Unveiling the Enchanting Journey of a 14-Year-Old & Discover Life's Secrets Through 'My Slice of Life'. Grab it NOW!!
Unveiling the Enchanting Journey of a 14-Year-Old & Discover Life's Secrets Through 'My Slice of Life'. Grab it NOW!!

Ashvin Kalsariya

Thriller Drama

0.5  

Ashvin Kalsariya

Thriller Drama

કિંગ પાવર ઓફ એમ્પાયર - 35

કિંગ પાવર ઓફ એમ્પાયર - 35

5 mins
721


( આગળ ના ભાગમાં જોયું કે શૌર્ય વિલાસપુર પહોંચે છે અને ત્યાં ના લોકો પર જે મુસીબત આવવાની હતી એનું સમાધાન કરે છે આમ કરીને તે વિલાસપુર ના લોકોનો વિશ્વાસ જીતે છે અને સાથે જ પોતાને પણ ફાયદો થાય છે એ સાબિત કરે છે, તે વિલાસપુરની જમીન જે ટ્રસ્ટની છે ત્યાં ના માલિક જયદેવ પવાર ને કંઈ રીતે રોકવો તેના વિશે વિચાર કરે છે, શું હકિકતમા તે આ કાર્ય કરી શકશે કે નહીં, આવો જાણીએ) 


શૌર્ય વિલાસપુરથી નીકળી ચૂક્યો હોય છે, તે ફરીથી હેલીપેડ પર જવા નીકળે છે જયાં તેમનું હેલીકોપ્ટર હોય છે. 

“સર જયદેવ પવારને કઈ રીતે હરાજી કરતાં રોકશો ” અર્જુન એ કહ્યું. 

“તમે બંને એક કામ કરો , જયદેવ પવાર વિશે બધી માહિતી એકઠી કરો અને એ કામ થઈ જાય એટલે તેને મળવા માટેની અપોઈન્મેન્ટ લઈ લો ” શૌર્ય એ કહ્યું. 

“સર પણ તમે શા માટે અપોઈન્મેન્ટ લેશો, લોકો તમને મળવા અપોઈન્મેન્ટ લે ના કે તમે.... ” અર્જુન એ કહ્યું. 

“અર્જુન ઘણીવાર બળથી નહીં પણ કળથી કામ લેવું પડે છે ” શૌર્ય એ કહ્યું. 

“મતલબ? ” અર્જુન એ કહ્યું. 

“અર્જુન એક કહેવત છે બાવળ વાવીને તેનાં પર કેરી આવશે તેની આશા રાખવી વ્યર્થ છે એમ જ બધે દુશ્મનો બનાવીને વફાદારીની આશા ન રાખી શકાય ” શૌર્ય એ કહ્યું. 

“સર એ ઠીક કહ્યું. છે અર્જુન, આ મુદ્દાને તાકાતથી નહીં શાંતિથી પૂરો કરવો જોઈએ, તમે ચિંતા ના કરો સર કામ થઈ જશે ” S.P. એ કહ્યું. 

તે ત્રણેય ત્યાંથી હેલીપેડ સુધી પહોંચ્યા અને ત્યાંથી હેલીકોપ્ટરમા બેસીને ફરી મુંબઈ પહોંચી ગયા. 


બીજી તરફ દિગ્વિજય સિંહ કેબિનમાં બેઠો બેઠો ખબરી ના ફોનની રાહ જોઈ રહ્યો હતો, ત્યાં અચાનક જ તેનો ફોન રણકયો, તેણે તરત જ ફોન ઉઠાવ્યો અને કહ્યું. “હા બોલ ખબરી શું ખબર છે ”

“સાહેબ ખબર એકદમ ગરમાગરમ છે ” ખબરી એ કહ્યું. 

“અરે તો જલ્દી બોલ ” દિગ્ગજ સિંહે ઉત્સુકતા સાથે કહ્યું. 

“સાહેબ તમે જે ગનની વાત કરી એ મુંબઈમા એક જ વ્યક્તિ પાસે છે. ” ખબરી એ કહ્યું. 

“કોની પાસે છે? ” દિગ્વિજય સિંહે કહ્યું. 

“રઘુ ” ખબરી એ કહ્યું. 

“ રઘુ.... ” દિગ્વિજય સિંહે કહ્યું. 


