Ashvin Kalsariya

Thriller Drama


3  

Ashvin Kalsariya

Thriller Drama


કિંગ પાવર ઓફ એમ્પાયર - 37

કિંગ પાવર ઓફ એમ્પાયર - 37

5 mins 685 5 mins 685

( આગળના ભાગમાં જોયું કે શૌર્ય વિલાસપુરની જમીન જે ટ્રસ્ટના નામ પર હતી તેના માલિક જયદેવ પવારને મળે છે, શરૂઆતમાં તો શૌર્ય થોડો ઉગ્ર બનીને તેના પર ગોળી ચલાવી દે છે પણ ગોળી પણ ખભા પાસે મારે છે જેનાથી તેને વધારે ઈજા ન થાય અને આવી સફાઈથી નિશાનો તો કોઈ પ્રોફેશનલ જ લગાવી શકે છે, શૌર્ય જયદેવ પવારને પોતાની તરફ કરે છે અને તેની ડૂબતી નાવને કિનારા સુધી પહોંચાડે છે, હવે શૌર્ય કોની નાવ ડૂબાડવાનો છે અને કોની બચાવવાનો એ તો ભવિષ્યમાં જ ખબર પડશે.) 


સવારના આઠ વાગ્યા હતાં, શૌર્ય પોતાના બેડ પર સૂતો હતો, અચાનક તેની ઉંઘ ઉડી ગઈ અને તેનું કારણ હતું તેનું એ ભયાનક સ્વપ્ન, પણ આજે તે પણ એને વહેમ સમજી ને ભૂલી જાય છે અને ઉભો થાય છે અને બારી પાસે જાય છે અને એક જ ઝાટકે બારીના પડદા ખોલે છે, સૂર્ય નો પ્રકાશ આખા રૂમમાં ફેલાઈ જાય છે અને શૌર્ય પોતાના બંને હાથ ફેલાવીને જાણે સૂર્યને આવકારતો હોય એમ ઉભો રહી જાય છે આજે તે કંપની પર જવાનો હતો અને તેને એ વાતની ખુશી હતી. 


બીજી તરફ કોઈ બીજું વ્યક્તિ પણ ખુશ હતું અને એ હતું દિગ્વિજય સિંહ, એ પણ આજે વહેલો તૈયાર થઈને પોતાની બુલેટ લઈને સીધો હેડક્વાર્ટર તરફ નીકળી જાય છે, દિગ્વિજયસિંહ હેડક્વાર્ટર પહોંચીને પોતાની કેબિનમાં જાય છે અને ખુરશી પર બેસીને પોતાની કેપ ઉતારીને ટેબલ પર મૂકે છે, આજે રઘુ ને પકડીને અત્યાર સુધી જે રહસ્યો તેની સામે ઉભા થયા એ બધા રહસ્યોને ઉજાગર કરશે એમ વિચારીને તે બહુ ખુશ હતો. ત્યાં જ પાટીલ અંદર આવે છે અને કહે છે “ગુડ મોર્નિંગ સર ”


“ગુડ મૉર્નિંગ પાટીલ ” દિગ્વિજય સિંહે ખુશ થતાં કહ્યું.


“સર બધા લોકો આવી ગયા છે અને તમારી રાહ જોઈ રહ્યાં છે. ” પાટિલે કહ્યું 


“ઓકે તું જા હું હમણાં આવું છું. ” દિગ્વિજય સિંહે કહ્યું.


“ઓકે સર ” આટલું કહીને પાટીલ જતો રહે છે.


દિગ્વિજય સિંહ થોડો સમય આંખો બંધ કરીને પોતાના વિચારોમાં ખોવાય જાય છે અને પછી તરત જ ઉભો થઈ ને ટેબલ પર પડેલી કેપ પહેરીને કેબીનની બહાર જાય છે અને સીધો મિટીંગ રૂમમાં જાય છે, મીટીંગ રૂમમાં 12 ઈન્સ્પેકટર બેઠા હતા, દિગ્વિજયસિંહના અંદર આવતા જ બધા ઉભા થઈ જાય છે, દિગ્વિજયસિંહ બધાને બેસવાનો ઈશારો કરે છે, તે સામે ટેબલ પાસે આવીને ઉભો રહે છે અને કહ્યું, “ગુડ મોર્નિંગ એવરીવન.”


“ગુડ મોર્નિંગ સર” બધાએ એકસાથે કહ્યું.


“તમે જાણો જ છો મે આ મીટીંગ શા માટે બોલાવી છે, થોડાં કેટલાક સમયમાં એવા રહસ્યમય કેસ આપણી સામે આવ્યા છે જેને આપણે લોકો ઉકેલી નથી શકયા.” દિગ્વિજય સિંહે કહ્યું.


તેણે પાટીલને ઈશારો કર્યો અને લાઈટ બંધ કરવા કહ્યું અને પ્રોજેકટર ચાલુ કરીને કહ્યું, “આ હુસેન મડૅર કેસ એક પ્રી-પ્લાન મર્ડર, કમિશનર આર. જે. મિશ્રા કેસ” 

“અને હાલમાં જ મારી પર પણ હુમલો થયો છે ” દિગ્વિજય સિંહે કહ્યું.

