STORYMIRROR

Ashvin Kalsariya

Thriller Drama

3  

Ashvin Kalsariya

Thriller Drama

કિંગ પાવર ઓફ એમ્પાયર - 38

કિંગ પાવર ઓફ એમ્પાયર - 38

6 mins
566


(આગળના ભાગમાં જોયું દિગ્વિજય સિંહને રઘુ નામનાં વ્યક્તિ વિશે જાણકારી મળે છે અને તે રઘુને પકડવાનો પ્લાન બનાવે છે અને દિગ્વિજય સિંહનું માનવું હતું કે રઘુ જો તેના હાથમાં આવી ગયો તો એ સરળતાથી એ ત્રણ રહસ્યો ને ઉજાગર કરી શકશે, બીજી તરફ શૌર્ય એ જયદેવ પવાર પાસેથી વિલાસપુરની જમીન પણ મેળવી લીધી અને જયદેવ પવારની કંપનીને પોતાના હાથ નીચે લઇ લીધી હતી, હવે તે માત્ર રાહ જોઈ રહ્યો હતો એ ફંકશનની જેની તેને વર્ષોથી ઈચ્છા હતી એ ઈચ્છા પૂરી થશે આવો જાણીએ)


S.P. અને અર્જુન નીચે હોલમાં ચા ની ચૂસકી લઈ રહ્યાં હતાં, આજે તે બનેં એકદમ ડાર્ક બ્લુ કલરનાં સુટમાં હતાં આજે એ બનેં નો લુક જ કંઈક અલગ હતો, ત્રિશા અને વેદહી આજે તેને જુવે તો એ તો પાકું જ એને....


“ગુડ મોર્નિંગ ” પાછળ થી શૌર્ય નો અવાજ આવ્યો .


“ગુડ મોર્નિંગ સર ” બનેં એ ઉભા થઈ ને કહ્યું અને પાછળ ફર્યાં ..


થોડાં સમય માટે એ બંને તો જોતાં જ રહી ગયાં, લાઈટ બ્લુ પેન્ટ ઉપર વ્હાઈટ શર્ટ એનાં પર લાઈટ બ્લુ બ્લેઝર અને તેની સ્લીવ ઉપર ચડાવેલી, હાથમાં એજ ચાંદીમાં મા મઢેલ રુદ્રાક્ષની માળા, એકદમ સ્ટાઈલીશ હેર, ચહેરા પર ઉગેલી આછી દાઢી, ચહેરા પર તેજ કોઈ પણ છોકરી ને ઘાયલ કરવા આ કાફી હતું અને શૌર્યને આ રૂપમાં જોઈને S.P. અને અર્જુન તો એકદમ હેન્ગ જ થઈ ગયા હતા. અને થાય પણ કેમ નહીં કારણ કે આ શૌર્ય નહીં કિંગ ની પર્સનાલિટી હતી.


“સર શું લાગો છો આજ તમે... ” અર્જુન એ ખુશ થતાં કહ્યું

“માલ લાગું છું કેમ? ” શૌર્ય એ કહ્યું

“હા સર ” અર્જુન એ કહ્યું

“એ થરકી શરમ કર હું એવો નથી ” શૌર્ય એ હસતાં હસતાં કહ્યું .

“સર જે દિવસે કિંગ દુનિયા સામે આવશે અને જયારે ખબર પડશે તમે કોણ છો તમારી સરનેમ શું છે પછી તો આ લુક મા ચાર ચાંદ લાગી જશે ” S.P. એ કહ્યું

“કેટલાયના જીવનમાં ગ્રહણ પણ લાગશે એ દિવસે ” શૌર્ય એ સિરિયસ થતાં કહ્યું .

“સર તમે કૉફી પીવો પછી આપણે જઈએ” S.P. એ વાત બદલતાં કહ્યું

શૌર્ય તો સોફા પર બેસી ગયો અને કેડબરી કૉફી આપી ગયો, શૌર્ય કૉફી ની મજા માણી રહ્યો હતો અને S.P. કોઈ સાથે ફોન પર વાત કરી રહ્યો હતો અને અર્જુન બાઘા ની જેમ શૌર્ય ને જોઈ રહ્યો હતો.