“હા સાહેબ આ રઘુ તો ગેરકાયદે હથિયારોની હેરાફેરી કરે છે અને સાથે સાથે સુપારી લઈને ખૂન પણ કરે છે અરે તમે આને ખાલી ઓર્ડર કરો દુનિયાનું કોઈ પણ હથિયાર તમને લાવી આપશે ” ખબરી એ કહ્યું. 

“બીજું શું જાણવા મળ્યું? ” દિગ્ગજય સિંહે કહ્યું. 

“સાહેબ એનાં ઠેકાણું કયાં એતો ખબર નથી પડી પણ આજકાલ એ રાજા ભોજ બનીને ફરે છે ” ખબરી એ કહ્યું. 

“મતલબ? ” દિગ્વિજય સિંહે કહ્યું. 

“સાહેબ અચાનક તેની પાસે બહુ બધા પૈસા આવી ગયા છે, કયાંથી આવ્યા એ તો નથી ખબર પણ હા હમણાં તેણે કોઈ ગેરકાયદેસર હથિયારનો સોદો પણ નથી કર્યો પણ અચાનક આટલાં પૈસા કયાંથી આવ્યા એ જ નથી સમજાતું.” ખબરી એ કહ્યું. 

“લગભગ મને ખબર છે આ પૈસા કયાંથી આવ્યા છે ” દિગ્વિજય સિંહે કહ્યું. 

“મતલબ? ” ખબરી એ કહ્યું. 

“કંઈ નહીં તું ખાલી એ બતાવ કે એ કયાં મળશે? ” દિગ્વિજય સિંહે કહ્યું. 

“સાહેબ મે કહ્યું. એમ એનું ઠેકાણું કયાં એ તો નથી ખબર પણ હા દર બુધવારે એ સન્નો બાઈના કોઠા પર જાય છે. ” ખબરી એ કહ્યું. 

“સન્નો બાઈ નો કોઠો? ” દિગ્વિજય સિંહે કહ્યું. 

“હા સાહેબ, પેલાં ચોર બજારની બાજુમા જે ગલી છે તેમાં જઈને ડાબી બાજુ એ ખૂણામાં છે રઘુ તમને ત્યાં જ મળશે ” ખબરીએ કહ્યું. 


“ખબર તો પાકી છે ને? ” દિગ્વિજય સિંહે કહ્યું. 

“અરે સાહેબ ખબરીની ખબર કયારેય ખોટી ન હોય ” ખબરીએ કહ્યું. 

“ઓકે, થેન્કયું ખબરી ” દિગ્વિજય સિંહે કહ્યું. 

“સાહેબ જયારે પણ જરૂર પડે ત્યારે યાદ કરજો ” ખબરીએ કહ્યું. 

“જરૂર ખબરી ” દિગ્વિજય સિંહે કહ્યું. ત્યારબાદ તેણે ફોન કટ કર્યો અને રઘુ ને કંઈ રીતે પકડવો એ વિચારવા લાગ્યો. 


આ તરફ કાનજીભાઈ પોતાની લાડલી પૌર્ત્રી ના જન્મદિવસની તૈયારીમા લાગ્યા હતા, તે નીચે હોલમાં બેસીને મહેમાનોની લિસ્ટ બનાવી રહ્યાં હતાં, ત્યાં જ પ્રીતિ નીચે આવી અને કહ્યું., “દાદુ શું કરી રહ્યાં છો? ”

“આવ મારી દિકરી, બસ તારા જન્મદિવસની તૈયારી કરી રહ્યા છીએ ” કાનજીભાઈ એ કહ્યું. 

“ઓહહ દાદુ, યુ આર સો સ્વીટ , આ વખતે મને બર્થડેમા શું ગીફ્ટ મળશે? ” પ્રીતિ એ કહ્યું. 

“તારે શું જોવે છે એ બોલ ” કાનજીભાઈ એ કહ્યું. 

“અમમ....., તમે જે આપો એ ચાલશે ” પ્રીતિ એ કહ્યું. 

“ઠીક છે તો હું તારા માટે બેસ્ટ ગીફ્ટ લાવીશ હમેશાંની જેમ, અને હા આ મહેમાનોની લિસ્ટ છે તારે બીજા કોઈ ને બોલાવા હોય તો કહી દે ” કાનજીભાઈ એ કહ્યું. 

“હા દાદુ મારા એક ફ્રેન્ડ પણ છે જેને હું ઈન્વાઈટ કરવાની છું ”પ્રીતિ એ કહ્યું. 

“કોણ? ” કાનજીભાઈ એ કહ્યું. 