આ વાત સાંભળતા જ બધા અંદરોઅંદર વાતો કરવા લાગ્યા, કારણ કે કોઈને આ વાતની જાણ ન હતી.


“પણ ચિંતા કરવાની કોઈ વાત નથી, મને એક એવી કડી મળી છે જે આ બધા કેસને એકસાથે ઉકેલી શકે છે.” દિગ્વિજય સિંહે કહ્યું.

“કેવી કડી સર ? ” એક ઈન્સ્પેકટર એ કહ્યું 

“રઘુ - જેણે મારા પર હુમલો કર્યો અને હોના હો બીજા બે કેસ સાથે પણ એનો સંબંધ છે અને મને જાણકારી મળી છે કે રઘુ કયાં મળશે એટલા માટે આપણે તેને પકડવા જાળ પાથરવી પડશે.” દિગ્વિજય સિંહે કહ્યું 

“સર કયાં મળશે એ? ” એક ઈન્સ્પેકટર એ કહ્યું 

“ચોકબજારની ગલીમાં આવેલા સન્નો બાઈના કોઠા પર, તમારામાં કોઈ પાસે કોઈ પ્લાન હોય તો જણાવો ” દિગ્વિજય સિંહે કહ્યું 

“સર આપણે તે ચોરબજારમાં વોચ ગોઠવયે અને જેવો રઘુ આવે તેને દબોચી લઈએ. ” એેક ઈન્સ્પેકટર એ કહ્યું 

“પ્લાન તો સારો છે પણ એક વાત ભૂલી રહ્યા છીએ આપણે સન્નો બાઈનો કોઠો ચોરબજારની ગલીઓમાં છે અને તમે જાણો છો ચોરબજારની ગલીઓ એક ભૂલભૂલયાં છે આપણે એ ગલીઓથી એટલાં વાકેફ નથી પણ રઘુ માટે એ અજાણ નથી એટલે જો રઘુ એ ગલીઓમાં આપણને ગૂંચવીને જતો રહ્યો તો એને ફરી પકડવો મુશ્કેલ છે.” દિગ્વિજય સિંહે કહ્યું.

“સર આપણે એ કોઠા પર જ રેડ પાડી એ તો.... ” બીજા એક ઈન્સ્પેકટર એ કહ્યું.

“તો એ આપણી સૌથી મોટી ભૂલ હશે કારણ કે આમ કરવાથી રઘુ એલર્ટ થઈ જશે.” દિગ્વિજય સિંહે કહ્યું.

“તો સાહેબ તમે કોઈ પ્લાન બતાવો. ” પાટીલે કહ્યું.


“મારી પાસે એક પ્લાન છે, ચોરબજારમાં સૌથી વધુ જુગારીઓ અને શરાબી જ આવે છે, આપણે બધા પણ એવા બનીને સન્નો બાઈના કોઠા પર જશું અને રઘુની રાહ જોશું, જયારે રઘુ અંદર આવશે એટલે આપણે તેની આસપાસના ટેબલ પર એને ખબર ન પડે એ રીતે ગોઠવાય જશું અને તેને ચારે તરફથી ઘેરી લેશું, જેવો મોકો મળ્યો તેની ફરતે બધી બાજુએથી ગન લઈને તેને પકડી લેશું, આપણે રઘુ ને અંદર જ દબોચી લેશું પણ સેફ્ટી માટે આગળ અને પાછળની ગલીઓમાં આપણા ઓફિસરને ગોઠવી દેશું એટલે તેને ભાગવાનો અવસર નહીં મળે. ” દિગ્વિજય સિંહે પોતાનો પ્લાન બતાવતા કહ્યું.


બધા આ પ્લાનથી સહમત હતા કારણ કે રઘુ ને કોઠાની અંદર પકડવામાં જ ફાયદો હતો, દિગ્વિજયસિંહે બે ઈન્સ્પેકટરને સાદા કપડા પહેરીને ચોરબજારમાં કોઠાની આજુબાજુ બધું જાણવા મોકલી દીધા, દિગ્વિજયસિંહ માટે આ ગોલ્ડન ચાન્સ હતો જો રઘુને તે પકડી લે તો એક રહસ્ય તો એની સામે ઉજાગર થવાનું જ હતું. અરે એક શું ઘણા રહસ્યો ઉજાગર થવાના હતા અને તમે તો જાણો જ છો મારી એક ખરાબ આદત છે, હું એક રહસ્ય ઉજાગર કરું તો પાછા કેટલાય નવા રહસ્યો તમારી આગળ લાવીને રાખું છું, તો રઘુના પકડાઈ જવાથી અત્યાર સુધી અકબંધ ત્રણ રહસ્યોમાંથી બે તો ઉજાગર થશે પણ દિગ્વિજય સિંહને શૌર્ય વિશે પણ જાણવા મળશે પણ હુસેન મર્ડર કેસ થકી નહીં પણ એક નવી જ રીતે અને દિગ્વિજય સિંહને શૌર્ય માટે થોડું માન પણ થશે પણ તમે વિચારતા હશો કે વળી એવો તો શું વળાંક આવશે કે આવું થશે, તો એ જાણવા માટે તો આગળના ભાગ વાંચવા પડશે.


(ક્રમશ:)


Rate this content
Log in