“આમ ન જો અર્જુન મને તારા પર શંકા થાય છે ” શૌર્ય એ કહ્યું

“ના સર એવું નથી હું તો વિચારું છું કે જયારે છોકરીઓ તમને આમ જોશે તો એની શું હાલત થશે ” અર્જુન એ કહ્યું

“એનું જે થવું હોય એ થાય પણ જો તે આમ જોવા નું બંધ ના કર્યું ને તો હું.... ” શૌર્ય એ કહ્યું

“સર હેલીકોપ્ટર તૈયાર છે અને ગાર્ડસ પણ ” S.P. એ આવી ને કહ્યું

“ઓકે, કંપની પર શું પરિસ્થિતિ છે ? ” શૌર્ય એ કહ્યું

“સર બધું તૈયાર છે અને જે દિવસે બિઝનેસ એમ્પાયરનું ફંકશન પુરું થશે પછી આપણે ત્યાં સ્ટાફને બોલાવી લેશું ત્યાં સુધી આપણા જૂનાં બિઝનેસ પ્રમાણે જ ચાલશે ” S.P. એ કહ્યું

“સ્ટાફ નું સિલેક્શન કઈ રીતે કરવાનું એ તો યાદ છે ને ?” શૌર્ય એ કહ્યું


“ડોન્ટ વરી, સર એ પ્રમાણે જ બધું થયું છે ” S.P. એ કહ્યું

“ઓકે” શૌર્ય એ કૉફીનો કપ નીચે મૂકતાં કહ્યું


શૌર્ય ઉભો થયો અને બહાર તરફ જવા નીકળ્યો, S.P. અને અર્જુન પણ તેની પાછળ જવા લાગ્યા અને તે કારમાં બેસી ને પોતાના બેઝ પર ગયાં જે એરપોર્ટની પાછળની બાજુ આવેલું હતું, બેઝમાં પ્રાઈવેટ પ્લેન અને ત્રણ હેલિકોપ્ટર પડયાં હતાં, એક હેલિકોપ્ટર બહાર જ રાખ્યું હતું અને તેની ફરતે ગોળ સર્કલમાં બેલ્ક સુટમાં ગાર્ડ ઉભા હતાં, બધાના કાનમાં વ

ાયરલેસ એરપોડ હતાં, શૌર્યના આવતાં જ બધા તેની આગળ પાછળ ગોઠવાય ગયા અને શૌર્ય, S.P. અને અર્જુન હેલીકોપ્ટર મા બેસી ગયા અને થોડીવારમાં એ ત્યાંથી નીકળી ગયું. એનાં નીકળતાં જ એક ગાર્ડ એ એરપોડમાં વાત કરતાં કહ્યું, “સર અહીંથી નીકળી ચૂકયા છે ”


વિલાસપુર થી 50 કિ.મી. દૂર એક બીજું હેલીપેડ હતું, હેલિકોપ્ટર ત્યાં પહોંચ્યું, ત્યાં ચાર બ્લેક આેડી કાર હતી અને બ્લેક સુટમાં ગાર્ડ લાઈનમાં ઉભા હતાં , શૌર્ય, S.P. અને અર્જુન ત્રણેય નીચે ઉતર્યા, તેના ઉતરતાની સાથે જ ગાર્ડ એ ગાડી સુધીની એક લાઈન બનાવી બંને બાજુ ગાર્ડ ગોઠવાય ગયા અને શૌર્ય તેમની વચ્ચેથી ગાડી સુધી પહોંચ્યો, ત્યાં ઉભેલી ચાર ગાડી એકસાથે નીકળી, હેલિકોપ્ટર જયાં ઉતર્યું હતું ત્યાં થી કંપની 30 કિ.મી. દૂર હતી. રસ્તામાં બંને બાજુ વૃક્ષોની હારમાળા હતી, 5 કિ.મી. દૂર જતાં જ અચાનક બંને બાજુથી બે બ્લેક કલરની આેડી કાર આવી અને એક આગળ અને એક લાઈનમાં પાછળ ગોઠવાઈ ગઈ. આમ દર 5 કિ.મી. બે ગાડી લાઈનમાં આગળ પાછળ ગોઠવાય જતી હતી, નીકળ્યા ત્યારે તો ચાર જ ગાડી હતી પણ જયારે કંપનીથી ત્રણ કિ.મી. જેટલા દૂર હતાં ત્યારે એક જ લાઈનમાં એક સરખી સોળ ગાડીઓ હતી, હવે આ ગાડીમાં શૌર્યની ગાડી કઈ હતી એ જાણવું તો બહુ મુશ્કેલ હતું.