“શૌર્ય, મે તમને કહ્યું. હતું એના વિશે ” પ્રીતિ એ કહ્યું. 

“અરે હા યાદ આવ્યું, જરૂર બોલવ એને હું પણ મળું એને ” કાનજીભાઈ એ કહ્યું. 

“ઓકે દાદુ, બાય હું શ્રેયા સાથે શોંપિગ કરવા જાવ છું ” પ્રીતિ એ કહ્યું. 

“જરૂર બેટા અને હા શ્રેયા અને અક્ષય ને કહી દેજે કે અહીં આવી જાય તો તૈયારી કરવામાં સરળતા રહેશે ” કાનજીભાઈ એ કહ્યું. 

“ઓકે દાદુ, બાય” પ્રીતિ એ કહ્યું. અને તે જતી રહી, કાનજીભાઈ ફરી પોતાના કામમાં લાગી ગયા. 


શૌર્ય રૂમમાં બેઠો હતો અને લેપટોપ પર કામ કરી રહ્યો હતો, અચાનક તેનો ફોન રણકયો અને તેણે તરત જ રિસીવ કર્યો અને કહ્યું., “હલ્લો કોણ? ”

“હવે એટલાં વ્યસ્ત થઈ ગયા કે નામ પણ ન જોયું ડિસ્પ્લે પર ” પ્રીતિએ કહ્યું. 

“અરે પ્રીતિ તું, એવું નથી ” શૌર્ય એ કહ્યું. 

“ઓહહ તો કેવું છે ” પ્રીતિ એ કહ્યું. 

“અરે કંઈ નહીં, તે ફોન કેમ કર્યો એ તો બોલ ” શૌર્ય એ કહ્યું. 

“અરે હા એ તો ભૂલી જ ગઈ, મારા બર્થડે નું ઇન્વિટેશન આપવા ” પ્રીતિ એ કહ્યું. 

“અચ્છા ” શૌર્ય એ કહ્યું. 

“ફોન પર કહ્યું એટલે ચાલશે કે પછી ઇન્વિટેશન કાર્ડ આપવું પડશે ?” પ્રીતિ એ કહ્યું. 

“જયારે તે ફોન કરીને પર્સનલ કહ્યું. તો કાર્ડની શું જરૂર ” શૌર્ય એ કહ્યું. 

“અરે ના પછી આ તો કોઈક ને બહાનું મળી જાય ન આવવાનું ” પ્રીતિ એ કહ્યું. 

“અચ્છા પણ હું તો આવીશ ” શૌર્ય એ કહ્યું. 

“જોવ છું હું ” પ્રીતિ એ કહ્યું. 

“હા તો જોઈ લેજે કંઈ ડરતો નથી તારાથી ” શૌર્ય એ કહ્યું. 

“હા તો હું પણ નહીં ડરતી, આવજે બર્થડે મા અને આ વખતે જો કોઈ બહાનું બનાવ્યું તો છોડીશ નહીં ” પ્રીતિ એ કહ્યું. 

“પહેલાં પકડ તો ખરા ” શૌર્ય એ હસતાં કહ્યું. 

“વોટ? ” પ્રીતિ એ કહ્યું. 

“અરે મજાક કરું છું, જરૂર આવીશ પ્રોમિસ ” શૌર્ય એ કહ્યું. 

“ઓકે તો ઠીક છે, ચાલ બાય, મારે શોંપિગ પર જવાનું છે ” પ્રીતિ એ કહ્યું. 

“ઓકે બાય ” શૌર્ય એ કહ્યું. અને તેણે ફોન કટ કરી ને બાજુમાં મૂકયો . 


હવે એકતરફ દિગ્વિજય સિંહ ને રઘુ વિશે માહિતી મળી હતી એટલે તે એને પકડવાનો પ્લાન બનાવી રહ્યો હતો, બીજી તરફ શૌર્ય પ્રીતિના બર્થડેમા જવાનો હતો એ પહેલા તે જયદેવ પવારને મળીને વિલાસપુરની જમીન લેવાનો હતો, હવે આ બધી ઘટના એક જ દિવસે થવાની હતી અને એ હતો ગુરૂવાર, હવે એ દિવસે કયું રહસ્ય ઉજાગર થાય છે અને કયાંક બીજું નવું રહસ્ય પણ સામે ન આવે.


ક્રમશઃ


Rate this content
Log in

More gujarati story from Ashvin Kalsariya

Similar gujarati story from Thriller