્સામાં ઘણા લોકોના દિલ તૂટવાના છે, હવે કોણ કોના દિલ જોડાશે અને કોણ તોડશે એતો આગળ જ ખબર પડશે અને એક ખાસ વાત દિગ્વિજય સિંહે જે લાલ ડાયરી ફેંકી દીધી એ એક વ્યક્તિ એ ઉઠાવી હતી એ વ્યક્તિ આ સ્ટોરીમા નવો વળાંક લાવશે અને આ સ્ટોરીના સૌથી મોટા રહસ્યની બીજી કડી છે એ વ્યક્તિ, તો વિચારો આખરે કોણ છે એ વ્યક્તિ? તમે વિચારતા રહો ત્યાં હું લઈને આવી એક નવો વળાંક જે ઘણું પરિવર્તન કરશે.


(ક્રમશઃ)


Rate this content
Log in