આ પ્રમાણે નું પ્લાનિંગ S.P. અને અર્જુનનું હતું, કારણ કે તેમને પોતાના કરતાં શૌર્યની વધારે ચિંતા હતી અને શૌર્યની ગાડી S.P. અને અર્જુન સિવાય કોઈ ચલાવી પણ ન શકતું, એ બંને તો શૌર્યની ઢાલ હતાં, શૌર્ય સુધી પહોંચતા પહેલા એ બંનેનો સામનો કરવો જરૂરી હતો.

થોડો સમય જતાં જ બધી ગાડી એક બિલ્ડીંગ આગળ આવીને ઉભી રહી, એકસાથે બધી ગાડીના દરવાજા ખુલ્યા અને બધામાંથી ગાર્ડ બહાર નીકળ્યા સિવાય એક ગાડી જેમાં શૌર્ય હતો, શૌર્ય, S.P. અને અર્જુન પણ બહાર નીકળ્યા, એની સામે એકવીસ માળની એક વિશાળ બિલ્ડીંગ હતી, બહારથી એકદમ કાચની ચમકતી બિલ્ડીંગ હતી શૌર્યની કિંગ ઇન્ડસ્ટ્રીઝ.


“સર આ છે આપણું હેડક્વાર્ટર જ્યાંથી દેશની બધી કંપનીઓ પર નિયંત્રણ થશે ”S.P. એ કહ્યું .

“નિયંત્રણ નહીં હકૂમત થશે ”” શૌર્ય એ કહ્યું .

આ તરફ કાનજીભાઈ પ્રીતિના બર્થડેની તૈયારી કરી રહ્યા હતા કારણ કે આજ રાત્રે એક જોરદાર પાર્ટી હતી અને તેમાં શહેરની કેટલીય નામચીન હસ્તીઓ આવવાની હતી, એમ.કે. ઇન્ડસ્ટ્રીઝના એમ.ડી. તો મોહન પટેલ હતા પણ હજી પણ તેના પર નિયંત્રણ કાનજી પટેલનું હતું, કહેવાય છે ને સિંહ ઘરડો થાય તો પણ એ જંગલનો રાજા જ રહે છે. હા જયારે બે સિંહ આમને સામને હોય ત્યારે કોણ જીતશે એ કહેવું મુશ્કેલ છે, અત્યારે તો બિઝનેસની દુનિયામાં કાનજી પટેલ એક જ સાવજ હતા પણ બહુ જલ્દી એક ડાલામથો સાવજ જંગલમાં આવવાનો હતો અને તમે જાણો છો એક જંગલમાં બે રાજા કયારેય પણ ન હોય અને શૌર્ય.....  તો સિંહની સંતાન છે એટલે જેના લોહીમાં જ શાસન કરવાનું હોય એ તો શાસન જ કરશે.


તમે વિચારતા હશો કે શૌર્યના નામની પાછળ મે આમ ખાલી જગ્યા કેમ મૂકી, તો કહી દઉં કે જે દિવસે એ ખાલી જગ્યા ભરાશે તે દિવસે બધાને ખબર પડશે કે સિંહના ઘરે સિંહ જ જન્મે શિયાળ નહીં. એટલે આ રહસ્ય પણ બહુ જલ્દી ઉજાગર થશે, તમે એમજ વિચારતા હશો કે દરેક નવા એપિસોડમાં એક નવું રહસ્ય આવે છે, તો આ રહસ્યો કયારે પૂરા થશે, પણ શું કરું જે વ્યક્તિ પોતે રહસ્યોથી ભરેલી હોય એની સ્ટોરીમાં તો રહસ્યો જ આવશે પણ ચિંતા ના કરો બહુ જલ્દી જ તમારી આતુરતાનો અંત થશે અને શૌર્યના અતિત વિશે જાણવા મળશે અને હજી તો સિઝન 2 પણ આવવાની છે એટલે હવે વિચારી લેજો હજી કેટલા અને કેવા કેવા રહસ્યો આવશે.


(ક્રમશઃ)



Rate this content
Log in

Similar gujarati story from Thriller